મહાલક્ષ્મી માતાજીની આરતી

આજે ચૈત્ર સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- નાનામાં નાની નિષ્ફળતાઓના પાયા પર જ સફળતાની ઈમારતની ઈમારત ચણાતી હોય છે.

હમણાં ચૈત્રી નવરાત્રી ચાલે છે.

ૐ જય લક્ષ્મીમાતા મૈયા જય લક્ષ્મીમાતા
તુમકો નિસદિન સેવક
મૈયાજીકો નિસદિન સેવક હર વિષ્ણુધાતા
ૐ જય લક્ષ્ની માતા

ઉમા રમા બ્રહ્માણી તુમ હી જગમાતા
સૂર્યચન્દ્રમા ધ્યાવત [2] નારદ ઋષિ ગાતા
ૐ જય લક્ષ્મીમાતા

દુર્ગારૂપ નીરંજની સુખસંપત્તિદાતા
જો કોઇ તુમકો ધ્યાવત[2] રિદ્ધિસિદ્ધિ ધન પાતા
ૐ જય લક્ષ્મીમાતા

તુમ પાતાલનિવાસીની તુમ હી શુભધાતા
કર્મ પ્રભાવ પ્રકાશીની[2] ભવનીધિકી ત્રાતા
ૐ જય લક્ષ્મીમાતા

જિસ ઘર તુમ રહતી તઃ સબ સદગુણ આતા
સબ સંભવ હો જાતા[2] મન નહી ગભરાતા
ૐ જય લક્ષ્મીમાતા

તુમ બીન યજ્ઞ ન હોતે વસ્ત્ર ન હો પાતા
ખાનપાનકા વૈભવ[2] સબ તુમસે આતા
ૐ જય લક્ષ્મીમાતા

શુભગુણ મંદિર સુંદર શીરોદધી જાતા
રત્નચતુર્દશ તુમ બીન [2] કોઈ નહી પાતા
— ૐ જય લક્ષ્મીમાતા

મહા લક્ષ્મીજીકી આરતી જો કોઈ નર ગાતા 
ઉર આનંદ સમાતા [2] પાપ ઊતર જાતા
— ૐ જય લક્ષ્મીમાતા

 

                          ૐ જય અંબે

જાણવા જેવું

                                         આજે ફાગણ વદ તેરસ

 

જાણવા જેવું

 

*   ઘુવડની આંખની કીકી સ્થિર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથું આખું  ગોળ ફેરવી શકે છે.

*   માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે ફૂટથી વધારે દૂરનું જોઈ શકતી નથી.

*   સૌથી મોટી સ્ટારફીશ  [તારામાછલી] મૅક્સિકોના અખાતમાં થાય છે. તેનું નામ મિકગાર્ડિયા છે. તેને ૧૨ હાથ છે.

*   સુગરી માળો બનાળો બનાવવા કાંટાળા ઝાડની પાતળી ડાળીનો છેડો પસંદ કરે છે જ્યાંઅ સાપ કે વાંદરા પહોંચી નથી શકતા.

*   હોલી નામનું પક્ષી પોતાના બચ્ચાનેગળામાંથી દૂધ આપે છે.

*   કાકાપો નામના પોપટનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હોય છે અને તે ઊડી શકતો નથી, દુનિયામાં તે સૌથી મોટો પોપટ છે.  

*   હમ્પબેક નામની વ્હેલનો અવાજ 1400 કિ.મી. દૂર તરતી બીજી હમ્પ્બેક  વ્હેલ સાંભળી શકે છે.

*   જિરાફની ડોક આશરે 8 થી 9 ફૂટ લાંબી હોય છે.

*   મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મૈના છે.

*   ઘોટાડ રાજસ્તાનનું રાજપક્ષી છે.

*   નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.

*   સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.

                                                                                            –સંકલિત

                            
                                                     ૐ નમઃ શિવાય

‘અ’નું મહત્વ

                                                     આજે ફાગણ વદ આઠમ

‘અ’નું અદકેરું મહત્વ


જીવનનો આરંભ જન્મ

જીવનનો અંત
મરણ

બારાખડીનો પ્રથમ ‘અ’
આત્માનો ‘અ’
આત્માનાં લક્ષણો ‘અરૂપી’, અવિનાશી, અનામી

પ્રભુના ગુણો: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત લબ્ધિ

બ્રહ્માંડમાં :- અનંત આકાશ

ધર્મ કે પર્વમાં: એકમતીથી, અનંત એકાદશી, અનંત ચતુર્થી, અમાસ, અષાઢ
આસો માસમાં એવ્રત-જીવવ્રત, એકટાણુ, અનુષ્ઠાન, અલ્લાહનો અ.

વ્યવહારમાં : અનુજ અનુગામી

ભાવિ વિષે જાણકારી એટલે અગોચર જ્ઞાન [સંકેત]

દુર્ગુણો : અભિમાન, અહમ, આડંબર, અવિવેકી, અવિચારી

વાક્યોની રચના તેમ જ સમજ માટે ‘અને’ ‘એટલે’ ‘અનુક્રમણિકા’ જેવા શબ્દો

પત્રલેખનમાં : ‘આદરણીય’ આથી જણાવવાનું કે ….’ અંતમાં ‘આપનો વિશ્વાસુ’

છેલ્લે … અક્ષરધામ [મોક્ષ]

                                                                                       — સંકલિત

 

                                               ૐ નમઃ શિવાય

ઘેરૈયાનો ઘેરો

                               આજે ફાગણ સુદ બારસ

 

આજનો સુવિચાર:- સંબંધોની હૂંફ જીવનની સંજીવની છે જે આપણે ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

ઘેરૈયાનો ઘેરો

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !

ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !

આવ્યા નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી નવાઈલાલ !

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !

જૂની તે પોતડી પે’રી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઈલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ !

ઊંધી તે પે’રી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !

ચશ્માંની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ !

ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !

કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !

આજે સપરમો દા’ડો, નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

કવિશ્રી:- વેણીભાઈ પુરોહિત

                                            ૐ નમઃ શિવાય

રમૂજી વ્યાખ્યાઓ

                                   આજે ફાગણ સુદ દસમ

 

કેટલીક રમૂજી વ્યાખ્યાઓ

 

* સમાજ જેમાં બે મુખ્ય વર્ગ છે એવું માનવજૂથ [1] જેમને ભૂખ કરતાં વધારે ભોજન સાંપડે છે. [2] સાંપડેલા ભોજન કરતાં જેમની ભૂખ વધારે મોટી છે તે.

* બુફે ડિનર એવી ભોજન પાર્ટી કે જ્યાં ખુરશી કરતાં મહેમાનો વધારે હોય.

* દંપતિ = દમ + પતિ

* તમને દુ:ખે છે ? કે તમે પરણેલા છો ?

* એની વહુ જ્યારે એના માથા સામે જુએ છે કે એ પોતાની ખરીદીની યાદી આ તરબૂચનો સમાવેશ કરી દે છે.

* સુખી પરિણીત યુગલ બીજાની પત્ની સાથે ફરવા નીકળેલો પતિ.

* શ્રોતાગણ : કંટાળવા માટે પણ પૈસા આપી એકત્ર થનાર લોકસમૂહ.

* રીતભાત : ખોટી બાબત સાચી રીતે કરવાની કે કહેવાની કળા

* બચત : તમે સક્રિય હો ત્યારે નિષ્ક્રિય રહેતું નાણું.

* ઘરેણું : બીજા લોકો કરતાં ચઢિયાતા હોવાનો દેખાવ કરવા, અમુક વ્યક્તિઓ જેનો આશરો લે છે તેવું સાધન.

* અહંપ્રેમી : મોટાઈનો ફાંકો રાખનાર માણસ.

* કંટાળો : આ દુનિયામાં હયાત રહેવા સારૂં આપવું પડતું ભાડું.

* લાગણી : મનની પાછલી સીટમાં બેઠેલો ડ્રાઈવર.

* ચુંબન : જે તમે લીધા વિના આપી શકતા નથી અને આપ્યા વિના લઈ શકતા નથી.

* ઉંમર : વરસની ફૂટપટ્ટીએ મપાતી આયુષ્યની લંબાઈ.

* પ્રેમ : કામકલાઉ ગાંડપણ કે જે લગ્નથી મટાડી શકાય.

* અનુભવ : વાળ ગુમાવ્યા બાદ, જીવન દ્વારા મળતો કાંસકો.

* શ્રીમંત : પૈસાવાળો ગરીબ.

* કુંવારી : એવી યુવતી કે જે હજી કુંવારાની શોધમાં છે.

* કુંવારો : જે એકની એક ભૂલ એક વાર પણ નથી કરતો.

* લગ્ન : પરસ્પરની ગેર સમજૂતી.

* સંગીતનો જલસો : ઘરે કંટાળેલી સ્ત્રીઓ ત્યાં પોતાના પતિને લઈ જાય છે- જ્યાં પતિઓ કંટાળી જાય છે.

                                                                   — સંકલિત

                    ૐ નમઃ શિવાય