ભક્તિની શક્તિ

ભક્તિનેી શક્તિ

અન્નમાં ભક્તિ ભાવ મળે તો ‘અન્ન્કૂટ’ બની જાય છે…….
આત્મામાં ભક્તિ ભાવ મળે તો ‘પરમાત્મા’ બની જાય છે……
ઈમારતમાં ભક્તિ ભાવ મળે તો ‘મંદિર’ બની જાય છે……..
ઈશ્વરમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રાર્થના’ બની જાય છે…..
ઉજાગરમાં ભક્તિ ભાવ મળે તો ‘જાગરણ’ બની જાય છે…..
એકાંતમાં ભક્તિ ભાવ મળે તો ‘ધ્યાન’ બની જાય છે……
કર્મમાં ભક્તિ ભાવ મળે તો ‘કાર્ય’ બની જાય છે………
ગીતમાં ભક્તિ ભાવ મળે તો ‘ભજન’ બની જાય છે……
ઘડપણમાં ભક્તિ ભાવ મળે તો ‘સંન્યાસ બની જાય છે…….
ચારિત્ર્યમાં ભક્તિ ભાવ મળે તો ‘સંસ્કાર’ બની જાય છે…….
જમણવારમાં ભક્તિ ભાવ મળે તો ‘ભંડારો’ બની જાય છે…….
ત્યાગમાં ભક્તિ ભાવ મળે તો ‘વૈરાગ્ય’ બની જાય છે…….
ધનમાં ભક્તિ ભાવ મળેભક્તિ ભાવ મળે તો તો ‘દાન’ બની જાય છે……
નિરાહારમાં ભક્તિ ભાવ મળે તો ‘ઉપવાસ’ બની જાય છે…….
પથ્થરમાં ભક્તિ ભાવ મળે તો ‘શાલિગ્રામ’ બની જાય છે……..
પુસ્તકમાં ભક્તિ ભાવ મળે તો ‘ધર્મગ્રંથ બની જાય છે……..
ફરજમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગ’ બની જાય છે……….
બેઠકમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગાસન’ બની જાય છે…….
ભોજનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રસાદ’ બની જાય છે……..
માણસમાં ભક્તિ ભાવ મળે તો ‘ભક્ત’ બની જાય છે……….
રઝળપાટમાં ભક્તિ ભાવ મળે તો ‘યાત્રા’ બની જાય છે…….
લેખનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રભુપૂજા’ બની જાય છે…….
વૃક્ષમાં ભક્તિ ભાવ મળે તો ‘વિભૂતિ’ બની જાય છે……..
સત્યમાં ભક્તિ ભાવ મળે તો ‘શ્રદ્ધા’ બની જાય છે……….
સંસ્કૃતિમાં ભક્તિ ભાવ મળે તો ‘સમૃદ્ધિ’ બની જાય છે…….
સજ્જનમાં ભક્તિ ભાવ મળે તો ‘સંત’ બની જાય છે……..
હાથમાં ભક્તિ ભાવ મળે તો ‘વંદન’ બની જાય છે……..
ક્ષમામાં ભક્તિ ભાવ મળે તો ‘ભૂષણ’ બની જાય છે……..
શ્રોતામાં ભક્તિ ભાવ મળે તો ‘સત્સંગ’ બની જાય છે……..

 

સંકલન………ધર્મલોક ……ગુજરાત સમાચાર …….

 

ૐ નમઃ શિવાય

કાનાએ વેરણ એ વાંસળી વગાડી

આજે ગુરુપૂર્ણિમાની સૌને શુભેચ્છાઓ

 

કાનાની વાંસળીમં શ્વાસભરી રાધાએ
વેરણ એ વાંસળી વગાડેી
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી

કાનાની યાદ એવી
કાળજામાં કૂંપળતી
જાણે કે કળીઓની
પાંખડીઓ ઊઘડતી

કૂંપળતી કળીઓની પાંખડીઓ વેરીને.
વેરણ એ વાંસળી વગાડી;
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી
કાનાએ વેરણ એ વાંસળી વગાડી

 

અધરો પર   ફરિયાદો
મૂક રહી ફણગાતી
જાણે કે પાંદડીઓ
કાંટાથી કોરાતી

કાંટાથી કોરાતી પાંખડીઓ વેરીને્
“શ્રાવણી”એ વાંસળી વગાડી
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી
કાના એ વેરણ એ વાંસળી વગાડી

 

કવિયીત્રીઃ- ગોસ્વામી ઈન્દિરાબેટીજી

 

ૐ નમઃ શિવાય

 

By shivshiva Posted in અવર્ગીકૃત