માતાજીનું સ્તવન

imagesCAA2BGPL
એક જ્યોત જલે છે અંતરમાં તારી શ્રદ્ધાની મા અંબે
તુ રક્ષક છે માડી મારી વાત્સલ્યમયી મા જગદંબે
                                     –એક જ્યોત જલે…..
હું બાળક  છું તુ માતા છે હું યાચક છું તુ દાતા છે
મુજ યોગક્ષેત્ર કરનારી સદા [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                          –એક જ્યોત જલે……..
તુ જગજનની તુ મહાલક્ષ્મી તુ કુંડલિની તુ સુખકંદા
તુ દુઃખહરણી તુ સુખકરણી [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                              –એક જ્યોત જલે…….
તુ નિર્ભય ને નિશ્રિત સદા તુજ ચરણોમાં છું મા અંબે
તુ જે કરશે તે મુજ હીતનું [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                                    –એક જ્યોત જલે….
તે માટે તુ શક્તિ દેજે હૃદયે માની ભક્તિ દેજે
અંતે મુક્તિ પણ તુ દેજે [૨] વાત્સલ્યમયી મા જગદંબે
                                         –એક જ્યોત જલે……..
તારે દ્વારે આવી ઊભો આ બાળક તુજને પોકારે
મા દર્શન દે [૫] વાત્સલ્યમયી મા જગદંબે
                             — એક જ્યોત જલે…..
લેખિકાઃ- કલ્પના પરીખ
ૐ નમઃ શિવાય

આદ્યશક્તિ બહુચરા

આજે આસો સુદ બીજ [નવરાત્રી]

 

ગાયિકાઃ- અનુરાધા પોડવાલ અને સાથીઓ

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય
આદ્યશક્તિ તુજને નમુ………

વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય
ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય
આદ્યશક્તિ તુજને નમુ………

સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ
સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ખડે સો નાર
આદ્યશક્તિ તુજને નમુ………

શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર
રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર
આદ્યશક્તિ તુજને નમુ………

જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા પેટમાંય
ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ
આદ્યશક્તિ તુજને નમુ………

હૈયુ નથી જોને હાલતુ યે બહુચરા કઠણ આવ્યો કાળ
ધરમ ગયો ધરણી ધસી રે બહુચરા પુણ્ય ગયું પાતાળ
કર જોડીને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ
ચરણ પખાળ તુજને નમુ રે બહુચર પુરી આસ
આદ્યશક્તિ તુજને નમુ………

 

ૐ નમઃ શિવાય

સોનાનો ગરબો શીરે અંબેમા

                           આજે આસો સુદ એકમ

નવરાત્રિની શુભ શરૂઆત [શૈલપુત્રીનું પૂજન]

આજનો સુવિચાર:- મનનો બધો મેલ ધોવાઈ જાય ત્યારે ઈશ્વરનાં દર્શન થાય છે.

સોનાનો ગરબો શીરે
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
અંબે મા ચાલો ધીરે ધીરે

લટકે મટકે રાસ રમે છે [2]
દક્ષિણીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ચાલો ધીરે ચાલો ધીરે [2]
ચાલો ધીરે ધીરે
— સોનાનો ગરબો

સખીઓ સંગે કેવા દીસે છે [2]
ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
— સોનાનો ગરબો

ચૂંદડી ચટકે ને મુખડું મલકે [2]
હાર ગળા હેમ હીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
— સોનાનો ગરબો

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે [2]
વાગે મંજીરા ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
— સોનાનો ગરબો

ૐ નમઃ શિવાય

શરદ પૂર્ણિમા

                     આજે આસો સુદ પૂનમ [શરદપૂનમ]

 

આજનો સુવિચાર:- પગ અટકે તે પહેલા તીર્થયાત્રા કરી લો આંખોની દ્રષ્ટિ ઓછી થાય એ પહેલા પોતાના સ્વરૂપને નિહાળી લો.                                      – તરુણસાગરજી

હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

 

                                            શરદ પૂર્ણિમા

       શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આ દિવસે ચન્દ્ર પૃથ્વીની નજીક આવે છે. શરદપૂર્ણિમાને દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. એની સોળ કળાઓ છે અમૃતા, મનાદા,પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ,ધૃતિ, રાશિની, ચન્દ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા.

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસે રમવાને વ્હેલો આવજે

ગરબે ઘુમતી ગોપીઓ, સૂની છે ગોકુળની શેરીઓ
સૂની સૂની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
— તારા વિના શ્યામ મને

શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે
— તારા વિના શ્યામ મને

અંગે અંગ રંગ છે આનંદનો, રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુણી હૃદયનો નાદ સુણી
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
—- તારા વિના શ્યામ મને

****************************************************


આજ બોલે છે મારા હૈયાની કુંજમાં
મધુરી શી મોહનની વાંસલડી રે
સરોવર હલકી હેલે ચઢ્યાં
ઘેલી સુણી એક વાતલડી રે

એનો ઘેરો ટહુકાર ઉડે વ્યોમમાં
એનો પડઘો પડે દેવભોમમાં
યુગ યુગની વસંત ઉર ઉરમાં સોહંત
વહે ગીતડાં અનંત રોમ રોમમાં

વાંસલડી હો……………
ઉડી હૈયાની કુંજમાં અમૃતનાં ડંખ એના ડંખે જીરે
સ્નેહ કુંજે કોઈ સ્નેહની સોહાગણ
પ્રીતમના પ્રેમ મંત્ર ઝંખે જી રે

–શ્રી કનુ રાવળ

 

                                                  ૐ નમઃ શિવાય

ગરબો

                       આજે આસો સુદ બીજ

આજનો સુવિચાર:- ‘હું કોણ છું’ એ પહેલી ઉકેલી નાખો પછી જિંદગી સુધરી જશે.

હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.

ગરબા

ગરબા

માનો ગરબો
આસમાના રંગની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે તારલારે, રૂડા તારલા રે,
માની ચૂંદડી લહેરાઈ

નવરંગે ચૂંદડી રે, ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ

ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે
માની ચૂંદડી લહેરાઈ

શોભે મઝાની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ

ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે
માની ચૂંદડી લહેરાઈ

પહેરી ફરે ફેરફૂદડી રે, ફેરફૂદડી રે
માની ચૂંદડી લહેરાઈ

લહેરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ

****************************************************************

લોકનૃત્ય

લોકનૃત્ય

તું તો કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચન્દ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્યને કારણે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

                                            ૐ નમઃ શિવાય

નવરાત્રિ

                  આજે આસો સુદ એકમ [શારદીય નવરાત્રિનો શુભારંભ]

આજનો સુવિચાર:- હકારાત્મક વિચાર વ્યક્તિત્વને સુંદર બનાવે છે.

હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.

   આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિનો મહિમા વધારે ગણવામાં છે. શક્તિની ઉપાસના એટલે નવરાત્રિનું પર્વ

     પૌરાણિક કથા મુજબ મહિષાસુરે બ્રહ્માજી પાસે એ વરદાન માંગ્યું કે કોઈ પુરૂષના હાથે મારું મૃત્યુ ન થાય. આ વરદાનને કારણે મહિષાસુરે ત્રાહીમામ પોકારી દીધો હતો. દેવો આ રાક્ષસના ત્રાસથી કંટાળી ગયા હતા. છેવટે દેવો સર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા અને મહિષાસુરના ત્રાસમાંથી છૂટકારો માંગ્યો. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના ત્રિમૂર્તિ શરીરમાંથી એક સ્ત્રીશક્તિનું નિર્માણ કર્યું. પુરુષના હાથે ન મરવાના વરદાનથી સ્ત્રીશક્તિનું નિર્માણ થયું. પ્રગટ થયેલી આ દિવ્ય સ્ત્રીશક્તિને સર્વ દેવોએ પોતપોતાના આયુધ આપ્યાં.

     આસો સુદ એકમથી ચાલુ થયેલું આ યુદ્ધ નવ દિવસ-રાત્રી ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. આમ આ નવ દિવસ એટલે નવરાત્રિ મહિષાસુર પર શક્તિના વિજયની ગાથા.

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                      – નદી કિનારે

પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી કાળકામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                     – નદી કિનારે

બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                      – નદી કિનારે

ત્રીજુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી અંબામાને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                    – નદી કિનારે

ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                        – નદી કિનારે

પાંચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ખોડિયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                           – નદી કિનારે

છઠ્ઠુ તે નાળિયેર નવરંગી રે ભાઈ નવરંગી રે,
હો મારી ચામુંડા માને કાજ રે ભાઈ નાળિયેરી રે
                                       – નદી કિનારે

 

                                                  ૐ નમઃ શિવાય

મા ભવાની

              આજે ચૈત્ર સુદ પાંચમ [દુર્ગા પૂજન]

 
આજનો સુવિચાર:- તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. – ડૉ. રાધાકૃષ્ણન

હેલ્થ ટીપ્સ:- આદુ અને લીલી હળદરનું કચુંબર ઍપેટાઈઝરનું કામ કરે છે.

 

સાખી
રિદ્ધી દે સિદ્ધી દે અષ્ટનવનિધી દે વંશમેં વૃદ્ધિ દે મા ભવાની
હૃદયમેં જ્ઞાન દે ચિત્તમેં ધ્યાન દે અભય વરદાન મા શંભુરાની

દુઃખ કો દૂર કર , સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર મા ભવાની
સજનસે હિત દે કુટુંબમેં પ્રીત દે જંગમેં જીત દે મા ભવાની

 

ગરબો  

ઓ મા તારા ચરણ કમળમાં આ કાયા કુરબાન છે
મારું જીવન, નૌકા કેરું તુજ હાથે સુકાન છે

લોક કહે આગળ ના વધશો દરિયામાં તોફાન છે
પણ મુજને તું સાચવનારી જગમાં મા તું મહાન છે

આંધી આવે તુફાન આવે પણ મુજને ક્યાં ભાન છે
મારા મનમાં એક જ માડી તારા ભજનનું ધ્યાન છે

મંઝિલ તારી દૂર કેટલી, તે મુજને ક્યાં ભાન છે
ગોવિંદ સાગર પાર કરી લે દિલમાં એ અરમાન છે.

—***—

ઓ માતા અંબે મા ઓ માતા જગદંબે
આજ તારા આંગણિયામાં મેળો લાગ્યો
આજ તારા મંદિરીયામાં મેળો લાગ્યો

દુઃખીયા ને સુખિયા ભાવિજન આવે દર્શન કરવા આજ રે
દુઃખિયારાનું દુઃખ મિટાવે આરાસુરવાળી મા

નર નારી સબ મિલકે ગાવે માતા તારા ગીત રે
રૂમ ઝૂમ બાજે ઘુંઘરાને ઝાલરનો ઝણકાર

તેરે દર પે જો કોઈ આવે ખાલી હાથ ન જાવે રે
મન વાંછિત સબ શીવ પૂરે ગબ્બરવાળી મા

ગરબે રમવા આવો માતા જોઉં તમારી વાટ રે
ઢોલ નગારા વાગી રહ્યા ને નાચે નર ને નાર

 

ૐ નમઃ શિવાય

શરદપૂનમની રાતે

                           આસો સુદ ચૌદસ [ શરદ પૂનમ]

આજનો સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. ———– પાંડુરંગ શાસ્ત્રી

હેલ્થ ટીપ્સ:- બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધભેળવી પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાયા બાદ ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક લગાડી શકો છો.

આજે સ્વાધ્યાય પ્રવૃતિના પ્રણેતા પૂ. પાંડુરંગ શાસ્ત્રીનો નિર્વાણ દિવસ છે.

               આજે શરદપૂનમ અથવા માણેકઠારી અથવા કોજાગરી પૂનમ છે.

        શરદઋતુની રાત્રિઓ ‘શરદોત્ફુલ્લ રાત્રિઓ’ કહેવાય છે. શ્રીમદ ભાગવત આધારે કહેવાય છે કે શરદ પૂર્ણિમાના શાંત પવિત્ર વાતાવરણમાં શ્રીકૃષ્ણે બંસીનાદ કરી આખા વૃંદાવનને ઘેલું કર્યું હતું.

અંજવાળી રાતલડી ને તારાનો ઝબકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

મીઠી મીઠી વાટલડી ને હાલે હારોહાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

એને કમખે ફુમતા ફરકે છે
એમાં આભલા ચમ ચમ ચમકે છે
ઘમ્મર ઘેરદાર ઘાઘરોને ઘુઘરીનો ઘમકાર
એનું લ્હેરણિયું લહેરાતું આંખે શરમનો ભાર
ઝીણી પછેડી ભાતીગળ માંહે ચીતર્યા મોરલા ચાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
— અંજવાળી રાતલડીને

રૂપનો કટકો ને જોબનનો ચટકો
આંખ્યુનો મટકો, વ્હારે તારો લટકો
નેણલે ચમકે વીજલડી ને પાંપણનો પલકાર
એનું મુખલડું મલકંતું હૈયે થનક થનકાર
સાદ સાકરનો કટકો જાણે કોયલનો ટહુકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર
— અંજવાળી રાતલડીને

અમે નાજુક નમણી મતવાલી અમે કોમળ ફુલડાની ડાળી
મસ્તીમાં ઝૂમનારી છોરી વહેતી રસની ધાર
અમે મદઘેલી મસ્તાની છોને બળે સંસાર
ભોળી અણસમજુ રે કળીઓ થઈએ ખબરદાર
સરખે સરખી સાહેલડીને ઝાંઝરનો ઝણકાર
—- અંજવાળી રાતલડીને

***************************************

કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

મારા મનડાના મીત,
મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત
— કહો પૂનમનાં ચાંદને

આજે અમારાજીવનનો આ કેટલો સુંદર દિવસ છે.
આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં રાખીને હાથ
  — કહો પૂનમનાં ચાંદને

પૂનમની રાત થંભી જાશે તો ઝૂલશું ફૂલડાંની સેજ કરીને
નદીઓનાં નીરમાં નાવલડી તારશું ગીતોનાં ગુંજન કરીને
— કહો પૂનમનાં ચાંદને

ક્યારે ફરી આવશે અવસર અનેરો પ્રીતમની સંગે રહેવાનો
ક્યારે ફરી મળશું રઢિયાળી રાતમાં, મનડામાં પ્રીત ભરીને
 — કહો પૂનમ નાં ચાંદને

                                               ૐ નમઃ શિવાય

ગરબા

આસો સુદ પાંચમ [સ્કંદમાતાનું પૂજન]

આજનો સુવિચાર:- રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે. —- કવિ નિકોલસ

હેલ્થ ટીપ્સ:- મોસંબી ખાવાથી મેદ ઘટે છે.

                      ગરબા

શંખલપુર સોહામણું જીરે,
ચુવાળ બાંધ્યો ચોક માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

આવું તમારે દ્વાર માડી બહુચરા
દર્શન આપો ને માત બહુચરા જીરે

માતા વાંચી છે તારી વાર્તા જીરે
વાંચ્યો છે પુણ્ય પ્રતાપ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

તેજ તણા તારા તારલા જીરે
ઝીલું હું માઝમ રાત માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

વાણી આપો ને પરમેશ્વરી જીરે
ગુણ તમારા ગાવું માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

સોલંકી નારના અંગમાં જીરે
પૂર્યો તે પ્રાણ પ્રકાશ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

************************************

હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સકળની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ ગયો નીતરી ઉમંગ
રમે જોગણીઓ સંગ માએ પાથર્યો
પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માને સોળ કળાનો પાઘ
અંબાના અણસારા વિના હાલે નહી પાન
હે માના રૂપની નહીં જોડ, માને ગરબા કેરી હોડ
માને રમવાના બહુ કોડ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

               જય માતાજી જય ભવાની

નવરાત્રિ ગરબા

આસો સુદ ત્રીજ [ચંદ્રઘંટામાનું પૂજન]

આજનો સુવિચાર:- માનસનું મન જે વિચારે છે અને માને છે તે મેળવે પણ છે.

હેલ્થ ટીપ્સ:- માથા પર પસીનો થાય ત્યારે તેને ભીના ટુવાલથી દૂર કરો.

નવરાત્રી ચાલતી હોય અને આપણે ગરબા ગાયા વગરનાં કોરા કેમ રહીએ?

[rockyou id=87298124&w=324&h=243] 

આસમાની રંગની ચુંદડી રે
 માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે તારલા રે
માની ચુંદડી લહેરાણી

હો….. નવરંગી રંગી ચુંદડી મા
નવરંગી રંગી ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે હીરલા રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની

હો……શોભે છે માની ચુંદડી રે
શોભે છે માની ચંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે મુખડું રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની

હો……લહેરે પવન ઊડે ચુંદડી રે
લહેરે પવન ઊડે ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે આભલા રે
માની ચુંદડી લહેરાણી.
— આસમાની રંગની

શત શત શગની દિવડી રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી હો રંગ માંડવડી
— શત શત શગની

સોના જડેલ માનો હીર રે રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી
— શત શત શગની

ચાંદનીનાં ચંદરવા ઝૂલતાં રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે…..જાણે મધરાતે ઉષા ઊગેલ
રંગ રંગ માડવડી હો રંગ માંડવડી
  — શત શત શગની

                                      જય ભવાની જય અંબે