મુંબઈની કીડી

                            આજે જેઠ વદ ચોથ

આજનો સુવિચાર:- સદા આપે હુંફ અને શાતા એનું નામ જનમદાતા

હેલ્થ ટીપ્સ:- નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી ઉધરસ બેસી જશે.

                              મુંબઈની કીડી

[rockyou id=75805829&w=324&h=243]

      એક મુંબઈની કીડી હતી. આ કીડી એક કવિના બુશકોટના ગજવામાં બેઠી હતી. કવિ મોટરમાં બેઠા હતા. મોટર જંગલમાંથી પસાર થતી હતી. કવિ કીડી પર કવિતા લખતા હતા અને મોટેથી ગણગણતા હતા. મુંબઈની કીડી ગજવામાંથી બહાર આવીને સાંભળતી હતી અને કવિના મોં સામે જોયા કરતી હતી:

 એક હતી કીડી
એની પાસે સીડી
સીડી કીડી ચડતી જાય
ચડતી જાય ને ગાતી જાય
ઊંચે વિમાન ઊડે છે
કીડી વિમાન જુએ છે.
વિમાન ઘર ઘર ઊડતું જાય
કીડી ખડખડ હસતી જાય

     વચ્ચે મોટર અટકી. કવિ નીચે ઊતર્યા. પવનનો એક સપાટો આવ્યો. બુશકોટના ગજવાની બહાર બેઠેલી કીડી તો પવનમાં ઊડી ને ખાખરાના એક ઝાડ પાસે પડી. મોટર અને કવિ તો ઊપડી ગયાં. મુંબઈની કીડી તો જંગલમાં રહી ગઈ. ઝાડ પાસે દરમાં જંગલની કીડીઓ રહેતી હતી.મુંબઈની કીડીને જંગલની કીડીએ આવકાર આપ્યો.

    મુંબઈની કીડી તો જંગલની કીડીઓ સાથે રહે છે. બધાંની સાથે કામ કરે. નવરી પડે ત્યારે મુંબઈની કીડી કંઈ ને કંઈ વાતો કરે. બધી કીડીઓ ચૂપ થઈને સાંભળે.

     એક વખત મોટો ઘર ઘર અવાજ કરતું એક વિમાન નીકળ્યું. મુંબઈની કીડી રો આંખો પટપટાવી મજાથી વિમાનને જોતી હતી. એ વખતે એક વાઘ ઝોકા ખાતો હતો. વિમાનના અવાજથી એ જાગી ગયો અને થર થર ધ્રૂજવા લાગ્યો. મુંબઈની કીડી વાઘને જોઈ રહી. વાઘ તો પૂંછડી દબાવીને નાઠ્યો જાય.

મુંબઈની કીડી ખડખડ હસી પડી.

પછી બધ્ધી કીડી ખડખડ હસી પડી.

એક મંકોડાએ પૂછ્યુ: કેમ હસો છો અલી?

પણ જવાબ કોણ આપે? કીડીઓ બધ્ધી હસે છે.

પછી મંકોડો હસી પડ્યો. એટલે બધ્ધા મંકોડા હસી પડ્યા.

એક ખિસકોલીએ પૂછ્યું: કેમ હસો છો એલા?

પણ કોણ જવાબ આપે ? મંકોડા બધ્ધા હસે છે.

પછી ખિસકોલી હસી પડી. એટલે બધ્ધી ખિસકોલી હસી પડી.

એક વાંદરાએ પૂછ્યું: કેમ હસો છો અલી?

પણ જવાબ કોણ આપે? ખિસકોલી તો બધ્ધી હસી પડી.

પછી વાંદરો હસી પડ્યો એટલે બધ્ધા વાંદરા હસી પડ્યા.

એક રીંછે પૂછ્યું: કેમ હસો છો એલા?

પણ જવાબ કોણ આપે? વાંદરા તો બધ્ધા હસી પડ્યાં.

એક વાઘે પૂછ્યું: કેમ હસો છો એલા?

પણ જવાબ કોણ આપે? રીંછ તો બધ્ધા હસી પડ્યાં

પછી વાઘ હસી પડ્યો. એટલે બધ્ધા વાઘ હસી પડ્યા.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસો છો એલા રીંછ ?

આ રીંછ હસે છે એટલે. એક વાઘે જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસો એલા રીંછ?

આ વાંદરાઓ હસે છે એટલે. એક રીંછે જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે વાંદરાને પૂછ્યું:કેમ હસો છો એલા વાંદરા?

આ ખિસકોલી હસે છે ને એટલે, એક વાંદરાએ જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસો છો એલી ખિસકોલીઓ?

આ મંકોડા હસે છે ને એટલે. એક ખિસકોલીએ જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસો છો એલા મંકોડાઓ?

આ કીડીઓ હસે છે એટલે. એક મંકોડાએ જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસો છો એલી કીડીઓ?

હું હસું છું એટલે. મુંબઈની કીડીએ જવાબ આપ્યો.

પેલા બી ગયેલા વાઘે પૂછ્યું: કેમ હસે છે અલી તું?

કહું છું વાઘભાઈ મને છીંક આવે છે.

છીંક ખાઈ લઉં, પછી કહું.

મુંબઈની કીડીને છીંક આવી. હાક છીં.

   ત્યાંતો મોટર આવીને અટકી. મોટરમાંથી કવિ બહાર ઊતર્યા. મુંબઈની કીદી તો સડસડા દોડી. કવિના પગ પરથી, પેંટ પરથી, બુશકોટ પરથી સડસડાટ ચઢીને ગજવામાં જતી રહી. બધ્ધાં જ જોતાં જ રહી ગયાં. મોટર ઊપડી.

વાઘ બધ્ધા વાઘોને પૂછે છે.

બધ્ધા રીંછોને પૂછે છે.

બધા વાંદરાને પૂછે છે.

બધી ખિસકોલીને પૂછે છે.

બધા મંકોડાને પૂછે છે.

બધી કીડીઓને પૂછે છે.

એલાં બધાં કેમ હસતાં હતાં?

કોણ જવાબ આપે છે.

જવાબ જાણતી હતી મુંબઈની એક કીડી.

તે તો જતી રહી.

ક્યારે કોઈ મોટર અવાજ કરતી પસાર થાય ત્યારે બધી કીડી

બધા મંકોડા

બધી ખિસકોલી

બધા વાંદરા

બધાં રીંછ

સ્થિર થઈને મોટરને તાકી રહે છે.

કદાચ મોટર ઊભી રહે.

મુંબઈની કીડી આવે.

એને પૂછીએ :

એલી મુંબઈની કીડી, તું કેમ હસતી હતી?

સૌજન્ય : રીડીફ ગુજરાતી

                                       ૐ નમઃ શિવાય

ઘુંઘટકા પટ ખોલ

    આજે જેઠ વદ ત્રીજ [અંગારકી ચતુર્થી]

આજનો સુવિચાર:- આપણે આપણા યુવાનો માટે ભવિષ્યની રચના ન કરી શકીએ, પણ ભવિષ્ય માટે યુવાનોની રચના કરી શકીએ છીએ. — ફ્રાનકલિન ડી. રુઝવેલ્ટ

હેલ્થ ટીપ્સ:- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.

મહાત્માઓનાં ચરિત્રોમાં અપૂર્વ બોધ સમાયેલો છે. એમના જીવન પ્રવાહમાં અનુપમ અમૃત રહેલું છે જેનું પાન કરતાં સામાન્ય મનુષ્ય પણ

અમરપણાને પામે છે. શ્રી કબીર સાહેબ જેવા મહાન સંત પુરુષે તેમની અમૃતમય વાણી દ્વારા આ દેહની અસરતા બતાવી છે. જો સમર્થ ગુરુ દ્વારા મહાન સંતની વાણીનું રાત દિવસ મનન, ચિંતન કરાવવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય.

[rockyou id=75676971&w=324&h=243]

ઘુંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે

ઘટ ઘટમેં વહ સાંઈ બસત હૈ, કટુક વચન મત બોલ રે
તોહે પિયા મિલેંગે

ધન જોબનકા ગરબ ન કીજૈ, ઝૂઠા પચરંગ ચોલ રે
તોહે પિયા મિલેંગે

સુન્ન મહલમેં દિયના બારિલે, આસન સોં મન ડોલ રે
તોહે પિયા મિલેંગે

જાગ જુગતસોં રંગ મહલમેં પિય પાયો અનમોલ રે
તોહે પિયા મિલેંગે

કહૈ ‘કબીર’ આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે
તોહે પિયા મિલેંગે

                   ૐ નમઃ શિવાય