આજના એસ.એમ. એસ.

                                 આજે માગશર સુદ આઠમ

આજનો સુવિચાર:- સત્ય એક જ છે અનેક નથી, સત્ય માટે બુદ્ધિશાળી માણસો વિવાદમાં ઊતરતા નથી.             — ભગવાન   બુદ્ધ

 

આજના એસ.એમ. એસ.

 

ફૂલની પાંખડી બની મહેકવું છે,
પાણીની બુંદ બની વરસવું છે,
નથી વહેવું કોઈની આંખના આંસુ બનીને
બની શકું તો દરેકના ચહેરા પર
સ્મિત બનીને મહેકવું છે.

ક્યારેક આ જિંદગી હસતા મૂકી દે,
ક્યારેક આ જિંદગી રડતા મૂકી દે,
ના પૂર્ણવિરામ સુખોમાં,
ના પૂર્ણવિરામ દુઃખોમાં,
બસ જ્યાં મજા આવે ત્યાં
અલ્પવિરામ મૂકી દે…….

સુખનો સૂરજ, સ્નેહની સવાર,
મેઘની મહેર, પ્રેમની પોકાર,
દિલની ધડકન, મનની મુસ્કાન
ખુશીનો ખજાનો લઈને આવ્યું
આ પ્રભાત…………..
                                                  ૐ નમઃ શિવાય

દીવાનગી

                                       આજે માગશર સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. –ઈગર સોલ

દીવાનગી

દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે,
બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે.

તું જો નહિ ફરે તો કોઈપણ નહીં ફરે,
તારા ઉપર તો જિંદગીની હારજીત છે.

પ્રત્યેક શ્વાસ તારો છે, પ્રત્યેક દમમાં તું,
દિલમાં ભલેને જોવામાં દુનિયાની પ્રીત છે.

સઘળી બુરાઈ ચોટે છે એક તારા નામ પર,
તુજથી વધારે કોણ અહીં પદદલિત છે?

જો જો, કે હાર પ્રેમની થાશે ફરી ફરી,
હમણાં ભલે કહું છું મોહબ્બત અજીત છે.

તારા સિવાય કોઈને જોતું નથી અહીં,
તો પણ ન જાણે કેમ ઘણું મન ચલિત છે.

તુજથી છુપાવવાનું પ્રયોજન નહીં રહ્યું,
તુજને તો મારો હાલ બધોયે વિદિત છે.

આંતર-વ્યથાઓ,”નૂરી!” બની ગઈ છે શાયરી,
ગાઇ ન એમ જાણે બસૂરું એ ગીત છે.

કવિશ્રી–મુસા યુસુફ નૂરી

 

ૐ નમઃ શિવાય