આજે કારતક સુદ આઠમ
[મુંબઈ સ્થિત મિત્રાબેન ચોક્સીએ આ લેખ ફોર્વર્ડ કર્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]
આપણી જીંદગીનો વિરોધાભાસ
* આપણી પાસે મકાનો ઊંચા છે પણ વિચારો નીચા છે.
* વાહનો માટે રસ્તાઓ પહોળા છે, પણ દિલની ગલીઓ સાંકડી થઈ ગઈ છે.
* ઘરો વિશાળ થઈ ગયા છે, પણ કુટુંબ નાનું થઈ ગયું છે.
* પહેલા કરતા સુખસગવડો ખૂબ વધી છે, પણ એ માણવા માટેનો સમય ખૂટી ગયો છે.
* ભણતર વધ્યું છે, પણ ગણતર ઘટ્યું છે.
* જ્ઞાનનો વિપુલ ભંડાર ઉભો થયો છે, પણ નિર્ણાયક શક્તિ ઘટી ગઈ છે.
* નિષ્ણાતો વધ્યાં છે પણ પ્રશ્નો પણ એટલા જ વધ્યાં છે.
* દવાઓ અને સારવાર વધ્યાં છે તો માંદગી પણ વધી છે.
* પાણી સિવાય બીજું બધું વધારે પીવાય છે.
* સિગરેટના તેમ જ પ્રદૂષણના ધુમાડા ફેફસામાં ભરીયે છીએ પણ શુદ્ધ હવા ભરવા જરાયે પ્રયત્ન કરતા નથી.
* ખર્ચો તો ધમધોકાર થાય છે પણ જરૂરતમંદોને આપવા પૈસા નથી.
* લાખો રૂપિયાનું તાણ ભોગવીએ છીએ પણ લાખ રૂપિયા જેવું હાસ્ય ગુમ થઈ ગયું છે.
* વાહનની ગતિ વધી ગઈ છે પણ રસ્તાની બન્ને બાજુ પથરાયેલા સૌંદર્યને મ્હાલવાતું નથી.
* વાત વાતમાં મગજ ગરમ થઈ જાય છે પણ ધીરજથી બે ઊંડા શ્વાસ નથી લઈ શકતા.
* હદ બહાર ટી.વી. જોવાય છે પણ માતા પિતા કે સગા વહાલા સાથે બેસીને આનંદની ક્ષણો પસાર નથી કરી શકતા.
— સંકલિત
ૐ નમઃ શિવાય