હેલ્થ ટીપ્સ

                            આજે મહા વદ આઠમ

આજનો સુવિચાર:- સમય અનંત અને અનાદિ છે. સમયનો સદુઉપયોગ કરો. — સંતવાણી

              અત્યાર સુધી મુકાયેલી હેલ્થ ટીપ્સનાં થોડાં અંશ

હેલ્થ ટીપ્સ:- ગુલાબના રસનાં ટીપાં નાકમાં પાડવાથી ગરમીનો અને માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે.

હેલ્થ ટીપ્સ:- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી મીઠાને ભેજ નહી લાગે.

હેલ્થ ટીપ્સ:- વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હુંફાળુ તેલ લગાડવું અને થોડા કલાક બાદ નવશેકા ગરમ પાણીમાં પલાડેલા માથા પર લપેટી સ્ટીમ આપવી.

હેલ્થ ટીપ્સ:- દાઝ્યા પર કાચા બટાટાનો પલ્પ લગાડવાથી ફોલ્લા નહીં પડે.

હેલ્થ ટીપ્સ:- દિવેલનું નિયમિત સેવન કાંતિ, સ્મૃતિ અને શક્તિ વધારે છે.

હેલ્થ ટીપ્સ:- પાલક અને ગાજર ઉકાળેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવીને ચહેરા પર લગાડવાથી ત્વચાને વધુ પોષણ મળે છે.

હેલ્થ ટીપ્સ:- પાર્કિસનનાં દર્દીઓએ યોગાસન, પ્રાણાયમ, ધ્યાન તેમ જ હસવાના[લાફીંગ] પ્રયોગો પર વધુ ધ્યાન આપવું જોઈએ.

હેલ્થ ટીપ્સ:- ચામડીનાં રોગોમાં મલમ સાથે ચંદન ઘસીને લગાડવાથી ઉત્તમ પરિણામ આપે છે.

હેલ્થ ટીપ્સ:- ભાતનાં ઓસામણમાં ચંદન ઘસીને મધ અને સાકર સાથે પીવાથી ઍસીડિટી તેમ તરસની વ્યાધિ દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- માથા પર પસીનો થાય ત્યારે તેને ભીના ટુવાલથી દૂર કરો.

હેલ્થ ટીપ્સ:- પેટ સાફ ન આવતું હોય તો કાળી દ્રાક્ષ [કીસમીસ]ને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

હેલ્થ ટીપ્સ:- હોઠની કુદરતી ચમક લાવવા માટે તાજા ક્રીમમાં લીંબુનો રસ ભેળવી લગાડવો..

હેલ્થ ટીપ્સ:- બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધભેળવી પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાયા બાદ ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક લગાડી શકો છો.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી જીરું નાખીને ઊકાળેલું પાણી મેલી ત્વચા પર ક્લીંઝીંગ મીલ્કનું કામ કરશે.

હેલ્થ ટીપ્સ:- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પરમાત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપણ કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હેલ્થ ટીપ્સ :- અજમો એક એવો મસાલો છે જે અનેક પ્રકારનાં અન્નને પચાવે છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.

                                       ૐ નમઃ શિવાય

આજના SMS

આજે મહા વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જ્ઞાન એવી પાંખ છે, જે આપણને સ્વર્ગ તરફ ઉડાડીને લઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- ધાણાને સૂંઠ સાથે પીવાથી ભૂખ ઉઘડે છે.

આજના એસ.એમ.એસ.

લબ્ઝ ના નિકલે
ફિર ભી આવાઝ હોતી હૈ
કુછ લમ્હોં કી બાત ખાસ હોતી હૈ,
આપ ચાહે માને યા ના માને
લેકિન આપ કી યાદ
હંમેશા દિલ કે પાસ રહેતી હૈ.

—–*****——*****—–

જીવનમાં રસ નથી
મરવામાં જશ નથી
ધંધામાં કસ નથી
જાવું છે USA પણ
ત્યાં મંદીનો કોઈ અંત નથી
સારા ઠેકાણે લઈ જવા
સારી બસ ઊપડતી નથી.

                                       ૐ નમઃ શિવાય

ટ્રેનની સફરે

                                 આજે મહા વદ પાંચમ

આજનો સુવિચાર:- આનંદપૂર્વક ઉઠાવવામાં આવતી જવાબદારી કે ભાર હળવો લાગે છે.

હેલ્થ ટીપ્સ:- લોહીમાં આયર્નની ખામી હોવાથી નખ પીળા પડી જતા હોય છે. રોજીંદા ખોરાકમાં લીલા તાજા શાકભાજી, પાંદડાયુક્ત ભાજી, કઠોળ અને સૂકામેવાની માત્રા વધારો.

 [ગુડગાંવ સ્થિત કુણાલે આ ઈ મેઈલ ફોરવર્ડ કર્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

  કૉલેજીયન, નોકરીયાત વગેરે નાની મોટી દરેક વ્યક્તિથી ખીચોખીચ ભરેલી ટ્રેન આગળ વધવા માંડી. બારીની બાજુની સીટમાં એક આધેડ વયના ભાઈ પોતાના 30 વર્ષની ઉંમરના પુત્રની સાથે બેઠા હતા. જેવી ટ્રેન ચાલુ થઈ ત્યાં તો પેલા આધેડ વયના 30 વર્ષની ઉંમરવાળા પુત્રે ખૂશીના માર્યા જોર જોરથી બૂમ પાડવા લાગ્યો,

“બાપુ, જુઓને આ લીલા ઝાડ કેવાં સુંદર દેખાય છે! કેવા ઝડપથી આગળ વધી રહ્યાં છે.”

   30 વર્ષની આ વ્યક્તિના આવા વલણથી ટ્રેનમાં બેસેલી દરેક વ્યક્તિ અચંબા ભરી નજરે જોવા લાગ્યા અને આ વ્યક્તિ વિષે અંદરોઅંદર એકબીજા સાથે વાતો કરવા લાગ્યા “આ ગાંડો લાગે છે.” તાજા પરણેલા અનુપે પોતાની નવી પરણેતરને કાનમાં કહ્યું.

          અચાનક વરસાદ વરસવો ચાલુ થયો. અને ટ્રેનની ખુલ્લી બારીમાંથી વાછંટ મુસાફરો પર વરસવી ચાલુ થઈ. આ 30 વર્ષનો પુત્ર ખૂશ થઈ ગયો. ખૂશીનો માર્યો તેના બાપુને કહેવા લાગ્યો,

        ” બાપુ, બાપુ જુઓને વરસાદમાં કેવી મઝા આવે છે.”

    અનુપની પત્ની આ વરસાદથી હેરાનપરેશાન હતી કારણ એનો નવોનકકોર પહેરવેશ ભીનો થતો હતો.

“ અનુપ, જોતા નથી કેટલો વરસાદ પડે છે? ઓ ભાઈસાહેબ તમારા દિકરાની મગજની હાલત ઠીક નથી લાગતી એને કોઈ સાઈક્રાસ્ટિક પાસે લઈ જાઓ આમ પબ્લિકને હેરાન તો ના કરે?”

   શરૂઆતમાં તો પેલા ભાઈ ખંચકાયા પછી ધીમા અવાજે બોલ્યા, ” મારા દીકરાના આવા વર્તણુક માટે હું માફી માંગું છું પણ હમણાં અમને હૉસ્પિટલમાંથી રજા મળી છે અને અમે ઘરે જઈ રહ્યા છીએ. મારો આ દીકરો જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતો તેના સફળ ઑપરેશન બાદ તેણે કુદરતને અને વરસાદને પહેલી વખત અનુભવ કર્યો છે. તમને સહુને આની વર્તણુકથી પરેશાની થઈ હોય તો હું દિલગીર છું.”

    કહેવાનો ભાવાર્થ એ છે કે ‘કોઈપણ વસ્તુ જાણકારી વગર જેવી દેખાતી હોય છે તેવી સત્ય લાગે છે પરતુ હકીકતની જાણકારી વિના પ્રતિભાવ જણાવવો અયોગ્ય છે. માટે હકીકત જાણવાનો પ્રયત્ન કરો ત્યારબાદ પોતાનો પ્રતિભાવ જણાવો.’

                                   ૐ નમઃ શિવાય

યાદ કરો [જવાબ]

                        આજે મહા વદ ચોથ [સંકષ્ટી ચોથ]
આજનો સુવિચાર:- દરેક માનવીમાં ઈર્ષાનો અંશ હોય છે જેને કારણે તે બીજાની પ્રગતિ સહન કરી શકતો નથી. માટે જ ઈર્ષા હૃદયનો વિકાસ કરવાને બદલે તેને સાંકડું બનાવે છે.

હેલ્થ ટીપ્સ:- સતત હેડકી આવતી અટકાવવા ખૂબ પાણી પીઓ અથવા બરફ ચાવીને ખાઓ અથવા જોરથી તમાચો મારો.

[પ્રથમ શાબાશી કચ્છ સ્થિત ભાઈ અનિમેષને આપવી રહી જેમણે લગભગ દરેક સવાલનાં સાચા ઉત્તરો આપ્યાં છે અને અમેરિકા સ્થિત વડિલ શ્રી મનવંતભાઈનો સાચા ઉત્તર આપવાનો પ્રયત્ન કરવા બદલ મેઘધનુષ તરફથી આભાર.]

                                 યાદ કરો [જવાબ]

1] માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે આપણા ક્યા ભારતીય નેતાઓની ટપાલટિકિટ બહાર પાડી છે?

જવાબ:- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીની ટપાલટિકિટ બહાર પાડી હતી.

2] ‘બાઉલ’ સંગીત એ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર ગણાય છે?

જવાબ:- પ. બંગાળમાં ગવાતા લોકસંગીતનો એક પ્રકાર છે

3] અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે ક્યા નામે ઓળખાતું ? અને તેમાં કેટલા ઓરડા આવેલા છે?

જવાબ:- ‘વાઈસ રોય હાઉસ’ તરીકે ઓળખાતા આ ભવનમાં 340 ઓરડા આવેલા છે.

4] વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ શું ?

જવાબ:- લાલ સમુદ્ર [RED SEA]

5] ભારતના ફિલ્મ ઉદ્યોગની ‘ગ્રેટા ગારબો’ કોણ કહેવાય છે ? અને તેની સાથે સંજીવકુમારની કઈ જાણીતી ફિલ્મ છે?

જવાબ:- ‘સુચિત્ર સેન’ ગ્રેટા ગારબો કહેવાય છે અને સંજીવકુમાર સાથેની તેમની જાણીતી ફિલ્મ ‘આંધી’ છે.

6] નીચેની શોધ કોણે કરી?

  1] લિફ્ટ 2] રેડિયમ 3] થર્મોમીટર 4] વાયરલેસ મૅસેજ

જવાબ:-
1]  ઈ.જી. ઑટિસ
2] માદામ ક્યુરી
3] ગેલિલિયો
4] જી. માર્કોની

7] બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં ક્યા ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું ?

જવાબ:- રમણ લાંબા [ક્રિકેટર]

8] પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ કોણ ?

જવાબ:- સર વિલિયમ જોંસ

9] મુંબઈનો કયો વિસ્તાર ‘કાલાઘોડા’ તરીકે જાણીતો હતો ?

જવાબ:- ફોર્ટ એરિયા જ્યાં અત્યારે જ્યાં ‘જહાંગીર આર્ટ ગેલેરી’ આવેલી છે તેની સામેનો ચૉક તે કાલાઘોડા તરીકે જાણીતો હતો.

10] ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી તેનું નામ શું ?

જવાબ:-   કોલકત્તાનો ‘ઈડન ગાર્ડન’ સ્ટેડિયમમાં પહેલીવાર ‘ડે એંડ નાઈટ’ મેચ રમાઈ હતી.

11] ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન ક્યાં ચાલે છે ?

જવાબ:- બોરીવલીના ‘નેશનલ પાર્ક’માં આ ટ્રેન બાળકો માટે દોડે છે. છે.

તો મેળવો આપના જવાબ.

                                            ૐ નમઃ શિવાય

લોભી લલ્લુ

                              આજે મહા વદ ત્રીજ

આજનો સુવિચાર:- ભગવાન ખરેખરજો સામાન્ય માણસને પ્રેમ ન કરતો હોત તો તેણે આટલી વિશાળ સંખ્યામાં માણસોને પેદા ના કર્યા હોત. —–અબ્રાહમ લિંકન

હેલ્થ ટીપ્સ:- સરગવાની સીંગને બાફીને તેનો રસ કસ ચાવીને ખાવાથી સંધિવાના રોગમાં રાહત રહે છે.

[rockyou id=103530821&w=426&h=319]

                                   લોભી લલ્લુ

લલ્લુ એક લોભી માછીમાર હતો.

નદીમાં માછલી પકડવા જાળ નાખી.

મીની માછલી જાળમાં ફસાઈ.

મીનીએ છોડી મૂકવાની આજીજી કરી.

બોલી,” મને વેંચીને તારી કોઈ કમાણી નથી થવાની.”

બોલતી મીનીને સાંભળી નવાઈ પામતો લલ્લુએ મીનીને કહ્યું,

”તું તો માણસની જેમ બોલે છે. હું તને ઘરે લઈ જઈશ.”

મીનીએ કહ્યું,” મને છોડી મૂકીશ તો તને કિંમતી પાણીદાર મોતી આપીશ.”

લોભી લલ્લુએ લાલચે મીનીને છોડી દીધી.

મીની ઊંડા પાણીમાંથી પાણીદાર મોતી લઈ આવી.

મોતી જોઈને વધારે મોતી માટે લલ્લુને લોભ જાગ્યો.

મનમાં વિચાર્યું કે મીની પાસે ઘણાં મોતી હોવા જોઈએ.

તેણે મીનીને ફરીથી પકડી લીધી.

લલ્લુએ વધારે મોતીની માંગણી કરી.

હોશિયાર મીનીએ કહ્યું,” મારી પાસે નથી પણ મારી મમ્મી પાસે છે.

કહો તો લઈ આવું.”

લાલચુ લલ્લુ લોભાઈને મીની પાસેથી મોતી લેવાનું પણ ભૂલી ગયો.

અને મીનીને છોડી મૂકી.

પાણીમાં જઈ મીનીએ કહ્યું,” તારા લોભને કારણે હવે તને

એકપણ મોતી પણ નહીં મળે અને

હવેથી તારી જાળમાં કોઈ માછલી પણ નહીં પકડાય.

તારાલોભની આ સજા.”

કરેલા લોભથી લલ્લુને પસ્તાવો થયો.

બોધ:-

જબ ચિડિયા ચુગ ગઈ દાના અબ પછતાનેસે ક્યા ફાયદા?

અતિ લોભ તે પાપનું મૂળ.

                                 ૐ નમઃ શિવાય

યાદ કરો

                         આજે મહા સુદ બારસ

આજનો સુવિચાર:- શાંતિના માર્ગ દ્વારા જ ગુનિયાને શલ્તિશાળી બનાવી શકાય છે.

હેલ્થ ટીપ્સ:- કસરતથી ઊંઘ સારી આવે છે. ચિંતા દૂર થાય છે, ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારો થાય છે, તાણ,ગુસ્સો અને શરીરનો થાક દૂર થાય છે.

                                         યાદ કરો

1]     માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે આપણા ક્યા ભારતીય નેતાઓની ટપાલટિકિટ બહાર પાડી છે?

2]     ‘બાઉલ’ સંગીત એ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર ગણાય છે?

3]     અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે ક્યા નામે ઓળખાતું ? અને તેમાં કેટલા ઓરડા આવેલા છે?

4]     વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ શું ?

5]     ભારતના ફિલ્મ ઉદ્યોગની ‘ગ્રેટા ગારબો’ કોણ કહેવાય છે ? અને તેની સાથે સંજીવકુમારની કઈ જાણીતી ફિલ્મ છે?

6]     નીચેની શોધ કોણે કરી?

અ]  લિફ્ટ 2]  રેડિયમ 3]  થર્મોમીટર 4]  વાયરલેસ મૅસેજ

7] બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં ક્યા ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું ?

8] પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ કોણ ?

9] મુંબઈનો કયો વિસ્તાર ‘કાલાઘોડા’ તરીકે જાણીતો હતો ?

10]    ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી તેનું નામ શું ?

11]     ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન ક્યાં ચાલે છે ?

સાચા જવાબની ચાર દિવસની રાહ જુઓ.

                                                 ૐ નમઃ શિવાય

10 કુટેવો

                                    આજે મહા સુદ દસમ
આજનો સુવિચાર:- પ્રેમ એ એવો રસ્તો છે જેના દ્વારા તમને ખુશીનો ઢગ પ્રાપ્ત થાય છે.

હેલ્થ ટીપ્સ:- મગજને યુવાન રાખવા હંમેશા નવા નવા પડકાર ઉઠાવતા રહો.

                                    10  કુટેવો

      મગજ આપણા શરીરનું એક અતિ મહત્વનું અંગ છે. તેની કાળજી રાખીશું તો જ આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીશું. જીવનની કેટલીક કુટેવો છોડવી જરૂરી છે. આમ તો આપણી ઘણી કુટેવો હોય છે પણ આપણે તેને આપણી ટેવો સમજીને છોડી દેતાં હોઈએ છીએ. પરંતુ અમુક ચોક્કસ કુટેવો પ ધ્યાન દઈએ તો જરૂરથી છોડી શકાય જે મગજની સ્વસ્થતા, કાર્યક્ષમતા અને અસરકારકતા માટે અતિ આવશ્યક છે.

* સવારનો નાસ્તો ન કરવો

જે લોકો સવારનો નાસ્તો નથી લેતા તેઓના લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જાય છે. આ મગજને જરૂરી પોષક તત્વોની ઉણપ ઊભી કરે છે. તેને કારણે મગજને ઘસારો પહોંચે છે.

*   વધુ પડતું ખાવું.

આ આદત મગજની નસોને સખત અને અસંવેદનશીલ બનાવી દે છે, જેથી મગજની ક્ષમતા ઓછી થઈ જાય છે.

*   ધ્રૂમપાન કરવું.

આ આદત મગજને એક કરતાં વધુ રીતે નુકશાન પહોંચાડે છે. એનાંથી સ્મૃતિભ્રંશનો રોગ ઉદભવે છે.

*   વધુ પડતી સાકરનું સેવન કરવું.

આ આદતથી પ્રોટીન અને બીજા પોષક તત્વો શરીરના શોષણમાં અંતરાય પેદા કરે છે.

* હવાનું પ્રદુષણ [આ કુટેવ નથી]

પ્રદુષિત હવા શ્વાસમાં લઈએ તો મગજને ઓછો ઑક્સિજન મળે છે એટલે કાર્યશક્તિ ઘટી જાય છે.

*   અપૂરતી ઊંઘ

ઊંઘ આપણા મગજને આરામ આપે છે જો એ જ પૂરી ન થાય તો મગજનાં કોષો નાશ પામે છે.

*   સૂતી વખતે માથું ઢાંકેલું રાખવું.

માથું ઢાંકીને સુવાથી ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. જે મગજ માટે નુકશાનકર્તા છે.

* બીમારી વખતે મગજ અશાંત રાખવું કે તાણમાં રાખવું.

બીમારી વખતે મગજ હંમેશા શાંત રાખવું તેને શ્રમ આપવાથી કે ખૂબ અભ્યાસ કરવાથી મગજની અસરકારકતામાં ઘટાડો થાય છે અને મગજને નુકશાન પહોંચાડે છે.

*   મગજને કાર્યશીલ ન રાખવું.

વિચાર કરવો એ મગજને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો મગજને કાર્યરત ન રાખવામાં આવે તો તે સંકુચિત થઈ જશે.

*   ઓછું બોલવું.

વિચારવંત અને તંદુરસ્ત વાર્તાલાપ મગજને કાર્યક્ષમ અને અસરકારક બનાવે છે.

                                                                 —- સંકલિત

                                        ૐ નમઃ શિવાય

જ્યુસ થેરેપી

                                        આજે મહા સુદ નોમ

આજનો સુવિચાર:- સાચો પ્રેમ તેમનો છે, જેમના સંગમાં વર્ષો દિવસો જેવાં લાગે છે અને જેમના વિયોગમાં દિવસો પણ વર્ષો જેવાં લાગે છે.
હેલ્થ ટીપ્સ:- જુદા જુદા ફળોના રસનો રોજિંદો ઉપયોગ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એ કુદરતી એપિટાઈઝર છે.

[rockyou id=102573740&w=550&h=183]

                                               જ્યુસ થેરેપી

     અલગ અલગ થેરેપીમાં હવે ‘જ્યુસ થેરેપી’નો સમાવેશ થાય છે. ઠંડીની ઋતુમાં તબિયતને સાચવનારા અને વહેલી સવારે વૉકિંગ કરવાની સંખ્યા કદાચ ઘટી જાય છે. જોકે મુંબઈ જેવા શહેરમાં આવી સંખ્યાનો કદી પણ ઘટાડો નથી થતો. પણ આ વર્ષની ઠંડીની ઋતુએ મુંબઈ જેવા શહેરની પ્રજાને ગરમ કપડા કબાટમાંથી કાઢી પહેરવા મજબૂર કર્યાં હતા. પરંતુ હેલ્થ કૉંસિયસ લોકો પોતાનું સ્વાસ્થ્ય જુદા જુદા પ્રકાર જ્યુસ વડે સુધારી રહ્યાં છે. સવારનાં આવા ઘણા તાજા જ્યુસવાળાઓ જોવા મળે છે. કારેલાનો, લીમડાનો, તુલસીનો, આમળાનો, આદુનો, ગાજરનો, ઘઉંના જ્વારાનો, જાંબુનો, બીટનો વગેરે વગેરે…… અનેક જ્યુસ લઈને બેઠેલા જોવા મળે છે.

     જ્યુસ થેરેપી એક એવી થેરેપી છે જેના દ્વારા વિવિધ પ્રકારની બિમારીનો ઈલાજ કરવામાં આવે છે. આ થેરેપીમાં તાજાં ફળ, કાચા-પાકાં ફળ અને લીલા શાકભાનાં જ્યુસનો સમાવેશ થાય છે. આનાંથી શરીરની આંતરિક ઉર્જાને કેંદ્રિત કરીને તે રોગની ચિકિત્સા કરવામાં આવે છે. અનેક ફળો એવા6 છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધે છે. તે ઉપરાંત શરીરમાંથી હાનિકારક તત્વોનો નિકાલ થાય છે. જ્યુસ થેરેપી ખાસ કરીને જેમનું બ્લડપ્રેશર ઊંચું નીચું રહેતું હોય તેમના માટે ઉપયોગી છે. આ જ્યુસમાં કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, ખનિજ તત્વો ભરપૂર હોય છે. ખાસ કરીને વિટામીન સી પ્રમાણ ભરપૂર હોય છે.

      ડાયાબિટીસ પર કારેલા, લીમડા, તુલસી, જાંબુ, ઘઉંના જ્વારાનો રસ અસરકારક છે. સફરજનમાં રહેલું સોરબીટલ નામનું તત્વ ઍંટિઓક્સિડંટનું કાર્ય કરે છે અને શરીરમાં રહેલા વાઈરસનો નાશ કરે છે. બીટ તંદુરસ્તી વધારે છે. કોબીજનો જ્યુસ પેટનાં ચાંદા એટલે અલ્સર મટાડે છે. કોબીજનો જ્યુસ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ગાજરનો રસ કૅંસરનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે.દૂધીનો રસ પેટમાં ઠંડક પહોંચાડે છે અને વાળની વૃદ્ધિ કરે છે. સક્કરટેટીનો રસ લોહી પાતળું કરવામાં મદદ કરે છે. આનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટાડે છે. સંપૂર્ણ સ્વસ્થતા માટે આમળાનો રસ ખૂબ અસરકારક છે. લસણનો વિશિષ્ઠ ગુણ એ છે કે તે કુદરતી એંટિબાયોટિક છે.તેનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણનો જ્યુસ અનેક પ્રકારની બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આદુનો રસ પેટની બિમારી દૂર કરે છે. આદુનો રસ માઈગ્રેન [આધાશીશી] દૂર કરવામાં મદદ કરે છે અને મોશન સીકનેસની બીમારી ઘટાડવામાં મદદ કરે છે. ભોજન લેતાં પહેલા થોડા પાણીમાં 3 થી 4 ચમચી આજ્યુસ ભેળવીને પીવાથી પાચન શક્તિ વધે છે. કોઈપણ ફળનો જ્યુસ લીધા પછી ઓછામાં ઓછું એક કલાક બાદ ભોજન લેવું. આ એક એપેટાઈઝરનું કામ કરે છે.

 — સંકલિત

                                             

                                                ૐ નમઃ શિવાય

HAPPY VALENTINE’S DAY

                         આજે મહા સુદ આઠમ

આજનો સુવિચાર:- ખુશી અને ઉત્સાહ પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરી લે છે.

હેલ્થ ટીપ્સ:- શિયાળામાં હાથ-પગની ત્વચા ફાટી જતી હોય છે ત્યારે હળદરના ચૂર્ણને કાચા દૂધમાં ભેળવી લગાડવાથી હાથ પગની ત્વચા ફાટતી નથી.

                                   હેપી   વેલેંટાઈન્સ   ડે

       વેલેંટાઈન એટલે જીવનમાં જીવવાની સારી પ્રેરણાને જીવનબળ આપે તે વેલેંટાઈન.

      એ જમાનામાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને નિઃસ્વાર્થ પ્રે પ્રતિક રૂપે ભેટ આપી શકતુ ન હતું . સર વેલેંટાઈને આ કાર્ય કર્યું અને તેની સજારૂપે તેમને ખ્રિસ્તિ ધર્મ છોડવાનો આદેશ મળ્યો. આનો વિરોધ કરતા કરતા 14મી ફેબ્રુઆરીના દિવસે તેમનું મૃત્યુ થયું. આ રીતે 14મી ફેબ્રુઆરી વેલેંટાઈન ડે તરીકે ઊજવાય છે.

        મારી દૃષ્ટિએ વસંત પંચમીનું અંગ્રેજી વર્ઝન એટલે વેલેંટાઈન ડે પછી ભલેને તે 14મી ફેબ્રુઆરીએ જ કેમ ના ઉજવાય!!! વસંતનાં આગમનથી પ્રેમીઓનાં હૃદૃય હિલોળા લેતું હોય છે. સાચો વેલેંટી એ ગણાય હૃદયની સાચી લાગણીથી સામેની વ્યક્તિની કદર કરે. સાચો વેલેંટી એ ગણાય જે સામેની વ્યક્તિને જીવન જીવવાની પ્રેરણા સાચા પ્રેમ દ્વારા આપે. પ્રેમને કોઈ સમય, જાતિ કે સીમાડા નથી હોતા.
      સાચા વેલેંટીનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ તો રાધા કૃષ્ણ છે. તેમ જ ગોપીઓ છે. આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને તોલે તો કોઈ આવી શકે જ નહીં. એક લાલ ગુલાબનું ફૂલ આપ્યાથી કાંઈ સાચા વેલેંટી નથી બની જવાતું. તેની પાછળ સમર્પણની અને સાચા પ્રેમની ભાવના હોવી જોઈએ.

   ફૂલ એ પવનનું વેલેંટી છે અને મનુષ્યનું પણ વેલેંટી છે . એ બન્નેને સુવાસ આપે છે. આપણે વેલેંટીના અર્થને આપણા સંબંધના વાડામાં બાંધી દીધો છે. પ્રેમને કોઈ જાતિ હોતી નથી એટલે વેલેંટી એટલે ‘પતિ કે પ્રેમી’ નથી હોતા પણ વ્યાપક રીતે જોઈએ તો ખાસ મિત્ર, દીકરો, દીકરી કે કોઈ પણ હોઈ શકે. ‘વેલેંટી’ની વ્યાખ્યા ખૂબ વિશાળ અને સુંદર છે.

શ્રી રતિલાલ ઘીયા રચિત સુંદર રચના અને શ્રી અજિત શેઠે સંગીતે મઢેલું એક ગીત

નીલ ગગનને અંતર તારા નયના હસુ હસુ કરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે
નીલ સાયરને જંતર તારા ગીત મધુર રણઝણે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે
લાલ ઉષાને પાયલ તારા કુમકુમ નભ અવતરે
શરદ ઋતુનાં શશિયલ કુંભે ઉરેનાં અમૃત ઝરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે

ક્યાં નવ દેખું ક્યાં નવ ભાળુ, થલ થલ તું ઉભરે
મેઘધનુનાં જગ વૈવિધ્યે શુભ્ર એકતા ભરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે

                                            ૐ નમઃ શિવાય

વસંત

                            આજે મહા સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- સ્વપ્નોની હત્યા ક્યારેય ના કરશો, તેને સાકાર કરજો.

હેલ્થ ટીપ્સ:- ચહેરાને આકર્ષક અને સુંદર બનાવવા દસ મિનિટ ચહેરાની કસરત કરો.

સર્વ પ્રિયમ ચારુતરમ વસંતે !

ગઈકાલે વસંત પંચમી હતી. વસંતઋતુનો પ્રારંભ.

   ધારો કે આપણે એકની એક જ ઋતુમાં રહેતાં હોત તો જીવન કેટલું અરસિક હોત. આપણા ભારતમાં દર બે બે મહિને ઋતુઓ બદલાતી હોય છે. એમાંય જ્યારે ઠંડી ઋતુ જવાની હોય અને વસંતનો પ્રારંભ હોય ત્યારે તો વારવરણ ખૂશનુમા બની જાય છે. કૂંપળ અને કળી જાણે વસંતની રાહ જોતી બેઠી છે. તેમને નિમંત્રણ નથી પાઠવવું પડતુ. અચૂક એના સમયે આવી પૂગે છે. આ વસંતર્‍તુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે તો એ ઋતુરાજ કહેવાય છે. પ્રકૃતિના સૌંદર્યથી આકર્ષાઈને મહાકવિ કાલિદાસે ‘ઋતુસંહારમ’ની રચના કરી. વસંતનાં વધામણા આપતાં કહે છે

દ્રુમા સપુષ્પા સલિલંસપદ્મં
સ્ત્રિયઃસકામાઃપવનઃસુગન્ધિઃ
સુખાઃપ્રદોષઃદિવસાશ્વરમ્યાઃ
સર્વપ્રિયેચારુતરમ વસંતે

     શિશિરઋતુના શીતળ વાયરાનો પ્રભાવ ઓછો થતાં વાસંતી વાયરા ચાલુ થાય છે. ડાળે ડાળે કૂંપળ ફૂટે છે. આંબે મોહર મ્હોરે છે. ગુલમહોર, રાતરાણી, મોગરો ઉન્માદી લહેર વહાવે છે. કોયલ પંચમસૂરે ઋતુરાજની છડી પોકારે છે. અને કેસરિયા જામા પહેરી વસંતની પધરામણી થાય છે.

પ્રિયતમા પોતાના પ્રિતમને શોધવા ઉમંગથી નીકળી પડે છે.

રાગ બાગેશ્રી

ઋતુ બસંત તુમ અપને ઉમંગસો
પી ઢૂંઢન મૈં નિકસી ઘરસોં

આવોજી લાલા ઘર બિઠલાઉં
પાગ બંધાવું પીરી સરસોં

     વસંતનુ આગમન થાય છે અને કાનો ગોકુળથી દૂર ગયો અને તેના વિરહમાં ગોપીનું પશુ પંખીઓનાં હૈયા કેવાં વલોવાય છે તેનુ સુંદર વર્ણન કવિશ્રી અવિનાશ વ્યાસે કર્યું છે.


વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

સુના સુના કાલિંદીનાં કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલને મોર
કેડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

પ્રેમનાં કાચે તે તાંતણે બાંધીયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડ
રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવોને નંદના છેલ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

                                                          ૐ નમઃ શિવાય