વડસાવિત્રી

આજે જેઠ સુદ પૂનમ [વડસાવિત્રી, કબીર જયંતિ]

આજનો સુવિચાર:- જે વ્યક્તિ સમયનો મહત્તમ ઉપયોગ કરી જાને છે તે જ સુખી થઈ શકે છે.

હેલ્થ ટીપ્સ:- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

                              વડસાવિત્રી 

[rockyou id=75305769&w=324&h=243]

             આપણા ઋષિમુનિઓ આપણા કરતા વધારે બુદ્ધિશાળી, લાગણીશીલ, પર્યાવરણ અને કુદરતના વધુ જાણકાર હતાં. માનવજાત વધુ ને વધુ કુદરતની નજીક રહે તે માટે અને ઋતુ પ્રમાણે કયા વૃક્ષોની સાનિધ્યમાં રહી માનવજાતને ફાયદો થાય તેની વ્યવસ્થા વ્રતો-તહેવારો દ્વારા સમાજ વ્યવસ્થા સાંકળી લીધી છે. ઘાસ છોડમાં રહેલા ગુણોનો વધુ ઉપયોગ થાય તે પ્રમાણે તહેવારો ગોઠવેલાં છે.

      જેમ કે અષાઢમાં કુમારિકા માટે જવારા વ્રત દ્વારા ઘઉંના જ્વારાનું સેવન. શ્રાવણમાં કૃષ્ણજનમ નિમિત્તે તુલસીનું સેવન, જેનાંથી શરદી કે મચ્છર ફેલાતા રોગો સામે મેળવવાતું રક્ષણ. ભાદરવા મહિનામાં ગણેશોત્સવ દ્વારા દુર્વાનું સેવન જે પિત્તનું શમન કરવા સામર્થ છે. આસોમાં નવરાત્રીનાં હવન દ્વારા ચોમાસાથી ફેલાતાં વાતાવરણમાં પ્રદુષણને રોકવો અને ચોખા અને દૂધની વાનગી થાવાથી શારિરીક વૃદ્ધિ થાય છે. કારતકમાં તુલસીવિવાહનાં તહેવાર દ્વારા શેરડીનું સેવન જે શક્તિવર્ધક છે. માગશરમાં યજ્ઞ-પુજા દ્વારા લીલી હળદર કચુંબર દ્વારા ઉપયોગ શરીર માટે ખૂબજ ઉત્તમ છે. પોષમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી તલનું સેવન અને લાડવાનું મહત્વ બતાવ્યું છે. મહા મહિનાથી ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધવાથી વૃક્ષોનું મહત્વ વધાર્યું છે. મહા મહિનામાં મહાશિવરાત્રી દ્વારા બીલીવૃક્ષ-પત્રોનું મહત્વ વધાર્યું છે. ફાગણ મહિનો ગરમી ઠંડી મિશ્રિત મહિનો હોવાથી તે મહિનામાં ચર્મ રોગનો ઉપદ્રવ હોવાથી કેસુડા સ્નાનનું મહત્વ સમજાવ્યું છે. ચૈત્ર મહિનામાં લીમડાના સેવનનું મહત્વ સમજાવ્યું છે. જ્યારે વૈશાખે કેરી. અને છેલ્લે જેઠ મહિનામાં વડનું મહત્વ વડસાવિત્રીના વ્રત દ્વારા વધારી દીધું છે.

       આ જેઠ મહિનામાં આવતાં વડસાવિત્રીને દિવસે પરણેલી સ્ત્રીઓ દ્વારા કરાતાં વડનાં પૂજનનું મહત્વ સમજાવ્યું છે. સ્ત્રીઓને લગતાં લગભગ ઘણાં રોગોનું નિવારણ આ વડલા પાસે છે. કમરનો દુઃખાવો. માસિક ધર્મમાં ગરબડ, પ્રદર, ગર્ભાશયને લગતાં રોગો જેવાં અનેક સ્ત્રી લગતાં રોગોમાં વડ ઉત્તમ છે. જેઠ મહિનામાં ઉગતી નવી નવી કુંપળોનું સેવન પુત્રપ્રાપ્તિ ઉત્તમ ગણવામાં આવ્યું છે.આથી તો આ વડસાવિત્રીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે વડનુ6 પૂજન કરી વડની કુંપળનું સેવન કરે છે. વડનાં ટેટા પુરુષોની કમજોરી દૂર કરે છે. પુરુષોની સુસ્તી અને નપુંસકતા દૂર કરી શકે છે. ઉનાળામાં વધેલા પિત્તને અને ચોમાસાને કારણે શરદી સામે રક્ષન આપે છે. આયુર્વેદમાં વડનાં દૂધથી થતાં ફાયદા પણ જણાવ્યાં છે. આંખો દુઃખતી હોય, બળતી હોય કે ઝાંખપ આવતી હોય તો જાણકાર વૈદ્ય પાસે થી સલાહ લઈ વડના દૂધ અને વિવિધ જણસોનો ઉપયોગ કરી શકો છો.

     આજનાં વડસાવિત્રીની પૌરાણિક વાર્તાને જો આપણે આધુનિક રૂપે જોઈએ તો તેને યમરાજા પાસે ત્રણ વરદાન માંગ્યાં હતાં. પહેલું વરદાન સંતાન પ્રાપ્તિનું હતું. બીજું વરદાન પોતાના પતિનું આયુષ્ય મળે અને ત્રીજું વરદાન પોતાના નેત્રહીન સાસુ સસરાની નેત્રજ્યોતી માંગ્યું હતું. આધુનિક યુગ પ્રમાણે વડસાવિત્રીનાં પુજન દ્વારા તેનાં પાંદડાં, ટેટાં, દૂધ વગેરેનું વૈજ્ઞાનિક રીતે સેવન કરવામાં આવે તો ઉપરોક્ત ત્રણે લાભ મેળવી શકાય. પતિના નામે કાચા સૂતરના દોરાથી વડનું પુજન એટલે જન્મોજનમનો સથવારો.

      સત્યવાન અને સાવિત્રી એક સુંદર દંપતિ. સત્યવાનને યમરાજા લેવા આવ્યાં ત્યારેઅ સાવિત્રીના પતિવ્રતાના સતના કારણે યમને પીછેહઠ કરવી પડી. સો પુત્રો અને દીધાયુષ્યનું વરદાન આપી યમદેવને ખાલી હાથે ફરવું પડ્યું. આમ સાવિત્રી એ સદ આચરણ કરતો જીવ અને સત્યવાન એ સત્ય પ્રત્યે પ્રેમ રાખનારો જીવ જે પ્રેમ્ની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે જ્યાંથી યમરાજાને પણ પાછા ફરવું પડ્યું હતું. આ નિર્દોષ પ્રેમ અને સ્નેહ જોઈ ભલભલાને ઈર્ષા આવે છે. આ ઈર્ષાને કારણે જીવનમાં વિઘ્નો આવે છે. સાવિત્રી રૂપે આ ઈર્ષાનો નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાપૂર્વક સામનો કરવાથી વિઘ્નો દૂર થશે. અને એક દિવસ કાળરૂપી યમરાજ પરાજય પામી દીર્ધાયુષ્યનો આશિર્વાદ આપી પાછા ફરશે.

        વડસાવિત્રીની કથામાંથી બોધ લેવા જેવો ખરો. જીવનમાં સત્ય સાથે અભૂતપૂર્વ પ્રેમ કાળને પણ હરાવે છે.

                              ૐ નમઃ શિવાય

મારા સાથિયાનો ચોથો ખૂણો – રિચા

                   આજે જેઠ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- રડવું હોય તો…ખભો તો કોઈનો’ય મળે પણ…. ખોળો તો ખલકમાં માત્ર માનો જ મળે…

હેલ્થ ટીપ્સ:- કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંઢા પરના ડાઘા ઓછા થાય છે.

[rockyou id=75145433&w=426&h=320]

તુમ જીઓ હજારો સાલ
સાલકે દિન હો પચાસ હજાર

રિચા જીવનમાં ખૂબ પ્રગતિ કરો.

                           ૐ નમઃ શિવાય

મેહુલિયો

                  આજે જેઠ સુદ તેરસ

આજનો સુવિચાર:- પોતાના હાથે અને ઘરમાંથી આપવાનું ન હોય ત્યાં વાણીથી પરોપકાર કરવાનું કામ થઈ શકે છે. તો વચનમાં દારિદ્રતા શા માટે રાખવી ?

હેલ્થ ટીપ્સ:- જામફળનો વધુ પડતો ઉપયોગ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે. કાચા જામફળ ખાવાથી પેટમાં અજીર્ણ કરે છે.

[rockyou id=75031207&w=426&h=320]

મેહુલિયો

વાદળ વાદળ વરસો પાણી
મુજને મોજ પડે છે રમવાની
ઝુમ ઝુમ વરસો, ઝુમ ઝુમ વરસો
ઝીણું ઝીણું ઝરમર વરસો
મોજ પડે ફોરાં ઝીલવાં ઝીલવાની

ઠંડક ઠંડક થાય મારે મન
ઠંડક ઠંડક થાય મારે તન
જાય નાસી ગરમીની રાણી

વાદળ વાદળ વરસો પાની
મુજને મોજ પડે રમવાની

સૌજન્ય રીડીફ ગુજરાતી

મોરલા

નાચો નાચો રે મારા રૂપાળા મોર
રૂપાળી પાંખ તારી આંખો ચકોર

ભૂરી આ ડોક તારી ભૂરી આ ડોક
રૂપેરી ચાંચ તારી રૂપેરી ચાંચ
માથા પર કલગીનો બીજો છે ભાર
નાચો નાચો રે મારા રૂપાળા મોર

મીઠા ટહુકાર તારા મીઠા ટહુકાર
રૂપાળા નાચ તારા રૂપાળા નાચ
પીછામાં ચાંદલોને ઝમક ઝમકોર
નાચો નાચો રે મારા રૂપાળા મોર

એલા ઓ મોરલા એલી ઓ ઢેલડી
રંગ પીછાની ચુંદડી ઓઢી
રૂડી રૂપાળી આંખડી ઓઢી
એલા ઓ મોરલા

રૂપ ફૂલોની ફોરમ ફેલાવી
આજ મારે આંગણે આવો રે
એલા ઓ મોરલા

આંજી કાજળ વાદળી આવી
મેઘરાણાનાં વાવડ લાવી
એલા ઓ મોરલા

મીઠાં મલ્હારનાં ગીતડાં ગાયે
આજ મારે આંગણે આવો રે
એલા ઓ મોરલા

                                 ૐ નમઃ શિવાય

આજનો સુવિચાર

                                 આજે જેઠ સુદ બારસ

આજનો સુવિચાર:- માનવરૂપે ફક્ત એક વખત જ જન્મ મળે છે એવું જે માને છે તે વ્યક્તિ પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે મનુષ્યના મૃત્યુ બાદ કશું જ જવાબ નથી કે જો મનુષ્યના મૃત્યુ બાદ કશું નથી હોતું નથી, તો જીવનમાં દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે? — મહર્ષિ દયાનંદ

હેલ્થ ટીપ્સ:- જામફળનો ઉપયોગ હૃદય અને જઠરને બળ આપે છે.

                        આજ સુધી મૂકાયેલા સુવિચારનો અંશ.

આજનો સુવિચાર:- તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરત

આજનો સુવિચાર:- સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. —-જવાહરલાલ નહેરુ

આજનો સુવિચાર:- પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.

આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે….સ્વામી પ્રણવાનંદજી

આજનો સુવિચાર:- શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે

આજનો સુવિચાર:-કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો

આજનો સુવિચાર:- આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.—ચાણક્ય

આજનો સુવિચાર:- પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે

આજનો સુવિચાર:- પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે

આજનો સુવિચાર:- કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે

આજનો સુવિચાર:- સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.

આજનો સુવિચાર:- મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.

આજનો સુવિચાર:-.પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે
આજનો સુવિચાર:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

આજનો સુવિચાર:- માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે ગીતા 6 , 5-6

આજનો સુવિચાર:- જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.

આજનો સુવિચાર:- સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં

આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન

આજનો સુવિચારઃ-કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે

આજનો સુવિચાર:- નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.

આજનો સુવિચાર:- તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. – જ્યોતિન્દ્ર દવે

આજનો સુવિચાર:- સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી

આજનો સુવિચાર:- શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂ

આજનો સુવિચાર:- કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.

આજનો સુવિચાર:- અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી

આજનો સુવિચારઃ– તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે

આજનો સુવિચારઃ-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે

આજનો સુવિચારઃ-સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.

આજનો સુવિચારઃ-..આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.- ચિનુ મોદી.

આજનો સુવિચારઃ-..સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.

આજનો સુવિચાર– ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

આજનો સુવિચાર:- ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.

આજનો સુવિચાર:- અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી

આજનો સુવિચાર:-ગીત આનંદમય અને અનિર્વચનીય છે ! ડૉ. યશવંત ત્રિવેદી

આજનો સુવિચાર:- માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. — શ્રદ્ધા ત્રિવેદી

આજનો સુવિચાર:- સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે. —– ગાંધીજી

આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.— મોરારી બાપુ

આજનો સુવિચાર:- કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ

આજનો સુવિચાર:- કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.

આજનો સુવિચાર:- પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

આજનો સુવિચાર:- જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.

આજનો સુવિચાર:- અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ

                                    ૐ નમઃ શિવાય

એક ગમખ્વાર સત્ય ઘટના

આજે જેઠ સુદ એકાદશી [ભીમ એકાદશી, નિર્જળા એકાદશી]

આજનો સુવિચાર:- દરેક મહિને બન્ને પક્ષ [પખવાડીયા]માં એક જ સરખી ચાંદની હોય છે, છતાં તેમાંનો એક પક્ષ અજ્વાળિયું-શુક્લ કહેવાય છે. ખરેખર, યશ એ પુણ્યોથી મળે છે. —- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.

એક ગમખ્વાર સત્ય ઘટના

[rockyou id=74786018&w=426&h=320]

    ઈ.સ. 1998માં બનેલો એક ગખ્વાર પસંગ યાદ આવી ગયો. આ પ્રસંગનો ઉલ્લેખ કર્વાનું એટલા માટે મન થયું કે જુનેમાં જેમ શ્રી અમરનાથજીની યાત્રા ચાલુ થઈ છે તેમજ કૈલાસ માનસરોવરની યાત્રા પણ ચાલુ થઈ છે. ઈ.સ. 1998માં ઈંડિયન ગવર્મેંટ તરફથી જતી આ યાત્રાનો 8 મો બેચ ધારચૂલાના [અલ્મોડાથી આગળ] રસ્તેથી આગળ વધી રહ્યો હતો. અને માલપા નામના કેમ્પમાં તેમનું રોકાણ હતું. આ કેંમ્પની બીજી બાજુ કાલીગંગા નામની નદી અત્યંત ઝડપી પ્રવાહે વહી રહી છે. અકલ્ય પ્રવાહ, અસંખ્ય ઉઠતા નાદ સમ અસ્ખલિત વહેતી આ કાલીગંગા કેમ્પની ખૂબ નજીકથી વહી રહી છે. અને ત્યાંની પહાડી પ્રજા આને ‘ડાંસીંગ ડોલ્સ’ તરીકે ઓળખે છે. આ બેચમાં ભારતનાં જુદા જુદા પ્રદેશમાંથી યાત્રીઓ ઉમળકાભેર કૈલાસપતિનાં કૈલાસને નજરોનજર નિહાળવા હિમાલયની આવતી કોઈપણ મુસીબતનો સામનો કરવા સજ્જ બની હિંમતભેર આગળ વધી રહ્યાં હતાં. કબીર બેદીનાં પત્ની પ્રતિમા બેદી જે નૃત્યનાં માહિર હતાં,તેઓ પોતાનો કાફલો લઈ કૈલાસપતિ સમક્ષ તાંડવ નૃત્ય કરવા જઈ રહ્યાં હતાં. ભરનિંદરે પોતાના મુકામે આરામ લઈ રહ્યાં હતાં. ધોડાવાળાઓ અને મજૂરો પણ આરામ કરી રહ્યાં હતાં ઘોડાઓ પણ ઘોડારમાં આરામ કરી રહ્યાં હતાં. લગભગ 200 જણાનો આ કાફલો હશે. એક બાજુ વરસાદ કહે મારું કામ ખાંડાઘાર વરસાદ પડી રહ્યો હતો.. આ મોસમમાં વરસાદ તો હોય જ છે. કહેવાય છે કે ‘મુંબઈની ફેશન અને હિમાલયની મોસમનો ક્યારે ય ભરોસો ન રખાય કઈ ધડીએ બદલાય તે નક્કી ન કહેવાય.’ ભોલેનાથની કાંઈ જુદી જ ઈચ્છા હતી. અચાનક હિમાલય ફાટ્યો હોય તેમ લેંડસ્લાઈડ થયો અને મોટી મોટી ભેખડો ઘોડાપૂર વેગે તૂટી પડી અને કાલીગંગામાં જઈ પડી. અને કાલીગંગાનો પ્રવાહ તો જાણે વિફરી ગયો હોય તેમ માલપાનાં આ પર કેમ્પ ફરી વળ્યો. કોઈ કાંઈ વિચારે કે એમને કાંઈ સમજણ પડે તે પહેલાં જ આ 200 કાફલો કાલીગંગાનો પ્રવાહ તેમને તાણી ગયો. કેટલી ચીસો પડી હશે, સહાયની હાલક પણ પાડવાનો આ યાત્રીઓને સમય નહી મળ્યો હોય. એકબીજાને સંભાળવાનો કે હાથ પકડવાનો સમય રહ્યો હોય. ઘડીનાં છઠ્ઠા ભાગમાં આ યાત્રીઓ હતાં ન હતાં થઈ ગયાં. આપણાં જવાનો હેલિકોપ્ટર લઈને આ યાત્રીઓની મદદે જઈ શકે એવી પરિસ્થિતી કે હવામાન ન હતું. આ કાલીગંગાનો પ્રવાહ ગાંડાતૂર હતો. માણસો તો શું, ઘોડાઓ પણ હાથ ન લાગે. એવી પરિસ્થિતી સર્જાઈ હતી.

પૂનાથી મારા કાકાનાં દિકરાનો દિકરો અને એનાં પત્નીનો પણ આમાં સમાવેશ હતો. અચાનક મારા ધરે ફોન રણક્યો નીલા જો ટી.વી. પર આ કાલીગંગા ગાંડીતૂર થઈ ગઈ છે. અને હું તો એક થડકો ચૂકી ગઈ. ટી.વી. ખોલી જોયું તો ગાંડીતૂર કાલીગંગાને અનિમેષ નજરે જોઈ રહી. અને ત્યારબાદ અનેક ફોન રણકવા લાગ્યાં નીલા તું તો આ રસ્તે જઈ આવી છો તો તને શું લાગે છે કે અહીં કોઈની બચવાની આશા છે ખરી??? મારા તરફનો નન્નો જાણે કોઈ સ્વીકારવા તૈયાર જ ન હતું. જાણે કોઈપણ રીતે પોતાનાને મેળવવાની આશા સાથે લોકો પ્રભુની પ્રાર્થનાઓ કરવા લાગ્યાં, જ્યોતિષીઓની મુલાકાતો લેવા માંડ્યા હતાં. કોઈપણ રીતે પોતાનાની ભાળ મેળવવા તલપાપડ થઈ રહ્યાં હતાં. પણ બધું વ્યર્થ !!!!!!!!

     આજે મને કિશોરભાઈ ભૂપતાણી [અંધેરી સ્થિત]નું આ કાવ્ય હાથ લાગતાં ઉપરોક્ત પ્રસંગ નજર સમક્ષ ઉપસી આવ્યો. અને અહીં લખવા પ્રેરાઈ. જોકે આ પ્રસંગ બાદ આજ રસ્તે અમે 2000ની સાલમાં ફરી વખત કૈલાસ યાત્રા કરી આવ્યાં હતાં ત્યારે આ કેમ્પ બંધ કરવામાં આવ્યો હતો. 1996માં અમે આ માલપાનાં કેમ્પમાં રહ્યા હતાં. કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’

કિશોરભાઈ લિખિત આ પ્રસંગ નિમિત્તનું કાવ્ય રજુ કરું છું.

શિવ
તમે તો ક્યારનું
મૂકી દીધું
તો
કાલીગંગાને કેમ સૂઝ્યું
તાંડવ કરવાનું?!!
હજુય
કેટલાય ખોરડામાં
કેટલાય હાથ,
આશાનો
દીવો સંકોરી બેઠા છે
’આવશે અમારો જણ’
સતત તડપમાં
આંસુઓ સુકાઈ ગયાં છે,
ને નજરે બારણે છે.
એટલું જ કરો
ઓ કલ્યાણકારી શિવ
યેનકેન પ્રકારેણ
અપહૃત યાત્રીનાં
’સાચા ખબર’ એમને
પહોંચાડો
હવે તડપનો તાપ જીરવાતો નથી.

આ કાવ્ય ખરેખર હૃદયને હચમચાવી મૂકે છે.

                                 ૐ નમઃ શિવાય

મારી અમરનાથજીની યાત્રા

                  આજે જેઠ સુદ દસમ [ગંગા દશમી]

આજનો સુવિચાર:-કોઈની નિંદા તેની હાજરીમાં થાય ત્યારે તેમાં દુર્ગંધ ઓછી હોય છે. કોઈની પ્રશંસા તેની ગેર્હાજરીમાં થાય ત્યારે તેમાં અધિક સુગંધ હોવાનો સંભવ છે.

હેલ્થ ટીપ્સ:- નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.

                         શ્રી અમરનાથજીની યાત્રા

[rockyou id=74629111&w=426&h=320]

      આ વર્ષે તા. 23 જુનથી શ્રી અમરનાથજી યાત્રા ચાલુ થઈ છે. અને હવે છેલા ત્રણ વર્ષથી આ યાત્રાનો સમય બે મહિનાનો કર્યો છે. મેં જ્યારે પ્રથમ 1997માં પ્રથમવાર શ્રી અમરનાથજીની યાત્રા કરી ત્યારે 1 મહિનાની યાત્રા હતી અને છેલ્લે 2001માં ચોથીવાર આ યાત્રા કરી ત્યારે પણ 1 મહિનાની હતી. દરેક વખતે અલગ અલગ અનુભવ થયો હતો.. પ્રથમવાર યાત્રાની પૂર્ણતાને આરે ગયા હતાં ત્યારે આ બર્ફીલું શિવલિંગ ઢળી પડેલું હતું. અને શેષનાગના તળાવમાં શેષનાગની અનુભૂતિ થઈ હતી. 1998માં આ યાત્રાએ બીજી વખતે જવાનું નક્કી કર્યું. અમે ચારેય બેનો સાથે ગઈ હતી. આ વખતની યાત્રા ખૂબ જ પ્રભુની અનુભૂતિ કરાવતી રહી. 14 ફૂટની ઊંચાઈ ધરાવતા આ બર્ફીલા શિવલિંગના દર્શન થયાં. 1999માં અદમ્ય ઈછા હોવાથી ભોલેબાબાની કૃપાથી ફરીથી શ્રી અમરનાથજીની યાત્રાએ ઊપડ્યાં શેષનાગ તો વિના વિઘ્ને પહોંચ્યાં. પરંતુ પુષ્કળ વરસાદને કારણે શેષનાગમાં બે દિવસ રોકાવું પડ્યું હતું. આ વખતે ભોલેબાબાની ઈચ્છા કાંઈ જુદી જ હતી. આ વખતે ફક્ત તેમનાં સ્થાનકનાં જ દર્શન થયાં. એક વાત હતી કે આ વખતે આપણાં દેશનાં જવાનોને ભાવુક્તાથી ભોલેબાબાની પ્રાર્થના કરતાં જોયાં. અમારું મન પણ ગદગદિત થઈ ગયું હતું. પાછા ફરતાં વરસાદ ન નડે તે માટે ગુફાથી ઊતરવાનું ચાલુ કર્યું તે સીધા ચંદનવાડીએ ક્યાંય રોકાયા વિના પહોંચી ગયાં. ત્યારબાદ મિલેનિયમ વર્ષે એટલે કે 2000માં ફરી કૈલાશબાબાનો બોલાવો આવ્યો એટલે કૈલાશ યાત્રાએ નીકળી પડ્યાં. 2001માં પાછી શ્રી અમરનાથજીની યાત્રાએ જવાની ઈચ્છા થઈ અને બર્ફીલે બાબાનો બોલાવો પણ આવી ગયો. આ વખતનો અનુભવ તો કાંઈ અનેરો હતો. અમારો પીઠ્ઠુ [સામાન ઊચકવાવાળો મજૂર] અચાનક માંદો પડી ગયો અને અમને કીધા વગર જ સામાન લઈને પહેલગામ પાછો ઉતરી ગયો અને અમે રાહ જોતા જોતા કોઈ પણ જાતનાં ગરમ કપડાં વગર પહેરેલે કપડે બર્ફીલેબાબાનાં દર્શને ઉપડી ગયા. ભોલેબાબાની કૃપાથી રસ્તામાં અમને વરસાદ ન નડ્યો તેમ જ ઠંડી પણ સહન થઈ શકે એવી હતી. પરંતુ આ વખતે 8 ફૂટનાં બર્ફીલેબાબાનાં દર્શન થયાં હતાં. આમ દર વર્ષે નિરાળા અનુભવ સાથે ભોલેબાબાનાં દર્શનનો લ્હાવો મેળવ્યો હતો.

યા તે રૂદ્ર શિવા તનુરઘોરાપાપકાશિની |
તયા નસ્તનુવા શન્તમયા ગિરિશન્તાભિચાકશીહિ ||

(શ્વેતાશ્વર ઉપનિષદ, 3-5)

‘હે મહાદેવ ! આપનું જે ભયાનકતાથી મુક્ત તથા પુણ્યકર્મોથી પ્રકાશમાન કલ્યાણ કરનારું જે સ્વરૂપ છે – કે જેના દર્શન કરવા માત્રથી પરમ આનંદની પ્રાપ્તિથાય છે – હે ગિરિશન્ત ! અર્થાત પર્વતપર નિવાસ કરનારા અને સમસ્ત લોકોને સુખ પહોંચાડનારા પરમેશ્વર, એ પરમ શાંત મૂર્તિ સ્વરૂપથી જ કૃપા કરીને આપ અમારી તરફ જુઓ. આપની કૃપા દષ્ટિ પડતાં જ અમે નખશિખ પવિત્ર બનીને આપની પ્રાપ્તિને યોગ્ય બની જઈશું’. ઈ.સ. 1997ની એ રાતે હૃદયમાં આવા કેટલાક આર્ત પોકારો પ્રાર્થનાના સ્વરૂપે ઊઠી રહ્યા હતા, અને કેમ ન હોય ! બીજે દિવસે કૈલાસપતિ મહાદેવના એક નવા નિવાસ સ્થાને એટલે કે બર્ફિલા બાબા અમરનાથને મળવા જવાનું હતું. ભોલેબાબાની કરૂણા કહો તો કરૂણા અને કૃપા કહો તો કૃપા, પરંતુ એ 1997ની સાલથી આજ સુધીમાં ચાર વખત અમરનાથ યાત્રાનો લહાવો મળ્યો અને સાથે સાથે સતત કૈલાસ-માનસરોવર યાત્રા તો ચાલુ જ રહી ! હવે તો મિત્રો વરસની શરૂઆત થાયને તરત પૂછવા લાગે છે, ‘આ વર્ષે કયાં ? કૈલાસ કે અમરનાથ ?’ ત્યારે હું હસી પડું છું અને કહું છું, ‘જ્યાં ભોલેબાબા બોલાવે ત્યાં.

     મારી દષ્ટિએ કૈલાસ-માનસરોવર અને અમરનાથ યાત્રા એમ બંનેમાં સ્વસ્થ તન અને મનની જરૂરિયાત તો છે જ પણ અમરનાથયાત્રા પ્રમાણમાં સરળ એટલા માટે છે કારણકે તેમાં કૈલાસ-માનસરોવર યાત્રા જેટલો મોટો ખર્ચ નથી તેમજ પાસપોર્ટ કે વીઝાની કોઈ ઝંઝટ નથી. કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ યાત્રામાં જોડાઈ શકે છે. વળી, માર્ગમાં અનેક ભંડારાઓ હોવાથી ખાવા-પીવાની જરાય તકલીફ નથી પડતી. દરેક યાત્રિકનું સુંદર ભાવભીનું સ્વાગત થાય છે અને ભાવિકોને આગ્રહ કરીને જમાડે છે. અમરનાથની યાત્રા કરનાર ઈચ્છુક વ્યક્તિએ, બે મહિના પહેલા જમ્મુ ઍન્ડ કશ્મીર
બૅંન્કમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ સાથે પાસપોર્ટ-સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ તેમજ ફેમિલી ડૉકટરનું ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ વિધિ કર્યા બાદ યાત્રીકોને દર્શનની તારીખ સાથે પાસ આપવામાં આવે છે. અગાઉ આ યાત્રા (1997 થી 2004 સુધી) ગુરુપૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધન-એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે પૂર્ણ થતી હતી, પરંતુ હવે ભારત સરકારે આ યાત્રાની મુદત વધારીને બે મહિનાની કરી છે – એટલે કે જેઠ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થાય છે.

અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનાં બે માર્ગ છે. એક માર્ગ જમ્મુથી પહેલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને શ્રી અમરનાથજીની ગુફા સુધી જાય છે અને બીજા માર્ગે શ્રીનગરથી સોનમર્ગ થઈ બાલતાલને રસ્તે શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચી શકાય છે.

     જમ્મુથી ઉધમપુર, પટ્ટની ટોપ, રામવન અને નહેરુ ટનલ થઈને પહેલગામ સુધી પહોંચતો આ રસ્તો પર્વતમાળામાંથી પસાર થતો હોવાથી ચોમાસા દરમિયાન અહીં ભેખડો ધસવાનો ભય રહે છે. તેથી આવા સમયે ઘણીવાર યાત્રીઓને રસ્તામાં રોકાઈ જવુ પડતું હોય છે. તો આવા સમય માટે થોડોક નાસ્તો તેમ જ પાણીનો બંદોબસ્ત રાખવો જરૂરી છે. પહેલગામથી ચંદનવાડી સુધી પહોંચવા સરકારી મીની બસની સગવડ હોય છે. ચંદનવાડીથી આ યાત્રાનો શુભારંભ થાય છે.અહીંથી રજિસ્ટર કરેલાં ઘોડાઓ તથા રેજિસ્ટર કરેલા પોર્ટરો મળી રહે છે. રજિસ્ટર કરેલાં જ પોર્ટરો અને ઘોડા પસંદ કરવા જેથી સામાન ચોરાવાનો ભય ન રહે. આ પહાડનાં રસ્તાઓ હોવાથી અહીંના હવામાનનો ભરોસો ન રખાય. ગમે ત્યારે વરસાદ કે હિમવર્ષા થાય તેથી રેઈનકોટ, સ્વેટર, ગરમ કાન ટોપી અને હાથના મોજા પ્રવાસમાં સાથે રાખવા જરૂરી છે.

         ચંદનવાડીથી યાત્રાનો આરંભ કરી પીસ્સુ ટોપનું 3 કિ. મી. ચઢાણ ચઢવાનું છે. આ થોડુંક કપરૂં ચઢાણ છે પરંતુ ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ન્યાયે બહુ વાંધો નથી આવતો. ડોલી કે ઘોડા પર આરામથી જઈ શકાય છે. પીસ્સુટોપ પસાર કરીને ‘શેષનાગ સુધી પહોંચવાનું હોય છે. આ રસ્તો સરળ છે. શેષનાગમાં એક મોટું તળાવ છે. જે હંમેશા લીલુંછમ્મ રહે છે. તેની નજીક જઈ શકાતું નથી. લોકવાયકા મુજબ આ તળાવમાં શેષનાગનો વાસ છે. અમારી પ્રથમ વખતની 1997ની આ યાત્રામાં અમે આ તળાવમાં Impression જોયું હતું જે છેલ્લે ૐમાં ફેરવાઈ ને વિખરાઈ ગયું હતું. અહીં વાતાવરણમાં થોડી ઠંડી હોવાથી થોડીક ગુંગળામણ કદાચ અનુભવાય પરંતુ કપૂર સાથે રાખી થોડી થોડી વારે સુંઘવાથી અકળામણ દૂર થાય છે. અહીં રાત્રી રોકાણ કરવું પડે છે. ટેંટની સગવડ હોય છે પરંતુ એનું બુકિંગ પહેલેથી કરાવ્યું હોય તો વધુ સારી સગવડ મળી રહે છે.

        શેષનાગથી ‘મહાગુનુસ’નો ઘાટ પસાર કરી પંજતરણી નદી પસાર કરી ‘પંચતરણી’માં રાત્રી મુકામ કરવાનો છે. આ નદી કિનારાનો મુકામ ખૂબજ સુંદર છે. ચોમેર ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વહેતી આ નદીનાં ઘાટ પરનો આ મુકામ આહ્લાદક છે. બીજા દિવસે અહીંથી શ્રી અમરનાથજીની ગુફા તરફનું પ્રયાણ શરૂ થાય છે. શરૂઆતનો રસ્તો થોડોક કઠિન છે પરંતુ આગળનો રસ્તો સરળ છે. રસ્તામાં ‘બમ ભોલે’ ‘જય ભોલે’ નાં નારા કરતા ભાવિકો મળે છે. આમ સામસામા નારાઓનું આદાનપ્રદાન યાત્રીઓ ગુફા તરફ વધતાં જાય છે. અને ત્યાં તો દૂરથી ભોલેબાબાની ગુફાના દિવ્ય દર્શન થાય છે, જેને જોતાં ભાવમગ્ન બની જવાય છે.

         ગુફાની ઉપર પહોંચવા 300 પગથિયાં ચઢવા પડે છે. ભાવિકોની ખૂબજ મોટી કતાર ને કારણે ઉપર સુધી પહોંચતા 3 થી 4 કલાક લાગે છે. વળી, ઘણીવાર તો 6 થી 7 કલાક પણ લાગે છે. ગુફામાં આરસપહાણનાં પથ્થરો પાથરેલાં હોવાથી ત્યાં વધુ સમય ગાળવો મુશ્કેલ છે. આખા વર્ષ દરમિયાન અજાણી જગ્યાથી ટપકતું આ પાણી વિશાળ ‘શિવલીંગ’ રૂપે જમા થાય છે. ઘણી વખત 14 ફૂટ ઊચું લીંગ બને છે. અમે 1998 માં આવા વિશાળ સ્વરૂપે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અહીં હિમથી બનેલાં પાર્વતી મૈયા તેમજ ગણેશજી હાજરાહજૂર છે. અહીંથી વહેતી અમરગંગાનું જળ અને ખરતી ભસ્મ લઈ જવાય છે. ચામડાની કોઈપણ વસ્તુ લઈ જવાતી નથી પરંતુ પૂજાપાનો સામાન લઈ જવાય છે. દીવો,ધૂપ, ચૂંદડી,બીલીપત્ર વગેરે લઈ જવાય છે.

            એક દંતકથા મુજબ આ સ્થાને પ્રભુ આશુતોષે મા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યુ હતુ. આ અમરતત્વની કોઈને જાણ ન થાય તેથી પ્રભુ આશુતોષે શેષનાગને ત્યજી દીધો તેમજ ગણેશજીને કોઈ આ સ્થળે પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવા મહાગુનુસ ઘાટ પર ઊભા રાખ્યા હતા. આ મહાગુનુસ એટલે મહાગણપતિ. આટલું રક્ષણ હોવા છતાં આ જગ્યાએ એક કબુતરનું જોડું હાજર હોવાથી એ જોડું અમર થઈ ગયું કહેવાય છે, જે અહીં અચુક જોવા મળે છે. આ ગુફાની શોધ એક મુસલમાન ભરવાડે કરી હતી. શ્રી અમરનાથજીની આવકનો 1/3 ભાગ હજી પણ તે ભરવાડનાં વંશજોને મળે છે. અહીંનાં મોટાભાગનાં ઘોડાવાળા તેમજ પૉર્ટર મુસલમાન છે. પહેલગામનાં મુસલમાનો પણ સિઝનમાં પોતાની દુકાનો ખોલતાં પહેલાં શ્રી અમરનાથજીનાં દર્શન કરતાં હોય છે.

                શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનો બીજો રસ્તો શ્રીનગરથી સોનમર્ગ થઈને બાલતાલથી જવાય છે. આ રસ્તો અગાઉ મિલીટરીનો હતો પરંતુ હવે આમ જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ રસ્તાનું ચઢાણ ઘણું સીધું હોવાથી આ રસ્તો થોડો કઠિન છે. લગભગ 45% કાટખૂણિયા રસ્તાઓ છે. વરસાદ દરમિયાન ઉપરથી ઉતરવાનો રસ્તો થોડો ચીકણો થાય છે તેથી ઉતરવામાં ખૂબજ સાવધાની રાખવી પડે છે. આ રસ્તે યાત્રીઓ એક દિવસમાં આ યાત્રા પૂરી કરે છે. અહીંની વહેતી અમરગંગામાં ભાવુકો સ્નાન કરે છે જેનો લાભ લઈને અમે ધન્યતા અનુભવી છે. આ માર્ગથી જનાર દરેક યાત્રીઓ પાસે રેનકોટ, ગરમ કપડાંમાં સ્વેટર, બુઢિયા ટોપી તેમજ હાથનાં ગરમ મોજા વગેરે હોવા જરૂરી છે. આ ઉપરાંત ગૉગલ્સ અને ટ્રેકિંગ શૂઝ પણ હોવા જરૂરી છે. જે યાત્રીને ચાલીને યાત્રા કરવાની ઈચ્છા હોય તો ત્રીજા પગ સમી લાકડી સાથે રાખવી જરૂરી છે. કપૂર પણ સાથે રાખવું કારણકે તે ઊંચાઈ પર ઑક્સિજનનું કામ આપે છે. પૂજાપાનો સામાન પણ લઈ જઈ શકાય છે. આ યાત્રા માટે આપણી સરકારે રક્ષણનો પૂરો બંદોબસ્ત કર્યો છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી શ્રી અમરનાથજીની યાત્રા છ બેઠકવાળા હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સારું હોય તો જ આ હેલિકોપ્ટરની વ્યવસ્થા ચાલુ હોય છે.

          આ અમરનાથધામની આવી સુંદર યાત્રા જીવનમાં કદી ન ભૂલાય એવી અવિસ્મર્ણીય અનુભૂતિ બની રહે છે. આ પ્રકારની યાત્રાઓનો લ્હાવો વારંવાર લેવાનું મન થાય છે અને જીવન ધન્ય બની જાય છે. આજે હું જ્યારે આંખ બંધ કરું છું ત્યારે મારી સામે એ પહાડો, એ ગુફા, એ બમ-બમ ભોલેનો નાદ, ખળખળ વહેતી અમરગંગા અને ભોલે બાબાનું એ લિંગ સ્વરૂપ અને ઓમકાર નો એ ધ્વનિ મારા અંતરમાં ગુંજ્યા જ કરે છે…. ગુંજ્યા જ કરે છે…

                   

                      ૐ નમઃ શિવાય

નારી પુરુષ પાસે શું ઈચ્છે છે??????

                        આજે જેઠ સુદ નોમ

આજનો સુવિચાર:- મળ, વિક્ષેપ અને આવરણ એ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષ વચનની પ્ર્રાપ્તિથી આવરણ હઠે છે, જ્યારે ભક્તિનો માર્ગ અપનાવવાથી વિક્ષેપ દૂર થાય છે. સરળપણું, ક્ષમા, સ્વપ્નદોષદર્શન, અલ્પ પરિગ્રહ વગેરે સાધનો મળ મટાડે છે. –શ્રીમદ રાજ્યચંદ્ર

હેલ્થ ટીપ્સ:- મેક અપ કરતાં પૂર્વે હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં.
 આજે પંડિત ઓમકારનાથનો જન્મદિવસ.

                        નારી પુરુષ પાસે શું ઈચ્છે છે??????

[rockyou id=74489572&w=324&h=243]

       યુવતી હોય કે મહિલા- દરેકને પુરુષનું આકર્ષણ તો રહેવાનું જ ! મહિલાઓને પુરુષની અમુક વાતો પસંદ હોય છે, પરંતુ પુરુષોની વયની સાથે સાથે બદલાતી જાય છે. કઈ વયના પુરુષ પાસેથી મહિલાઓ કેવા પ્રકારની આશા રાખે છે તે જાણીએ.

22 વર્ષની વયે

• હેંડસમ

• ચાર્મિંગ

• આર્થિક રીતે સક્ષમ

• સ્ટાઈલિશ કપડા પહેરનારો

• ઓપન માંઈડેડ

• રોમૅંટિક

32 વર્ષની વયે

• બોલે ઓછું અને સાંભળે વધુ

• મસ્ત ડિનર કરાવે

• દેખાવે આકર્ષક પણ ટાલ ન હોવી જોઈએ

• શોપિંગ કરતી વખતે સામાન ઉપાડે

• ઘરે બનાવેલું ભોજન જમી લે

• જન્મદિવસ અને લગ્નદિવસની તારીખ અચૂક યાદ રાખે

42 વર્ષની વયે

• સોબર અને કૂલ પર્સનાલિટી

• એવા કપડા પહેરે જેથી પેટ ઉપસેલું ન દેખાય

• પોતાની વાતો ધ્યાનથી સાંભળે

• અઠવાડિયામાં એકાદ વખત જરૂરથી દાઢી કરે

52 વર્ષની વયે

• સાફ સફાઈમાં ધ્યાન આપે

• વધુ પૈસા ના ખર્ચે

• એક જ વાતનું રટણ ના કરે

• પોતાના આરોગ્યની કાલજી લે

• પોતાનું નામ યાદ રાખે

62 વર્ષની વયે

• સૂતી વખતે નસ્કોરા ના બોલાવે

• લાઈટ ખાવાનું પસંદ કરે

• ખર્ચો કરવા પૈસાની માંગણી ના કરે

• પોતાની ચીજો ક્યાં રાખી છે તે ના ભૂલે

                            ૐ નમઃ શિવાય

નાનખટાઈ

                         આજે જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- સાર [સત્વ] વગરના પદાર્થનો આડંબર ઘણો હોય છે, જેમ કે સોનાનો એટલો રણકાર થતો નથી જેટલો કાંસાથી થાય છે.

હેલ્થ ટીપ્સ:- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

[રીડીફ ગુજરાતી છેલ્લાં ચાર વર્ષથી બંધ છે. તેમાં રહેલી આપણી ગુજરાતી અસ્મિતા થોડી સચવાઈ રહેલી છે પણ તેના ફૉંટ યુનિકોડમાં ન હોવાથી વંચાતુ નથી. ભાઈશ્રી નિલેશભાઈ સાહીતાએ આ ફૉંટ મને આપ્યાં તેથી રીડીફ ગુજરાતીમાં રહેલી આપણી અસ્મિતા રજુ કરવાનો મને મોકો મળ્યો છે.  સિંગાપોર સ્થિત શ્રી નિલેશભાઈ સાહીતાનો ખૂબ આભાર માનું છું. આજની પોસ્ટ રીડીફ ગુજરાતીમાંથી લેવામાં આવી છે.]

[rockyou id=74378440&w=324&h=243]

નાનખટાઈ

સામગ્રી:-

• 1 વાડકી મેંદો

• ¾ વાડકી ઘઉંનો લોટ

• ¼ વાડકી દળેલી સાકર

• 1 વાડકી ડાલડા ઘી

• 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર

• 1 ટી સ્પૂન એલચી-જાયફળનો ભુક્કો

બનાવવાની રીત:-

• ઘી અને સાકર ભેગાં કરી મિશ્રણ હલકું બને ત્યાં સુધી ખૂબ ફીણવાં.

• આ મિશ્રણમાં બેકિંગ પાઉડર અને એલચી-જાયફળનો ભુક્કો મિક્સ કરવો.

• એક થાળીમાં બધા લોટ ચાળી મિક્સ કરી દેવા.

• આ ચાળેલા લોટને ઘી અને સાકરનાં મિશ્રાન્માં ભેગા કરી દો આમાં પાણી નાખવાની જરૂર નહી પડે.

• ત્યારબાદ કરચલી ન પડે તેનું ધ્યાન રાખી લોટના નાના નાના લૂઆ બનાવવા.

• આ લૂઆને સહેજ દબાવી ઑવનની ટ્રેમાં છુટ્ટા ગોઠવવા.

• આ ટ્રે પહેલાથી ગરમ કરેલા ઑવનમાં 190 ડીગ્રી સેલ્સિયસ પર ધીરે તાપે બિસ્કિટ ગુલાબી થાય ત્યાં સુધી ઑવનમાં મૂકી રાખવી.

આમ નાનખટાઈ થશે.

[વાનગી મોકલનાર :- ગ્રીષ્મા લંગાડિયા]

બદામ- પિસ્તાં બિસ્કિટ

સામગ્રી:-

• 125 ગ્રામ મેંદો

• 50 ગ્રામ સાકર

• 50 ગ્રામ ઘી

• 1 ચપટી કેસર

• 2 ચમચી દૂધ

• 3 એલચીનો ભૂક્કો

• 3 નંગ બદામ

• 3 નંગ પિસ્તાં

બનાવવાની રીત:-

• પિસ્તાં અને બદામની લાંબી, પાતળી પાતળી ચીરી કરો

• હૂંફાળા દૂધમાં કેસર ઓગાળી લો.

• ઘી અને સાકરને એક થાળીમાં લઈ હલકું પડે ત્યાં સુધી ખૂબ ફીણો.

• તેમાં એલચીનો ભૂક્કો ભેળવો.

• આ મિશ્રણમાં મેંદો પાણી નાખ્યા વગર ભેળવી લોટ બાંધો.

• જરાક મેંદાનું અટામણ લઈને રોટલો વણો.

• રોટલા પર બદામ-પિસ્તાં ભભરાવીને વેલણથી હળવે હાથે વણીને બદામ-પિસ્તાંને દબાવી દો.

• તેમાંથી મનગમતા આકારનાં બિસ્કિટ કાપો.

• બેકિંગ ટ્રેમાં ઘી લગાવી બધાં જ બિસ્કિટ તેના પર ગોઠવો.

• પહેલાથી ગરમ કરેલાં ઑવનમાં 190 ડીગ્રીએ ગુલાબી થાય ત્યાં સુધી બેક કરો.

[વાનગી મોકલનાર:- નયના શાહ]

                                  ૐ નમઃ શિવાય

ડંફાસિયો ચકલો

                     આજે જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આ કહેવત સાર્થક કરવી હોય તો મન પર અંકુશમાં રાખતા શીખો.— રામકૃષ્ણ પરમહંસ

હેલ્થ ટીપ્સ:- છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.

                                 ડંફાસિયો ચકલો

[rockyou id=74239151&w=324&h=243]

એક હતો મોર.

પંખીઓનો રાજા. મોરનાં પીછાં બહુ લાંબાં. એવાં સુંદર અને રંગબેરંગી.

મોર ઘરડો થયો એટલે એનાથી લાંબાં પીછાં ઊચકાય નહીં. પીછાં ઊંચકાય નહી તો મોર ચાલે કેમ? એટલે મોરે ચકલાને નોકરીએ રાખ્યો. મોર ચાલે ત્યારે પાછળ પાછળ ચકલો મોરનાં પીછાં ઊચકીને ચાલે. એમ બંને જણા બધે ચાલતાં ચાલતાં જાય.

એક દિવસ એક કાબર ચકલાને મળી. કાબરે પૂછ્યું:”કેમ ચકલાભાઈ, મોરનાં પીંછાં ઊંચકો છો?”

ચકલાભાઈ ડંફાસિયા હતા. ચકલાએ કાબરને કહ્યું:” કાબરબેન, કાબરબેન, હું કાંઈ પીંછાં નથી ઊંચકતો. આતો મોરથી જરાયે ચલાતું નથી એટલએ હું મોરને પાછળથી ધક્કા મારું છું ત્યારે માંડ માંડ ડગુમગુ ડગુમગુ ચાલે છે.”

કાબરબેન હતાં બહુ બોલકાં. આખો દિવસ કલબલ કલબલ કરે. કાબરબેને ખિસકોલીને કાનમાં કહ્યું:”ખિસકોલીબેન, ખિસકોલીબેન આમોર છે તે એનાથી જરાયે ચલાતું નથી. પેલો ચકલો એને જોરજોરથી ધક્કા મારે છે ત્યારે મોર ડગુમગુ ચાલે છે.”

ખિસકોલીને આખો દિવસ કર્ર્ર્ર્ર્ર કર્ર્ર્ર્ર્ર્ર્ર કરવાની ટેવ. તેના પેટમાં આ વાત રહી નહીં. તેણે કાગડાને જઈને કહ્યું:”કોઈને કહેતા ના. આમોરથી ચલાતું નથી. પેલો ચકલો પાછળથી ધક્કો મારે છે ત્યારે જ મોર ડગુમગુ ચાલે છે.”

કાગડો તો હતો ચાડિયો. કા કા કા કરતો કાગડો મોર પાસે પહોંચ્યો. પછી મોરને આ વાત કહી દીધી. મોર બહુ ગુસ્સે થઈ ગયો.

એક દિવસ સવારના મોઅ ઊઠ્યો. ઊઠીને ખૂબ શીરો ખાધો. પછી પીંછાંની સાફસૂફી કરી. શીરો ખાધો અને કસરત કરી એટલે મોરમાં તાકાત આવી ગઈ. પછી મોરે ચકલાને કહ્યું:”ચાલ ચક્લા, આજે બજારમાં જવાનું છે.”

ચકલો મોરનાં પીંછાં ઊંચકી મોરની પાછળ પાછળ ચાલવા માંડ્યો. મોર અને ચકલો બજારમાંથી જતાં હતા. બજારમાં બીજાં ઘણાં પંખીઓ બેઠાં હતાં. બરોબર બજારની વચમાં આવ્યા એટલે મોરે બધાં પીંછાં ઊંચાં કર્યાં. પછી કકલાને એવી ઝાપટ મારી કે ચકલો ત્યાંનો ત્યાં પડી ગયો. એનો પગ ભાંગી ગયો. હવે રોજ બજારમાં ચકલો ડગુમગુ ડગુમગુ ચાલતો જાય છે.

                                         ૐ નમઃ શિવાય

તબીબી સત્ય

                                 આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા નમ્ર બની રહેવાનો ગુણ રહેલો છે. — વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

                                    તબીબી સત્ય

• આપણા શરીરમાં રહેલા લાલ રક્તકણો 120 દિવસ સુધી જીવંત રહે છે.

• આપણા શરીરમાં એક સમયે 2.5 અબજ લાલ રક્તકણો હોય છે. આ આંકડો જાળવી રાખવા અઢી કરોડ નવા રક્તકણો બોનમેરોએ બહાર પાડવા પડે છે.

• રક્તકણો ફક્ત 20 સેકંડમાં સંપૂર્ણ શરીરનું ચક્કર લઈ શકે છે.

• આપણું હૃદય દરરોજ લગભગ 10,000 વખત ધડકે છે.

• આપણા શરીરમાંરુધિર 60,000 માઈલની મુસાફરી કરે છે.

• આપણી આંખો દસ કરોડ રંગોને ઓળખીને પીછાણી શકે છે અને સૌથી મોટા ટેલિસ્કોપનીની સરખામણીએ વધારે માહિતી ગ્રહણ કરે છે.

• પૃથ્વીની ધરી પર અસ્તિત્વ પામેલા સુક્ષ્મ જીવો કરતાં વધારે જીવો આપણા શરીર પર જીવે છે.

• સામાન્ય રીતે 30 વર્ષ બાદ માનવીનું શરીર ધીરે ધીરે સંકોચાવાનું શરૂ કરે છે.

• મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.

• માનવશરીરમાં પતંગિયા કરતાં ઓછા સ્નાયુઓ હોય છે.

• જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.

                                                                                      — સંકલિત

                                 ચાલવાથી થતાં ફાયદાઓ

        જેટલું વધું ચાલશો તેટલું જ વધારે અને ભરપેટ ખાઈ શકશો. એક વખત ઈચ્છિત વજન પ્રાપ્ત કરી લીધા પછી વધુ ખાવા છતાં સ્લિમ અને પરફેક્ટ રહેવાશે. ચાલવાથી શાંતિ મળશે અને માંસપેશિયોને આરામ મળશે.

• દરરોજ ત્રણ કિ.મી. ચાલવાથી ત્રણ અઠવાડિયામાં તો આત્મવિશ્વાસ વધે છે તેમજ તણાવ દૂર થાય છે અને પ્રસન્નતા મળે છે.

• ચાલવા જતાં પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીજો..

• ખાવાનું ખાધા પછી ચાલવાનું તેમજ લાંબી મજલ કાપવાનું ટાળજો.

• ચાલતી વખતે આરામદાયક ચંપલ કે શૂઝ પહેરજો જેથી ચાલવામાં તકલીફ ન પડે.

• એકલા ચાલવામાં જો કંટાળો આવતો હોય તો મિત્રોને પણ ચાલવા માટે આમંત્રિત કરો.

• શ્વાસ ફૂલે તેટલું ઝડપથી નહીં પણ ઝડપથી ચાલવાનું જરૂરથી રાખવું.

• ચાલવાથી જરૂર ફાયદો છે પરંતુ દરેક વ્યક્તિને માટે અલગ અલગ ફાયદો હોય છે.

                                                                       — સંકલિત

                                    ૐ નમઃ શિવાય