નિયંત્રણ

                                             આજે જેઠ સુદ આઠમ

 
આજનો સુવિચાર:- જ્યાં કાંઈપણ નથી હોતું ત્યાં ‘અભાવ’ નડે છે, જ્યાં થોડું હોય છે ત્યાં ‘ભાવ’ નડે છે, જ્યાં બધું જ છે ત્યાં ‘સ્વભાવ’ નડે છે.
[આ લેખ મુંબઈના બાબુલનાથના વિસ્તારમાં આવેલા દ્વરિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેશભાઈએ આપ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

 
નિયંત્રણ


કેવી વાત છે ! આપણે ઘણું બધું નિયંત્રીત કરીએ છીએ એવો ભાસ આપણને હોય છે. આપણા કુટુંબ પર, આપણા મિત્ર મંડળ વગેરે પર આપણું જ નિયંત્રણ ચાલે છે અને આપણું જ નિયંત્રણ હોવું જ જોઈએ, અન્યો કરતાં આપણું નિયંત્રણ સારૂં જ નહિં પણ શ્રેષ્ઠ છે એવા વ્હેમમાં જ જીવન પુરૂં થઈ જતું હોય છે.

પણ આપણે નાની-નાની બાબતો કે પરિસ્થિતિમાં આપણી જાત ઉપર થોડું પણ નિયંત્રણ કરવા સમર્થ નથી તો પછી બીજું તો શું નિયંત્રણ કરતા હોઈશું… ?

છતાં પણ જાત પ્રત્યેનું નિયંત્રણ ડગમગવા લાગે ને કોઈ સહૃદયી, આત્મીય કે હેતુમિત્રનો સમયસરનો નાનકડો સંકેત પણ આપણને નિયંત્રિત થઈ જવામાં મોટી મદદ કરી જાય તો…………? તો એ મોટી ઉપલબ્ધી ગણાય કે નહીં…………? કદાચ મોટી નહિ તો નાનકડી ઉપલબ્ધી તો ગણાય જ…………

એમજ એક પછી એક પગલું ચઢી ને સ્વયંને નિયંત્રીતકરવાનો પહાડ પણ ચઢી શકાય ….!! એને સમયસરનો સ્વજનનો ઈશારો સ્વયંને નિયંત્રીત કરવામાં કામયાબ નિવડે…. એ જ……હા ! એ જ આજના દિવસનો ‘ઈશ્વરનો આપણા દરવાજે ટકોરો……….! !

                                                                                                —શ્રી નિલેશ મુખ્યાજી
                                               

                                ૐ નમઃ શિવાય