એ આખરે માણસ હતો

                                    આજે આસો વદ એકમ

 

આજનો સુવિચાર:- પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે, એ બધાં ‘વિષયો’ જ છે.                                                             — દાદા ભગવાન

એ આખરે માણસ હતો

 

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

એક – બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,
ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી ?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ ?–આખરે માણસ હતો.

                                – ધ્વનિલ પારેખ

 

                                                 ૐ નમઃ શિવાય

11 comments on “એ આખરે માણસ હતો

  1. પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે, એ બધાં ‘વિષયો’ જ છે. દાદા ભગવાન ને લાધેલું સ્પષ્ટ દર્શન
    ……………………………………………………….
    સુંદર ગઝલનાં આ શેરો વધુ ગમ્યા
    ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
    ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
    ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
    બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
    તમે તમારા કર્મને ઓળખો.
    એક સંતે કહ્યું-”મેં પૂજા છોડીને આશ્રમ શરૂ કર્યો. ભગવાન તો પ્રસન્ન થતો હશે કે નહીં તેની ખબર નથી પણ આ બાળકો તો મારી સામે પ્રસન્ન થઈને હસે છે. બાળકોને હસતાં જોઉં ત્યારે મને એવું લાગે છે કે જાણે ભગવાન પ્રસન્ન થયા. કુદરતે તો મને કેટલા બધા ભગવાનોને પ્રસન્ન કરવાની જવાબદારી સોંપી છે. હું રોજ આ ભગવાનોની પૂજા કરું છું.!”
    આ વાત સહજ પ્રસન્નદાયી છે
    ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

    Like

  2. છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,
    ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

    એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
    બસ, બધું ભૂલી ગયો એ ?–આખરે માણસ હતો.

    wahhh khub saras vat..

    Like

  3. પિંગબેક: એ આખરે માણસ હતો | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

  4. એક – બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,
    ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.

    ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
    ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
    …………………………………………….
    સુંદર રચના ! અભિનંદન !

    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a comment