મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                        આજે પોષ વદ અમાસ


આજનો સુવિચારઃ
– ‘નિરાંત’ બજારમાં વેંચાતી મળતી નથી, એ ‘ચિંતન’ થકી મળે છે.

[યુ.એસ.એ. સ્થિત મારા ભાઈ શ્રી. યોગેશભાઈ શાહે આ કવિતા લખી મોકલાવ્યા બદલ આભાર]

 

મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

 

અતિતનાં સંભરણાનાં આગમન સાથે
મારૂં મન એની સાથે વાતો કરવાં બેઠું.
પસાર થયો એ સમય કેવો? કેટકેટલી થઈ વાતો?
આવ્યાં આંખો સામે એ પ્રસંગો અને યાદો
અરે! ખાસ કરીને તો બાળપણની અને શાળાની યાદો
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

કોને યાદ કરું અને કોણ યાદ ના આવ્યાં?
કોણ યાદ આવે અને કોને ભૂલ્યાં?
અને ગયો એ બાળપણનાં વર્ષોમાં
અને મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

જલ્દી જલ્દી જઈ મારે રોજની જગ્યાએ બેસવું છે,
રોજ સવારે સભાગૃહમાં ઊભા રહીને રાષ્ટ્રગીત ગાવું છે,
નવા વર્ષમાં નવા પુસ્તકોની સુગંધ લેવી છે,
સુંદર અક્ષરોથી પોતાનું નામ લખવું છે
અને બધું કરવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વચલી રીસેસ થતાં દોડીને સહુ પ્રથમ વર્ગની બહાર જવું છે,
અરે! વર્ગની બહાર તો ઠીક, પાણી પીવા પણ પ્રથમ પહોંચવું છે,
નાસ્તાનાં ડબ્બામાંથી ખારું, ખાટું, તીખું, ગળ્યું જે કાંઈ છે
તે બધું ઝટપટ ઝટપટ ખાવું છે અને
આ બધું કરવા મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સાંજનાં સાડાચારની ઘંટી સાંભળવાની રાહ જોતાં બેસવું છે,
જેમાં છેલ્લી પાંચ મિનિટ મિત્રો સાથે ગપ્પા મારતા બેસવું છે,
જેવી ઘંટી સંભળાય તેવી જ દોટ મારીને શાળાનાં મેદાન તરફ જવું છે
અને આવી મઝા મેળવવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વર્ષની શરુઆતમાં આવતી કાલે વરસાદ પડશે કે શું?
અને પડશે તો શાળામાં રજા મળશે કે શું?
એ વિચારતાં વરસાદની રાહ જોતાં સૂઈ જવું છે
અને એ અનપેક્ષિત રજાનાં મેળવવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમીની મજાઓ પછી
ગણેશચતુર્થી અને સંવત્સરી પછી, નવરાત્રિનાં દાંડિયાની રમઝટ પછી
દશેરામાં ગાંઠિયા જલેબી પછી શરદપૂનમનાં દૂધપૌંઆ ખાતાં ખાતાં
દિવાળીની રજાઓ ક્યારે આવશે તેની રાહ જોવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

પ્રથમ સત્રની પરીક્ષાની તૈયારીઓ કરતાં કરતાં
જલ્દી જલ્દી ખાઈ પીને, રાત્રે વાંચતા બેસવું છે
પરીક્ષા પછી સિનેમા જોયા પછી મોડી રાત્રે ફટાકડાં ફોડતાં બેસવું છે
રજા પછી આ બધી જ વાતો મિત્રોને કહેવા માટે
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

શાળા છોડ્યાં ને વર્ષો વીત્યા પછી, જવાબદારીઓ લીધાં પછી
વાતાનુકૂળ ઑફિસમાં બેઠાં પછી, ઠંડા પીણાં પીધાં પછી
શાળાનાં પંખાવાળા વર્ગમાંની બારીઓ ખોલીને
આવતી એ ગરમ/ઠંદી હવામાં બેસવાની મઝા લેવી છે
ઑફિસની આરામદાયક ખુરશી પર બેઠા પછી
શાળાની એ લાકડાની બૅંચો પર બેસવાની મઝા લેવા માટે
મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

‘બાળપણની આ વાતો’ની યાદગીરીઓને તાજી કરવા
મિત્રો સાથે ‘મને સાંભરે રે, અરે! તને સાંભરે રે?’
‘હા તને અને મને કેમ વિસરે રે. ની મઝા લેવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું પડશે
અને જરૂરથી
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                                 

                                      ૐ નમઃ શિવાય

9 comments on “મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

 1. હવે તો આ શક્ય છે.
  યાદ આવી વાત

  તાંદુરની પોટલી લઇને આવનાર સુદામાને કૃષ્ણ હેતેથી ગળે લગાડે છે અને મીઠાં સંભારણામાં ખોવાઇ જાય છે. અચાનક જ કોઈ જૂનો મિત્ર મળી આવે અને આપણે સ્કૂલમાં / કોલેજમાં આ કરતાં- તે કરતાં ની જૂની વાતોએ વળગી પડીએ એમ જ કૃષ્ણસુદામા પણ – ગુરુકુલમાં ભણતાં તેની વાતોને યાદ કરી શામળિયો પૂછે છે, તને સાંભરે રે ?
  અને
  ઉત્તરમાં સુદામા કહે છે, મને કેમ વિસરે રે ?
  અને સુદામા ઘેર ગયા તો

  ફળિયામા લેકસસ ઉભેલી!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s