શિવમાનસ પૂજા

આજે મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી

કૈલાશ પર શિવજી  

रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l
नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l
दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll

હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.

सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l
शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll

હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.

छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l
वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l
साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll

છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.

आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll

હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.

करचरणकृतं वाक्कायजं कर्मजं वा l
श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll

હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.

                                                                                     

                                                                                                   -શ્રી શંકરાચાર્ય

[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]

                                                       ૐ નમઃ શિવાય

2 comments on “શિવમાનસ પૂજા

 1. પિંગબેક: » શિવમાનસ પૂજા » GujaratiLinks.com

 2. ek saras rachna vachva mali tamne forword kaRU CHU

  એલાર્મ વાગ્યું,
  ઓહ..૫.૪૫ થઈ ગઈ,
  બાપ રે, બહુ મોડું થઈ ગયુ આજે તો.
  દીકરાને સ્કુલે મોડું ના થઈ જાય ક્યાંક.
  હાશ…એ તો ટાઈમસર પરવારી ગયો,
  હવે પતિદેવનો વારો.
  ચાલો,ચા-નાસ્તો, ટીફીન. પતાવો ફટાફટ..
  ઓહો…આજે આ માથું કેમ દુ:ખે છે?
  અરે..મારી સવારની ચા તો ઠરી જ ગઈ,
  ભૂલી જ ગઈ પીવાની..
  હાશ…હવે શાંતીથી પેપર વાંચવા દે,
  મારા મન-ગમતા ન્યુઝ જોવા દે,
  આહ..એક કાંટો ફરી સળવળ્યો, શેનો?
  છોડી દીધેલ મનગમતી કેરિયરને લગતા સમાચાર નજરે ચડી ગયા ને આજે ..
  ચાલે રાખે એ તો..!!!!!!
  આ ઘર .મારા પતિદેવ,મારો દીકરો, બધુ વધુ મહત્વનું,
  આવી વાતો વાંચવી જ નહી
  નકામી મારા અસ્તિત્વની શોધ-ખોળ ચાલુ થઈ જાય અંદરખાને.
  દબાવી રાખેલ ચિનગારીઓ…!!!
  ચાલો ચાલો..કામવાળી આવશે,
  આજે તો બિલ ભરવાના છે..છેલ્લી તારીખ છે ને પાછી…
  દુધવાળો પણ જપતો નથી.
  આજે પેલી સાચવી રાખેલ ૧૦૦૦ની નોટ વટાવીને પણ પૈસા ચૂકવી જ દેવા દે.
  મારી બ્લડ-પ્રેશરની અને વિટામીન્સની દવા તો પછી લેવાશે,
  કંઈ ૪-૫ દિવસ ના લઉ તો મરી થોડી જઈશ.
  ચાલે..તડજોડ તો કરવી જ પડે ને આજની મોંઘવારીમાં..!!!
  આ ઘર ચલાવવું કંઈ સહેલું થોડું છે?
  કેટ કેટલી ગણત્રી કરવી પડે એ તો.
  આજે તો રેખાબેનને ત્યાં વ્યવહારમાં પણ જવાનું છે,
  વ્યવ્હાર તો સાચવવા પડે ને.!!
  સેવાપૂજા,જમવાનું રસોડું આટોપ્યું,,હાશ..
  ચાલો,સોનાલીને ત્યાં કોઈ મિટીંગ જેવું છે તો જઈ આવું,બહુ કહે કહે કરે છે ને.
  આવો આવો સ્નેહાબેન…કેમ છો.? આ મારી સખીઓ,,ચાલો ઓળખાણ કરાવું,
  આ રીટા-ઈંટીરીઅર ડેકોરેશન કરે છે..બહુ કમાય છે.
  આ સીમા-મેનેજરના પદ પર છે.
  સીમબેન અને રીટાબેને મારી સામે જોઈ સોનાલીને પુછ્યું,
  “આમનો પરિચય?”
  “એ સ્નેહાબેન,હાઉસ વાઈફ..”
  મને ગર્વ થઈ આવ્યો…હાસ્તો, હાઉસની મેનેજર…”
  પેલા બે ય મારી સામે જાણે એક તુરછકારની ભાવનાથી જોતા હતા,
  કે મારો દ્રષ્ટ્રીભ્રમ ?

  ત્યાં તો સીમાબેન કહે..”બસ…ખાલી હાઉસવાઈફ…..!!!”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s