સૌંદર્ય નિખારતું ગાજર

                                આજે માગશર સુદ નોમ

આજનો સુવિચાર:- આપણી નિંદા કરવાવાળા આપણા મનોવૈજ્ઞાનિક મિત્ર છે જે આપણી ભૂલો તેમજ ખામીઓની તરફ ધ્યાન ખેંચે છે.

હેલ્થ ટીપ્સ:-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો મટે છે.

                     સૌંદર્ય નિખારવામાં ગાજરનું મહત્વ

• રોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી આંખોનું તેજ વધે છે અને સ્ફૂર્તિ આવશે.

• ગાજરનો રસ અને આમળાનો રસ સપ્રમાણમાં લઈ વાળમાં માલિશ કરી એક કલાક બાદ ધોઈ    નાખવા.  આ પ્રયોગ અઠવાડિયે એકવાર કરવાથી વાળ ખ્રતા અટકશે અને વાળ ચમકીલા બનશે.

• ગાજરને બાફીને મસળી એમાં એક ચમચો લીંબુનો રસ અને બે ચમચા ખીરાનો રસ ભેળવી ત્વચા પર લગાડવાથી તડકાથી શ્યામ પડેલી ત્વચા નીરખશે.

• બાફેલા ગાજરને મસળી તેમાં કોપરેલ ભેળવી હાથ પગ પર 15 મિનિટ માલીશ કરી હુંફાળા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયે ત્રણવાર કરવાથી પગમાં પડેલા ચીરા પર રાહત મળશે અને ત્વચા મુલાયમ થશે.

• ગાજરના રસમાં જૈતૂનનું તેલ ભેળવી નખને માલિશ કરવાથી નખ મજબૂત થશે.

• ગાજરને બાફી તેમાં મધ ભેળવી ત્વચા પર માલિશ કરવાથી ત્વચા પરની કરચલી દૂર થશે તેમજ સ્નિગ્ધતા પ્રદાન થશે.

• ગાજર, કેળું, પપૈયું, તરબૂચ, ગુલાબજળ, ગ્લિસરિન અને મલાઈ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર 20 મિનિટ મસાજ કરી હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ચમકીલી બની નિખરી ઉઠશે.

                                                                                                             — સંકલિત

                                        ૐ નમઃ શિવાય

પૌષ્ટિક આહાર

                             આજે માગશર સુદ સાતમ [આજે મહાઓચ્છવ]

આજનો સુવિચાર:- આપવાથી ધનનો નાશ થાય છે એવી ભ્રમણા કદી રાખવી નહીં. કૂવો, બાગ-બગીચો,વૃક્ષો જેમ જેમ દેતા જાય છે તેમ તેમ તેમની સંપદા વધુ વૃદ્ધિ પામે છે. — પ્રેમચંદ

હેલ્થ ટીપ્સ:- સૂંઠના ચૂર્ણને છાશમાં ભેળવી બબ્બે કલાકનાં અંતરે લેવાથી અતિસાર [ઝાડા] પર અંકુશ રહે છે.

       રોજિંદા જીવનમાં લેવાતા ખોરાકમાં આપણે જો થોડીક કાળજી રાખીશું તો આપણે જરૂરથી પૌષ્ટિક તત્વો મેળવી શકીશું.

* ઘઉંમાં ચણા, મેથી અને સોયાબીન જેવા સ્વાસ્થ્યવર્ધક કઠોળ ઉમેરી તેનો લોટ દળાવો.

* રોજિંદા ભોજનમાં કેવળ ઘઉંની રોટલીનો વપરાશ ન કરતા બાજરી, જુવાર તેમજ મકાઈના રોટલાનો વપરાશ કરો.

* મોસમ અનુસાર ઉપલબ્ધ આટા સાથે લીલા શાકભાજી જેવા કે દૂધી, પાલક, મેથી વગેરે ઉમેરો.

* દાળ સાથે પાલક, ચોળા અથવા મેથી ભેળવો. તેવી જ રીતે કઠી સાથે સરગવાની શીંગ અને પાલકનો પ્રયોગ કરો.

* ઋતુ અનુસાર ચણા,મૂળા અને ગાજર તથા તેના પાંદડાનો છૂટથી ઊપયોગ કરો.

* મહિલાઓમાં મોટેભાગે આયર્ન [લોહ]ની ઉણપ જોવા મળે છે તો તેમણ ચોળા,મૂળા,ગાજર,પાલકનો છૂટથી કરવો જોઈએ.

* પાલક, ફૂદીના,મેથી,કોથમીરનાં પાંદડાની સૂકવણી કરી તેનો પાઉડર આખું વર્ષ શાકભાજીમાં વાપરી શકાય.

* ફણગાવેલા કઠોળને ભોજનમાં હોવું ખૂબ જરૂરી છે. સોયાબીનની વડીનો ઉપયોગ શાક તરીકે કરી શકાય છે.

* ગાજર, મૂળા, કાકડી, ટામેટા, કાંદા, મોગરી, કોબી વગેરેનો ઉપયોગ કાચા સ્વરૂપમાં સલાડમાં કરવો જોઈએ.

* ભોજન બાદ સિઝનલ ફળો જેવાં કે કેરી, પેરુ, પપૈયુ, સફરજન, કેળાં, સંતરા, મોસંબી, ચીકુ, જાંબુ, દ્રાક્ષ, કલિંગરનો ઉપયોગ કરો.

* વધારાના કાર્બોહાઈડ્રેડ મેળવવા ભોજનમાં બટાટા, શક્કરિયા, કંદ, સુરણ, મકાઈ વગેરેને ભોજનમાં નિયમિત રૂપે સ્થાન આપો.

                                  ૐ નમઃ શિવાય

શું તમે આ જાણો છો????

                            આજે માગશર સુદ

આજનો સુવિચાર:- માણસના નામનો ઉલ્લેખ ભલે કોઈ સંદર્ભગ્રંથમા ન હોય તો પણ માણસ મહાન છે. — થોમસ ડ્રેઈબર

હેલ્થ ટીપ્સ:- થોડા તલ અને સાકર વાટીને મધમાં ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

શું આ તમે જાણો છો???????????

• કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.

• જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.

• ચોખ્ખુ મધ કદી બગડતું નથી.

• છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.

• એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.

• બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.

• એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.

• દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં તૈયાર કર્યો હતો.

• દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.

• ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં 10 % મહિલાઓ છે.

• આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90 હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.

• સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.

• લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે.

• ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’ છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે.

• અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.

• એક પેંસિલ તેના જીવન દર્મિયાન 45,000 શબ્દ લખી શકે છે.

• દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ 360 ફૂટ છે.

• વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે.

                                        ૐ નમઃ શિવાય

ઉત્તમ ભેટ

                           આજે માગશર સુદ ત્રીજ

આજનો સુવિચાર:- મોટા ભાગના દરેક ધર્મોમાં તપનો-સાધનાનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે.                                                                                        – શ્રીનાથજી

હેલ્થ ટીપ્સ:- દૂધી છીણીને પગના તળિયામાં લગાવવાથી પગની બળતરા ઓછી થશે.

ઉત્તમ ભેટ

પ્રભુ થકી મળી ભેટ મુજને
અપૂર્વ જીવન દીધું મુજને

માતપિતા થકી મળી ભેટ મુજને
ઉત્તમ સંસ્કાર દીધા મુજને

પ્રીતમ થકી મળી ભેટ મુજને
દીધી સંસાર તણી હેલી મુજને

બાળકો થકી મળી ભેટ મુજને
દીધું માતૃત્વનું સુખ મુજને

ગુરુ થકી મળી ભેટ મુજને
દીધું ઉત્તમ જ્ઞાન મુજને

મિત્રો થકી મળી ભેટ મુજને
દીધી પ્રેમની ધારા મુજને

રીડર્સ થકી મળી ભેટ મુજને
દીધો અપૂર્વ આવકાર મુજને

                                           

                                      નીલા કડકીઆ

                                      ૐ નમઃ શિવાય

આજનો SMS

                                 આજે માગશર સુદ એકમ

આજનો સુવિચાર:- મૌન સૌથી ઉત્તમ ભાષણ છે. બોલવાનું જરૂરી હોય તેટલું જ બોલો, એક શબ્દથી ચાલી જતું હોય તો બીજા શબ્દનો નાહક ઉપયોગ કરશો નહીં.        — રત્નસુંદરવિજયજી

હેલ્થ ટીપ્સ:- શિયાળામાં બદામનાં તેલની માલિશ ફાયદાકારક છે.

                                    આજનો SMS  

પાને સે ખોનેકા મઝા ઓર હૈ,
બંધ આંખોસે દેખનેકા મઝા ઓર હૈ,
આંસુ બને લબ્ઝ ઓર
ઔર લબ્ઝ બને ગઝલ
યાદોંકે સાથ જીનેકા
મઝા હી કુછ ઓર હૈ.

                                               ૐ નમઃ શિવાય

હે પ્રભુ !

                              કારતક વદ અમાસ

આજનો સુવિચાર:- માતાની ગમે તેટલી ઉંમર હોય તો પણ દીકરાના જીવન ઉપરનો તેનો મંગળ પ્રભાવ કદી પૂરો થતો નથી. —- ફાધર વાલેસ

હેલ્થ ટીપ્સ:- દાંતનો દુઃખાવો થતો હોય ત્યારે વજ્રદંતીનાં ચારપાંચ પાંદડા ચાવવાથી દુઃખાવો મટી જશે.

હે પ્રભુ !

આ રહ્યું તારું પુણ્ય, આ રહ્યું તારું પાપ;
બન્ને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

આ રહ્યું તારું જ્ઞાન, આ રહ્યું તારું અજ્ઞાન;
બંન્ને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

આ રહી તારી પવિત્રતા અને આ રહી તારી અપવિત્રતા;
બન્ને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ;
બન્ને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

રામકૃષ્ણ પરમહંસ

                                              ૐ નમઃ શિવાય

તો મેળવો તમારા જવાબો

                                   આજે  કારતક વદ તેરસ

આજનો સુવિચાર:- આપણે મોટું ધ્યેય હાંસલ કરવું હોય તો મનની નબળાઈઓનો છેદ ઉડાડવો જ પડે. – શેખ સાદી

હેલ્થ ટીપ્સ:- કેસરના સેવનથી પેટમાં એકઠો થયેલો ગેસ દૂર થાય છે.

                               તો મેળવો તમારા જવાબો

• પૃથ્વીના છાપરા તરીકે કયો દેશ ઓળખાય છે?

• તિબેટ

• કયુ ઝાડ સૌથી વધુ ઝડપથી ઊગે છે?

• નિલગિરી

• જગતમાં સૌથી વધુ ઊન કયો દેશ પેદા કરે છે?

• ઑસ્ટ્રેલિઆ

• જાપાનના લોકો પોતાના દેશને કયા નામથી ઓળખે છે?

• નિપ્પોન [ઊગતા સૂરજનો દેશ]

• ‘યાદોં કી બારાત’માં કયા એક્ટરે બાળકલાકાર તરીકે કામ કર્યુ હતુ?

• આમિર ખાન

• સૌથી હલકી ધાતુ કઈ?

• લિથિયમ

• ‘માય ક્રિકેટિંગ ઈયર્સ’ નામનું પુસ્તક કયા ક્રિકેટરનું છે?

• અજિત વાડેકર

• મધર ટેરેસાના ઉત્તરાધિકારી કોણ છે?

• સીસ્ટર નિર્મળા

• પી.ટી. ઉષાનું હુલામણું નામ શું છે?

• ‘ગોલ્ડન ગર્લ’

• ભારતનું અંતરિક્ષ શહેર કયુ?

• બેંગ્લોર

• પ્રદીપજીનું મૂળ નામ શું છે?

• રામચંદ્ર દ્વિવેદી

• પૃથ્વીના પરિભ્રમણની દિશા કઈ?

• પશ્ચિમથી પૂર્વ

• બુલંદ દરવાજો કોણે બનાવ્યો?

• અકબર

• રેડિયમની શોધ કોણે કરી?

• મૅડમ ક્યુરી

• લક્ષમણની માતાનું નામ શું હતું?

• સુમિત્રા

• સોમનાથનું મંદિર ક્યાં છે?

• વેરાવળ

• રાજેશ ખન્નાનું હુલામણું નામ શું છે?

• કાકા

• વીંટી આકારના ત્રણ વલયો કયા ગ્રહને છે?

• શનિ નામના ગ્રહને

• બી.સી.જી.ની રસી કયા રોગથી રક્ષણ કરે છે?

• ટી.બી.

                                                  ૐ નમઃ શિવાય

અજબ પ્રેમપત્રનો ગજબ જવાબ

                              કારતક વદ બારસ

આજનો સુવિચાર:- કર્મફળ ત્યાગ જે નથી કરતા તેને સારાં માઠા ફળ ભોગવવા પડે છે. — ગીતાજી

હેલ્થ ટીપ્સ:- મૂત્રાશયમાં પથરી હોય તો આમળાનું ચૂર્ણ મૂળા સાથે લેવાથી પથરી ગળી જાય છે.

આજકાલ SMS ના જમાનામાં આ એક અફલાતૂન પ્રેમપત્ર અને તેનો દમદાર જવાબ વાંચવા જેવો છે.

 

       યુવતી પોતાને પ્રેમ કરે છે એવું માની આ યુવકે પ્રેમ પત્ર લખ્યો અને તેમાં એણે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ત્રણ વિકલ્પો રાખ્યા. [અ] પ્રથમ વિકલ્પનાં દસ માર્ક્સ રાખ્યા.
[બ] બીજા વિકલ્પનાં પાંચ અને [ક] વિકલ્પ માટે ત્રણ માર્ક્સ રાખ્યા.

ચાલો તો આપણે જોઈએ કે એનાં પ્રશ્નો અને વિકલ્પો કેવાં હતાં?
1] વર્ગમાં પ્રવેશ કરતી વખતે તારી નજર માત્ર મારી સામે પડે છે…
કારણ કે….
અ] તું મને પ્રેમ કરે છે.

બ] મને જોવાનું રોકવું તારા માટે શક્ય નથી.

ક] ખરેખર…. શું હું એવું કરું છું?

2] જ્યારે પ્રોફેસર જૉક મારે ત્યારે તું હસે છે અને પછી ફરીને મારી સામે જુએ છે

કારણ કે……….
અ] હું હસતો હોઉં એવું જોવાનું તને ગમે છે.

બ] મને જૉક ગમે છે કે નહીં એ જોવા તું મારી સામે જુએ છે.

ક] મારી સ્માઈલ તને ગમે છે.

3] તું જ્યારે વર્ગમાં ગીત ગાતી હતી અને મને વર્ગમાં આવતો જોઈ તેં તરત ગાવાનુ6 બંધ કરી દીધું

કારણ કે…….

અ] મારી સામે ગાવાનું તને પસંદ નથી.

બ] મારી હાજરીની તારા પર અસર થઈ.

ક] તને ડર લાગ્યો કે તારું ગીત મને ગમશે કે નહીં.

4] તારા બાળપણનો ફોટો તું જોતી હતી અને મેં એ ફોટો માંગ્યો ત્યારે તેં એ ફોટો તેં સંતાડી દીધો

કારણ કે……

અ] તને શરમ આવતી હતી.

બ] તને અકળામણ થતી હતી.

ક] તને શું કરવું એ ખબર ન્હોતી.

5] ટ્રેકિંગ કરતી વખતે તને ખેંચવા માટે મેં અને મારા મિત્રે હાથ લંબાવ્યો, તેં મારો હાથ પકડવાને બદલે મારા મિત્રનો હાથ પકડી લીધો

કારણ કે……

અ] મને ખોટું લાગે એ તને ગમે છે.

બ] હું હાથ પકડી લઉં અને છોડી દૌં એ તને ગમતું નથી.

ક] એ સમયે શું કરવુંએની તને ખબર નહોતી.

6] બસસ્ટોપ પર તું ગઈકાલે બસની રાહ જોતી હતી, તારી બસ આવી છતાં તું એમાં બેઠી નહીં,

કારણકે ….

અ] તું મારા માટે રાહ જોતી હતી.

બ] તું મારા ખ્યાલમાં અને બસ આવી ગઈ તેની તને જાણ જ ના થઈ.

ક] બસ ખૂબ ભરેલી હતી.

7] તારાં માતાપિતા જ્યારે કૉલેજ આવ્યાં ત્યારે તેં મારો પરિચય એમની સાથે કરાવ્યો,

કારણ કે……

અ] હું થનારો જમાઈ હતો

બ] તારાં માતાપિતા મારા વિશે શું વિચારે છે તે તારે જોવું હતું

ક] મારી ઓળખાણ કરાવવાની તારી ઈચ્છા થઈ.

8] મેં કહ્યું કે માથામાં ગુલાબ નાખતી યુવતી મને ગમે છે અને બીજા જ દિવસે તું માથામા6 ગુલાબ લગાવીને આવી,

કારણ કે….

અ] મારી ઈચ્છા પૂરી કરવા

બ] તને પણ ગુલાબ ગમે છે

ક] તને ક્યાંકથી ગુલાબ મળ્યું અને તેં એને માથામાં નાખી દીધું.

9] એ દિવસે મારો જન્મ દિવસ હતો , તું પણ એ દિવસે સવારે 6 વાગ્યે મંદિરમાં પહોંચી ગઈ,

કારણ કે……

અ] તને મારી સાથે ઊભારહીને પ્રાર્થના કરવી હતી

બ] મારા જન્મદિને મને કોઈ મળે તેના પહેલાં જ તારે મને મળવું હતું

ક] તું ધાર્મિકવૃત્તિની છે અને તેથી તું મને મંદિરમાં જ મળવા માંગતી હતી.

આ પરીક્ષામાં જો તને 40 થી વધુ માર્ક મળ્યા હોય તો સમજ જે કે તું મને ખૂબ પ્રેમ કરે છે. આવું હોય તો તુરંત મને મળજે. 30-40 વચ્ચે માર્ક્સ મળ્યાં હોત તો મારે માટે તારા દિલમાં અંકુર ખીલી રહ્યા છે. તેને ખીલવા દેજે. 30થી ઓછા મળ્યા તો તું હજી વિમાસણમાં છે કે મને પ્રેમ કરવો કે નહીં?

તારા જવાબની અપેક્ષામાં

તારો પ્રિય …….

પ્રશ્નપત્ર જેવા પ્રેમપત્રનો ઉત્તર પણ આ યુવતીએ આવા પ્રશ્નપત્ર રૂપે જ આપ્યો પણ ફરક એટલો કે તેમાં વિકલ્પ બે જ હતાં

1] વર્ગમાં કોઈ પહેલી બેંચ પર બેસતું હોય તો વર્ગમાં પ્રવેશતાં લોકોની નજર સૌપ્રથમ તેમના પર પડતી હોય છે

અ] હા             બ] ના

2] જો કોઈ યુવતી હસે અને કોઈની તરફ જુએ તો તેને પ્રેમ કહેવાય?

અ] હા            બ] ના

3] ગીત ગાતી વખતે જો કોઈક વાર ગીતની લાઈન ભૂલી જવાય તો ગાનાર અટકી જશે કે નહીં?

અ] હા        બ] ના

4] મારા બાળપણની તસવીર મારી બહેનપણીઓને બતાવતી હતી તે જ વખતે તેં એ તસવીર જોવા માંગી, ખરું ને?

અ] હા        બ] ના

5] ટ્રેકિંગ પર તારો હાથ પકડવાનું મેં જાણી જોઈને ટાળી દીધું હતું, હજી સુધી તને સમજાયું નથી?

અ] હા         બ] ના

6] બસસ્ટોપ પર હું મારી બેસ્ટ ફ્રેંડની રાહ જોઈ ના શકું?

અ] હા      બ] ના

7] મારાં માતાપિતાને તારી ઓળખાણ એક મિત્ર તરીકે ના કરાવી શકું?

અ] હા      બ] ના

8] તેં એમ પણ કહ્યું કે તને કમળ, કોબી-ફ્લાવર, કેળાં-ફ્લાવર પણ ગમે છે. શું આ સાચું છે?

અ] હા         બ] ના

9] ઓહ! એ દિવસે તારો જન્મદિવસ હતો એટલે મેં તને વહેલી સવારે મંદિરમાં જોયો. હું રોજ સવારે મંદિરમાં જાઉં છું. એની તને જાણ છે?

અ] હા        બ] ના

જો તેં આ નવ સવાલનાં જવાબ ‘હા’માં આપ્યાં હોય તો હું તને પ્રેમ કરતી નથી… જો તેં આ નવ સવાલનાં જવાબ ‘ના’માં આપ્યા હોય તો તને પ્રેમ શું છે તેની જાણ નથી.

                                                                                —— સંકલિત

                                             ૐ નમઃ શિવાય

આજના સવાલો

                           આજે   કારતક વદ નોમ

આજનો સુવિચાર:- જે બાબત માટે માણસ મરી ફીટે છે તે બાબત સત્ય જ હોય એવું નથી.

હેલ્થ ટીપ્સ:- લવિંગને જરા શેકીને મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.

                                  આજના સવાલો

* પૃથ્વીના છાપરા તરીકે કયો દેશ ઓળખાય છે?

* કયુ ઝાડ સૌથી વધુ ઝડપથી ઊગે છે?

• જગતમાં સૌથી વધુ ઊન કયો દેશ પેદા કરે છે?

• જાપાનના લોકો પોતાના દેશને કયા નામથી ઓળખે છે?

• ‘યાદોં કી બારાત’માં કયા એક્ટરે બાળકલાકાર તરીકે કામ કર્યુ હતુ?

• સૌથી હલકી ધાતુ કઈ?

• ‘માય ક્રિકેટિંગ ઈયર્સ’ નામનું પુસ્તક કયા ક્રિકેટરનું છે?

• મધર ટેરેસાના ઉત્તરાધિકારી કોણ છે?

• પી.ટી. ઉષાનું હુલામણું નામ શું છે?

• ભારતનું અંતરિક્ષ શહેર કયુ?

• પ્રદીપજીનું મૂળ નામ શું છે?

• પૃથ્વીના પરિભ્રમણની દિશા કઈ?

• બુલંદ દરવાજો કોણે બનાવ્યો?

• રેડિયમની શોધ કોણે કરી?

• લક્ષમણની માતાનું નામ શું હતું?

• સોમનાથનું મંદિર ક્યાં છે?

• રાજેશ ખન્નાનું હુલામણું નામ શું છે?

• વીંટી આકારના ત્રણ વલયો કયા ગ્રહને છે?

• બી.સી.જી.ની રસી કયા રોગથી રક્ષણ કરે છે?

આવતા અઠવાડિયે સાચા જવાબની રાહ જુઓ.

                                         ૐ નમઃ શિવાય

મેલબૉર્ન

                                 આજે  કારતક વદ આઠમ

આજનો સુવિચાર:- સાવ ખોટી જગ્યાએ ફસાયા હો તો જીભનો ઉપયોગ બંધ કરી પગનો ઉપયોગ તત્કાળ શરૂ કરો.

હેલ્થ ટીપ્સ:- મસા ઉપર કેરોસીન લગાડવાથી મસા સૂકાઈ જશે.

[મૂળ બાલાસિનોરના વતની, કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શિષ્ય સ્વ. પિનાકિનભાઈ ત્રિવેદીના ઊંડી છાપવાળા શ્રી ભગેશભાઈ કડકિયા હાલમાં અમેરિકામાં રહીને પણ ગુજરાતનાં સાહિત્યકારોનાં સંપર્કમાં રહે છે. ભૂદાનની ચળવળમાં તેમણે આગળપડતો ભાગ લીધો હતો. તેમને આ લેખ મોકલી આપવા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર.]

[rockyou id=93445145&w=324&h=243] 

સમય અને અવકાશનાં કાંઈ ગેબી સંગમે આપણે મળ્યા પ્રવાસી પારાવારના,
આપણે તે દેશ કેવા આપણે વિદેશ કેવા, આપણે પ્રવાસી પારાવારનાં હે જી
                                                                                    — બાલમુકુંદ દવે

                                            મેલબૉર્ન

     સન 1770માં યૉર્કશાયરના સાહસિક નાવિક કૅપ્ટન કૂકે Endeavour વહાણમાં, બીજા સાગરિતો સાથે, સીડનીની દક્ષિણે આવેલા Botany Bay પ્રથમ ઉતરાણ કર્યું અને વિશ્વને આ નવા ખંડની જાણ થઈ. આ પ્રદેશ કેપ્ટન કૂકે વિલાયતના રાજા જ્યોર્જ ત્રીજાને, નજરાણા રૂપે ભેટમાં આપી, ‘ન્યુ સાઉથ વેલ્સ’ તરીકે જાહેર કર્યો. વિશ્વનાં પાંચ ખંડોમાનો સૌથી નાનો પણ કુદરતી સૌંદર્યથી ભરપુર એવો ખંડ એટલે ઑસ્ટ્રેલિયા.

      મેલબૉર્ન ઑસ્ટ્રેલિયાનું અદ્યતન સુયોજિત શહેર છે. મોટા અને સ્વચ્છ રસ્તાઓ, આલિશાન ઈમારતો, સુંદર ટ્રામની વ્યવસ્થા, ચર્ચો અને મ્યુઝિયમો, શોપીંગ મૉલ અને પબ્લિક પાર્ક… આ બધાએ શહેરની શાન વધારી છે. મેલબૉન એક સ્ક્વેર સીટી ગણાય છે. એક છેડેથી બીજે છેડે જતાં આડી 7 થી 8 ગલીઓ આવે છે. ક્વીન વિક્ટોરિયા માર્કેટની આજુબાજુ સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સીનીયર સીટીઝન અને પ્રવાસીઓને ટ્રામમાં વિના મુલ્યે સફર કરવા મળે છે. આ શહેરમાં હૉર્ન વગાડવાની મનાઈ છે પણ એક દિવસ એવો હોય છે કે જ્યારે લોકો મનભરી હૉંકિંક કરે છે અને તે દિવસ એટલે 31મી ડિસેમ્બર અને આ રીતે લોકો નવાવર્ષને આવકારે છે.

     અહીંની પબ્લિક ઈમારતો, ક્વીન વિક્ટોરિયા માર્કેટ, કૉલીંસ સ્ટ્રીટ, પાર્લામેંટ હાઉસ વગેરે ભવ્ય છે. સેંટ પૉલ ફેયેડલની સામે હરિયાળો પાર્ક અને તેની વચમાં આ ભવ્ય ચર્ચ, જે લોકોની આસ્થાનું સ્થળ ગણાય છે. મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉંડ તો જગ વિખ્યાત છે. અહીં પ્રવેશતાં જ વિશ્વવિખ્યાત બ્રેડમેનની યાદ તાજી થઈ જાય. અંદાજે અહીં લાખ પ્ર્ક્ષકોને સમાવતું આ વિશાળ સ્ટેડિયમ, સુંદર બેઠકોની વ્યવસ્થા, ગ્રાઉંડની ઉત્તમ મરામત, ક્રિકેટની પીચને ક્રેનથી ઉપાડી શકાય એવી કરામત તથા ક્રિકેટની રમતનો પૂરો ઈતિહાસ રજૂ કરતું મ્યુઝિયમ અદભૂત છે. 55 મજલાની observatory ની ઈમારતની અટારીથી મેલબૉર્ન શહેરની ભવ્યતા નિહાળવા મળે છે.

        મેલબૉર્ન એના ‘પેંગ્વીન શો’ માટે મશહૂર છે. ફિલિપ્સ આઈલેંડ પર આવેલા દરિયા કિનારે સાંજના રેતીમાં કે બાંકડા પર ગોઠવાવું પડે છે. અંધારું થતાં દરિયાની મોટી લહેરો સાથે આ પેંવિંગ પોતાના પરિવાર તેમજ મિત્રો સહિત પોતાના બખોલરૂપી નાનકડા ઘરમાં પાછા ફરે છે. અને આ પાછા ફરવાની ક્રિયા ‘પેંગ્વિન પરેડ શો’ રૂપે માની જાય છે. આ નાના મોટા જળચર પ્રાણીઓને જમીન પર ચાલતાં જોવાની ખૂબ મઝા આવે છે.

      દરિયાને સમાંતરે, પહાડોમાંથી ચઢ ઉતર કરતા વળાંકવાળા રસ્તા પરથી પસાર થતાં ‘બે ઑફ ગિલોંગ્સ’ પહોંચાય છે. આ પણ મૅલબૉર્નનું જોવાલાયક સ્થળ છે. ચોમેર કુદરતનો ખજાનો પૂરબહાર જોવા મળે છે. કોઈપણ પ્રવાસી સવારથી બસમાં આવી સફર સાથે નિસર્ગનો આનંદ મેળવી શકે છે. બસમાંથી પસાર થતાં ‘વેસ્ટગેટ બ્રિજ’ પરથી પસાર થવાનું હોય છે જે 1968માંબંધાયો હતો પણ કોઈ કારણોસર એ બે જ વર્ષમાં જમીનદોસ્ત થયો.. ત્યારબાદ 1978માં 3 કિ.મી. લાંબો બ્રીજ ફરીથી બંધાયો.

       ‘એપોલો બે બીચ’ મેલબૉર્નનો ખૂબ જાણીતો દરિયાકિનારો છે. પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા આ બીચની રેતી સફેદ છે. મહાસાગરમાં ઊડતાં શ્વેત પંખીઓ જોવાનો આનંદ આવે છે. મુખ્ય રસ્તાની બાજુએ લાકડના કોતરકામની અનેક કૃતિઓ તેમ શિલ્પો જોવા મળે છે. અહીં અવારનવાર હાટ ભરાતા હોય છે જેથી આજુબાજુના નાના ગામડામાંથી લોકો પોતાની જરુરીઆતની વસ્તુઓ લઈ શકે છે. આગળ જતાં શીપ રેકિંગનો દરિયા કિનારો આવે છે જ્યાં જૂના વહાણો તેમજ સ્ટીમરોનું લીલામ થાય છે અને તેને તોડી અંદરના વૈભવી સામાનનું વેંચાન થાય છે.

        Twelve Apostles નામના સ્થળે દરિયા કિનારા પહાડો આવ્યાં છે આ પહાડો ભારે પવન, વાછંટ,મહાસાગરનાં ઊંચા ઊંચા મોજા સૉલ્ટની અસર હેઠળ વર્ષો જતાં ખંડિત થયા છે. આવા બાર શિલાખંડો છે. તેની વિશિષ્ટતા એ છે કે આમાના6 એક શિલાખંદમાં કુદરતી બાંકોરું પડ્યું છે જેમાંથી નાનકડું હોડકું પસાર થઈ શી છે. આ જોવા લોકો અહીં જમા થાય છે. અહીંનો દરિયો અવારનવાર રંગ બદલતો દેખાય છે.

આગળ જતાં ‘ઑટાવા નેશનલ પાર્ક” આવેલો છે જેમાં Science નુ મ્યુઝિયમ જોવા મળે છે.

     આમ તો ઑસ્ટ્રેલિયાનો વિસ્તાર તો 9,76,787 ચોરસ માઈલની છે પરંતુ અહીંની વસ્તી પાંખી છે. જે વસ્તી છે તે દેશનાં પૂર્વ ભાગમાં વસેલી છે. વચ્સ્લો પ્રદેશ પહાડી તેમજ રણ પ્રદેશ છે. અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ઉનાળો બાકીના દિવસો શિયાળો. શરુઆતમાં બ્રિટિશ શાસન હેઠળ હોવાથી અહીંની પ્રજા પર યુરોપિયન કળા અને સંસ્કૃતિની ઊંડી છાપ છે. આમ છતાં અહીંની પ્રજા પોતાની માતૃભાષાના શબ્દો વધારે વાપરે છે. આ દેશ ખેતી પ્રધાન દેશ છે અહીંના ચીઝ બટર વખણાય છે.

                                               ૐ નમઃ શિવાય