પગની સંભાળ

                                                                  

                                             આજે જેઠ વદ દસમ

 

આજનો સુવિચારઃ– આપણી સિદ્ધિ, સમદ્ધિ અને પ્રસિદ્ધિ વિષે બીજા શું ધારે છે તેની પરવા કર્યા વગર તેનો ભાર ખંખેરી અહમમાંથી મુક્તિ મેળવી લઈએ.

 

પગની સંભાળ

  

ચોમાસામાં વરસાદને કારણે ભરાતા ખાબોચિયામાં પગ પડતા જ ગંદા પાણીથી એલર્જી થવાનો ભય રહે છે તેથી ચોમાસામાં પગની વધુ કાળજી લેવી જરૂરી છે. જો પગની થોડી કાળજી લેવામાં આવે પગની સુંદરતા વધે છે. જોઈએ તો પગની કાળજી કેવી રીતે લેવી જોઈએ.

પ્રથમ તો જ્યારે બહારથી આવીયે તો પહેલા તો હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ.

પગને વ્યાયામની પણ જરૂરત છે તો તે માટે ચાલવુ જરૂરી છે જે પગ માટે ઉત્તમ વ્યાયામ છે.

 દિવસભરનો થાક ઉતારવા ગરમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. ‘એપ્સમ સોલ્ટ’ ભેળવેલા ગરમ ઠંડા પાણીમાં ક્ર્મશઃ પગ ડૂબાડવાથી થાક ઉતરી જશે. ‘એપ્સમ સોલ્ટ’ સારું પરિણામ આપે છે.

પગ પર ખંજવાળ આવતી હોય તો પગ પર લીંબુ અને સરકો લગાડો.

જૂતા એવા ખરીદો જે પગમાં પૂરેપૂરા ફીટ બેસે અને પગ પર દબાણ ન આવે તેનું ધ્યાન રહે.

પગની એડી પર નિયમિત મોઈશ્ચરાઈઝર લગાડો જેથી એડીની ત્વચા ફાટે નહી.

પગની એડીની ત્વચા ફાટવી એ બહુ જ સામાન્ય સમસ્યા છે.

ત્વચા રૂક્ષ થઈ જાય છે ત્યારે ત્વચામાં ચીરા પડે છે અને દુઃખાવો થાય છે અને કદીક તેમાંથી લોહી વહેવા માંડે છે અને સતત ખંજવાળ ચાલુ થઈ જાય છે. આના ઘણાં કારણો હોઈ શકે છે.

૧] રૂક્ષ ત્વચા
૨] સ્થૂળ કાયા
૩] નિષ્ક્રિય સ્વેદ ગ્રંથિઓ
૪] દિવસ દરમિયાન લાંબો સમય લાંબો સમય ઊભારહેવુ.
૫] પાછળથી ખુલ્લી ડિઝાઈનવાળા સેંડલ
૬] થાઈરોઈડની તકલિફ
૭] ડાયાબિટીઝ

ઉપચાર

૧] પગને હુંફાળા પાણીમાં બોળી રાખવા. પ્યુમિક સ્ટોનની મદદથી ‘ડેડ સ્કિન’ ઘસીને કાઢી નાખી તેની પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાડવું. વેસિલિન પણ લગાડી શકાય. ત્યારબાદ પગમાં મોજા પહેરવા.

૨] ગરમ કોપરેલ તેલમાં થોડું વેક્સ ભેળવી ઠંડુ પડે પગની એડી પર લગાડવું.

૩] ગાયનું ઘી પગની એડી પર ઘસી શકાય.

૪] ૩૦ ગ્રામ પેરાફિન વેક્સમાં ૧૦૦ ગ્રામ રાઈનું [મસ્ટાર્ડ] તેલ અને ચપટી હળદર ભેળવી ગરમ કરવું, ઠંડું પડે રાતે તેને પગની એડી પર લગાડવું. સવારે ધોઈ નાખવું. ૧૦ થી ૧૫ દિવસમાં ફાયદો દેખાશે. ૫] નિયમિત પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવવુ. એનાથી એડીની ત્વચા મુલાયમ રહેશે.

                                                                                                                                                          — સંકલિત

                                                                                ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                         આજે વૈશાખ સુદ દસમી

આજનો સુવિચાર:- જો તમે તમારો એક રૂપિયો તમારા મિત્રને આપી દઈ એનો રૂપિયો લઈ લો તો બન્ને પાસે એક રૂપિયો રહેશે. તમારો સુવિચાર તમારા મિત્રને આપી તેનો સુવિચાર લેશો તો બન્ને પાસે બબ્બે સુવિચાર રહેશે.

                                 

                                           અજમાવી જુઓ

• હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.

• તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.

• સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.

• સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.

• એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.

• ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.

• કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.

• વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.

• સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.

• પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.

• દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.

• ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.

                                                             — સૌજન્ય:- સહિયર

 

                                           ૐ નમઃ શિવાય

તુલસીના ગુણો

                                    આજે ભાદરવા વદ દસમ

આજનો સુવિચાર:- કર્મ અને જ્ઞાનમાં કોઈ સંઘર્ષ-કોઈ વિરોધ નથી. – શ્રી રમણ મહર્ષિ

તુલસી

તુલસી

                                                તુલસીના ગુણો

કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે.

•    તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.

•    ત્રણ ગ્રામ તુલસીના સુકા પાન અને એક ગ્રામ આદુનો રસ ચા સાથે પીવાથી શરદી ઉધરસમાં ગુણકારી નીવડે છે.

•    એક ગ્રામ સંચલ અને 10 ગ્રામ તુલસીની પેસ્ટ બનાવી પાણી સાથે લેવાથી અજીર્ણમાં ફાયદો કરે છે.

•    અજીર્ણની સાથે પેટમાં દુઃખાવો થાય તો તુલસી અને આદુનો રસ ભેળવી એકે એક ચમચો દિવસમાં ત્રણ વખત હુંફાળુ કરીને લેવાથી તરત ફાયદો થાય છે.

•    પાંચ ગ્રામ તુલસી અને પાંચ ગ્રામ મરી સાથે ચાટી તેની સાથે પુષ્કળ પાણી પીવાથી અજીર્ણમાં રાહત થશે.

•    અવાજ બેસી ગયો હોય તેમજ ગળું ઘસાતું હોય તો તુલસી, કાંદો તથા આદુનો રસ કાઢી મધ સાથે ચાટવાથી ફાયદો થશે.

•    તુલસીનું પાન આંચ પર તપાવી મીઠા સાથે ચાવવાથી બેસેલા અવાજ પર રાહત આપે છે.

•    આંખ પર સોજો આવ્યો હોય તો તુલસીના કાઢામાં થોડી વાટેલી ફટકડી ભેળવી હુંફાળું કરી રૂ ના પૂમડાથી આંખની પાંપણ શેકવી.

•    તુલસીના પાનની ચા બનાવી ગરમ ગરમ પીવાથી અરૂચિ દૂર થાય છે.

•    ઊલટીમાં તુલસીનો રસ પીવાથી અથવા તુલસીના રસમાં મધ ભેળવીને લેવાથી રાહત રહે છે.

                                                                                                                  — સંકલિત

                                                            ૐ નમઃ શિવાય

હેલ્થ ટીપ્સ

                                   આજે ફાગણ વદ બારસ
આજનો સુવિચાર:- અંતે રાખ, અંતરમાં ઘૂંટી રાખો.

                             અત્યાર સુધી મૂકાયેલી કેટલીક હેલ્થ ટીપ્સ.

હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

હેલ્થ ટીપ:- કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.

હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.

હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.

હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.

હેલ્થ ટીપ:- રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.

હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ

હેલ્થ ટીપ:- પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ

હેલ્થ ટીપ:- અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.

હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાડવું.

હેલ્થ ટીપ :- શિકાગોમાં આવેલી યુનિર્વસિટીના સંશોધનકારોએ સંશોધન કરતા જણાવે છે કે કાળી ચામાં રહેલા પોલીફેનોલ્સ નામનો કમ્પાઉંડ દાંતને ધોળા રાખે છે.

હેલ્થ ટીપ :- નવા સંશોધન પ્રમાણે કસરત કરતા પહેલા હલકો નાસ્તો સ્ફુર્તિદાયક બની રહેશે અને ઝડપથી થાક લાગશે નહીં.

હેલ્થ ટીપ :- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો, રોજ નારંગીનો રસ પીઓ.

હેલ્થ ટીપ :- લીંબુના શરબતમાં થોડું ગ્લુકોસ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે.

હેલ્થ ટીપ:- પાતળા થવાના અભરખામાં ચોક્કસ ભોજનનો ત્યાગ નુકશાનકારક સિદ્ધ થશે.

હેલ્થ ટીપ:- ઠંડીથી બચવા પાણીમાં ખાંડેલી વરિયાળી, એલચી, લવિંગ, મરી, આદુ કે સૂંઠ સરખે ભાગે નાખી ઉકાળો. અડધો રહે ગાળી પીઓ.

હેલ્થ ટીપ:- . એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે.

હેલ્થ ટીપ:- અતિસારમાં [ઝાડા થયા હોય] એક વાડકા દહીંમાં મેથીના દાણાનો પાઉડર મેળવી ખાઈ જાવ.

હેલ્થ ટીપ:- લોક આયુર્વેદ- મૂળો, મોગરી અને દહીં
બપોર પછી કદી નહિં.

હેલ્થ ટીપ:- માથા નીચે ગરમ કપડું રાખી ન સુવું.

હેલ્થ ટીપ:- એક ચમચી દ્રાક્ષાસવમાં થોડું પાણી ઉમેરી પીવાથી મગજની સ્ફૂર્તિ વધે છે. – લાભશંકર ઠાકર

હેલ્થ ટીપ:- ઠંડીને કારણે શરીરમા ધ્રૂજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયા તેલની માલિશ કરવી.

હેલ્થ ટીપ:- ઘરે બનાવેલો શ્રીખંડ ખાવાથી જૂની શરદી મટે છે.

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.

હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

હેલ્થ ટીપ:- કપાસીની કણી થઈ હોય તો તેની ઉપર થોડુ પાણી લગાડી તેની ઉપર ઈંટનો કટકો લઈ મધ્યમ વજનથી 15 થી 20 મિનિટ ઘસો. – લાભશંકર ઠાકર

હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.

હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.

હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.

                                       ૐ નમઃ શિવાય

પાવર વૉકિંગ

                                 આજે પોષ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સંતોષનું ફળ કડવું હોય છે પણ ફળ મીઠાં હોય છે.

હેલ્થ ટીપ :- શિકાગોમાં આવેલી યુનિર્વસિટીના સંશોધનકારોએ સંશોધન કરતા જણાવે છે કે કાળી ચામાં રહેલા પોલીફેનોલ્સ નામનો કમ્પાઉંડ દાંતને ધોળા રાખે છે.

                                                             ‘પાવર વૉકિંગ’

પાવર વૉકિંગ

પાવર વૉકિંગ

 

 

આજકાલ ‘પાવર વોકિંગ’ અને ‘પાવર યોગનું ચલણ ચાલે છે.

 

       જોગિંગ અને વૉકિંગની વ્યાયામ પદ્ધતિઓમાં હવે વધુ એક પાવર વૉકિંગનો ઉમેરો થયો છે.

        નિષ્ણાતો પાવર વૉકિંગને વધુ લાભદાયક ગણે છે અને જોગિંગ કરનારાઓને ‘પાવર વૉકિંગ’ સલાહ આપે છે. સામાન્ય રીતે પાવર વૉકિંગ એટલે કલાકના 7 થી 9 કિ.મી.ની ઝડપે તાલબદ્ધ ચાલવું.

       જોગિંગ કરતા ‘પાવર વૉકિંગ’માં ચરબી વધુ વપરાય છે અને પગનાં સાંધાઓ માટે વધુ સલામત છે. પાવર વૉકિંગ દરમિયાન એક પગ સતત જમીન પર રહેવો જોઈએ અને ચાલતી વખતે અંગુઠાથી એડી સુધીની ક્રમબદ્ધ કુદરતી પ્રક્રિયા જળવાવી જોઈએ.

         પગ 26 હાડકા, 56 લિગામેંટ અને 38 38 સ્નાયુઓનો બનેલો પુલ આકારનો અંગ છે. પાવર વૉકિંગ વખતે 10 ફૂટ દૂર સુધી નજર રહે તે રીતે માથુ ઉંચું રાખવું અને બન્ને હાથ કોણીએથી 90 અંશ વળેલા રહે તે રીતે પગલાના તાલમાં વારાફરતી હલાવવા.

         પાવર વૉકિંગ વખતે સંગીતની ધૂન વાગતી હોય તો વધુ સરળ બને છે. પાવર વૉકિંગ એક પ્રકારની યોગિક ક્રિયા હોવાનું નિષ્ણાતો જણાવે છે.

                                                                                                                               —- સંકલિત

 

                                                    ૐ નમઃ શિવાય

પથરી

                                  આજે પોષ સુદ પાંચમ

આજનો સુવિચાર:- સંતોને પણ પોતાનું પ્રારબ્ધ ભોગવવું પડે છે.

હેલ્થ ટીપ:- 2 ચમચામુલતાની માટી, ચપટી કપૂર અને ગુલાબજળ ભેળવી ફ્રિજમાં મૂકી રાખો થોડીવાર રહી તેને ચહેરા પર લગાડો.. સુકાતા મોઢું ધોઈ કાઢો ચહેરાની ચીકાશ જતી રહેશે.

નવા વર્ષની શરૂઆત આપણે સ્વાસ્થયથી કરીએ.
 

પથરી

      આપણા શરીરની પાચનક્રિયા દ્વારા રોજિંદા ખોરાકમાંથી કૅલ્શિયમ ચૂસાય છે પણ જ્યારે એનો અતિરેક થાય છે ત્યારે તેનો મૂત્ર દ્વારા નિકાલ થાય છે. જ્યારે શરીર દ્વારા વધુ પડતુ કૅલ્શિયમ ચૂસાય છે ત્યારે કૅલ્શિયમના ક્રિસ્ટલ એટલે પથરી બને છે. અને જ્યારે એ મૂત્રનળીમાં પ્રવેશે છે તે તે ખૂબ પીડાકારક બને છે.

પથરી થયાની નિશાનીઓ

પડખામાં કે પીઠમાં સખત દુઃખાવો થાય

મૂત્ર દ્વારા લોહીનું વહેવું તાવ આવે અને ઠંડી લાગે ઉલ્ટીઓ થાય

મૂત્રમાં દુર્ગંધ આવે અને મૂત્ર ગાઢુ વહે છે

પેશાબમાં બળતરા થાય છે

જ્યારે ઉપરોક્ત નિશાનીઓ જણાય ત્યારે ડૉકટરની સલાહ લેવી.

પથરીના ઘરગથ્થુ ઉપાય

* રાજમા ઉપયોગ છૂટથી કરવો

• રોજિંદા ખોરાકમાં સેલેરીની ભાજીનો ઉપયોગ કરો જે મૂત્રાશયમાં રહેલી પથરી ઓગાળવામાં મદદ કરશે.

• આયુર્વેદની દવાઓમાં તુલસી ઉત્તમ ગણાય છે. થોડી તુલસીના પાન ચાવી જાવ અથવા એક ચમચી તુલસીનો રસ મધ સાથે 6 મહિના સુધી લેવો.

• રોજના બે સફરજન જમ્યા બાદ ખાવા. સફરજન મૂત્રાશયની પથરી પર અસરકારક છે.

• જે ફળમાં વધુ પાણી હોય તે ફળ ખાવું જરૂરી છે જેવું કે કલિંગર.

• આધુનિક શોધખોળ વિટામિન બી6 મૂત્રપિંડની પથરી પર અસરકારક છે.

• મૂળા, કોબી, કૉલીફ્લાવર, ટામેટા, ભાજી, અથાણા, માંસાહાર વગેરે ખાવાનું ટાળો જેનાથી મૂત્રાશયની પથરી હેરાન ન કરે.

• જે ખોરાકમાં વધુ પડતું કૅલ્શિયમ અને ફોસ્ફેટ હોય તે ખોરાક ટાળો જેવા કે ઘઉં, ચણા, વટાણા, કોપરું, બદામ, કૉલીફ્લાવર, કૉબી, ગાજર અને દૂધની બનાવટ ખાવાનું ટાળો.

• મગ જેવા ઓછા પ્રોટીનવાળો ખોરાક લો.

• પુષ્કળ પાણી પીવાનું રાખો.

• આધુનિક રિસર્ચ પ્રમાણે યોગ જેવાં કે પવનમુક્તાસન, ધનુરાસન, ઉત્તાનપાદાસન, ભૂજંગાસન વગેરે પથરી પર ઉત્તમ છે.

• બે સૂકા અંજીર લઈને 1 કપ પાણીમાં ઉકાળો. આ ઉકાળો સવારના ભૂખ્યા પેટે દિવસમાં એકવાર પીઓ. આ ઉકાળો એક મહિના સુધી લો.

 

                               ૐ નમઃ શિવાય

હેલ્થ ટીપ્સના અંશ

આજે માગશર વદ સાતમ

 

આજનો સુવિચાર:- જયારે પૈસો બોલે છે ત્યારે સત્ય મૌન રહે છે.

 

 હેલ્થ ટીપ:- ઠંડીને કારણે શરીરમા ધ્રૂજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયા તેલની માલિશ કરવી.

 

 

            આજ સુધી મૂકાયેલી હેલ્થ ટીપનાં કેટલાંક અંશ.  

                  

 

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

 

 હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

 

 હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

 

 હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે. 

 

 હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

 

 હેલ્થ ટીપ:- કપાસીની કણી થઈ હોય તો તેની ઉપર થોડુ પાણી લગાડી તેની ઉપર ઈંટનો કટકો લઈ મધ્યમ વજનથી 15 થી 20 મિનિટ ઘસો.   લાભશંકર ઠાકર

 

 હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.

 

 હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.

 

 હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.  

 

હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

 

 હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

 

 હેલ્થ ટીપ:-  કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણીપીવાથી માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.  

 

હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

 

 હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

 

 હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.

 

 હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

 

 હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.

 

 હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે. 

 

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

 

 હેલ્થ ટીપ:-  નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.

 

 હેલ્થ ટીપ:-  રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.

 

 હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ.

 

હેલ્થ ટીપ:-  પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ

હેલ્થ ટીપ:-  અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.

 

 હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ નાખવું.

 

 

 

 

                                              ૐ નમઃ શિવાય

 

 

યોગિક માલિશ

                      આજે ભાદરવા વદ બીજ [ત્રીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- દુનિયા બદલવા માટે ભણતર ઉત્તમ હથિયાર છે પરંતુ દુનિયાને બદલતા પહેલા પોતાના ઉપર ઉપયોગ કરવો જોઈએ.

હેલ્થ ટીપ:- ત્રિફળાનાં પાણીથી આંખો ધોવાથી ફાયદો થાય છે.

                                 યોગિક મસાજ

યોગાસન કરવાથી શરીરની સારી રીતે માલિશ થાય છે. એને યોગિક મસાજ કહેવાય છે. યોગિક કસરતોથી શરીરને અને મનને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. જેવાકે…………

વસ્ત્રાધોતી:-

      ગળું એ આપણા શરીરનું એક અંગ છે. સંગીતના ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ આંગળીમાં મધ અને હળદરનું મિશ્રણ લઈ ગળાની અંદર હલકે હાથે મસાજ કરવો જોઈએ.

       પાચન યોગ્ય રીતે થાય તે માટે અન્નનળી [ફૂડપાઈપ] બરાબર રહે એ મહત્વનું છે.

વસ્ત્રા ધોતી ગળું અને ફૂડપાઈપને સાફ કરવાનો યોગ્ય અને સારો ઉપાય છે. [શરૂઆતમાં યોગ્ય નિરીક્ષણ હેઠળ કરવું વધ્હારે હિતાવહ છે.] કપડાંની પટ્ટીને મીઠાયુક્ત પાણીમાં ઝબોળવામાં આવ્યા બાદ ધીમે ધીમે ગળામાં સેરવવામાં આવે છે. થોડા વખત પછી કપડું ધીરેથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા વડે અન્નનળી તથા ગળાની સફાઈ થશે.

રબર નેતિ:-

       આપણું નાક એમાં પણ નસ્કોરા શ્વાસોચ્છવાસ લેવા અને શ્વાસનાતાપમાનનું નિયંત્રણ રાખે છે. સાયનસ રોકવા નાકની અંગૂઠા વડે બહારથી માલિશ કરો. નસ્કોરાની અંદરથી માલિશ અને સાફાઈ કરવા રબર નેતિનો પ્રયોગ કરવામાં આવે છે. રબરના બે છેડા નાકમાં નાકહ્વામાં આવે છે જેને જમણા હાથનાં અંગૂઠા પહેલી આંગળીની મદદથી મોઢામાંથી બહાર કાઢવામાં આવે છે. રબર ટ્યુબને અંદર બહાર કરવાથી નાકની અંદરથી માલિશ થાય છે.

વજ્રાસન:-

ગરમ-ઠંડી મસાજ થેરેપીના રૂપમાં ગઠિયા અને ખાસ કરીને ઘૂંટણના દુઃખાવા માટે વજ્રાસન આદર્શ છે. મસાજમાં વારાફરતી ગરમ અને ઠંડુ પાણી ઘૂંટણ પર નાખવામાં આવે છે. વજ્રાસન આ માલિશનો ઉત્તમ વિકલ્પ છે. આ મુદ્રાથી ઘૂંટણના લિગામેંટસ અને ઍંકલ જોઈંટ્સ સ્ટ્રેચ થાય છે અને લવચીકતા આવે છે.

પવનમુક્તાસન:-

 

    સામાન્ય રીતે પીઠની તેલ વડે માલિશ થાય છે. આ માટે જમીન પર ઊંધા સૂઈ જવું પડે છે. પવનમુક્તાસન આ માલિશનો સારો વિકલ્પ છે. આ મુદ્રાથી પીઠની સારી માલિશ થાય છે. ઉપરાંત કરોડરજ્જુને પણ વ્યાયામ મળે છે.

હલાસન:-

આ મુદ્રાથી પેટની સારી માલિશ થાય છે. પીઠની માંસપેશીઓ પણ સારી રીતે સ્ટ્રેચ થાય છે. નિયમિત કરવાથી થાયરોઈડ અને પેરા થાયરોઈડ ગ્લાંડ્સની કામ કરવાની ક્ષમતા વધે છે. ડાયાબિટીસ અટકાવવામાં મદદ કરે છે.

વક્રાસન [સ્પાએનલ ટ્વીસ્ટીંગ]:-


      આ મુદ્રા વડે પેટ, પીઠ, છાતી અને કરોડરજ્જુના સ્નાયુઓની સારી માલિશ થાય છે. વક્રાસનથી પેટ પર દબાણ આવે છે અને બ્લડ સપ્લાય યોગ્ય રીતે થાય છે. દરરોજ વક્રાસન કરવાથી મહિલાઓમાં માસિક નિયનિત આવે છે.

નૌકાસન:-


    આ મુદ્રા સર્પાકારની છે. તેનાથી પેટ પર દબાણ આવે છે અને શરીરની અંદરના ભાગની સારી માલિશ થાય છે. ગૅસ અને કબજિયાતમાં ફાયદો થાય છે.

મકરાસન:-

     આ આસનથી પેટના નીચેના ભાગોની હલકીશી માલિશ થાય છે. આંતરડાની સમસ્યા માટે મકરાસન શ્રેષ્ટ છે. મહિલાઓને માસિક ધર્મ વખતે થતા દુઃખાવામાં રાહત આપે છે.

કપાલભાતિ:-


    પ્રાણાયમની આ ક્રિયાથી પેટની સારી માલિશ થાય છે અને સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે. ફાંદ ઘટે છે . શરદી, સાઈનસ તેમ જ અસ્થમા જેવી વ્યાધિમાંથી છૂટકારો મળે છે. શ્વાસ લેવાની ક્ષમતા વધે છે.

    યોગિક મસાજથી સેલ્ફ કંટ્રોલ વધે છે. શરૂઆતમાં આ ક્રિયાઓ નિરિક્ષકની હેઠળ કરવી જરૂરી છે પણ ત્યારબાદ કોઈપણ વ્યક્તિની મદદ વગર ગમે તે સમયે આરામથી આ યોગિક ક્રિયા કરી શકે છે. આંતરિક અવયવોની માલિશ તેલ અથવા અન્ય પ્રકારની થેરેપી શક્ય નથી. હા ઈલેક્ટ્રિક મસાજથી થઈ શકે પણ યોગાસનથી કોઈપન સાઈડ ઈફેક્ટ વિના આરામથી માલિશ થઈ શકે છે.

-સંકલિત

 

                                           ૐ નમઃ શિવાય

ત્રિફળા

                     આજે અષાઢ સુદ દસમ

આજનો સુવિચાર:- જે કાર્યો આપણાં તન-મનને થકવી દેતા હોય છે, તેનો ત્યાગ કરો.

હેલ્થ ટીપ :- ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે.

                                    

                                         ત્રિફળા

       આજે રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેટલી સમાજ અને દેશમાં સમૃદ્ધિ વધતી જાય છે એટલી જ પીડા વધતી જાય છે. વેદકાળથી ચાલી આવતી આપણી આયુર્વેદ એક એવી ચિકિત્સા પદ્ધત્તિ છે જેમાં લગભગ દરેક રોગનો એલ્લજા મળી આવે છે. એ વાત સાચી છે કે બીજી પદ્ધત્તિઓના મુકાબલે એની અસર ધીમે ધીમે થતી હોય છે પરંતુ તે રોગને જડમૂળથી કાઢી નાખે છે.

       ત્રિફળા એક એવી જડીબુટ્ટી છે જે ત્રણ ફળોનો સમાવેશ થાય છે. હરડે, આમળા અને બહેડા આ ત્રણ ફળોનો ત્રિફળામાં સમાવેશ થાય છે.

હરડે- આ જડીબુટ્ટીને પૂજનીય ગણાય છે. આયુર્વેદના શોધક ચરકે આ જડીબુટ્ટીને શરીર માટે ખૂબ ફાયદાકારક બતાવી છે. જ્યારેઅ શરીર હલન ચલન ન કરતું હોય, સ્કિન પ્રોબ્લેમ, અલ્સર વગેરેમાં રાહત આપે છે. બુદ્ધિ અને સ્મૃતિ વધારવામાં હરડે ઉપયોગી છે.

આમળા;- આમળા વિષે આગળ પણ ખૂબ લખ્યું છે. પિત્તજન્ય રોગ, પેટદર્દ, કબજિયાત જેવા રોગ દૂર કરે છે. માસિકધર્મ નિયમિત બનાવે છે.હૃદયરોગ, પ્રજનનસંબંધી આમળા એક મજબૂત ઔષધી છે. આમળામાં સૌથી વધારે વિટામિન સીનું પ્રમાણ વધારે છે.

બહેડા:- આ જડીબુટ્ટીથી કફજન્ય રોગો દૂર થાય છે. હૃદયને પોષણ મળે છે. અવાજ અને આંખોની ખામી દૂર કરે છે. વાળને ચમકીલા અને સુંદર બનાવે છે.

     આયુર્વેદમાં આ ત્રણ જડીબુટ્ટી ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. જેના ઉપયોગથી લાંબુ અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે. ત્રિફળા નાની મોટી દરેક વ્યક્તિ લઈ શકે છે. આની કોઈ આડઅસર નથી. યોગ્ય વૈદ્ય પાસેથી યોગ્ય રીત જાણીને એનો ઉપયોગ જાણી લેવો જરૂરી છે. ત્રિફળા ચૂર્ણના રૂપે પણ પ્રાપ્ત છે અને ગોળીના સ્વરૂપે પ્રાપ્ત છે. ચરકના મતાનુસાર ત્રિફળાના ચૂર્ણને પાણી સાથે મિક્સ કરી તેની પેસ્ત બનાવી ચોખ્ખા ઘી કે મધ કે માખણ સાથે નિયમિત એક વર્ષ લેવાથી નિરોગી બની લાંબુ જીવી શકાય છે.

     ત્રિફળા કોઈ પણ સમયે લઈ શકાય છે. સવારે કે રાત્રે સૂવાના અડધો કલાક પહેલા લઈ શકાય છે. ત્રિફળા લઈ થોડો હળવો નાસ્તો કરવાથી આ જડીબુટ્ટીનો યોગ્ય ફાયદો થાય છે. એક કપ ગરમ પાણીમાં થોડો ત્રિફળાનું ચૂર્ણ અથવા ત્રિફળાની ગોળી મિક્સ કરી ત્રિફળા ટી પી શકાય છે.

પ્રેગ્નંસીના સમયે ડૉક્ટરની સલાહ લઈ કોઈપણ જડીબુટ્ટીનું સેવન કરવું હિતાવહ છે.

ત્રિફળાથી થતા ફાયદા:-

• કબજિયાત દૂર થાય છે.

• કૉલેસ્ટ્રૉલ ઘટે છે.

• લોહીનું ભ્રમણ સુધરે છે.

• હાઈ બ્લડ પ્રેશર ઘટે છે.

• હૃદયરોગમાં રાહત મળે છે.

• વાઈરલ ઇંફેક્શન દૂર થાય છે.

• ડેડસ્કિન દૂર કરી ચહેરો કાંતિવાન બનાવે છે.

ત્રિફળનો નિયમિત ઉપયોગ એટલે અનેક સમસ્યામાંથી મુક્તિ, સ્વસ્થ આરોગ્ય પ્રાપ્તિ.

 

                                    ૐ નમઃ શિવાય

ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

                                આજે જેઠ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સત્ય અને પ્રિય વાણી માનવીને મિત્રો અને શુભેચ્છકો મેળવી આપે છે.

હેલ્થ ટીપ:- હરડે ઔષધોની માતા કહેવાય છે તેનું સેવન શરીરની તકલીફ દૂર કરે છે.

          ઋતુ પ્રમાણે મળતા ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા

 

જુદી જુદી ઋતુ પ્રમાણે મળતા શાકભાજી અને ફળો જો આરોગવામાં આવે તો આરોગ્ય સાથે બાહ્ય સુંદરતા મળે છે. જો કે હવે તો દરેક સીઝનમાં દરેક ફળો મળી રહે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.

સંતરા [નારંગી]:- વિટામીન સીથી ભરપૂર સંતરા ખાટા મીઠા હોય છે. તેની છાલ, રેસાં, ગર બધાં જ શરીર માટે લાભદાયક છે. તેની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી ફેસપેક બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે.

સંતરાની છાલને રાત્રે તાંબાના લોટામાં પાણી સાથે પલાડવી અને સવારે તેનાથી વાળ ધોવાથી અને નાહવાથી ફાયદો થાય છે.

સફરજન:- સફરજનના માવાને કાઢી તેને મસળી ચહેરા પર લગાડવાથી ત્વચામાં કુમાશ આવે છે.

સફરજનનાં રસમાં અડધી ચમચી મધ, અડધી ચમચી ગુલાબજળ ભેળવી હલકા હાથે ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવશે અને મેલ દૂર થશે.

સફરજનનો રસ માથામાં લગાડવાથી ખોડો દૂર થશે.

કેળું:– કેળાનાં ગરને નિયમિત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના કાળા ધાબા દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર થશે.
પાકા કેળામાં થોડાં ટીપા ગુલાબજળ અને અડધી ચમચી મધ નાખીને ચહેરા પર લગાડવાથી રુક્ષતા ઓછી થશે.

ખીલ પર નિયમિત કેળું લગાડવાથી ખીલ બેસી જશે.

નારિયેળ:- ચહેરા અને આરોગ્ય માટે નારિયેળ પાણી ઉત્તમ છે.

પ્રથમ નારિયેળ પાણીથી ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર તાજગી વરતાશે.

નારિયેળનાં ખમણમાં લીંબુનો રસ, અડધી વાડકી તાજું દહીં ઉમેરી માથામાં લગાડવાથી વાળ કાળા અને ચમકદાર બનશે.

લીંબુ :- લીંબુનું શરબત પીવાથી તાજગી મળે છે. લીંબુની છાલ કોણી અને હાથ પગની કાળાશ દૂર કરે છે. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને માટે ઉપયોગી છે. માંદગીમાં લીંબુનો રસ તાજગી આપે છે.

કાકડી:- કાકડીનું કચુંબર ઉત્તમ છે.કાકડીનો જ્યુસ ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફ દૂર થાય છે. કાકડીનાં પીતા આંખ ઉપર મૂકવાથી આંખની ગરમી દૂર થશે અને કાળા ડાઘા દૂર થશે.

પપૈયુ:- પપૈયાનો ગર ચહેરા પર લગાડી તેને રગડવાથી ત્વચાના મૃત કોષો દૂર કરવામાં મદદ કરે છે. કેળા અને પપૈયા કબજિયાત દૂર કરે છે.

ટામેટા:- ટામેટામાં લાયકોષીન નામનો એંટીઓક્સીડંટ હોય છે. ટામેટાં નિયમિત ઉપયોગ કરનારને પ્રોસ્ટ્રેટ ગ્રંથિનું કૅંસર થતું નથી.

કોબીનાં કાચાં પાન ખાવાથી ઍસિડિટીમાં રાહત મળે છે.

દૂધ સાથે કેળાં ખાવાથી કૅલ્શિયમની ઊણપ દૂર થાય છે.

કાળી દ્રાક્ષ, કાળી ખજૂર, જાંબુડી રંગની તાંદળજાની ભાજી, પાલકની ભાજીના ઉપયોગથી હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.

આપણા રોજિંદા ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર, ફળ અને પાણી આપણું આરોગ્ય અને બિમારીથી બચવા ઉપયોગી છે.

 

                                              ૐ નમઃ શિવાય