હિરણ હલકાળી

                આજે મહા વદ દસમ [સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી]

આજનો સુવિચાર: માનવીનું આયુષ્ય વધ્યું છે, પણ આયુષ્યમાંનું જીવન ઘટ્યું છે.
                                                                                                                   – જે. કૃષ્ણમૂર્તિ

હિરણ હલકાળી

 

(છંદ:- ચારણી)

ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જીય નદી રૂપાળી નખરાળી

આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

                                                             — લોક ગીત

 

                                                      ૐ નમઃ શિવાય

પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય

આજે મહાસુદ નોમ


Written by  અધીર અમદાવાદી   [adhir.amdavadi@gmail.com]


અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. તમારે જાણવા જોગ.1.
તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

5. બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, તો શાયરોનુ શહેર નહી? પેલા કવિબેવકુફઅહીનાં નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો

9.  “હું કેવી લાગુ છુનો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કેઆજે તો તું સાવ જૂદીજ લાગે છે

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11.  “
તારા પપ્પા બહુ સોશિયલ છેએવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, કેટરિનાએ તારા જેવી હેરસ્ટાઇલ કરી છેએવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અનેઆજે શાક કેવી રીતે દાઝી ગયુ?” વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા .

17. કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કેમેચ તો રોજ આવે છે

20. એમ કહે કેઆજે બહુ ગરમી છેતો પંખો ફાસ્ટ કરો યાર!

21. એમ કહે કેઆજે બહુ થાકી ગઇ છુતો તરત કહો કે ચાલ, આજે બહાર જમવા જઇએ

22. એમ કહે કેઆજે રસોઇ કરવાનો મુડ નથીતો તરત કહો કેસાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ વિચારતો હતો

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25.
કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તોઆજે દાળ કંઇક જુદી હતી!” અને રોટલી કાચી બને તો વખતે ઘંઉ સારા નથી આવ્યાએમ કહો.

નોંધ:


) ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.

) ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.

) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.

) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી કરવા.


ૐ નમઃ શિવાય

મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                        આજે પોષ વદ અમાસ


આજનો સુવિચારઃ
– ‘નિરાંત’ બજારમાં વેંચાતી મળતી નથી, એ ‘ચિંતન’ થકી મળે છે.

[યુ.એસ.એ. સ્થિત મારા ભાઈ શ્રી. યોગેશભાઈ શાહે આ કવિતા લખી મોકલાવ્યા બદલ આભાર]

 

મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

 

અતિતનાં સંભરણાનાં આગમન સાથે
મારૂં મન એની સાથે વાતો કરવાં બેઠું.
પસાર થયો એ સમય કેવો? કેટકેટલી થઈ વાતો?
આવ્યાં આંખો સામે એ પ્રસંગો અને યાદો
અરે! ખાસ કરીને તો બાળપણની અને શાળાની યાદો
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

કોને યાદ કરું અને કોણ યાદ ના આવ્યાં?
કોણ યાદ આવે અને કોને ભૂલ્યાં?
અને ગયો એ બાળપણનાં વર્ષોમાં
અને મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

જલ્દી જલ્દી જઈ મારે રોજની જગ્યાએ બેસવું છે,
રોજ સવારે સભાગૃહમાં ઊભા રહીને રાષ્ટ્રગીત ગાવું છે,
નવા વર્ષમાં નવા પુસ્તકોની સુગંધ લેવી છે,
સુંદર અક્ષરોથી પોતાનું નામ લખવું છે
અને બધું કરવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વચલી રીસેસ થતાં દોડીને સહુ પ્રથમ વર્ગની બહાર જવું છે,
અરે! વર્ગની બહાર તો ઠીક, પાણી પીવા પણ પ્રથમ પહોંચવું છે,
નાસ્તાનાં ડબ્બામાંથી ખારું, ખાટું, તીખું, ગળ્યું જે કાંઈ છે
તે બધું ઝટપટ ઝટપટ ખાવું છે અને
આ બધું કરવા મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સાંજનાં સાડાચારની ઘંટી સાંભળવાની રાહ જોતાં બેસવું છે,
જેમાં છેલ્લી પાંચ મિનિટ મિત્રો સાથે ગપ્પા મારતા બેસવું છે,
જેવી ઘંટી સંભળાય તેવી જ દોટ મારીને શાળાનાં મેદાન તરફ જવું છે
અને આવી મઝા મેળવવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વર્ષની શરુઆતમાં આવતી કાલે વરસાદ પડશે કે શું?
અને પડશે તો શાળામાં રજા મળશે કે શું?
એ વિચારતાં વરસાદની રાહ જોતાં સૂઈ જવું છે
અને એ અનપેક્ષિત રજાનાં મેળવવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમીની મજાઓ પછી
ગણેશચતુર્થી અને સંવત્સરી પછી, નવરાત્રિનાં દાંડિયાની રમઝટ પછી
દશેરામાં ગાંઠિયા જલેબી પછી શરદપૂનમનાં દૂધપૌંઆ ખાતાં ખાતાં
દિવાળીની રજાઓ ક્યારે આવશે તેની રાહ જોવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

પ્રથમ સત્રની પરીક્ષાની તૈયારીઓ કરતાં કરતાં
જલ્દી જલ્દી ખાઈ પીને, રાત્રે વાંચતા બેસવું છે
પરીક્ષા પછી સિનેમા જોયા પછી મોડી રાત્રે ફટાકડાં ફોડતાં બેસવું છે
રજા પછી આ બધી જ વાતો મિત્રોને કહેવા માટે
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

શાળા છોડ્યાં ને વર્ષો વીત્યા પછી, જવાબદારીઓ લીધાં પછી
વાતાનુકૂળ ઑફિસમાં બેઠાં પછી, ઠંડા પીણાં પીધાં પછી
શાળાનાં પંખાવાળા વર્ગમાંની બારીઓ ખોલીને
આવતી એ ગરમ/ઠંદી હવામાં બેસવાની મઝા લેવી છે
ઑફિસની આરામદાયક ખુરશી પર બેઠા પછી
શાળાની એ લાકડાની બૅંચો પર બેસવાની મઝા લેવા માટે
મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

‘બાળપણની આ વાતો’ની યાદગીરીઓને તાજી કરવા
મિત્રો સાથે ‘મને સાંભરે રે, અરે! તને સાંભરે રે?’
‘હા તને અને મને કેમ વિસરે રે. ની મઝા લેવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું પડશે
અને જરૂરથી
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                                 

                                      ૐ નમઃ શિવાય