મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો

આજે વૈશાખ વદ ત્રીજ

મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો

સિમેંટના જંગલમાં રહેતા કયા મુંબઈગરાને કુદરતના લીલાછમ સૌંદર્યને મ્હાલવું ન ગમે? તેમાં પણ મુંબઈની નજીક હોય તો સોનામાં સુગંધ ભળી જાય. એવાં જ થોડાક સ્થળો વિષે આપણે જાણકારી મેળવીયે.

કોંડાણા:-

કર્જત નજીક આવેલા આ સ્થળે પહોંચવા સ્ટેશનથી કોંદીવડે ગામ માટે રિક્ષા મળી રહે છે. કોંદીવડે ગામ નજીક કોંડાણાની પ્રસિદ્ધ ગુફા આવેલી છે.  ચોમાસા દરમિયાન અહીં ધોધની મજા કાંઈક ઑર છે. અહીંનો ધોધ સુરક્ષિત હોવાને કારણે બાળકોને લઈ જવાય છે.

 

ચિંચોટી:-

વસઈ નજીક આવેલ ચિંચોટી ધોધ છેલ્લા કેટલાક વર્ષોથી સહેલાણીઓ માટે ગમતીલું સ્થળ બની રહ્યું છે.  ચોમાસામાં તો અહીં રવિવાર તો માનવ ભીડ વધી જાય છે. અહીં પહોંચવા વસઈ સ્ટેશનથી એસટીની બસ મળી રહે છે. તે સિવાય નાયગાઁવ રેલ્વે સ્ટેશનથી ટેક્સી મળી રહે છે.  ગામમાં પહોંચીને થોડા અંતર સુધી ચાલ્યા બાદ ધોધનો અવાજ સાંભળી શકાય છે. જાણકારોના કહેવા મુજબ અહીં પહોંચવા  ટ્રેકિંગનો અનુભવ તેમજ પાણીનો અંદાજ હોવો જરૂરી છે.

 

કોંડેશ્વર:-

કામશેત નજીક આવેલા અનેક ધોધ પૈકી આ એક જાણીતો ધોધ છે.  કામશેતથી એસટી અથવા રીક્ષા અડધો કલાકમાં જાંભીવલી ગાઁવ સુધી પહોંચી શકાય છે. ત્યાંથી કોંડેશ્વર પગપાળા પહોંચી શકાય છે.  કોંડેશ્વર શિવમંદિર માટે લોકપ્રિય છે.

તુંગારેશ્વર:-

અગાઉ લેખમાં તુંગારેશ્વર વિષે લખેલું છે.

 

કાન્હેરી ગુફા:-

શહેરમાં આવેલા નેશનલ પાર્કના ગેટથી કાન્હેરી ગુફા સુધી પહોંચવા પાર્કની જ બસ ઉપલબ્ધ છે.  મુંબઈના પ્રખ્યાત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની કાન્હેરી ગુફાના પરિસરમાં જ આ ધોધ આવેલ છે. ભર ચોમાસામાં જ આધોધને મ્હાલી શકાય છે. 

 

બેકરે ગામનો ધોધ:-

મધ્ય રેલ્વેમાં ભિવપુરી રોડ સ્ટેશનની નજીક બેકરે ગામમાં પાણીનો ધોધ આવેલો છે.  બેકરે ગામમાં પહોંચી થોડો દુંગર ચઢ્યા બાદ ધોધ સુધી પહોંચી શકાય છે.

તો જરૂરથી મ્હાલો કુદરત

                                                                              — સંકલિત

                                        ૐ નમઃ શિવાય