આપણી જીંદગીનો વિરોધાભાસ

આજે કારતક સુદ આઠમ

[મુંબઈ સ્થિત મિત્રાબેન ચોક્સીએ આ લેખ ફોર્વર્ડ કર્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

આપણી જીંદગીનો વિરોધાભાસ

* આપણી પાસે મકાનો ઊંચા છે પણ વિચારો નીચા છે.

* વાહનો માટે રસ્તાઓ પહોળા છે, પણ દિલની ગલીઓ સાંકડી થઈ ગઈ છે.

* ઘરો વિશાળ થઈ ગયા છે, પણ કુટુંબ નાનું થઈ ગયું છે.

* પહેલા કરતા સુખસગવડો ખૂબ વધી છે, પણ એ માણવા માટેનો સમય ખૂટી ગયો છે.

* ભણતર વધ્યું છે, પણ ગણતર ઘટ્યું છે.

* જ્ઞાનનો વિપુલ ભંડાર ઉભો થયો છે, પણ નિર્ણાયક શક્તિ ઘટી ગઈ છે.

* નિષ્ણાતો વધ્યાં છે પણ પ્રશ્નો પણ એટલા જ વધ્યાં છે.

* દવાઓ અને સારવાર વધ્યાં છે તો માંદગી પણ વધી છે.

* પાણી સિવાય બીજું બધું વધારે પીવાય છે.

* સિગરેટના તેમ જ પ્રદૂષણના ધુમાડા ફેફસામાં ભરીયે છીએ પણ શુદ્ધ હવા ભરવા જરાયે પ્રયત્ન કરતા નથી.

* ખર્ચો તો ધમધોકાર થાય છે પણ જરૂરતમંદોને આપવા પૈસા નથી.

* લાખો રૂપિયાનું તાણ ભોગવીએ છીએ પણ લાખ રૂપિયા જેવું હાસ્ય ગુમ થઈ ગયું છે.

* વાહનની ગતિ વધી ગઈ છે પણ રસ્તાની બન્ને બાજુ પથરાયેલા સૌંદર્યને મ્હાલવાતું નથી.

* વાત વાતમાં મગજ ગરમ થઈ જાય છે પણ ધીરજથી બે ઊંડા શ્વાસ નથી લઈ શકતા.

* હદ બહાર ટી.વી. જોવાય છે પણ માતા પિતા કે સગા વહાલા સાથે બેસીને આનંદની ક્ષણો પસાર નથી કરી શકતા.

— સંકલિત

                                                       ૐ નમઃ શિવાય

4 comments on “આપણી જીંદગીનો વિરોધાભાસ

  1. રવિન્દ્રનાથ_ટાગોર પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો …. ટાગોરના વિરોધાભાસી વિચારોનો સંઘર્ષ તેમાં જોવા મળે છે અને તેના માટે ૧૯૧૪માં પ્રવર્તમાન વ્યગ્રતાનું નિરુપણ થાય …

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s