સુવિચારોને મેળે

આજે પ્રબોધિની એકાદશી

સુવિચારોને મેળે

*    કડવાશ મનમાં કટુતા પેદા કરે છે જેનું વૃક્ષ હંમેશા પલપતું રહે છે. અન્ય પ્રત્યેનો કાયમી તિરસ્કાર નુકશાનકારક છે. હૃદય એક સુંદર બગીચો છે જેમાંથી અનિચ્છનીય ઝાડી-ઝાંખરાની નિયમીતપણે સાફ સફાઈ જરૂરી છે. કોઈના અનપેક્ષિત વર્તનને માફી અપાશે તો હૃદયમાં સારી બાબતો રાખવાની જગ્યા થઈ જશે.

*    સાચી અને સારી સ્મરણ શક્તિ એ છે જે નક્કમી અને નઠારી વાતો પલક મારતા જ ભૂલાવી શકે.

*    દુશ્મનીથી જે ડરે છે તેને કદી સારા તેમજ સાચા મિત્ર નથી મળતા.

*    માણસને એકલતાની પીડાથી મુક્ત થવું હોય તો પોતીકા જ નહીં પરંતુ પારકા પ્રત્યે પણ સંવેદના દાખવવા સમય કાઢવો પડે છે.

*    માનવીની ચેતના એના અસ્તિત્વને સર્જતી નથી પરંતુ સામાજિક અસ્તિત્વ એની ચેતનાને નિર્ણિત કરે છે.

*    આનંદનું એક અજીબ ગણિત છે જ્યારે એના ભાગલા પાડી વહેંચો એટલો જ ગુણાકાર થાય છે.

*    આફત જ આપણને અડીખમ ઊભા રહેતા શીખવે છે.

*    અયોગ્યને કોઈ યોગ્ય લાગતું નથી ને યોગ્યને કદીયે કોઈ અયોગ્ય લાગતું નથી.

*    આજની ભૂલ સમય વીતતાં આવતી કાલે અનુભવ બની જાય છે.

—સૌજન્યઃ ચિત્રલેખા

ૐ નમઃ શિવાય

શુભ દિપાવલી

આપ સહુને દિવાળીની શુભેચ્છાઓ

pics8[1]

ચાલો આપણે આ દિવાળીનાં શુભ અવસરે શ્વાસમાં સુગંધ ભરીએ.

દિવાળી એ તમામ તહેવારોનો સરતાજ છે.
દિવાળી એ તહેવારોનું સ્નેહસંમેલ છે.
દિવાળી એક એવું પંચામૃત છે જેમાં જીવન ઉત્થાનના મહાન તત્વો જડીબુટ્ટી બનીને ભળી ગયેલા છે.
દિવાળી એ તહેવારોનો એવો મુગટ છે જેમાં જીવનવિકાસ માટેના મહત્વના સિદ્ધાંતોના મૂલ્યવાન રત્નો જડવામાં આવ્યા છે
દિવાળી એ એક એવું પટોળું છે જેમાં જીવનને ઘડનારી કઈ કેટલીય બાબતોનાં તાણાવાણા અને રંગો ભાતીગળ ભાત પાડે છે.
આમ દિવાળી પાંચ ઉત્સવોનું મધુર મિલન છે.
ટૂંકમાં દિવાળી એ એવો ઉત્સવ છે કે જેની ઉજવણી માણસને આખા વર્ષના જોમ અને ઉત્સાહનું ભથું બાંધી આપે છે.

[આ સુવિચાર મુંબઈ સ્થિત શ્રી ઉપેન્દ્રભાઈ થાણાવાળાએ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે]

શુભ દિપાવલી

જય શ્રી કૃષ્ણ

ૐ નમઃ શિવાય