એક જ્યોત જલે છે અંતરમાં તારી શ્રદ્ધાની મા અંબે
તુ રક્ષક છે માડી મારી વાત્સલ્યમયી મા જગદંબે
–એક જ્યોત જલે…..
હું બાળક છું તુ માતા છે હું યાચક છું તુ દાતા છે
મુજ યોગક્ષેત્ર કરનારી સદા [૨] વાત્સલ્યમયી મા જગદંબે
–એક જ્યોત જલે……..
તુ જગજનની તુ મહાલક્ષ્મી તુ કુંડલિની તુ સુખકંદા
તુ દુઃખહરણી તુ સુખકરણી [૨] વાત્સલ્યમયી મા જગદંબે
–એક જ્યોત જલે…….
તુ નિર્ભય ને નિશ્રિત સદા તુજ ચરણોમાં છું મા અંબે
તુ જે કરશે તે મુજ હીતનું [૨] વાત્સલ્યમયી મા જગદંબે
–એક જ્યોત જલે….
તે માટે તુ શક્તિ દેજે હૃદયે માની ભક્તિ દેજે
અંતે મુક્તિ પણ તુ દેજે [૨] વાત્સલ્યમયી મા જગદંબે
–એક જ્યોત જલે……..
તારે દ્વારે આવી ઊભો આ બાળક તુજને પોકારે
મા દર્શન દે [૫] વાત્સલ્યમયી મા જગદંબે
— એક જ્યોત જલે…..
લેખિકાઃ- કલ્પના પરીખ
ૐ નમઃ શિવાય
સ્તવન બહુ સુંદર બનાવ્યું છે.
LikeLike