જીવન જીવવાની જડીબુટ્ટી

                                    આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે. – ધમ્મપદ

[ આ લેખ અમદાવાદ સ્થિત શ્રીમતી ચૌલાબેન સંઘવીએ ઈ મેલ દ્વારા મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

 

                                  જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

 ૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

Read more on

http://funngyan.com/2009/03/18/jadibutti
                              ૐ નમઃ શિવાય

પ્રૌઢ શિક્ષણ

                              આજે જેઠ સુદ બીજ
આજનો સુવિચાર:- સંસારમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી મળે છે. – પ્રેમચંદ

હેલ્થ ટીપ:- હેડકી આવતી બંધ ન થતી હોય તેવી વ્યક્તિને અચાનક ગાલ પર તમાચો મારવાથી હેડકી બંધ થઈ જશે.

 

                              પ્રૌઢ શિક્ષણ

 

પૌત્રી કહે દાદા મારી સાથે સ્કુલ સ્કુલ રમો
હું બનું ટીચર તમને ભણાવું તેમ ભણો

મને દીધાં ચોક,પાટી—એ ફોર એપલ લખો
અને જેક એંડ જીલ ઍક્શન સાથે સીંગ કરો

ભોંય બેસી ભણતાં હું ભૂતકાળમાં ખોવાયો
મગજની મેડીએથી મળ્યા બાળપણનાં ગીતો

દાદો થયો છું તોયે મેં દાદાનો ડંગોરો લીધો
વા પવન વા ગાતાં ચગ્યો વિચારોનો કનકવો

નાની મારી આંખ વાળી સ્મરી અજબ જેવી વાત
બાળપણની સ્મૃતિઓમાં ખોવાઈ ગઈ જાત

એક બિલાડી પાળી તે હતી રૂપાળી રંગે
ને એમની પુસીકેટ તો ચઢી રાણી સામે જંગે

જેક એંડ જીલ ને હમ્પ્ટી ડમ્પ્ટી બન્ને નીચે પડે
એમાં જ્ઞાન બોધ શું પામો, બાવાના બેઉ બગડે

આપણા બાળગીતો હતાં સુંદર ને સુરીલાં
જ્ઞાન, ગમ્મ્ત અને બોધ, ત્રણે સાથે ભળેલાં

કેજી થી જૂની શિક્ષા સારી એથી હું પોરસાયો
પાટીમાં એ ને બદલે કમળનો ક લખાયો

નાની ટીચરે ઘાંટો પાડ્યો, તમે બધું રોંગ કરો
પનીશમેંટ આપીને મને ક્લાસ આઉટ કર્યો

 

શ્રી કિશોરભાઈ કણીયા [એમના પુસ્તક ‘સ્નેહાર્પણ’માંથી]

 

ૐ નમઃ શિવાય

વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો [3]

                           આજે વૈશાખ વદ અમાસ

 

આજનો સુવિચાર:- પાપી પર ઘૃણા ન રાખો, તેનાં પાપ પર ઘૃણા રાખો, કારણ તમે પણ પૂર્ણ નિષ્પાપ તો નહીં જ હો.                         — મહાવીર સ્વામી

હેલ્થ ટીપ:- ઉનાળામાં થાકેલી આંખોને આરામ આપવા ટી બેગ્સને પલાડી આંખો પર 15થી 20 મિનિટ મૂકી રાખવાથી આંખોને આરામ મળશે.

 

images[15]

 

વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો [3]

મોલેસિઝ                                                                                     ગોળ
મસ્કમેલોન                                                                                 સક્કરટેટી
મસ્ટર્ડ                                                                                         રાઈ
નટમેગ                                                                                     જાયફળ
ઑટમીલ                                                                                  જવના ફાડા
ઑરેંજરિડ                                                                                 નારંગીની છાલ
પેઅર                                                                                        નાસપતી
પેપર                                                                                        મરી
પોપીસીડ                                                                                 ખસખસ
પિસ્તેચો                                                                                   પિસ્તા
પ્લેટેન                                                                                       કેળા
પોમોગ્રેનેટ                                                                                દાડમ
પૉરિજ                                                                                      રાબ, ખીર
પમ્પકિન                                                                                 કોળું
રેડિશ                                                                                       મૂળા
રેઝિન                                                                                     સૂકવેલી દ્રાક્ષ
રેડગ્રામ                                                                                  મસૂરની દાળ
રિજગૌડ                                                                                 તૂરિયા
સેફ્રોન                                                                                    કેસર
સાગો                                                                                     સાબુદાણા
સ્કેલિયન                                                                              લીલી ડુંગળી
સેમોલિના                                                                             રવો, સોજી
સિસમ ઑઈલ                                                                     તલનું તેલ
શેલેટ                                                                                    નાના કાંદા
સ્વીટ પોટેટો                                                                         શક્કરિયા
ટરમરિક                                                                                હળદર
ટમરિંડ                                                                                 આમલી
વર્મિસેલી                                                                            સેવિયાઁ, ઘઉંના લોટની ઝીણી સેવ
વિનેગર                                                                                સરકો
વોલનટ                                                                                અખરોટ
વોટરમેલોન                                                                         કલિંગર, તડબૂચ
વ્હે                                                                                         ફાટેલા દૂધનું પાણી
વ્હાઈટ ફ્લોર                                                                         મેંદો
વ્હાઈટ ગ્રામ                                                                         કાબૂલી ચણા
હૉર્સ ગ્રામ                                                                             દાળિયા, શેકેલા ચણા
યેમ                                                                                      સૂરણ
યીસ્ટ                                                                                     આથો, ખમીર
યોગર્ટ                                                                                    દહીં

 

ૐ નમઃ શિવાય

હું

                                     આજે વૈશાખ વદ બારસ

આજનો સુવિચાર:- વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાઓ અને જ્ઞાનમાં વૃદ્ધ બનો. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- વૃદ્ધાવસ્થામાં પૂરતી ઊંઘ જરુરી છે. જો રાતનાં ઊંઘ ન આવતી હોય તો દિવસે ઊંઘવાનું ટાળો.

me[1]

            હું

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું ?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનનાય કોઈ દિ’ ના છાંટા ઉડાડું
શમણાનો કાયદોય હાથમાં ન લઉં
— હું

કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે : હૂંફની છે ખામી
કહે છે કે તારામાં લાગણી છે બહુ
— હું

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થૈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જાઉં
— હું

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું
— હું

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી
મને સાચકલે મારામાં ફાવતું નથી
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું ?

— મુકેશ જોશી

ૐ નમઃ શિવાય

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ

                                         આજે વૈશાખ વદ દસમ

આજનો સુવિચાર:- જીવન આપણે ધારીએ છીએ એટલું દુઃખમય નથી, પણ આપણે   ધારીએ એટલું એને સુખમય જરૂરથી બનાવી શકીએ.          — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળાની ગરમીમાં કફ શરદી ખૂબ સામાન્ય થયું છે.
 6 થી 7 મરીનો ભૂકો કરી એક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળવા મૂકો. 1/2 કપ પાણી રહે તેમાં 5 થી 6 ગાંગડા મીસરીના ભેળવી ગરમ ગરમ પી જાઓ.

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ  


ગુજરાત એ ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાં અગ્રેસર છે એ વાત તો હવે સૌ કોઇ જાણે છે. ગુજરાતનો વિકાસદર, ગુજરાતીઓનો વિકાસપ્રેમ એ પણ હવે જગજાહેર બાબતો બની ગઇ છે. પરંતુ ગુજરાતી જણ એટલે અટક્યો નથી. પોતાના જ્ઞાાન, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે હવે એ અનિવાર્ય એવી ઇન્ટરનેટની દુનિયા તરફ વળ્યો છે. જોકે, સાચી રીતે કહેવું હોય તો વળ્યો છે ને બદલે ઇન્ટરનેટની દુનિયાને ઘૂમી વળ્યો છે એમ કહેવું જોઇએ.

અને ઇન્ટરનેટ ઉપર પોતાની વાત રજૂ કરવાનું સૌથી સબળ અને અસરકારક માધ્યમ બની રહ્યું છે, બ્લોગ. સ્લમડોગ મિલનિયોરની ચર્ચા કરતો અમિતાભનો બ્લોગ હોય કે કોલકતા નાઇટ રાઇડર્સની અંદરની વાતો લિકેઝ કરતો અજ્ઞાાત બ્લોગ હોય, બ્લોગના માધ્યમથી પોતાની વાત જાહેરમાં મૂકવાનું વલણ હવે સેલિબ્રિટી સહિત સામાન્ય માણસોમાં પણ વધી રહ્યું છે.

પરંતુ આપણે તો વાત કરવી છે, ગુજરાતી ભાષા વિશેના બ્લોગસ્ની.

એક સાદી ગણતરી મુજબ વર્ષ ૧૯૯૬ સુધીમાં ગુજરાતી ભાષામાં લખાતાં કે ગુજરાતી ભાષાની ચર્ચા કરતાં બે કે ત્રણ બ્લોગ ઇન્ટરનેટ ઉપર અસ્તિત્વ ધરાવતાં હતાં. જેની સંખ્યા વર્ષ ૨૦૦૨માં વધીને પચીસ થઇ અને વર્ષ ૨૦૦૬માં લગભગ ૧૩૦. આજે વાત કરવી હોય તો આ સંખ્યાનો અંદાજ, બ્લોગર વિજય શાહના મતે, ૪૦૦ ઉપરાંત હશે!

આમાંથી મોટાભાગના બ્લોગનું કામ એક જ છે અને એ છે ગુજરાતી ભાષા સાચવવાનું. જો આવા બ્લોગને એક સંસ્થા તરીકે સ્વીકારીએ તો એના માધ્યમથી ભાષાનું કામ કરી રહેલા વ્યક્તિઓને ‘સેવાના ભેખધારી’ એટલેકે ‘સ્વયંસેવક’ જ ગણવા પડે. મોટાભાગે આ લોકો ગુજરાતી ભાષાને સાચવવાનું જ કામ કરે છે. એમને પોતાને વાંચતા-વાંચતા ક્યાંકથી ગમેલું કે ક્યારેક પોતે રચેલું સાહિત્ય બ્લોગ ઉપર મૂકાય છે. હા, એમાં એક જોખમ રહેતું કે બીજાની રચના તફડાવીને પોતાને નામે ચઢાવી રજૂ કરનારા મોટી સંખ્યામાં દેખાતા. પરંતુ તકનીકના વિકાસ સાથે આ સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની ખાઇ દૂર કરવા સાથે સારી રચનાઓને લોકભોગ્ય બનાવવા સાથે આગામી પેઢીમાં ભાષા સંસ્કાર દૃઢ કરવા મથતાં લોકો આ સ્વયંસેવી કાર્યમાં રોકાયેલા છે. અને એ પણ કોઇ પણ પ્રકારના પારિશ્રમિકની અપેક્ષા વિના કલાકો સુધી, નિઃસ્વાર્થભાવે.

નવી અને જૂની પેઢી વચ્ચે સંબંધનો બંધ વધુ મજબૂત કરવાના ધ્યેયથી મંડેલા બ્લોગમાં કેટલાંક પ્રતિનિધિ નામ લેવા હોય તો મોના નાયકનો ઉર્િમસાગર, જયશ્રી ભક્તાનો ટહુકો, ચેતન ફ્રેમવાલા-મંથન ભાવસાર-ચેતનાબેન શાહનો ધબકાર અને નીલમ દોશીના પરમ ઉજાસનું સ્થાન મોખરે છે. તો ગુજરાતી ભાષાની યથાયોગ્ય જાળવણી માટે સૌથી મોખરે છે, મૃગેશ શાહનું રીડ ગુજરાતી. સાથે છે ધવલ શાહ અને વિવેક ટેલરના લયસ્તરો પણ ખરું. તો પોતાના અનુભવો વિશે, પોતાના લેખન વિશે ઘણાં બ્લોગ છે. એમાં કાવ્ય પદાર્થ વિશેના બ્લોગમાં વિવેક ટેલરનો શબ્દો છે શ્વાસ મારા,  હેમંત પુણેકરના હેમ કાવ્યો,મહેશ રાવળનું નવેસર, દેવિકાબેન ધ્રુવ-ધીરુભાઇ શાહ-ગીરીશ દેસાઇ-પ્રવીણ કડકીયાની ગુજરાતી સાહિત્ય સરિતા આવે. તો પદ્ય માટે વિજયનું ચિંતન જગત, જે.ડી. પટેલનું વેબ પુસ્તકાલય, નીલા કડકીયાનું મેઘધનુષ ગણી શકાય. એ સિવાય ઉંઝા જોડણીમાં પણ સુરેશ જાની, જુગલકિશોર વ્યાસ, ઉત્તમ ગજ્જર અને ચિરાગ પટેલ જેવા બ્લોગિંગ કરતાં રહે છે.

મજાની વાત તો એ છે કે પ્રયોગાત્મક અભિગમ ધરાવતા કેટલાંક બ્લોગ દ્વારા ઘણાં લેખકો દ્વારા લખાતી સહિયારી નવલકથા-લઘુનવલકથા, શબ્દારંભે એક જ નક્કી અક્ષરની અંતાક્ષરી જેવા તો કંઇકેટલાય પ્રયોગો થયાં અને પ્રમાણમાં સફળ પણ રહ્યાં. આ અને આવી અનેક પ્રવૃત્તિઓ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહી છે. એક રીતે જોઇએ તો આ યાદી બિલકુલ અપૂર્ણ છે. એ પરિપૂર્ણ હોવાનો કોઇ દાવો નથી. ઇન્ટરનેટ ઉપરના ગુજરાતી રંગના કૂંડામાંથી આ તો માત્ર થોડાં ચટકાં છે. થોડાંમાં ઘન્નુ સમજો સાહેબજી!

છેલ્લે એક આખરી વાત. આવા નિઃસ્વાર્થ સેવાના ભેખધારી બ્લોગર્સ માટે શું કરી શકાય ? તો એક સાદો ઉપાય છે, એમના બ્લોગ ઉપરથી કોઇ મજાની વિગતને ક્યાંક જરા જેટલું પણ સ્થાન ક્રેડીટ સાથે આપી શકાય તો આપી છૂટવું જોઇએ, ‘સંદેશ’ એની અર્ધસાપ્તાહિક ર્પૂિતમાં આપે છે એમ જ.

http://www.sandesh.com/sandesh_article.aspx?

Courtesy: Sandesh 16/th May 2009

આનો શ્રેય શ્રી વિજયભાઈ આપવો ઘટે.

આભાર વિજયભાઈ

                                                ૐ નમઃ શિવાય

જાણવા જેવું

                                        આજે વૈશાખ વદ છઠ્ઠ

આજનો સુવિચાર :- જ્યારે બુદ્ધિમાં ચંચળતા ન હોય ત્યારે જ ધ્યાન લાગી જાય છે. મનને વશીભૂત કરવું એ જ ધ્યાન. – પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળામાં બાળકને વધુ સમય બહાર ન રાખવું લૂ લાગવાની શક્યતા વધી જશે. બાળકેને કોટનના, લાઈટ કલરનાં કપડા પહેરાવવાનો આગ્રહ રાખો.

                                                   જાણવા જેવું

•   ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.

•   સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.

•   જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.

•   જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.

•   પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.

•   સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે. 

•   સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.

•   પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.

•   પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.

•   દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.

•   પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.

•   દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.

•   વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.

                                                                                                                  — સંકલિત

                                                           ૐ નમઃ શિવાય

કિચન ટીપ્સ

                      આજે વૈશાખ વદ ત્રીજ [સંકષ્ટી ચોથ]

 

આજનો સુવિચાર :- અત્યંત તીવ્ર કષ્ટ પડે, એ સમયે આપણે ધૈર્ય ધરવું જોઈએ. – પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળામાં બહારથી આવ્યા પછી આંખો પર કાકડીનાં પતીકાં મૂકવાથી આંખોને આરામ મળ્શે.

 

                                                 કીચન ટીપ્સ

 

* સીઝનમાં ઘઉં ભરતી વખતે તે દિવેલથી મોઈ લેવાથી તેમાં ધનેડાં નહીં પડે.

* બટાટા નવા હોય તો બાફતી વખતે તેમાં ફુદીનાનાં થોડા પત્તા નાખવાથી માટીની વાસ નહીં આવે.

* ચોકલેટ આઈસિંગ વધારે ગળ્યું ન લાગે તે માટે તેમાં ચોકલેટ બિસ્કિટનો ભૂકો કરી તેમાં ભેળવી દો. ગળપણ ઓછું થશે અને સ્વાદિષ્ટ લાગશે.

* ફ્રીજમાં મૂકેલો લોટ સૂકાઈ ન જાય તેને માટે તેના ઉપર ઉંધો બાઉલ ઢાંકી દો જેથી તેનું પાણી સૂકાઈ નહીં જાય.

* સાંભાર બનાવતી વખતે તેમાં પાકું ટામેટું ગ્રાઈંડ કરીને ભેળવી દેવાથી તેનો રંગ સારો લાગશે.

* ડુંગળી સમારતી વખતે આંખમાંથી પાણી ન નીકળે એ માટે ડુંગળીના ટ્કડા કરી તેને પાણીથી ધોઈ કાઢો.

* ટામેટાંને ઝડપથી બાફવા તેમાં ½ ચમચો ખાંડ અને ચટી મીઠું નાખો.

* ફ્રાઈડ રાઈસ બનાવતી વખતે ભાતને પાણીને બદલે દૂધમાં ચઢાવવાથી ભાત મુલાયમ બનશે.

* જેલીને ઝડપથી સેટ કરવા જરૂર કરતા ઓછું પાણી લઈ તેમાં મિક્સ કરો અને તેમાં થોડાક આઈસ ક્યુબ મિક્સ હરી હલાવો આઈસ ઓગળશે ત્યાં સુધી જેલી સેટ થઈ જશે અને ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકો.

* પિઝા બનાવતી વખતે પિઝાના રોટલા પર ઘી કે માખણ ચોપડશો તો તે વધુ કરકરા થશે.

* ઉપમા બનાવતાં પહેલાં રવાને ઘી કે તેલ વગર શેકી નાખો પછી ઉપમા બનાવવાથી તેનો દાણો ફૂલીને મોટો થશે.

* પલાળેલી દાળનું પાણી કાઢી તેને કેસરોલમાં મૂકી ઢાંકવાથી તેમાં અંકુર ફૂટશે.

• પપૈયુ જો ફીકું નીકળે તો તેનું રસાવાળું શાક બનાવી જુઓ.

• આઈસક્રીમને ગાઢો બનાવવો હોય તો એક લિટર દૂધમાં એક કપ મિલ્ક પાઉડર મિક્સ કરી દો.

 

                                  ૐ નમઃ શિવાય

મારી મનમોજી મમ્મી

                                         આજે વૈશાખ વદ એકમ

આજનો સુવિચાર :- જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ ‘મા’ 
                                   જેને કોઈ સીમા નથી તેનું નામ ‘મા’
                                   જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ ‘મા’
                                           આવી ફક્ત ત્રણ મા છે.
                                      પરમાત્મા, મહાત્મા અને મા

હેલ્થ ટીપ:- થોડા તલ અને સાકર વાટીને મધમાં ચાટવાથી ઝાડામાં પડતા લોહીમાં રાહત રહે છે.

images[24]

 

મારી મનમોજી મમ્મી

 

મારી મમ્મી છે બહુ હેતાળ, રાખે છે મારું તે ખૂબ ધ્યાન;
ન કરે જરાય ગુસ્સો તે, કરું કોઈ દિન હું તોફાન

સવારે ઊઠીને જૌં ત્યારે, શોભે સૂરજથી આસમાન
પનિહારીઓ પાણી ભરવા જાય, તે દૃશ્ય લાગે શોભાયમાન.

પરીક્ષામાં પાસ થાઉં ત્યારે, કરે મમ્મી મારા ખૂબ વખાણ;
સગાવ્હાલા પાસે પણ મારા, ગાય હંમેશા ગુણગાન.

તબિયત મારી જરા બગડે તો , થાય છે એ ખૂબ પરેશાન;
રજાના દિવસે તે બનાવે, મને ભાવતા બધાં પકવાન.

વેકેશનમાં બહારગામ લઈ જઈ, કરાવે મને વિવિધ સ્થળોની જાણ
રાત-દિવસ તે સદા વિચારે, કેમ બનું હું ખૂબ વિદ્વાન.

મારી મમ્મી મુજને લાગે, મનમોજી ને વળી મહાન;
આપી છે મને તેથી તારો, ઘણો આભાર માનું ભગવાન

                                                     — પીયુષ મહેતા

                                                   — સૌજન્ય – જન્મભૂમિ પ્રવાસી

                                                     ૐ નમઃ શિવાય

પ્રતિબિંબ : લઘુકથા

                  આજે વૈશાખ સુદ પૂનમ [બુદ્ધ પૂર્ણિમા, ટાગોર જયંતી]

 

આજનો સુવિચાર :- મહાપુરુષનું જીવન વ્યર્થ નથી. વિશ્વનો ઈતિહાસ એ બીજું કંઈ નહીં, પણ મહાપુરુષોની આત્મકથા છે. – થોમસ કાર્લાઈવ

હેલ્થ ટીપ:- એક ચમચો આમળાનું તેલ, એક ચમચો ઑલિવ ઑઈલ, એક ચમચો સરસવનું તેલ, એક ચમચો કોપરેલ તેલ ભેળવી હુંફાળું ગરમ કરી વાળમાં પાંથીએ પાંથીએ રૂનાં પૂમડાથી લગાડવું અને આંગળીના ટેરવે માલિશ કરવાથી વાળ ઘાટ્ટા થશે.

 

junk_side_view_mirror_in_street[1]

                પ્રતિબિંબ : લઘુકથા

મેં અરીસામાં જોયું. મારું પ્રતિબિંબ ધૂંધળું દેખાયુ !
અરે! આમ કેમ1 અરીસો તો નવો છે! છતાં
મેં સ્વચ્છ રૂમાલથી અરીસો લૂછ્યો અને પાછું
જોયું અરીસામાં. તો પણ મારૂં પ્રતિબિંબ તો ધૂંધળું
જ દેખાયું ! હાય ! હાય ! આ તે શું ! હું છળી ઊઠ્યો.
પછી મેં મારા ચહેરાને લૂછ્યો અને પાછું અરીસામાં
જોયું. મારા આશ્ચર્ય વચ્ચે મારૂં પ્રતિબિંબ તો હજુયે
ધૂંધળું જ રહ્યું ! હે ભગવાન ! શું મારી આંખે ઝાંખપ
હશે ? મેં પાણીની છાલક મારીને આંખો ધોઈ અને
મારો ચહેરો જોયો. ઓહ ! પ્રતિબિંબ તો યથાવત
ધૂંધળું જ દેખાયું ! અરેરે ! આવું કેમ થાય છે ?
અરીસામાંનું ધૂંધળું પ્રતિબિંબ બોલ્યું :
તેં કોઈના આંસુ લૂછ્યાં ?……….

શ્રી મદનકુમાર અંજારિયા – ‘ખ્વાબ’

 

                                      ૐ નમઃ શિવાય

વિસરાયેલો ઈતિહાસ

                                     આજે વૈશાખ સુદ તેરસ

આજનો સુવિચાર :- ઘણી બધી અને મોટી ભૂલ કર્યા વિના કોઈ માણસ મહાન થઈ શકતો નથી —ગ્લેડ્સ્ટન

હેલ્થ ટીપ:- નાળિયેરનું કુદરતી કોલ્ડ્રિંક ગરમીમાં શીતળતા આપે છે.

scan0001

વિસરાયેલો જેતલપુરનો ઈતિહાસ

       સંવત 1882માં બંધાયેલું આ ભવ્ય ઐતિહાસિક જેતલપુરનું આ મંદિર અમદાવાદના ચંડોળા તળાવથઈને 16 કિ.મી. દૂર હાઈ વે નં 8 પર આવેલું છે. ઈ.સ. 1420માં જમીનની વસુલાત માટે જેતલપુરમાં મોગલો ખેડુતોને હેરાન કરતા. એ વખતે અહમદશા બાદશાહે ઠરાવ પસાર કર્યો કે જેઓ ખંડણી આપશે અને લશ્કરમાં જોડાશે એવા જમીનદારોને એમની જમીનનો ચોથો ભાગ આપવામાં આવશે. આ હિસ્સો વાંટા તરીકે ઓળખાતો અને બાકીનો સરકારનો ‘તળપદ’ તરીકે ઓળખાતો. જેતલપુરના કિસાનોની નારાજગી ધ્યાનમાં રાખી અક્બર બાદશાહે ઈ.સ. 1583માં જમીનદારોને ચોથો હિસ્સો પાછો હિસ્સો પાછો આપવાનું ફરમાન કર્યું. પૂર્વ ઈતિહાસમાં ભગવાન સ્વામીનારાયણે જેતલપુરને પોતાની કર્મભૂમિ બનાવી તે સમયે થતી હિંસાનો મક્કમતા પૂર્વક સામનો કરી અંધશ્રદ્ધાના અવળા માર્ગે દોરવાયેલી પ્રજાને માર્ગદર્શન આપી રાજ સત્તાનો વિરોધ સહન કરી લીધો.

        શાહજહાં પોતાના પિતા જહાંગીર સામે બળવો પોકાર્યો અને 1623માં જૂને બારેજા આગળ શાહે ફૌજ અને બળવાખોરો વચ્ચે લડાઈ થઈ તેમાં બાદશાહની ફૌજની જીત થઈ. જીતનાર સુબા સૈફખાને જેતલપુરમાં કિલ્લો બંધાવ્યો જે અત્યારે ‘મઢી’ને નામે ઓળખાય છે. જે ઉપરોક્ત ચિત્રમાં જણાય છે. ગુજરાતમા મરાઠાઓ, મોગલો અને અંગ્રેજોએ સત્તા માટે અવારનવાર લડાઈઓ થતી રહી. જેતી રબારણના નામ પરથી ઓળખાતું આ જેતલપુર ભગવાન સ્વામીનારાયણે મોટાભાગના વર્ષો ગાળ્યા હોવાથી વિશ્વભરમાં જાણીતું તીર્થધામ બની ગયું.

                                                                               — સૌજન્ય [ગુજરાત સમાચાર ]

                                          ૐ નમઃ શિવાય