મારી મા

આજે શ્રાવણ વદ બારસ

[આ લેખ યુ.એસ.એ.થી શ્રી યોગેશભાઈ શાહે મોકલાવ્યા બદલ મેઘધનુષ ખુબ આભારી છે.]

મારી મા [મધર’ડે નિમિત્તે]

મમ્મી,

તને જ્યારે એમ લાગતું કે મારું ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન હતું કે મારું દોરેલું ચિત્ર તેં ફ્રીઝ ઉપર મૂક્યું હતું
અને એટલે જ મારે બીજું ચિત્ર દોરવું હતું.

તને જ્યારે એમ લાગતું કે મારું ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન કે તું હંમેશા સવારે પ્રાર્થના કરતી
અને મને શીખવા મળ્યું કે હું ભગવાન સાથે વાત કરી શકું છું
અને ભગવાન ઉપર ભરોસો રાખી શકું છું

તને જ્યારે એમ લાગતું કે મારું ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન હતું કે તું ભૂખ્યા કૂતરાને રોટલો નાખતી
અને મને શીખવા મળ્યું કે જાનવરો ઉપર દયા રાખવી

તને જ્યારે એમ લાગતું કે મારું ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન હતું કે તું માંદા સગાઓ/મિત્રોને માટે ટીફીન ભરતી
અને મને શીખવા મળ્યું કે આપણે સહુએ એકબીજાની મદદ કરવી

તને જ્યારે એમ લાગતું કે મારું ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન હતું કે તું જરૂરિયાતમંદને કવરમાં પૈસા આપતી
અને મને શીખવા મળ્યું કે આપણે જેને જરૂરિયાત છે
જે મુશ્કેલીમા છે તેને મદદ કરવી જોઈએ

તને જ્યારે એમ લાગતું કે મારૂં ધ્યાન નથી
પરંતુ મારૂં ધ્યાન હતું કે રાત્રે મારા માથા પર તું વહાલભર્યો હાથ ફેરવતી
ત્યારે મને લાગતું કે હું તારા હાથ નીચે સહીસલામત છું

તને જ્યારે એમ લાગતું કે મારૂં ધ્યાન નથી
પરંતુ મારૂં ધ્યાન હતું કે જ્યારે તારી આંખમાંથી આંસુ વહેતા
અને મને શીખવા મળ્યું કે જ્યારે ભાવના/કે કોઈ કારણસર
દુઃખ થાય તો આંસુ વહે તો વહેવા દેવા એમાં કશું ખોટું નથી

તને જ્યારે એમ લાગતું કે મારૂં ધ્યાન નથી
પરંતુ મારું ધ્યાન હતું કે તું દુનિયાદારીની સમઝણ આપતી
અને મને શીખવા મળ્યું કે એક સારા અને ઉદ્યમકારી મનુષ્ય
અને નાગરીક થઈએ એજ જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ

તને જ્યારે એમ લાગતું કે મારૂં ધ્યાન નથી
પરંતુ મારૂં ધ્યાન હતું કે તું મારી સામે હંમેશા મારી સામે વ્હાલથી જોઈ રહેતી
અને એ સમયે મારે પણ તારી સામે જોઈને કહેવું હતું
અને જે આટલો સમય મારાથી કહેવાયું નહી
અને તે આજે સર્વ સમયે કહું છું કે

“મમ્મી તારો અંતઃપુર્વક આભાર છે કે તેં મને જીવન જીવવાનો
એક સારો ઉપદેશ આપી એક સારા મનુષ્ય થવાનો રસ્તો બતાવ્યો”
અને મારે કહેવું છે
કવાની”મારી સાથે મારી મમ્મી છે મારી મમ્મીનો પ્રેમ છે
અને તારા પ્રેમની કિંમત ચૂકવી શકવાની, બદલો આપવાની
મારી ક્ષમતા નથી.
અને આજે હું કહું છું કે
મમ્મી
I LOVE YOU FOR EVER

યોગેશ ચંદુલાલ શાહ
માતાઃ- નર્મદાબેન
યુ.એસ.એ.
મે ૨૦૧૨

ૐ નમઃ શિવાય