* બે કામ સૌથી અઘરાં છે, માફી માગવી અને માફી આપવી.
* સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવડાં દુઃખો ઊભા કરે છે.
* અભિમાની નહીં, સ્વાભિમાની બનો.
* સંયમની ભાષા સૌથી મીઠી છે.
* આશા રાખો આકાશને આંબવાની.
* અહમ અને ફાંદ ના નડે તો જ બે વ્યક્તિઓ ભેટી શકે.
* ટકવું, અટકવું અને છટકવું આવડે તો ક્યાંય લટકવું ના પડે.
* દરેક સાથે સમય કાઢતાં શીખો…..
* જાગો…..કંઈક ગુમાવીને કંઈક શીખશો…
* દરેક દુઃખ કશુંક શીખવે છે…..
* કાટ ખાઈને મરવું તેના કતાં ઘસાઈને મરવું સારું….
* વર્ષની શરુઆત અપેક્ષા સાથે થાય છે; અનુભવ સાથે પૂર્ણ થાય….
ૐ નમઃ શિવાય