બહુનામી શિવ

બહુનામી શિવ

 

946379_733854639965265_668425024_n[1] (2)

 

 

[આ ભજન શ્રી કેદારસિંહજી જાડેજાએ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

 

 

સાખી..

કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…

ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

 

શિવ શંકર સુખકારી ભોલે…

મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

 

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ

ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

 

ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી

બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

 

વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી

વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

 

મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી

મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

 

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી

દાસ ” કેદાર ” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…

 

સાર:-

સાખી=

૧, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, શિર પર ચંદ્ર ધર્યો છે, ગળામાં મૂંડકા ની માળા પધરાવી છે, કંઠમાં હળા હળ વિષ ધરીને કૈલાસમાં બિરાજમાન છે દેવાધી દેવ મહાદેવ.

૨, ત્રણ નેત્ર છે, ગરદનમાં સર્પ ધારણ કર્યા છે, લલાટમાં ત્રિપુંડ શોભાયમાન છે, અર્ધાંગના માતા ગિરિજા બાજુમાં બિરાજમાન છે, જટાની અંદર ગંગા મૈયા શોભાયમાન છે, આવા અલૌકિક સૌંદર્ય ધરાવતા મહાદેવ ને સકળ વિશ્વ વંદન કરે છે.

મહાદેવ ના અનેક નામો માંહેના ૧૬ નામોનો આ ભજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ૐ નમઃ શિવાય

સૌંદર્ય

સૌંદર્યને લગતી થોડીક ટીપ્સ

 

*     ચણાના લોટમાં મધ, ખાંડ અને દહીં ભેળવી તેની પેસ્ટ બનાવી તેને ચહેરા પર તેમજ હાથ પર લગાડો. આ પેસ્ટ સ્ક્રબનું કામ કરશે.

*      બદામના તેલ અથવા તલના તેલ અથવા ક્રીમથી નખ અને હાથ પર માલિશ કરી હુંફાળા ગરમ પાણીમાં હાથને રાખવાથી હાથ તથા નખની સુંદરતા વધશે.

*       કોણીની કાળાશ દૂર કરવા કોણી પર લીંબુની ફાડ ઘસો.

*      ગરદનનું સૌંદર્ય વધારવા ગરદન પર દસ મિનિટ સુધી પાકું પપૈયું રગડો.

*     ગરમ ગરમ તેલ અથવા પાણીથી દાઝી જવાય તો તરત જ વિક્સ લગાડી દેવાથી ઠંડક થશે અને છાલા નહીં પડે.

*     થાકેલા પગને આરામ આપવા હુંફાળા ગરમ પાણીમાં મીઠું ભેળવી તેમાં પગ બોળી રાખવા.

*     દહીંમાં મરીનો ભૂક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ અને ગાઢા બનશે.

*     ખીલની તકલીફ દૂર કરવા પાકેલા પપૈયાનો ગર લગાડો.

*     રાતનાં સૂતી વખતે નાભિમાં બે ચાર ટીપાં નાખવાથી હોઠનુમ ફાટવાનું બંધ થશે.

*     તડકાને કારણે ચહેરા પર પડેલા કાળા ડાઘાને દૂર કરવાબટેકાનો રસ અને લીંબુના રસને ભેળવી ચહેરા પર લગાડો.

*     સ્નાનનાં પાણીમાં લીંબુનો રસ ભેળવી ન્હાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે.

 

ૐ નમઃ શિવાય

શ્રી મહાપ્રભુજીની બેઠકો

shreeji

મહાપ્રભુજીની બેઠકો

શ્રી તોતાદ્રિ પર્વત પરનાં બેઠકજી

શ્રી મહાપ્રભુજી શ્રી ત્રિલોકભાનજીથી તોતાદ્રિ પર્વત ઉપર પધાર્યા. આ પર્વત તિનવેલી ગામથી ૧૮ માઈલ દૂર આવેલ છે. આપશ્રી આ પર્વત પર ઘણો સમય બિરાજ્યા. પર્વત પાસે આવેલા ગાઢ વનમાં એક વડનાં વૃક્ષ નીઆપશ્રીએ શ્રી પદ્મનાભજીનાં સેવાશૃંગાર કર્યા અને બન્ને સ્વરૂપોએ સાથે ભોજન કર્યુ. આપશ્રીએ શ્રી પદ્મનાભજીની આરતી કરી પોતાના સ્થાન પર પાછા ફર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

જળાશયની તપાસ કરવા ગયેલા શ્રી કૃષ્ણદાસ મેઘનને જ્યારે જળાશયની પ્રાપ્તિ ન થઈ ત્યારે આપની આજ્ઞાથી આપની નજીકમાં આવેલ કદંબના વૃક્ષની જમણી બાજુએ આવેલો મોટો પથ્થર ઉઠાવતાં એક સુંદર પગથિયાવાળો કુંડ નીકળ્યો.

આ કુંડ ‘શ્રીવલ્લભકુંડ’ના નામે ઓળખાવા લાગ્યો. આપશ્રીએ અહીં ભાગવતનું પારાયણ કર્યું હતું. આપની ખ્યાતિ સાંભળી માયાવાદી બ્રાહમણો આપને શોધતા અહીં આવ્યા. પથ્થરોના પહાડોમાંથી નીકળેલા જળ જોઈ અને આપને ત્યાં બિરાજેલા જોઈ આશ્ચર્ય ચકિત થઈ આપને વંદન કરી વૈષ્ણવધર્મ સ્વીકાર્યો. આ સ્થાન આજે પ્રગટ નથી. અહીં શ્રીમહાપ્રભુજીની બેઠક ગુપ્ત રીતે બિરાજમાન છે.

hqdefault[1]

શ્રી પદ્મનાભજીનાં બેઠકજી

શ્રી પદ્મનાભક્ષેત્ર એટલે આજનું ત્રિવેન્દ્રમ શહેર જે કેરળની રાજધાની છે.  ત્યાં પદ્મનાભના વિશાળ મંદિરમાં પ્રભુ શેષનાગ ઉપર પોઢે છે.ત્રણ દરવાજે થી દર્શન કરવાથી પ્રભુ પદ્મનાભજીના સંપૂર્ણ દર્શન થાય છે. કન્યાકુમારી અને અહીં પદ્મનાભજીના દર્શન માટે પુરુષોએ કેવળ ધોતી પહેરવાની હોય છે. અહીંના રાજા પોતાને પદ્મનાભ પ્રભુના સેવક માને છે. જો એ ગામમાં હાજર હોય અને સેવા ચૂકે તો તેને દંડ ભરવો પડતો.

    આવા શ્રી પદ્મનાભ પ્રભુના દર્શનાર્થે મહાપ્રભુજી અહીં પધાર્યા. આપશ્રીએ અહીં છોંકરના વૃક્ષ નીચે એક રમણીય સ્થાન પર મુકામ કીધો. આપશ્રીએ અહીં શ્રી દામોદરદાસ હરસાનીજીને શ્રી પદ્મનાથજીનું માહત્મ કહ્યું. ત્યાં શ્રી પદ્મનાભ આપના દર્શનાર્થે પધાર્યા.

આપશ્રીએ શ્રી પદ્મનાભજીનાં સેવાશૃંગાર કર્યા અને બન્ને સ્વરૂપોએ સાથે ભોજન કર્યુ. આપશ્રીએ શ્રી પદ્મનાભજીની આરતી કરી પોતાના સ્થાન પર પાછા ફર્યા. આપે શ્રી પદ્મનાભ ક્ષેત્રમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

શ્રી જનાર્દન ક્ષેત્રનાં બેઠકજી

janardan bethakji

કેરળમાં શ્રી જનાર્દન ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજીનાં બેઠકજી આજે પ્રગટ બિરાજે છે. આપે અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું હતું.  શ્રી જનાર્દન ભગવાન દરરોજ કથાસાંભળવા પધારતા હતા. અહીં વિષ્ણુસ્વામી મતાનુયાયી પ્રેમાકર મુનિના શિષ્યો અને પ્રશિષ્યો શ્રી મહાપ્રભુજીનાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યાંથી આપશ્રી મલાયાચલ પર્વત તરફ પધાર્યા.

શ્રી મલયાચલ પર્વતનાં બેઠકજી

malayachal bethakji

દક્ષિણમાં નીલગિરિ પર્વત ઉપર આવેલ ઉટાકામંડ નામે હવા ખાવાના પર્વતીય સ્થાન પર ચંદનનાં પુષ્કળ વૃક્ષો થતાં હોવાને કારણે આ પર્વતને મલયાચલ પર્વત કહેવામાં આવે છે.  ચંદનની સુવાસ અને ઠંડકને કારણે અહીં પુષ્કળ સાપ રહે છે.  આ અદ્ભૂત વનપ્રદેશમાં અનેક તીર્થસ્થાન આવેલા છે.  આપે અગત્સ્ય મુનિના આશ્રમમાં દર્શનાર્થે પધાર્યા હતા.  બાજુમાં શ્રી હેમગોપાલજી ઠાકોરજીનું મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે ત્યાં હિંસક પ્રાણી હોવાને કારણે એ વિસ્તારમાં કોઈપણ સેવકને વનમાં ન મોકલવાની વિનંતી કરી. ત્યારે મહાપ્રભુજીએ એમને આશ્વાસન આપતા જણાવ્યું કે આપની કૃપાથી કોઈપણ હિંસક પ્રાણી એમના સેવકોનો વાળ વાંકો નહીં કરી શકે. શ્રી હેમગોપાલજીએ આપને  જણાવ્યું કે આપના દર્શનથી એમની ગરમી દૂર થઈ અને એમનું રોમરોમ શીતળ થઈ ગયું. આપ આ ક્ષેત્રમાં એક મહિનો રોકાયા.

શ્રી કૃષ્ણા નદી પરનાં બેઠકજી

krishna nadi ki bethakji

આંધ્ર પ્રદેશમાં આવેલી કૃષ્ણા નદીને કિનારે આવેલા પીપળાના વૃક્ષની નીચે આપે મુકામ કરી દામોદરદાસ હરસાનીને આપે માયાવાદી બ્રાહ્મણો સાથે શાસ્ત્રચર્ચા કરવા નિમંત્રણ આપવા કહ્યું.  આપના ભાગવત પારાયણના પ્રારંભના સમાચારથી ચારેય સંપ્રદાયના વૈષ્ણવો આપના દર્શનાર્થે આવ્યા.  ભાગવત સપ્તાહ પૂર્ણ થતા માયાવાદીઓનો સમૂહ આવ્યો અને આપની સાથે શાસ્ત્રચર્ચા કરી અને ભક્તિમાર્ગની સ્થાપના કરી.

શ્રી પન્નાનૃસિંહજીનાં બેઠકજી

આંધ્ર પ્રદેશમાં મંગલગિરી ગામ પાસે શ્રીપન્નાનૃસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. મંદિર પાસે આવેલા છોંકરના વૃક્ષની નીચે આપશ્રી બિરાજ્યા.  બીજા દિવસથી શ્રી નૃસિંહજી ભગવાનની વિનંતીથી  આપે ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું.

શ્રી લોહગઢ[ગોવા]ના બેઠકજી

વિદ્યાનગરથી શ્રીમહાપ્રભુજી લોહગઢ [હાલનું ગોવા] પધાર્યા. અહીંના રમણીય સ્થાન જોઈ છોંકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા. ત્યાં એક મોટી શિલા હતી જેની ઉપર  હાથીના પગનું ચિન્હ હતું.  આજુબાજુ ગાઢ વન આવેલું હતું અને ક્યાંયે જળાશય ન મળતા આપે જણાવ્યું કે પાસે તળાવ છે જ્યાં હાથીના પગ ચિન્હ વાળી મોટી શિલા હતી. આ શિલાની બાજુમાં બીજી એક મોટી શિલા હતી જેની નીચે એક ગુફા છે જેમાં ત્રણ કુંડ આવેલા છે. એક અપ્સરા કુંડ જેમાં રોજ સ્વર્ગની અપ્સરાઓ સ્નાન કરવા આવે છે.  બીજો ગંધર્વ કુંડ જેમાં રોજ ગંધર્વ સ્નાન કરવા આવે છે.  ત્રીજો દેવતા કુંડ જેમાં દર પૂનમના દિવસે ઈંદ્ર સહિત દેવતાઓ સ્નાન કરવા આવે છે. આપે અહીં શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યારબાદ આપ પંઢરપુર જવા રવાના થયા.

જૈ શ્રી કૃષ્ણ