મુમ્બ્રા હિલ્સ

                                                   આજે જેઠ સુદ છઠ્ઠ

મુમ્બ્રા હિલ્સ

મુમ્બઈંના પર્વતારોહકોમાં થાણેની આ ‘મુમ્બ્રા હિલ્સ’ પ્રિય થઈ રહી છે. મુમ્બઈના જોડિયા શહેર થાણેની મુમ્બ્રા ટેકરીઓ જે ‘ક્લાઈમ્બિંગ નર્સરી’ તરીકે ઓળખાતી આ ભવ્ય ટેકરીઓ થાણે શહેર કે તેની આસપાસ રહેતા સાહસિકો માટે અત્યંત સગવડભર્યું સ્થાન છે. આ ટેકરીઓ ટ્રેકિંગ માટે એકદમ અનુકૂળ છે. અહીં પહોંચવા માટે મુમ્બઈગરાઓને પોતાના નિવાસસથાનથી ઝાઝો પ્રવાસ કરવો નથી પડતો. દક્ષિન મુમ્બઈ જે મુમ્બઈનું હાર્દ ગણાય છે ત્યાંથી 2 કલાકનાં અંતરે થાણા શહેર આવેલું છે. સેંટ્રલ રેલ્વેથી જો પ્રવાસ કરો તો થાણા 11/2 કલાક્ના અંતરે થાણા શહેર આવેલું છે. મોટી વાત તો એ છે કે આખા વર્ષ દરમિયાન અહીં ટ્રેકિંગ કરી શકાય છે. જોકે ચોમાસુ પર્વતારોહકો માટે પ્રિય મોસમ ગણાય છે.

રોજિંદા કાર્યોથી કંટાળેલા વ્યવસાયિકો કે પછી અભ્યાસના બોજથી કંટાળેલા વિદ્યાર્થી માટે મુમ્બ્રા ટેકરીઓ હળવાં બનવાનું એક મનોહારક સ્થળ બની રહે છે. અહીંની ટેકરીઓના આકાર ટ્રેકરો માટે વિવિધ પ્રવૃત્તિ માટે અનુકૂળ છે. આ ક્લાઈમ્બિંગ નર્સરીમાં 15 થી 20 જાતનાં ખડકો લેડરિંગ, કમાંડો બ્રીજ, મંકી ક્લાઈમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ માટે એકદમ અનુકૂળ છે. અહીં કેટલાક આધારો કાઅમી ધોરણે મૂકી રાખ્યા હોવાથી અક્સ્માતની શક્યતા ઘણી ઘટી જાય છે. જોકે આવી પરિસ્થિતિમા કે પર્વતારોહણની શરુઆતના તબ્બકે નિષ્ણાતોની સલાહ સૂચનોથી કે એમના માર્ગદર્શંનથી કે એમની હાજરી સાથે આગળ વધવું યોગ્ય છે.

મુંબઈગરા કે થાણેના પર્વતારોહક માટે સહ્યાદ્રિ પર્વતૂ, લોનાવલા કે કર્જતની ટેકરીઓ કરતાં હવે મુમ્બ્રાની ટેકરીઓ ટ્રેકિંગ માટે એકદમ નજીક અને અનુકૂળ હોવાથી વારંવાર ટ્રેકિંગનો આનંદ અનુભવે છે તેમજ તાજગીનો અનુભવ કરે છે.

                                                                                                   – સંકલિત

                                                                                           — સૌજન્ય:-  ગુજરાત સમાચાર

                                                   ૐ નમઃ શિવાય

ઝલક – સૃષ્ટિ

                                                 આજે જેઠ સુદ પાંચમ


                                                       ઝલક – સૃષ્ટિ


જગતના મહાન ચિંતકોના વિચારપ્રેરક અવતરણો

*    જેનો જવાબ નથી હોતો એ જ તો પ્રાર્થનાનો ઉત્તર છે.
                                                                                                         — સી.એચ. સિસોન

*    ત્રણ વાનાં મુજને મળ્યાં. હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માંગવું.
                                                                                                       — ઉમાશંકર જોશી

*    કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
                                                                                                     — હરીન્દ્ર દવે

*    ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધ્ય્ક્યે, વ્યર્થ તો જિંદગીક્રમ
                                                                                                        — ઉશનસ

*    જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું ઘણું બોલે છે. પન જેઓ બરાબર વિચારે છે, તેઓ ઓછું બોલે છે.

*    પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે.
                                                                                                                — ઓરેન કિર્કગાર્ડ

*    સુખ તો સ્વર્ગનું પંખી છે, એ એના જ હાથમાં ઉતરી આવે છે, જે એને મુઠ્ઠીમાં ભીંસવાના નથી.                                                                                                     — જહોન બેરી

*    જ્યાં શંકા હોય છે ત્યાં હું શ્રદ્ધા લાવીશ.                                       — અનામી

*    પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
                                                                                                             — સોરેન કિકગાર્ડ

*    માણસની અંદર એક એવું સ્થળ હોય છે, જ્યાં એ એકલો જીવે છે અને ત્યાંથી જ એ નવેસરથી ઝરણું જગાડે છે, જે કદી સુકાતું નથી.                          
                                                                                                                  — પર્લ બક

*    રાજા હોય કે રંક હોય – સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય.
                                                                                                                  — ગ્યુઈશ

*    જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃદ્ધ થતાં જાવ છો.
                                                                                                                  — એડગર શોફ

 

                                          ૐ નમઃ શિવાય

ધુમલી – એક ભગ્ન પ્રાચીન નગર

                                         આજે જેષ્ઠ સુદ ત્રીજ [વિનાયક ચતુર્થી]

 

ઘુમલી – એક ભગ્ન પ્રાચીન નગર

ઘુમલીની મુલાકાત એટલે સાચું સૌરાષ્ટ્ર દર્શન

પશ્ચિમ ભારતનાં ઐતિહાસિક સ્થળોમાં જેની ગણના થાય છે તે ભગ્ન અવશેષ જેવું પ્રાચીન નગર એટલે ‘ઘુમલી’ તે સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરમાં આવેલું છે અને સૌથી વિશેષ પ્રાચીન અવશેષ ધરાવે છે. ઇ.સ. પૂર્વે 322-184 વચ્ચેનો ભગ્ન બૌદ્ધવિહાર છે.

ઘુમલીનું સર્જન અને વિકાસ રસિક રાજવી જેઠવા રજપૂતે કર્યો હતો. તેમાં જેતાવાવ-નવલખા મંદિર તથા રામપોળ દરવાજો આજે પન ભગ્ન અવશેષરૂપે મોજુદ છે. ઘુમલીના હૃદયદ્રાવક પ્રેમકિસ્સા, સોન-હાલામણ તથા મેહ-ઊજળીના પ્રેમકિસ્સા શિયાળાની ઠંડી રાત્રે લોઅકગાયકના સ્વરમાં સાંભળવા જેવા છે. જેમની પાસે સમય છે અને પુરાતન મૂર્તિઓ, અવશેષો, વાવ, પાળિયા ઈદ્યાદિની જાણકારી મેળવવાનો શોખ હોય તેઓ માટે ‘ઘુમલી’ની મુલાકાત એટલે સાચું સૌરાષ્ટ્રદર્શન છે.

ઘુમલી પોરબંદરથી 35 કિ.મિ. બરડા ડુંગરમાં આવેલું છે.

 

                                     ૐ નમઃ શિવાય

શનિ જયંતિ

                               આજે વૈશાખ વદ અમાસ [શનિ જયંતિ]

શનિ જયંતિ

 

સંપૂર્ણ સિદ્ધિયોઁના દાતા સર્વ વિઘ્નોના હરનારા સૂર્યપુત્ર એટલે ‘શનિમહારાજ’ જેમની આજે જયંતી છે. બધા ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ એટલે ‘શનિ’ જેમના માથા પર અમૂલ્ય મણિજડિત મુગટ સુશોભિત છે.

જેમના હાથમાં ચમત્કારિક યંત્ર છે. શનિદેવ ન્યાયપ્રિય અને ભક્તોને અભય દાન આપે છે.
પ્રસન્ન થઈ જાય તો રંકને રાજા બનાવી દે અને જો ક્રોધિત થઈ જાય તો રાજાને રંક બનાવવામાં વાર નથી લગાડતા. શનિ જયંતીને દિવસે કાળા વસ્ત્ર, લોખંડ, કાળા અડદ, સરસીયાના તેલનું દાન કરવું જોઈએ તેમ જ ધૂપ, દીપ, નૈવેદ્ય, કાળા પુષ્પથી શનિ મહારાજની પૂજા કરવી જોઈએ.

કહેવાય છે કે બાળપણમાં શનિદેવ ખૂબ નટખટ હતા. ભાઈભાંડુ સાથે બનતું ન હતું. એ જ કારણે સૂર્ય દેવે પોતાનું રાજ્ય દરેક પુત્રો વચ્ચે સરખે ભાગે વહેંચી દીધું. સૂર્યદેવના આ નિર્ણયથી શનિદેવ નાખુશ હતા. તેઓ પોતાનું એકચક્રી રાજ્ય ચલાવવા માંગતા હતા. આથી તેમણે બ્રહ્માજીનું તપ કર્યુ. બ્રહ્માજી તેમના તપથી ખુશ થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે શનિદેવે માંગ્યું કે મારી શુભ દૃષ્ટિ જેના પર પડે તેનું કલ્યાણ થાવ અને જેનીપર કુદ્ર્ષ્ટિ પડે તેનો સર્વનાશ થાય. બ્રહ્માજી પાસેથી આવુ વરદાન પ્રાપ્ત કરી તેમણે પોતાના ભાઈભાંડુ પાસેથી તેમના રાજ્યો છિનવી લીધા. તેમના આ કૃત્યને કારણે તેમના ભાઈએ શિવજીનું તપ આદર્યું. શિવજીએ શનિદેવને બોલાવી સમજાવ્યું કે તમારી આ શક્તિનો સદુઉપયોગ કરો. શિવજીએ શનિદેવ અને તેમના ભાઈ યમરાજને
કાર્ય સોંપ્યા. યમરાજે જેમની આયુ પૂર્ણ થઈ હોય તેના પ્રાણ હરવા તેમ જ શનિદેવ મનુષ્યના કર્મો અનુસાર દંડ અથવા પુરસ્કાર આપે. શિવજીએ તેઓને એવું વરદાન આપ્યું તેમની કુદૃષ્ટિથી દેવતાઓ પણ બચી ન શકે.

એવું માનવામા આવે છે કે રાવણે તેના યોગ બળથી શનિદેવને બંદીવાન બનાવ્યા હતા. લંકાદહન વખતે હનુમાનજીએ શનિદેવજીને બંધન મુક્ત કર્યા હતા. તેમના ઋણમાંથી મુક્ત થવા શનિદેવે હનુમાનજીને વરદાન માંગવા કહ્યું ત્યારે હનુમાજી વરદાન માંગતા બોલ્યા કે કળિયુગમાં મારી ભક્તિ કરનારનું કદી અશુભ ફળ ના આપવુ. ત્યારથી જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે તેની ઊપર શનિમહારાજનો પ્રકોપ ઓછો થાય છે.

                                                                                       –સંકલિત

                                              ૐ નમઃ શિવાય

ત્રણ વસ્તુ

                                       આજે વૈશાખ વદ દસમ

ત્રણ વસ્તુ

વેપારમાં ત્રણ વસ્તુની જરૂર છે……
હામ, દામ અને ઠામ

ત્રણ વસ્તુથી પાછળ હઠો……..
પૂરનું પાણી, પાપ અને આગ

ત્રણ ગુણને આવકારો…….
કરકસર, ઉદ્યોગ અને જ્ઞાન

અગ્નિ વગર બાળનાર ત્રણ………
ક્રોધ, કપુત અને ક્લેશ

ત્રણ વસ્તુનો સમાવેશ કરો……….
અહિંસા, દયા અને ઉપદેશ

ત્રણ ગુણથી આબરૂ વધે……..
સત્ય, સદાચાર અને પરોપકાર

ત્રણથી દૂર ભાગો……..
આળસ, ખુશામત અને બકવાસ

ત્રણને માન આપો……
વડીલો, ન્યાય અને સંયમ

ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ

–સંકલિત

 

                                                ૐ નમઃ શિવાય

મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો

આજે વૈશાખ વદ ત્રીજ

મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો

સિમેંટના જંગલમાં રહેતા કયા મુંબઈગરાને કુદરતના લીલાછમ સૌંદર્યને મ્હાલવું ન ગમે? તેમાં પણ મુંબઈની નજીક હોય તો સોનામાં સુગંધ ભળી જાય. એવાં જ થોડાક સ્થળો વિષે આપણે જાણકારી મેળવીયે.

કોંડાણા:-

કર્જત નજીક આવેલા આ સ્થળે પહોંચવા સ્ટેશનથી કોંદીવડે ગામ માટે રિક્ષા મળી રહે છે. કોંદીવડે ગામ નજીક કોંડાણાની પ્રસિદ્ધ ગુફા આવેલી છે.  ચોમાસા દરમિયાન અહીં ધોધની મજા કાંઈક ઑર છે. અહીંનો ધોધ સુરક્ષિત હોવાને કારણે બાળકોને લઈ જવાય છે.

 

ચિંચોટી:-

વસઈ નજીક આવેલ ચિંચોટી ધોધ છેલ્લા કેટલાક વર્ષોથી સહેલાણીઓ માટે ગમતીલું સ્થળ બની રહ્યું છે.  ચોમાસામાં તો અહીં રવિવાર તો માનવ ભીડ વધી જાય છે. અહીં પહોંચવા વસઈ સ્ટેશનથી એસટીની બસ મળી રહે છે. તે સિવાય નાયગાઁવ રેલ્વે સ્ટેશનથી ટેક્સી મળી રહે છે.  ગામમાં પહોંચીને થોડા અંતર સુધી ચાલ્યા બાદ ધોધનો અવાજ સાંભળી શકાય છે. જાણકારોના કહેવા મુજબ અહીં પહોંચવા  ટ્રેકિંગનો અનુભવ તેમજ પાણીનો અંદાજ હોવો જરૂરી છે.

 

કોંડેશ્વર:-

કામશેત નજીક આવેલા અનેક ધોધ પૈકી આ એક જાણીતો ધોધ છે.  કામશેતથી એસટી અથવા રીક્ષા અડધો કલાકમાં જાંભીવલી ગાઁવ સુધી પહોંચી શકાય છે. ત્યાંથી કોંડેશ્વર પગપાળા પહોંચી શકાય છે.  કોંડેશ્વર શિવમંદિર માટે લોકપ્રિય છે.

તુંગારેશ્વર:-

અગાઉ લેખમાં તુંગારેશ્વર વિષે લખેલું છે.

 

કાન્હેરી ગુફા:-

શહેરમાં આવેલા નેશનલ પાર્કના ગેટથી કાન્હેરી ગુફા સુધી પહોંચવા પાર્કની જ બસ ઉપલબ્ધ છે.  મુંબઈના પ્રખ્યાત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની કાન્હેરી ગુફાના પરિસરમાં જ આ ધોધ આવેલ છે. ભર ચોમાસામાં જ આધોધને મ્હાલી શકાય છે. 

 

બેકરે ગામનો ધોધ:-

મધ્ય રેલ્વેમાં ભિવપુરી રોડ સ્ટેશનની નજીક બેકરે ગામમાં પાણીનો ધોધ આવેલો છે.  બેકરે ગામમાં પહોંચી થોડો દુંગર ચઢ્યા બાદ ધોધ સુધી પહોંચી શકાય છે.

તો જરૂરથી મ્હાલો કુદરત

                                                                              — સંકલિત

                                        ૐ નમઃ શિવાય