ગુજરાતની બેઠકો- [૨]

                                                                               આજે આસો વદ આઠમ

 

ગુજરાતની બેઠકો -[૨]

 

કાવીના બેઠકજીઃ

 

ભરૂચ જિલ્લામાં દરિયા કિનારે કાવી નામે ગામ છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં તે કપિલક્ષેત્રના નામે જાણીતું હતું. ત્યાં કપિલ બ્રાહ્મણો અને જૈનો ખૂબ પ્રમાનમાં વસતા હતા. શ્રીમહાપ્રભુજી અહીં પધારેલા ત્યારે આપે ગામ બહાર મુકામ કર્યો હતો. અહીં આપે શ્રી વેદપારાયણ કર્યું હતું. આપશ્રીના આગમનની જાણકારી થતા ઘણા કપિલ વિદ્વાનો શાસ્ત્રાર્થે આવેલા. અહીં શ્રીમહાપ્રભુજીનાં બેઠકજી પ્રગટ બીરાજે છે.

 

શ્રી જંબુસર [ભાનુક્ષેત્ર]નાં બેઠકજીઃ-

 

શ્રી જંબુસરની ઉત્તરે ભાનુક્ષેત્ર [હાલનું ડાભા ગામ] એક પુરાણ પ્રસિદ્ધ ક્ષેત્ર છે. આ ગામ વૈષ્ણવોનું તીર્થક્ષેત્ર ગણાય છે. અહીં હરિરાયજી મહાપ્રભુજીએ શ્રીમદભાગવત પારાયણ કર્યું હતું. પ્રાચીન સમયમાં ડાભા ગામ તરફ જતાં માર્ગમાં આવતી ધનદેવી તળાવડી પાસે એક ખેતર હતું જેના માલિક ઈબ્રાહિમ મહંમદ મુલતાની હતા. તેમનું કહેવું હતું કે ખેતરમાં સંધ્યાકાળે , રાત્રે કે મધરાતે સફેદ ધોતી ઉપરણો ધારણ કરેલા તેજોમય મહાપુરુષ શ્રીહસ્તમાં માળા લઈ ફરતા જણાય છે. કોઈવાર એ શમીવૃક્ષો પાસે ઝાંઝ, પખવાજ વગેરે વાજિંત્રો વાગવાનો અને કીર્તનો થતાં હોય તેવો અવાજ પણ આવે છે. આવો મહિમા આ બેઠકજીનો છે.

 

નરોડાનાં બેઠકજીઃ-

 

શ્રીમહાપ્રભુજી ગુજરાતમાં પરિભ્રમણ કરતા કરતા નરોડા પધાર્યા. અહીંની અપરસ અને મેડ પ્રાચીન પરંપરા મુજબની છે તેથી સેવામાં નહાતા પહેલાં ઉપવાસ કરી આજ્ઞા મેળવવી પડે છે.

 

શ્રી તગડીનાં બેઠકજીઃ-

 

અમદાવાદના ધંધુકા તાલુકામાં તગડી નામનું ગામ આવેલું છે. ગામ બહાર મોટા તળાવના કિનારે મહાપ્રભુજીની બેઠકજી આવેલાં છે. શ્રીમહાપ્રભુજી પોતાનાસેવકો સહિત અહીં પધારેલા ત્યારે આ સ્થાનમાં મુકામ કર્યો હતો.

 

શ્રી જુનાગઢનાં બેઠકજીઃ-

 

જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ અને રેવતી કુંડની વચ્ચે પર્વતની તળેટીમાં બેઠકજી આવેલાં છે. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત અહીં પધારેલા ત્યારે ગિરનાર પર્વતની તળેટીમાં રેવતીકુંડના કિનારે આવેલા પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અહીં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું.

 

શ્રી પ્રભાસપાટણનાં બેઠકજીઃ-

 

વેરાવળ સ્ટેશનથી બે માઈલ દૂર પ્રભાસપાટણ નામનું ગામ આવેલું છે. યાદવાસ્થળી બાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. દેહોત્સર્ગ નામનું પ્રાચીન ધર્મસ્થાન તીર્થસ્થાન અહીં આવેલું છે જેની બાજુમાં શ્રી મહાપ્રભુજીનાં બેઠકજી આવેલાં છે. બેઠકજી ભોંયરામાં બિરાજે છે. આપશ્રીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત કરી. કહેવાય છે કે ખુદ દેવોના દેવ મહાદેવ આ કથા સાંભળવા પધાર્યા હતા. સપ્તાહ પૂર્ણ થયે આપશ્રીએ પ્રભાસક્ષેત્રના પંચતીર્થની પરિક્રમા કરી હતી. અહીં આપના ઘણા સેવકો થયા હતા.

 

                                                                                              જૈ શ્રીકૃષ્ણ

3 comments on “ગુજરાતની બેઠકો- [૨]

  1. પ્રિય સ્વજન નીલાબેન,
    ઘરે બેસીને શ્રી મહાપ્રભુજીના બેઠ્ક્જીની પરીક્રમ્મા કર્યા જેટ્લો આનન્દ થયો. દિવાળી મુબારક.
    ઇલાના જે જે શ્રી ગોકુલેશ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s