કોણ અજવાળું અડે આ પડછાયો પડે?

                                       આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- પ્રજાનો પ્રકોપ અન્ય સર્વ આપત્તિઓ કરતાં વધુ ભયંકર હોય છે. — ચાણક્ય

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયં પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી લોથ થઈ આવી ભલે ચરણે પડે.
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી…જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

— ‘અગમ’ પાલનપુરી


                                              ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “કોણ અજવાળું અડે આ પડછાયો પડે?

  1. પિંગબેક: કોણ અજવાળું અડે આ પડછાયો પડે? | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s