માનો યા ન માનો

                                             આજે અષાઢ સુદ છઠ [સાતમનો ક્ષય]

 

આજનો સુવિચારઃ– તમારા માબાપના ચહેરા પર સ્મિત ફરકવું જોઈએ અને તેનું એક કારણ તમે હોવા જોઈએ.

Kailas Darshan from Ashtapad  12 June 2010

 

 માનો યા ન માનો

 
એક સત્ય ઘટના

     અમે ૨૨મી જુન 2010ના દિવસે કૈલાસ માનસરોવરની યાત્રા કરી પાછા ફર્યા.ત્યાર બાદ ઑફિસની દરેક વ્યક્તિને અમે માનસરોવરનું જળ અને અષ્ટ્પદનું જળ આપ્યું. અષ્ટપદનાં જળ વિષે વાત કરુ તો……

      કહેવાય છે કે અષ્ટપદ એ એવી જગ્યા છે કે જ્યાં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આઠ પગલા ભરી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિર્વાણ પામ્યા હતા. લોકવાયકા મુજબ કૈલાસ એ જ અષ્ટપદ કહેવાય છે. હાલમાં એ જગ્યાએ છ શિખરો મોજુદ છે. આ આઠ પગલા વિષે વિશેષ જાણકારી મેળવીયે તો ….

        જેમ આપણા વેદોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે તેમ એ અરસામાં આપણા ઋષિ મુનિઓ પાસે પ્રવાસ કરવાના સાધનો હતા. એવી જ રીતે ઋષભદેવે આવી જ રીતે આઠ શિખરો પાર કરી કૈલાસ પહોંચેલા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા હતા. અહીંથી કૈલાસના સૌથી નજીકથી દર્શન થાય છે. તેથી આ જગ્યા અષ્ટપદને નામે ઓળખાય છે.

    અહીં કૈલાસ પર ૩૬૫ દિવસ અભિષેક થતું જળ વહે છે જે ઉમા છુ નદી નામે ઓળખાય છે. આ જળને આપણે અષ્ટપદના જળ તરીકે ઓળખીયે છીયે. હવે મૂળ વાત પર આવીયે.

         ખેડબ્રહ્માના ભાઈશ્રી દિલિપભાઈ અમારી ઑફિસના ઍમ્પ્લોયર છે અને જૈનધર્મી છે.તેઓ તો આ જળ પામી ખૂબ ખુશ થયા. અચાનક તેમના ૬૧ વર્ષીય મોટાભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકગ્રસ્ત માતા સુમિત્રાબેનને લઈ તેઓ પોતાના ગામે પહોંચ્યા. પોતાના મોટા પુત્રના અચાનક મૃત્યુના આઘાતથી સુમિત્રાબેન અચાનક કોમામાં પહોંચી ગયા. દિલિપભાઈ પણ આ જોઈ આઘાત પામ્યા. આવા બેવડા આઘાતમાંથી કેમ બહાર આવવું અને માને કેમ બહાર લાવવા એની સૂઝ પડતી ન હતી. લોકોએ સલાહ આપી કે હવે તો સુમિત્રામાની પણ અંતિમ ઘડીયો આવી ગઈ છે તો તેમને ગંગાજળ પીવડાવો. લોકોની સલાહ મુજબ દિલિપભાઈએ માતાને ગંગાજળ પીવડાવવાનું ચાલુ કર્યું. પદર દિવસના વ્હાણા વહી ગયા પણ સુમિત્રાબેન હજી પણ કોમાગ્રસ્ત હતા.

       અચાનક દિલિપભાઈને મળેલા માનસરોવર અને અષ્ટપદનું જળ યાદ આવ્યું. સુધીરની આ યાત્રામાં દિલિપભાઈને ખુબ શ્રદ્ધા હતી. સુધીર પણ ખૂબ શ્રદ્ધાથી આ જળ જે માંગે છે તેને આપે છે. દિલિપભાઈએ ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસરોવરનું જળ અને અષ્ટપદનું જળ કોમાગ્રસ્ત માતાને પીવડાવવાનું ચાલુ રાખ્યુ. ત્યાં તો અચાનક ચમત્કાર થવા લાગ્યો. સુમિત્રા માનું મુખ ખૂલવા માંડ્યુ અને ધીરે ધીરે એમને આ જળનો સ્વીકાર કરવા માંડ્યો. જેમ જેમ સુમિત્રાબેન જળનો સ્વીકાર કરતા ગયા તેમ તેમ તેઓ કોમામાંથી બહાર આવતા ગયા. દિલિપભાઈનો ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે લોકોમાં જાણ થવા લાગી. જેમ જેમ લોકોને જાણ થવા લાગી તેમ તેમ લોકો સુમિત્રાબેનની ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ડૉક્ટર જેમણે હાથ ધોઈ કાઢ્યા હતા તેઓ સુદ્ધા નવાઈ પામી ગયા કે આ બધું અચાનક કેવી રીતે થયું ?

      હું પોતે પણ આ વાત માની નો’તી શકતી કે આ જળમાં અને આ યાત્રામાં આટલી તાકાત હશે. કદાચ આટલી યાત્રા બાદ અજાણતા સ્વમાં ફેરફાર થયા હોય. પ્રભુ કૃપા જ કહેવાય ને !

      આ એક જ પ્રસંગ નથી બીજા એવા કેટલા કિસ્સા બની ગયા છે જે સાભળવાથી ખરેખર શ્રદ્ધા જાગે તો નવાઈ નહી.

                                                             ૐ નમઃ શિવાય

આપણી પૂનમો

                             આજે વૈશાદ સુદ એકમ

આજનો સુવિચાર:- કીર્તિ એ એવી તરસ છે જે ક્યારેય છીપાતી નથી.   — પ્રેમચંદ

 

હિન્દુ કેલેંડરની પૂનમ

આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે.

લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે.

કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ

માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.

પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ

મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.

ફાગણ પૂનમ:- હોળી

ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી

વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા

જેઠ પૂનમ:- વટ સાવિત્રી

અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા

શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ

ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત

આસો પૂનમ:- શરદ પૂનમ
                                                   ૐ નમઃ શિવાય

અવનવું

                                       આજે ફાગણ વદ તેરસ

 

આજનો સુવિચાર:- વ્યક્તિની ભાષા તેના આચાર વિચારનો આયનો છે.

હેલ્થ ટીપ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી આઠથી દસ વખત પીવું.

                                               અવનવું

 

• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.

• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે.

પક્ષીઓ ગીત કેમ ગાય છે?

પક્ષીઓની ભાષા નથી હોતી છતાં યે તેમનો કલરવ આપણને તેમનો અવાજ મધુર, તાલબદ્ધ અને લયબદ્ધ લાગે છે. આમ તો પક્ષીઓ એકબીજાને પ્રેમનો કે ભયનો સંદેશો આપવા અવાજ કરે છે તો કેટલાક પક્ષીઓ ગુસ્સે કે ભયભીત થાય છે ત્યારે અવાજ કરે છે કે નર – માદા એકબીજાને આકર્ષવા ગીત ગાય છે. જીવવિજ્ઞાન કાંઈ જુદુ જ કારણ બતાવે છે. પક્ષીઓની કંઠનળી અને શ્વાસનળી વચ્ચે પડદો હોતો નથી. તે દાણા ચણે છે ત્યારે ખોરાકના રજકણો શ્વાસનળીમાં જમા થાય છે. આ રજક્ણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને સાફ કરવી પડે છે. શ્વાસનળીમાંથી રજકણો દૂર કરવા માટે તે ફેફસાની હવા બહાર ધકેલે છે અને તેને કારણે અવાજ થાય છે. નિરીક્ષણ કરવામાં આવે તો ગીત ગાતાં પક્ષીઓની ચાંચમાંથી રજકણો ઉડીને બહાર ફેંકાતા જોશો. આ ક્રિયાથી તેમનું વધુ પડતું ચણત પણ રોકાઈ જાય છે.

ખરતા તારા શું છે?

ક્યારેક રાત્રિ દરમિયાન આકાશમાંથી પૃથ્વી તરફ તેજ લિસોટા જોવા મળે છે. લોકો તેને ખરતા તારા કહે છે. હકીકતમાં આ ખરતા તારા નથી હોતા પરંતુ એ ઉલ્કામાંથી છુટા પડેલા અવશેષો છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેજ લિસોટા સમાન દ્રશ્યમાન થાય છે જે સળગતી સ્થિતિમાં પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશે છે. ક્યારેક અસંખ્ય લિસોટા જોવા મળે છે. કેટલાંક ભાગમાં નિયમિત રૂપે ઉલ્કા વર્ષા જોવા મળે છે.

• દરિયાનાં પેટાળમાં રહેતા ઑક્ટોપસ દુશ્મનોથી બચવા કાળા રંગની પિચકારી છોડે છે. તેના પેટમાં કાળારંગના પ્રવાહીની થેલી હોય છે. જ્યારે તે પિચકારી છોડે છે ત્યારે દૂર દૂર સુધી પાણી કાળું થાય છે અને એનો લાભ ઊઠાવતા તે ઝડપથી ભાગી દુશ્મનથી બચી પોતાનું રક્ષણ કરે છે.

• હાથીનાં શરીરમાં સ્વેદગ્રંથિ નથી હોતી તેથી તે પોતાની સૂંઠ દ્વારા પાણી ભરીને અવારનવાર પોતાના શરીર પર છંટકાવ કરી પોતાનું શરીર ઠંડુ રાખે છે.

• દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર એટલી બધી ધૂળ ઊડાડે છે કે શિકારનો ભોગ બનનાર પ્રાણી કશું જોઈ ન શકવાથી દીપડાનો ભોગ બની જાય છે.

 

                                                ૐ નમઃ શિવાય

જાણ ખાતર

                        આજે કારતક સુદ દસમ

 

આજનો સુવિચાર:- આનંદ પોતાનામાં જ છે છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. –શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં   બાફેલા શાકભાજી ખાઓ.

0511-0703-2014-24571

                                            જાણ ખાતર

 

•   પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે   5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.

•   ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.

•   વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.

•   ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.

•   સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’

•   યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.

•   ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.

•   લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.

•  મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે
    કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.
    થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
    સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
    આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
    મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
    જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
    કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
    બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.

 

                                                ૐ નમઃ શિવાય

જાણો છો ? [જવાબ]

                               આજે ભાદરવા વદ એકમ

આજનો સુવિચાર:- દુનિયાનો કોઈપણ રસ્તો સુખ સુધી પહોંચતો નથી પરંતુ સુખ એવો રસ્તો છે, જે બધી જ મંઝિલો સુધી આપણને પહોંચાડે છે તેથી હંમેશા ખુશ રહો અને સફળતા મેળવો.

હેલ્થ ટીપ:- શરદી અને સળેખમથી દૂર રહેવા નાક પર સીધી હવા લાગે તેમ ન બેસવું. મુસાફરી દરમિયાન વિરુદ્ધ દિશામાં બેસવું.

                                           જાણો છો? [જવાબ]

 

1] કયા જંતુઓ સૌથી વધારે રોગ ફેલાવે છે?

માખી


2] વીસમી સદીમાં શોધાયેલો આપણા સૌર પરિવારનો એકમાત્ર કયો ગ્રહ છે?

1930માં ક્લાઈડ ટૉમ બાગ દ્વારા પ્લુટો ગ્રહ શોધાયેલો.

3] વાયુ કયા તાપમાને દ્રવ્ય થાય છે?

190 ડિગ્રી સેલ્સિયસ

4] દુનિયામાં એવા કયા બે જીવ છે જે માથું ઘુમાવ્યા વગર ફક્ત પોતાની આંખો ઘુમાવીને પોતાની પાછળ જોઈ શકે છે?

સસલું અને પોપટ

5] શું કીડીઓને ગાય હોય છે?

હા, અને એ ગાયમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે.

6] કૃત્રિમ મોતી બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?

ફ્રાંસના જેકુઈન નામના વૈજ્ઞાનિક 1680માં સૌથી પહેલાં કૃત્રિમ મોતી બનાવ્યાં હતા.

7] એડૉલ્ફ હિટલરનો જન્મ ક્યાં થયો હતો?

ઑસ્ટ્રિયામાં

8] યમુના મહારાણી બીજા કયા નામે ઓળખાય છે?

કાલિન્દી

9] આજના સમયની ચિત્રકાર-કવિયિત્રી-પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે?

રૂપા બાવરી

10] શ્રી મહાપ્રભુજીએ આખાભારતમાં કેટલી બેઠકો આપી છે?

84 બેઠકો આપી હતી

11] ઈંદિરા ગાંધી 1977માં રાયબરેલીમાં કોની સામે લોકસભાની ચૂંટણી હારી ગયાં હતાં?

રાજનારાયણની સામે હારી ગયાં હતાં

12] કયું તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે?

પાણી

13] ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે?

NH- 35 ભારતનો સૌથી ટૂંકો હાઈવે છે.

14] શરીરમાં વિટામિન-કેનું શું કાર્ય છે?

લોહીને જમાવવાની ક્રિયાનુ કાર્ય

15] બેરો મીટરનો પારો એકાએક નીચે ઊતરી જાય તો કઈ શક્યતા ઊભી થાય છે?

તોફાન [સાયક્લોન]

                                                    ૐ નમઃ શિવાય

જાણો છો?

                           આજે ભાદરવા સુદ તેરસ

આજનો સુવિચાર:- સંબધો છે પુસ્તક જેવા વાંચતાં ઘણા કલાક લાગે છે, પન લખવા બેસો તો વર્ષો નીકળી જાય છે.

હેલ્થ ટીપ:- સવારે અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં1 ચમચી સૂંઠ નાખી પીવાથી જૂની શરદી- સળેખમમાં રાહત રહેશે.

 

                        જાણો છો?

1] કયા જંતુઓ સૌથી વધારે રોગ ફેલાવે છે?

2] વીસમી સદીમાં શોધાયેલો આપણા સૌર પરિવારનો એકમાત્ર કયો ગ્રહ છે?

3] વાયુ કયા તાપમાને દ્રવ્ય થાય છે?

4] દુનિયામાં એવા કયા બે જીવ છે જે માથું ઘુમાવ્યા વગર ફક્ત પોતાની આંખો ઘુમાવીને પોતાની પાછળ જોઈ શકે છે?

5] શું કીડીઓને ગાય હોય છે?

6] કૃત્રિમ મોતી બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?

7] એડૉલ્ફ હિટલરનો જન્મ ક્યાં થયો હતો?

8] યમુના મહારાણી બીજા કયા નામે ઓળખાય છે?

9] આજના સમયની ચિત્રકાર-કવિયિત્રી-પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે?

10] શ્રી મહાપ્રભુજીએ આખાભારતમાં કેટલી બેઠકો આપી છે?

11] ઈંદિરા ગાંધી 1977માં રાયબએર્વ્વ્માં કોની સામે લોકસભાની ચૂંટણી હારી ગયાં હતાં?

12] કયું તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે?

13] ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે?

14] શરીરમાં વિટામિન-કેનું શું કાર્ય છે?

15] બેરો મીટરનો પારો એકાએક નીચે ઊતરી જાય તો કઈ શક્યતા ઊભી થાય છે?

સાચા જવાબ સોમવારે રજુ કરવામાં આવશે.

 

                                   ૐ નમઃ શિવાય

પ્રાણી જગતનું સત્ય

                         આજે જેઠ સુદ ત્રીજ [મહારાણા પ્રતાપ જયંતી]

આજનો સુવિચાર:-સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. ……..ગાંધીજી

હેલ્થ ટીપ:-લીંબુ ચૂસવાથીહેડકી આવતી બંધ થઈ જાય છે. 

 

                                  પ્રાણી જગતનું સત્ય
* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.

* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.

* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.

* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.

* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.

* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.

* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.

* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.

* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.

* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.

* ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.

* એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.

* કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.

                                    ૐ નમઃ શિવાય

થોડુંક વિશેષ જાણો

આજે વૈશાખ વદ નોમ

આજનો સુવિચાર:- પરિવર્તનથી ગભરાશો તો ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં.

 

હેલ્થ ટીપ:- ભોજન બાદ પેટમાં ગરબડ લાગે તો અજમો અથવા ફુદીનો ચાવી જવાથી રાહત રહેશે.

 

                              થોડુંક વધુ જાણીએ

 

• છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.

• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.

• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.

• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.

• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.

• આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.

• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.

• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.

• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.

• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.

• પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.

• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.

• ગુરુને 12 ઉપગ્રહ છે.

• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.

• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.

• ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.

• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.

• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.

• ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.

• પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.

• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.

 

                                       ૐ નમઃ શિવાય

રસોડાની વસ્તુઓના રૂઢિ પ્રયોગો

                   આજે વૈશાખ વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જિંદગીમાં ગુરુ તો જોઈએ જ પછી ભલે તે માટીના બનાવેલા દ્રોણાચાર્ય હોય.

 

હેલ્થ ટીપ:- જો આપ ફિટનેસમાં માનતા હો તો ખાવા પીવાની આદત બદલીને ફિટનેસ પ્લાન કરો.

 

      રસોડામાં વપરાતી વસ્તુઓના રૂઢિ પ્રયોગો

 

રસોડામાં વપરાતી વસ્તુઓને આપણે રૂઢિ પ્રયોગોમાં વાપરતા હોઈએ છીએ. જેમ કે

લોટ- હસવું ને લોટ ફાકવો [જે સાથે થઈ શકે જ નહી]

ઘી – ઘી ઢોળાયું તો પણ ખીચડીમાં જ. [ઘરનું ઘરમાં જ રહે]

તેલ – કામ કરાવી કરાવી તેલ કાઢી લીધું.

દૂધ – દૂધનું દૂધ, પાણીનું પાણી.

દહીં – લમણાઝીક કરીને માથાનું દહીં થઈ ગયુ.

મીઠું – તમારી વાતમાં કોઈ મીઠું નથી. [એમ તો ન જ લખાયને કે તમારામાં મીઠું જ નથી ! ]

મરચું – વાતમાં મીઠું મરચું ભભરાવો નહીં.

બદામ – આ વસ્તુની કિંમત બે કોડી બદામ જેટલી પણ નથી.

રાઈ – રાઈનો પહાડ ના બનાવો.

સાકર – જેટલી સાકર નાખો તેટલું ગળ્યું થાય.

મસાલો – વાર્તામાં મસાલો ભરીને લેખકે વાર્તાને રોમાંચક બનાવી દીધી.

 

                              ૐ નમઃ શિવાય

કહેવતોમાં કેરી

                  આજે વૈશાખ વદ ત્રીજ [સંકષ્ટ ચતુર્થી]

આજનો સુવિચાર:- સફળતા ધીરજવાન અને મહેનતુ લોકોની દાસી બની રહે છે.

 

હેલ્થ ટીપ:- જવના લોટમાં ઠંડું દૂધ અને લીંબુનો રસ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવો , 20 મિનિટ બાદ ધોઈ નાખો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો. બ્લીચીંગ થઈ જશે.

 

                               કહેવતોમાં કેરી

કહેવત શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કહે-વાત. જે કાંઈ વાત થઈ હોય, કાર્ય થયું હોય જેની કંઈ વાત કહેવાની હોય પછી તે વાત સારી હોય કે નરસી. ખોડખાંપણ બતાવતી હોય કે નોંધવા જેવી વાતને નોંધતી હોય તે ‘કહેવત’.

કહેવતમાં ડહાપણ અને અનુભવછે. પંડિતોએ તેને વ્યવહારુ જ્ઞાનનો ખજાનો કહ્યો છે. યુગયુગનું એમાં ડહાપણ છે. કાળ જાય છે પણ કહેવત તો રહે છે જ. કહેવતની જનની અનુભવ છે. અનુભવનું તે સંતાન છે. પ્રસંગ ઈતિહાસ સ્વભાવ પરથી કહેવતનું ઘડતર થયું છે. કહેવતોમાં કવિતાના પ્રાસ અને મીઠાશ પણ છે.

થોડી કેરી વિષે કહેવતો જોઈએ.

 

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી !

1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ.

2] આંબા ગાળો ને પૈસા ટાળો.

3] ઉતાવળે આંબા ન પાકે.

કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે

4] એક ગોટલી તો સો રોટલી

5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.

6] કેરીની ખોટ કોંકડીઓમાં ભાંગીશું.

7] નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે,
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.

8] રસ કેરીનો ને જમણ દૂધપાકનું

9] રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી.

10] રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.

11] કેરી ગાળો ને પૂંજી ટાળો.

                                             — સંકલિત

 

                                   ૐ નમઃ શિવાય