પંકજ મલ્લિક

                                    આજે વૈશાખ વદ બીજ

આજનો સુવિચાર:- જે કાર્યને પારખી નથી શકતો એ અંધ છે.             — ચાણક્ય

 

                                                                 પંકજ મલ્લિક

 

     સદા બહાર ગીતોનાગાયક-સંગીત નિર્દેશક શ્રી પંકજ મલ્લિકનો જન્મ 19-5-1905માં થયો હતો. તેઓ કોઈપણ ગીતને ખૂબીથી સૂરોથી સજાવતા હતા. એમનો કંઠ હૃદયસ્પર્શી, ભાવુક તેમજ કોમળ હતો. તેઓ લગભગ અઠીથી પોણા ત્રણ સપ્તક સુધી આરામથી ગાઈ શકતા હતા.

    પંકજ મલ્લિકે, ન્યૂ થિયેટર્સની બહાર કસ્તૂરી, ચિતાંગદા, ઝલઝલા વગેરે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. બહુ શરૂઆતથી જ તેમણે સંગીતમાં પશ્ચિમી ઢબના બૅંડ મ્યુઝિકના પ્રયોગ કરેલા. ‘પ્રાણ જાયે ચૈન ન જાયે’ એમાં આ સંગીતની અસર છે. કસ્તૂરી ફિલ્મમાં તેમણે ચાર ગીતો ગાયા હતા. ‘મુક્તિ’ ફિલ્મમાં તેમણે નાયકની ભૂમિકા ભજવી હતી. ‘કપાલકુંડલા’નું ‘પિયા મિલનકો જાના’, ‘નર્તકી’નું ‘યે કૌન આજ આયા’ જેવા ગીતો આજે પણ યાદ છે.

        પંકજ મલ્લિક રવિન્દ્ર સંગીતના પરમ ઉપાસક હતા. એમનાં ચાહકો આજે પણ તેમને તેમજ તેમણે રચેલા ગીતો રસપૂર્વક સાંભળે છે. એમનાં ગૈરફિલ્મી ગીતોમાં ‘ના કર ઈતના પ્યાર પંછી, છોડ મુસાફિર માયાનગર, યાદ આયે કી ના આયે તુમ્હારી, જબ ચાંદ મેરા નિકલા, યે રાતે યે મૌસમ, તેરે મંદિરકા હું દીપક, મેરે હઠીલે શ્યામ, દુનિયાદારી છોડ મનવા’ નોંધપાત્ર છે. મૂળ સંસ્કૃત શ્ર્લોકો, ઋચાઓ સૂક્તો પણ પંકજ મલ્લિકે ઉત્તમ રીતે ગાયેલાં છે. એમનું મહિષાસુરમર્દિની સ્તોત્ર કલકત્તામાં ખૂબ જ વખણાયેલું. 19-2-1978માં તેમનું અવસાન થયું.

                                                                           — સૌજન્ય – ગુજરાત સમાચાર

                                      ૐ નમઃ શિવાય