અક્ષય તૃતીયા

આજે વૈશાખ સુદ ત્રીજ [અક્ષય તૃતીયા, અખાત્રીજ]


શ્રી બદ્રીનાથજી

 

આજે અક્ષય તૃતીયાને દિવસથી ચારની યાત્રાની શરૂઆત થાય છે.

બદ્રીનારાયણજીના દ્વાર આજે ખુલે છે.

આજે ભગવાન પરશુરામજીજયંતી છે.

આજે કોઈપણ શુભકાર્ય માટે મુહુર્ત જોવુ નથી પડતું. બધા જ મુહુર્ત સારા હોય છે.


આજે જ મથુરાના શ્રી બાંકે બિહારીજીના ચરણોના દર્શન થાય છે.

શ્રી બદ્રીનાથજીની સ્તુતિ

પવનમંદ સુગંધ શીતલ
હેમ મંદિર શોભિતમ
નિકટ ગંગા બહત નિર્મળ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

શેષ સુમરન કરત નિસદિન
ધરત ધ્યાન મહેશ્વરમ
શ્રી વંદે બ્રહ્મા કરત સ્તુતિ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

ઈન્દ્રચન્દ્ર કુબેર દિનકર
ધૂપ દીપ પ્રકાશિતમ
શ્રી લક્ષ્મી કમલા ચમર ઢોલે
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

શક્તિ ગૌરી ગણેશ શારદ
નારદમુનિ ઉચ્ચારણમ
યોગ ધ્યાન અપારલીલા
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

તપ્તકુંડકી અધિક મહિમા
દશોદિશાય ગાયનમ
શ્રી નરનારાયણકી હોત સેવા
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

યક્ષ કિન્નર કરત કિર્તન
તાલ વિણા વાજિંત્ર
સિધ્ધ મુનીજન કરત જય જય
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

પ્રેમ પંચ કેદાર દર્શન
સિદ્ધ મુનીજન સેવીતમ
હિમાલયમેં સુખસ્વરૂપી
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

બદ્રીનાથકે સપ્ત રત્નસુ
સર્વપાપ વિનાશકમ
કોટિ તીર્થ સ્વરૂપ પુરણ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

કૈલાસમેં એક દેવ નિરંજન
શૈલ શિખર મહેશ્વરમ
રાજા યુધિષ્ઠિર કરત સ્તુતિ
શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ

ૐ નમઃ શિવાય

જતન કરો

                                           આજે ચૈત્ર વદ બીજ

 

જતન કરો

 

1] કુંવારપાઠુ એટલે ઍલોવેરા જે એક કુદરતી ક્લીંસીંગ લોશન, મોઈશ્ચરાઈઝ અને સ્કીન ટોનિકનું કામ કરે છે.

2] પગમાં ચીરા પડ્યા હોય અથવા તજા ગરમી દૂર કરવા પગના તળિયા પર એલોવેરા જેલની માલિશ ફાયદાકારક છે.

3] માથામાં ઍલોવેરાનો મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે. તાળવામાં ઠંડક થાય છે અને વાળ લીસા થાય છે. ઍલોવેરાનો આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરી શકાય છે.

4] ત્વચા પર લગાડવાથી ત્વચા મુલાયમ બને છે.

5] હર્બલ ક્લીંસીંગ લોશનમાં પપૈયાનો માવો ચહેરા પર લગાવી 10 મિનિટમાં ચહેરો ધોઈ નાખવો.

6] ખીલ માટે ચંદન, તુલસી, લીમડો અને મંજીષ્ઠ આ બધા પાઉડર એલપ જેલમાં ભેળવી ખીલ પર લગાડવાથી મહિનાભરમાં ખીલ ગાયબ થઈ જશે.

7] વાળમાં ચમક લાવવા ત્રિફળા, સંતરાની છાલ, ભાંગરોનો પાઉડર સપ્રમાણમાં લઈ પેસ્ટ બનાવી વાળમાં 20 મિનિટ રાખવી.

8] મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.

9] છાશ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દૂર થાય છે.

10] જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાદવાથી ખીલ મટે છે.

11] દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

12] નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.

13] જાયફળ અથવા કાચી સોપારી પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

14] કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ પર લગાડવાથી ખીલ કાયમ માટે દૂર થશે.

                                                                               સૌજન્ય :- જન્મભૂમિ

 

                                                    ૐ નમઃ શિવાય

ધર્મની સંક્રાંતિ

                                               આજે ચૈત્ર સુદ એકાદશી

ધર્મની સંક્રાંતિ

 

ધર્મની સંક્રાંતિ એટલે ધર્મના ક્ષેત્રમાં સંક્રાંત થવું. સંક્રાંતિના પર્વને ધર્મને પ્રમાણે ઉજવવું.

મુક્તિની ચાર દિશાઓ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર દિશાઓ સાથે આપણી ચાર દિશાઓ જોડાયેલી છે. ધર્મ એટલે દક્ષિણ દિશા, મોક્ષ એટલે ઉત્તર દિશા, અર્થ એટલે પશ્ચિમ દિશા, કામ એટલે પૂર્વ દિશા સંકળાયેલી છે.

ધર્મ એટલે શું ? સ્વભાવો અદ્યાત્મ ઉચ્ચતે.

સ્વભાવ એ જ ધર્મ છે. સ્વભાવ એ જ અધ્યાત્મ. ધાર્મિક થવા પુજા, જપ, તપ જે કરવું કરો પણ ઈશ્વર પાસે જવા અર્જુનની જેમ ઋજુ બાળક જેવા નિર્દોષ બનો. જે કાર્ય કર્વાનું છે તે નિષ્ઠાથી કરીને જીવનને આત્મસાત કરવાનો છે.

ધર્મના મુખ્ય પાંચ તત્વો છે:-

1] કર્મકાંડ-કર્મકાંદમાં જડ તત્વોને તિલાંજલિ આપી નવા વિચારો દ્વારા પુજા અર્ચના કરવાનાં છે.

2] આચારો-જુદા જુદા સંપ્રદાયોને એક કરવાના છે. અંધશ્રદ્ધાને જાકારો આપવાનો છે.

3] સંપ્રદાય-મનની સંકુચીતતા, ધાર્મિક સહિષ્ણુતા ન ગણવાની વાતો દૂર કરવાની છે.

4] તત્વજ્ઞાન-માં ધર્મગ્રંથનું વાંચન અને તેનો અર્થસભર અનુવાદ તેમજ માનવતાનું નિરુપણ કરવાનું છે.

5] જીવનના મુલ્યો- રાસ પામતાં કે નષ્ટ થતાં જીવન મુલ્યોને સાચવાના છે. આપણી સંસ્કૃતિના જીવન મુલ્યો અમુલ્ય છે.


મુંબઈના ભારતીય સ્ત્રી સેવા સંઘ માં શ્રી. હેમાંગિનીબેન જાઈના અપાયેલ પ્રવચનને આધારિત.

                                 
                                                ૐ નમઃ શિવાય