મિત્ર એટલે

મિત્ર એટલે •

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહેલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે ઝળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમંદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો yમાણYસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

 

ૐ નમઃ શિવાય

2 comments on “મિત્ર એટલે

  1. ખુબ સરસ.   From: મેઘધનુષ To: pallavimistry@yahoo.com Sent: Wednesday, 18 March 2015 1:36 PM Subject: [New post] મિત્ર એટલે #yiv3670224799 a:hover {color:red;}#yiv3670224799 a {text-decoration:none;color:#0088cc;}#yiv3670224799 a.yiv3670224799primaryactionlink:link, #yiv3670224799 a.yiv3670224799primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3670224799 a.yiv3670224799primaryactionlink:hover, #yiv3670224799 a.yiv3670224799primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3670224799 WordPress.com | shivshiva posted: “મિત્ર એટલે •મિત્ર એટલે મળવા જેવો માણસ,મિત્ર એટલે હળવા જેવો માણસ,મિત્ર એટલે ભળવા જેવો માણસ,મિત્ર એટલે કળવા જેવો માણસ,મિત્ર એટલે રળવા જેવો માણસ,મિત્ર સહુને ફળવા જેવો માણસ…!મિત્ર એટલે પરથમ પહેલો શ્વાસ,મિત્ર એટલે હોવાનો અહેસાસ,મિત્ર એટલે” | |

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s