સંત નામદેવ

                                              આજે કારતક સુદ ચૌદસ

આજનો સુવિચાર :- શુદ્ધ હ્રદય તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ અને પવિત્ર વસ્તુઓમાં અતિ પવિત્ર વસ્તુ છે.
                                                                                                                      – વેદ વ્યાસ

 

 

સંત નામદેવ

 

સંત શ્રી નામદેવજી જ્યારે અજ્ઞાની અને અબોધ હતા ત્યારે ગુરુને શોધવા નીકળે છે. સૂરજ ઊગે અને આથમે એ સમયે ગુરુપ્રાપ્તિ થશે એમ વિચારે છે.

એક સવારે શંકર ભગવાનના મંદિરે પહોંચે છે, ત્યાં એક વૃદ્ધ શંકર ભગવાનના શિવલિંગને ભેટીને સૂતા છે. સંતશ્રીએ 3 દિવસ રાહ જોઇ અને ભગવદભક્તિ કરતા બેસી રહ્યા. એને ગુરુનો સત્સંગ મળે છે. ભગવત ભક્તિનો રાહ કઠિન છે. અનેકાનેક નિયમો પાળવા પડે છે. વૃત્તિ કાબૂમાં રાખવી પડે છે. જીવનમાં સદવર્તન કરવાનાં હોય છે. 

       સંતશ્રી નામદેવજી પોતાના અત્માના બળ વડે જ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને ગોતવા નીકળે છે. સુંદર વાણી વડે પ્રભુભજન કરતા જાય છે. ગ્રામવાસીઓને પ્રભુભક્તિ કરાવે છે. સત્સંગ કરવા સમજાવે છે. અને સુંદર વાણી દ્વારા સત્સંગ કથાનું પાન કરાવતા જાય છે
આમ , યાત્રા કરતા કરતાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો સાક્ષાત્કાર થાય છે. ભગવાન તેમને આશીર્વાદ આપે છે:- ’અત્યાર સુધી તું મને ગોતતો હતો, મારા મંદિરે આવતો હતો અને સ્થૂળ મૂર્તિની પૂજા કરીને મેળવ્યાનો ખોટો મોહ રાખતો હતો, પણ હવે તને ગુરુજ્ઞાન થયેલ છે અને મારી ભક્તિ યોગ્ય વર્તન-ભજન-કીર્તન દ્વારા કરી છે. માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને વચન આપું છું કે હવેથી હું તારે ત્યાં આવીશ અને સ્થાન ગ્રહણ કરી તારો ભક્તિરૂપી પ્રસાદ સ્વીકારીશ.

              આવી સુંદર ભક્તિ જે વાણી દ્વારા કરવામાં આવે ત્યારે સમાજ તેનો સ્વીકાર કરે છે. ધર્મ પ્રત્યે સમાજને વાળવા માટે સારાં સુંદર ભજનો, સ્તવનો તથા કોઈપણ ભાષામાં કરેલ ભગવદભક્તિનો પ્રભુ દ્વારા સ્વીકાર થાય છે. માટે જ વાણીમાં શુદ્ધતા સંવેદશીલતા તથા ભક્તિનો સમંવય કરવો યોગ્ય ગણાશે.

                                                                                                                                                             સંકલિત
 

                                                                                                                                                           સોજન્ય:- જન્મ્ભૂમિ

ૐ નમઃ શિવાય

2 comments on “સંત નામદેવ

 1. મહારાષ્ટ્રની સંત પરંપરામાં ભગવાન વિઠોબાની ભકિતનું અનન્ય પ્રદાન રહ્યું છે. બાબા જેને ઇષ્ટગ્રંથ ગણતા તે ‘એકનાથી ભાગવત’ ના રચયિતા આદર્શ ગહસ્થાશ્રમી પૈઠણના સંત એકનાથજી સને ૧૫૩૩થી ૧૫૯૯માં થઇ ગયા.

  – શુદ્ધ હ્રદય તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ …
  પંઢરપુરના વિઠોબાજી મંદિરનો પુનરોદ્ધાર કરાવનાર સંત તુકારામજી, શિવાજીના ગુરુ સમર્થ રામદાસના સમકાલીન હતા. બાબાને અતિપ્રિય એવી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ના સર્જક અને માત્ર ૨૧ વર્ષની ઉમરે જ સંજીવની યોગ સમાધિ (ઇરછા મૃત્યુ) પ્રાપ્ત કરનાર વિઠ્ઠલ ભકત સંત જ્ઞાનેશ્વર આળંદી ગામે (તા.૧૬-૦૮-૧૨૭૫) જન્માષ્ટમીના દિવસે જ અવતર્યા હતા. બાળહઠ થકી ભગવાન વિઠ્ઠલની મૂર્તિને દૂધ પિવડાવનાર નામદેવજી મહારાજ તે જ સમયમાં થયા.ૐ નમઃ શિવાય

  Like

 2. ધર્મ પ્રત્યે સમાજને વાળવા માટે સારાં સુંદર ભજનો, સ્તવનો તથા કોઈપણ ભાષામાં કરેલ ભગવદભક્તિનો પ્રભુ દ્વારા સ્વીકાર થાય છે.
  ૐ નમઃ શિવાય
  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s