મંદિર અને મસ્જિદ

 

એક જરૂરી જાહેરાત

 

આપણાં ચહિતા શ્રી મૃગેશભાઈ જેઓ રીડ ગુજરાતીનાં લેખક છે  હાલનાં સમયે બ્રેઈન હેમરેજને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. તેમને આપના સહકારની [માનસિક અને આર્થિક ] જરૂરત છે.

સંપર્ક સાધોઃ- ૦૯૮૯૮૦૬૪૨૫૬

 

 

મંદિર અને મસ્જિદ

 

મંદિર અને મસ્જિદ વિષે ના તકરાર કર;

થઈ શકે તો તું બધાંથી પ્યાર કર.

 

મોટો નથી કોઈ ઈશ્વર કદી માણસાઈથી;

એ સત્યની તું સત્વરે સ્વીકાર કર.

 

આ પથ્થર, આ ખંજર ને આ બંદૂક થકી;

શું મેળવ્યું તેં, તું જરા વિચાર કર.

 

કર્મ શું છે? ધર્મ શું છે? તું ન સમજે  કશું,

હૃદયની ભાવનાના ધર્મને તું જરા સાકાર કર.

 

ચો-તરફ અંધકાર  બસ અંધકાર છે;

પ્રગટાવ તું આતમદીવો ને સવાર કર.

 

અલ્લાહ ને ઈશ્વર તને મળશે બધે;

કર બધાંથી પ્યાર ને તું પારાવાર કર.

 

  -રામુ ડરણકર

 

ૐ નમઃ શિવાય

 

જિંદગી

 

 [ આ લેખ શ્રીમતી નીતા કોટેચાએ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

જિંદગી એટલે મૃત્યુના ડરને કાઢીને જીવવાની ક્ષણ

જિંદગી એટલે મૃત્યુનાં દિવસને યાદ કરીને ભલામણ કરવાના દિવસો…

જિંદગી એટલે લોકોનાં હ્રદયમાં પ્રેમ ભરીને જીવવાની ક્ષણ

જિંદગી એટ્લે, ખબર છે કે કોઈ મારી સાથે નથી આવવાનું તોયે બધા પોતાના છે એ વિચારી રાજી થવાની ક્ષણ

જિંદગી એટલે એક એક પળમાં એક એક જિંદગી જીવવાનો આનંદ

જિંદગી એટલે લોકોને હાથતળી દઈને મૃત્યુ તરફ જવાની ક્ષણ

જિંદગી એટલે એક એક વ્યક્તિને પ્રેમ કરવાની ક્ષણ

 

નીતા કોટેચા   ઉર્ફ   ‘નિત્યા’

 

 

ૐ નમઃ શિવાય