અજમાવી જુઓ

                                        આજે ચૈત્ર વદ અમાસ

આજનો સુવિચાર:- ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ છે અને સમર્થોનું આભૂષણ છે.
                                                                                                       — વેદ વ્યાસ
                                  અજમાવી જુઓ

* પગના છાલા પર ઈંડાની સફેદી લગાડવાથી જલદી રાહત થાય છે.

* જીવાતના ડંખપર કાચો કાંદો ઘસવાથી દરદમાં રાહત થાય છે.

• ઊંદરથી છુટકારો પામવા તેના દર પાસે મરીનો ભૂકો ભભરાવવાથી ઊંદર દર છોડી દેશે.

• ગાદલા-તકિયા ભરાવતી વખતે રૂ સાથે થોડું કપૂર ભેળવી દેવાથી ગરમીમાં ઠંડક થશે તેમ જ માંકડ નહીં થાય.

• કાચનાં વિખરાયેલા નાના ટુકડાને ઉપાડવા પાઉંને ભીનો કરી તેનો લોટ જેવું બનાવી તેનાથી ઉપાડવાથી કાચ ચોંટી જશે. પાઉંને સ્થાને બાંધેલો લોટ પણ ચાલશે.

• ગરમ પાણીને વધુ ગરમ રાખવા તેમાં થોડું મીઠું ભેળવો.

• કાંદાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી દાંત કે પેઢાના દુઃખાવામાં રાહત મળશે.

• તૈલી ચિત્રોને સાફ કરવા બટાટુ કાપી તેના પર હળવેથી ફેરવવું.

• સૂતી વખતે તકિયો ગરદન નીચે ન રાખવો તેનાથી ગરદન પર કરચલી પડવાની શક્યતા રહે છે.

• લગાડેલી મેંદી સુકાઈ ગયા બાદ તેને ખંખેરી નાખી તેના પર કોપરેલ તેલ લગાડવાથી રંગ સારો આવે છે.

• ટોઈલેટના એક ખૂણામાં એક ડીશમાં બેકિંગ સોડા રાખી મૂકવાથી ટોઈલેટની દુર્ગંધ દૂર થશે.

• અળાઈમાં રાહત મેળવવા ચંદનના ટુકડાને ગુલાબજળ સાથે ઘસી તેમાં ચપટી ફટકડી ભેળવી અળાઈ પર લગાડવી.

• મુખનાં ચાદા પર ટી બેગ મૂકવાથી રાહત રહેશે.

                                                                                              — સંકલિત

                                     ૐ નમઃ શિવાય