સુવિચાર
* માણસ પૈસાને બચાવે તે જરૂરી છે પણ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે.
* માણસને ગુસ્સો આવે એ MARD ની નિશાની છે
પણ
એ ગુસ્સાને પી જવો એ MARRIED ની નિશાની છે.
* એટલું મીઠું ના બોલો કે લોકો તમને ગળી જાય
એટલું કડવું પણ ના બોલો લોકો તમને થૂંકી દે
* “મને કોઇની જરૂર નથી” એમ માને તે સ્વાર્થી
“સહુને મારી જરૂર છે” એમ માને તે પરકારીન
“સહુ મારા માટે જરૂરી છે” એમ માને તે નમ્ર
* જિંદગી જીવવાની બે રીત છે…. કાંતો કોઈ એક ખૂણે રડી લેવું અથવા તો
વિશ્વના તમામ ખૂણે લડી લેવું……
* દુનિયામાં નોખાની નહી પણ અનોખાની બોલબાલા છે.
* જે વિ્ચારો તે બધું બોલો નહિ
અને
જે બોલો તે બધું વિચારીને બોલો.
* બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.
ૐ નમઃ શિવાય