મુંબઈના ઉપનગર અને તેનો ઈતિહાસ

 

OLD CHURCHGATE STATION

ચર્ચગેટ

ચર્ચગેટનું નામ ઈ.સ. ૧૮૬૦ના મધ્યકાળમાં બનાવેલ સૅન્ટ થોમસ ચર્ચ જેનો પાછળથી વિદ્વંસ કરવામા આવેલો, જેના ત્રણ દરવાજા હતા તેના પરથી પાડવામાં આવ્યું હતુ. ચર્ચના એનો મુખ્ય દરવાજાના બહારના ભાગ આગળ આ સ્ટેશન બનાવવામા આવ્યું હતુમ જોકે ત્યારે આ દરવાજો હયાત ન હતો. જુના જમાનામા આ મુખ્ય દરવાજામાં દાખલ થતા એક સુંદર ફુવારો બનાવવામાં આવ્યો હતો જે અત્યારે ફ્લોરા ફાઉન્ટન તરીકે ઓળખાય છે જે અત્યારે હયાત છે. આ ફુવારો ૧૬મી સદીમાં દક્ષિણ મુંબઈની સરહદ ગણાતી. આજે ચર્ચગેટ સ્ટેશન ધમધમતા સ્ટેશનોમાનું એક સ્ટેશન ગણાય છે. અહીંથી સૌ પ્રથમ ટ્રેન સવારે ૪ વાગે ઉપડે છે અને સૌથી છેલ્લી ટ્રેન સવારે ૧ વાગે ઉપડે છે.

 

railwaystation1854

 

ચર્ની રૉડ

 

ચર્ની શબ્દ મરાઠી ભાષામાંથી અપનાવવામાં આવ્યો છે. ચર્ન એટલે ચારવું. પહેલાનાં જમાનામાં અહીં ઘોડા અને ઢોરને ચરવાની જગ્યા હતી. ચર્ની રૉડની ખાસિયત એ છે કે અહીંથી ગિરગામ ચોપાટી જે દક્ષિણ મુંબઈનું સહેલાણીઓનું પ્રિય સ્થળ ગણાય છે તે ખૂબ નજીક છે. ચોપાટી એ દક્ષિણ મુંબઈનું બીચ અને મરીનડ્રાઈવ જે સમુદ્રને કિનારે આરામથી ચાલવાની જગ્યાઓ છે જે આ સ્ટેશનની નજીક છે. બીજી લોકવાયકા મુજબ ચર્ની અથવા ચેંદની નામ થાણે જીલ્લા પરથી પાડવામાં આવ્યું છે. થાણે સ્ટેશનની નજદીક આવેલી ચેંદની નામની વસાહત અને આજુબાજુની વસાહત ગિરગામમાં આવીને વસેલી તેથી આ સ્થળનું નામ ચર્ની રૉડ પડ્યું હતુ.

 

ગ્રાન્ટ રૉડ

 

ઈ.સ. ૧૮૩૫થી ૧૮૩૯ દરમિયાની મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા સર રૉબર્ટ ગ્રાન્ટના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ. સર રૉબર્ટે કોલાબા અને થાણાના રસ્તાઓ બનાવ્યા હતા. ગ્રાન્ટ રૉડ સ્ટેશન મુંબઈની મધ્યમાં આવ્યું છે. મુંબઈના પશ્ચિમ વિભાગમાં આવેલા ગામદેવી, ગિરગામ ચોપાટી, બાબુલનાથ, મલબારહિલ, પેડર રૉડ, નેપીયન્સી રૉડ, નાના ચૉક, મધ્યમાં આવેલા ડંકન રૉડ, ડોંગરી, ભાયખાલા શૌકત અલી માર્ગ, ખેતવાડી, સી.પી.ટેંક, મુંબા દેવી, માંડવી, ભુલેશ્વર તથા સરદાર વલ્લભભાઈ પટેલ રૉડને આ સ્ટેશન જોડે છે. આ સ્ટેશન પાસેથી પસાર થતો રસ્તો હાલમાં શૌકત અલી માર્ગ તરીકે ઓળખાય છે તે ૧૮૩૯ની આસપાસ બાંધવામાં આવ્યો હતો.

 

મહાલક્ષ્મી

 

મહાલક્ષ્મી સ્ટેશનનું નામ મહાલક્ષ્મી મંદિર પરથી પાડવામાં આવ્યું હતું.

 

લૉઅર પરેલ

 

પરેલ વિસ્તારનું નામ ટ્રમ્પેટ [?] ફૂલની પાંદડીઓ એટલે કે પરલ અથવા પદલના નામ પરથી આવ્યુ છે. જુના જમાનામાં આ ફૂલ અહીં પુષકળ પ્રમાણમાં ઉગતા હતા. બીજી વાયકા પ્રમાણે પરેલ એ પરલીનું અપભ્રંશ છે. ડેક્કન વિસ્તારમાં આવેલા પર્લીમા પંચકલશી પ્રજાએ વૈજનાથ મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી જેમણે આ નામ આપ્યુ હતુ. પરેલ એ મુંબઈના મૂળ સાત ટાપુમાંનો એક ટાપુ હતો જે ૧૩મી સદીના રાજા ભીમદેવના કબ્જામાં હતો. પૉર્ટુગીઝે મુંબઈ પર વિજય મેળવ્યો અને એની સત્તા એમણે પાદરીઓને સોંપી દીધી. આ પાદરીઓએ પર્લીના મહાદેવના મંદિરને ચર્ચમાં પ્રવર્તીત કર્યુ. ઈ.સ.૧૬૮૯ માં બ્રિટિશર્સે આ વિસ્તાર જીત્યો ત્યાં સુધી આ વિસ્તાર પાદરીઓ પાસે રહ્યો અને બ્રિટિશર્સે આ વિસ્તારના બે ભાગલા પાડી દીધા.

 

ઍલ્ફિસ્ટન રોડ

 

ઈ.સ. ૧૮૫૩ થી ૧૮૬૦ સુધીના સમય દરમિયાન ગવર્નર રહી ચૂકેલા લૉર્ડ ઍલ્ફિસ્ટનના નામ પરથી રાખવામા આવ્યુ હતુ જે મુંબઈના પશ્ચિમ રેલ્વે લાઈનનું એક સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશનને જોડતો રસ્તો હાલમાં ભટનાગર માર્ગના નામે ઓળખાય છે જે પહેલા જૉન્હ લૉર્ડ ઍલ્ફિસ્ટનના નામથી ઍલ્ફિસ્ટન રૉડ તરીકે ઓળખાતો હતો. ઈ.સ.૧૮૫૩ થી ૧૮૬૦ ના સમય દરમિયાન તેમણે શહેરની સારી પ્રગતિ કરી હતી. પાછળથી આ પ્રગતિમા સર બર્ટ્લી ફ્રીરનો મોટો ફાળો હતો.

 

માટુંગા

 

મૂળ મરાઠી શબ્દ માતંગ અથવા હાથી પરથી માટુંગા શબ્દ અપનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે રાજા ભીમદેવના સમય દરમિયાન આ વિસ્તારમાં હાથીખાનુ હતુ. બ્રિટિશ રાજ દરમિયાન આ વિસ્તારમા લશ્કરી છાવણી હતી.

 

માહિમ

 

માહિમ મુંબઈના મૂળ સાત ટાપુઓમાંનો એક ટાપુ હતો. ૧૩મી સદીના રાજા ભીમદેવની માહિમ અથવા મહીકાવતી રાજધાની હતી. એમણે અહીં મહેલ અને પ્રભાદેવીમાં ન્યાયાલય તેમ જ બાબુલનાથનું પ્રથમ મંદિર બંધાવ્યા હતા. મૂળ માહિમ શહેર મુંબઈથી ૬૦ માઈલ દૂર ઉત્તરમાં પાલઘર પાસે સ્થિત હતુ. પુરાણકાળનું માહીમ અથવા મહીકાવતીનુઊ મંદિર હાલ મોજુદ છે. અહીરાવન અને મહીરાવને શ્રી રામ તથા લક્ષમણને પકડીને આ મંદિરમાં રાખ્યા હતા એવું રામાયણના ગ્રંથમા ઉલ્લેખ છે. હનુમાનજીએ અહીં આવીને શ્રી રામજી અને લક્ષમણને છોડાવ્યા હતા. રાજા ભીમદેવે પોતાની રાજધાની ગુમાવી પરંતુ આ શહેરમાં રહેતા લોકો આ સુંદર રાજધાનીને માહીમના નામથી જ ઓળખતા હતા. મોટા ભાગના લોકો માહીમ એક સત્ય હકીકત નહીં જાણતા હશે કે માહીમ નામ એક પ્રસિદ્ધ ઈરાનીયન કુટુંબનું નામ હતું જેના વારસ હજી પણ પણ ઈરાન અને કેનેડામાં વસે છે.

 

બાંદરા

 

બાંદરા નામ કદાચ મરાઠી શબ્દ વાંદ્રે પરથી આવ્યું હશે. બીજી લોકવાયકા મુજબ બાંદરા નામ પૉર્ટુગિઝની રાજકુમારીના સંદર્ભમાં હોઈ શકે અથવા તો હિંદી શબ્દ બંદર ગાહ એટલે બંદર પરથી લેવાયું હશે. આ એક સંસ્કૃત શબ્દ પણ છે. માઉન્ટ સ્ટુઅર્ટે લખેલા બંદોરા ગ્રંથ પરથી આ નામ લેવાયું છે એમ કહેવાય છે. બાંદરા મુંબઈના ઉપનગરની રાણી કહેવાય છે. બાંદરા જ્યાં લોકો આરામથી જાતજાતની ખરીદી કરી શકે છે, મનભાવતી વાનગી આરોગી શકે છે, સહેલાણીઓ સહેલ કરી શકે છે.

 

ખાર રોડ

આ વિસ્તારનું નામ ખાર દંડાના નામ પરથી આવ્યું છે. મરાઠીમાં ખાર એટલે મીઠું અને દંડા એટલે જાડી નાની લાકડી જે સમુદ્રમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

 

સાંતાક્રુઝ

આ શબ્દ લૅટિન શબ્દ સાન્તા ક્રુઝ એટલે પવિત્ર ક્રોસ. અહીંની સ્થાનિક પ્રજા આ સ્થળને ખુલ્બાવડી. ખુલ એટલે કાદવ અને બાવડી અથવા બાવરી એટલે કૂવો. સાલ્સેટ ઈસ્ટ ઈંડિયન ખ્રિસ્તિયન પ્રજાએ આ જ્ગ્યાએ સાન્તાક્રુઝ [પવિત્ર ક્રોસ] ગાડ્યો હતો તેના નામ પરથી આ વિસ્તારનું નામ સાન્તાક્રુઝ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ક્રોસ પર ચમત્કારિક રીતે પાન ખીલે છે.

 

વિલેપાર્લે
વિલેપાર્લે નામ નાના ગામડા જ્યાં નાની નાની પગદંડી હતી પરથી પડ્યું હતું. મૂળ આ ગામનું નામ વેલહ પદ્લે હતુ. પૉર્ટુગિશબ્દ વેલ્હા અને મરાઠી શબ્દ પદનું મિશ્રણ એટલે વિલેપાર્લે. આજના જમાનામાં વિલેપાર્લે શિક્ષિત પ્રજાનું રહેઠાણ કહેવાય છે.

 

અંધેરી

ઘણી ટ્રેન અહીંથી ઉપડે છે અને ખતમ થાય છે. આ વિચિત્ર નામનો મરાઠીમાં અંધારું થાય છે. અંધેરી સ્ટેશન એ પશ્ચિમ ઉત્તર વિસ્તારનું ઉભરતુ ઉપનગર છે.

 

જોગેશ્વરી

આ વિસ્તારના પૂર્વીય ભાગમાં આવેલી જોગેશ્વરીની ગુફાઓના નામ પરથી પડ્યું છે. મહાદેવની આ ગુફાઓ પુરાણકાળમા બનાવવામાં આવી હતી. લોકવાયકા મુજબ આ મંદિર જેમણે બનાવ્યું છે તે જોગના નામ પરથી જોગેશ્વરીનું નામ પડ્યું છે.

 

ગોરેગાઁવ

જાણકારી મુજબ કહેવાય છે કે આ ઉપનગર અને સ્ટેશનનું નામ રાજકારણમાં સક્રિય એવા ગોરે કુટુંબ, જે આ ઉપનગરના પશ્ચિમી વિભાગમાં વસેલા હતા તેમના નામ પરથી આવ્યું છે. બીજી માન્યતા મુજબ આ ઉપનગરનું નામ ગોરે ગાઁવ જ્યાં જૂના જમાનાથી મોટા પાયા પર દૂધનું ઉત્પાદન થાય છે. જૂની લોકવાયકા મુજબ મરાઠીમા ગોરે ગામ પરથી આ ઉપનગરનું નામ ગોરેગાઁવ આવ્યું છે. રૅગોરેગાઁવ ઉપનગર ચાર ગામ પહાડી, ગોરેગાઁવ, આરૅ, એક્સરથી બનેલું છે. ૧૮૬૨માં આ ગોરેગાઁવ રેલ્વે સ્ટેશન બન્યું હતું. પહેલાના જમાનામાં બોરીવલીથી ગ્રાન્ટરોડની વચ્ચે પહાડી નામનું સ્ટેશન હતું.

 

મલાડ

મલાડ નામ મૂળ કયા નામ પરથી આવ્યું છે તેની હજી સુધી જાણકારી નથી મળી. મરાઠી ભાષામાં માળા એટલે હાર અથવા લાઈન અથવા સફેદ તૈલી જમીન. ૧૯૨૦ અને ૧૯૩૦માં જાહેર અને ખાનગી મકાનો મલાડની પથ્થરની ખાણની સામે બંધાઈ ગયા હતા.

 

કાંદિવલી

ઈ.સ.૧૯૦૭માં કાંદિવલી અથવા ખંદોલી સ્ટેશન બનાવવામાં આવેલું. ત્યાંના અણીદાર ડુંગરના નામ પરથી [મરાઠીમાં જેને ખંડ કહે છે] કાંદિવલી નામ આવ્યું હશે. ત્યાં પહેલા પથ્થરની ખાણ હતી.

 

વસઈ

વસઈ મૂળ સંસ્કૃત ભાષા વેસલ પરથી આવ્યો છે. મુસ્લિમ રાજ્યકાળ દરમિયાન આ બક્ષય તરીકે ઓળખાતું હતું, પૉર્ટુગિઝના સમયમાં બંસમ અને મરાઠા આને બાજીપુર તરીકે જાણતા હતા. બ્રિટિશના રાજકાળમાં બસીન તરીકે ઓળખાતું, ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે વસઈના નામે ઓળખાયું. સંસ્કૃત શબ્દ વાસ પરથી વસઈ શબ્દ લેવાયો છે. વાસ એટલે રહેઠાણ.

 

નાલાસોપારા
જૂનુ બંદરગાહ સુર્પરકા અથવા સોપારા હવે કાંપથી ભરાઈ ગયો છે. સોપારા ભારતનું સૌથી જૂનું બંદરગાહ છે જે લગભગ ૧૦૦૦ વર્ષથી પણ વધારે જૂનું મનાય છે. કેટલાક વિદુષકોના કહેવા મુજબ આ જગ્યા સોલોમન ઑફિરની હતી અને મહાભારતના ઉલ્લેખ પ્રમાણે શુર્પરકા એક એવી જગ્યા છે કે પાંડવો એમના વનવાસ દરમિયાન અહીં રહ્યા હતા.

 

વિરાર

ભારતીય ફિલૉસોફર જીવન વિરારના નામ પરથી આ ઉપનગરનું નામ પડ્યું છે. ઈ.સ.૧૯૨૫માં વિરાર સ્ટેશન ઈલેક્ટ્રિક ટ્રેનથી મુખ્ય સ્ટેશન સાથે જોડવામાં આવ્યુ હતું.

 

“નામમાં શું છે?” શેક્સપિયરે કહ્યું છે. પણ આ માહિતી જાણ્યા પછી એમ લાગે છે કે નામ પાછળ મોટો ઈતિહાસ જાણતા એમ લાગે છે કે નામ હોવું જરૂરી છે.

 

 

ૐ નમઃ શિવાય

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s