સેંડવીચની મહેફિલ

                               આજે મહા વદ અમાસ

આજનો સુવિચાર :- સમાજની શ્રદ્ધા અને વિશ્વાસ નિષ્ક્રિય બને ત્યારે સંદેહ નામનો તારકાસુર પ્રગટે છે. – મોરારીબાપુ.

હેલ્થ ટીપ :-
લોક આયુર્વેદ – આધા ખાના.દુગુના સોના, તિગુના પીના ઔર ચોગુના હંસના—અરધે પેટ ખાવું, ખૂબ ઊંઘવું, પુષ્કળ પાણી પીવું અને પેટ ભરી હસવું. આ વૃદ્ધાવસ્થાનું સ્વાસ્થય સૂત્ર છે.

 

સેંડવીચ

સેંડવીચ

    ટોસ્ટ સેંડવીચ

સામગ્રી-

1] સ્લાઈસ્ડ સેંડવીચ બ્રેડ
2] 2 બાફેલા બટાટા
3] 1 મોટો ચમચો ખમણેલું ચીઝ
4] 2 મોટા ચમચા ટોમેટો કેચપ
5] 1 કાપેલો નાનો કાંદો
6] સ્વાદાનુસાર મીઠું, સાકર અને મરચું
7] બટર

રીત:-

એક તવામાં થોડુંક બટર લઈને કાપેલો કાંદો 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં બાદ તેમાં બાફેલા બટાટા મીઠું, સાકર, લાલ મરચું, કેચપ અને ખમણેલું ચીઝ ઉમેરી થોડીવાર હલાવો. આ પૂરણને ઠંડુ પડવાદો. ત્યારબાદ નોનસ્ટીક હેન્ડ સેંડવીચ ટૉસ્ટર કે ઈલેક્ટ્રિક ટૉસ્ટર લઈ તેમાં થોડુંક બટર ચોપડી 2 મિનિટ માટે ગરમ કરો. બ્રેડની બે સ્લાઈસ લઈ તેની વચમાં ઉપરોક્ત પૂરણ ભરો. બ્રેડની આગળ પાછળ બટર લગાડી ગરમ કરેલા ટોસ્ટરમાં મૂકી ધીમે તાપે ગરમ કરવા મૂકો. લાલાશ પડતું પડ થવા માંડે ત્યારે કાઢી લો.
ગરમ ગરમ સેંડવીચ ટૉસ્ટ કેચપ અને લીલી ચટણી સાથે ખાવાની મઝા આવશે.

 

સેંડવીચ

[મુંબઈ સ્થિત નીતાબેન કોટેચાએ મોકલાવેલી આ રૅસિપી બદલ મેઘધનુષ તરફથી આભાર.]

 

સામગ્રી:-
1] દહીં ગાજરની ચટણી
[ગાજર, મરી પાઉડર, સ્વાદાનુસાર મીઠું]
2] ગ્રીન ચટણી
[કોથમીર, સ્વાદાનુસાર લીલા મરચા અને મીઠું, 5 ટુકડા લાલ ખજુર, 3 લીંબુનો રસ, 5 થી 6 મરીનાં દાણા 6 થી 7 લસણની કળી]
3] ટામેટાની ચટણી [10 ટામેટા, 5 કાંદા, સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું]
4] સેન્ડવીચ બ્રેડ

રીત:-

1] દહીં ગાજરની ચટણી-

દહીને 2 કલાક બાંધી તેમાંથી પાણી કાઢવું. ગાજરને ખમણી તેમાં મીઠું ભેળવી થોડીવાર રહેવા દેવું થોડીવાર પછી ગાજરને હથેળીમાં દબાવી તેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ નીચોવેલા ગાજરને પાણી કાઢેલા દહીંમાં ભેળવી દો અને તેમાં જોઈતા પ્રમાણમાં મરીનો પાઉડર ભેળવી દો. આમ દહીં ગાજરની ચટણી તૈયાર થઈ જશે.

2] ગ્રીન ચટણી:-

કોથમીર ધોઈને તેમાં ઉપરોક્ત ગ્રીન ચટણીની સામગ્રી ભેળવી વાટી લેવી. આમ ગ્રીન ચટણી તૈયાર થશે.

3]ટામેટાની ચટણી:-

ટામેટા અને કાંદાને વાટી ઉકાળવા મૂકવા. તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું અને 2 મોટા ચમચા કેચપ નાખવા. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવું.

હવે બ્રેડની ચાર સ્લાઈસ લેવી. પહેલી અને બીજી સ્લાઈસની વચમાં દહી ગાજરની ચટણી મૂકવી. બીજી અને ત્રીજી સ્લાઈસ વચ્ચે ગ્રીન ચટણી લગાડવી અને ત્રીજી અને ચોથી સ્લાઈસ વચ્ચે ટામેટાની ચટણી લગાડવી. આને બાંધીને એકાદ કલાક ફ્રિજમાં મૂકવી. ત્યારબાદ તેને ક્રોસમાં કાપીને સર્વ કરવી જેથી બધી ચટણી દેખાય.

અને ખાતી વખતે નીતાને યાદ કરવી.

આથેલાં મરચાં

આથેલાં મરચાં

 

આથેલાં મરચાં

સામગ્રી:

1] ¼ કિ. ગ્રા. મોળા મોટાં લીલાં મરચાં [વઢવાણી કે મારવાડી મોળા મરચા ચાલે]
2] 100 ગ્રા. રાઈનાં કુરિયા
3] 3 લીંબુનો રસ [ખટાશ વધારે જોઈતી હોય તો લીંબુનો રસ વધારે લેવો]
4] સ્વાદાનુસાર મીઠું અને હળદર 5] ખાવાનું તેલ

રીત-

મરચાંને ધોઈને સૂકા કરવા. મરચામાં ઊભી ચીરી કરી તેમાંથી બી કાઢી કાઢવા, રાઈનાં કુરિયા, મીઠું અને હળદર ભેળવી બી કાઢેલાં મરચામાં ભરવા. સ્ટીલનાં વાસણમાં કે કાચની બરણીમાં આ ભરેલાં મરચા મૂકી તેમાં લીંબુનો રસ નાખી ઊછાળવા. દિવસમાં ત્રણ વખત ઊછાળવા જેથી લીંબુનો રસ બધાં મરચામાં ભળે. ત્રણ દિવસ પછી તેમાં બે મોટાં ચમચા ગરમ કરી એકદમ ઠંડુ પાડેલું તેલ તેમાં નાખી હલાવો [ઊછાળવા]. હવા ન જાય તેવી બરણીમાં આ મરચા ભરવા.

                                        
                                            ૐ નમઃ શિવાય

કહો હું કોણ? [જવાબ]

                                 આજે મહા વદ અમાસ

આજનો સુવિચાર :- ‘ભરોસો’ શબ્દ ભક્તિ માર્ગનો છે, જ્ઞાનમાર્ગનો નથી. – મોરારીબાપુ

હેલ્થ ટીપ:– આદુનાં રસમાં મરીનો પાઉડર ભેળવી લેવાથી પેટમાં થયેલા વાયુમાં રાહત રહેશે.

                            કહો તો હું કોણ?   [જવાબ]

1]
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

કાતર

2]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

સસલું

3]
નાનું મોટું મળે ને
પાણીમાં એ તરે,
સૌ સવારી કરે,
તેને કયું વાહન કહે?

હોડી-નાવડી

4]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને
આંબા જેવી કેરી.

આકડો

5]
હવા કરતાં હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં.

ફુગ્ગો

6]
એની અછત ઝટ વરતાય
એનાં વગર સૌ પરસેવે ન્હાય
એને પામવા વિકલ્પો શોધાય
એના વગર લગીરે ના જીવાય

હવા

7]
હું સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો

શનિ ગ્રહ

8]
ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય

ખુરશી
                                        ૐ નમઃ શિવાય

મહા શિવરાત્રિ

                  આજે મહાવદ ચૌદસ [મહાશિવરાત્રિ]

images3

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1] કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
2] મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
3] મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે. આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઈ હતી એવું મનાય છે.

આગળ વાંચવા અહીં ક્લિક કરો
http://shivalay.wordpress.com/2009/02/23/shiv-tatva-4/

 

                           ૐ નમઃ શિવાય

કહો તો હું કોણ?

                           આજે મહા વદ બારસ

આજનો સુવિચાર :- હાલમાં મોરબીમાં ચાલતી મોરારી બાપુની ‘માનસ સાહિબ’ કથામાં માનસને આધારે ‘સાહિબ’ની પરિભાષા આપતા કહે છે કે ‘પાઠશાળામાં પ્રવેશ આપી પ્રેમના પાઠ ભણાવી પાસ કરે એ સાહિબ’.

હેલ્થ ટીપ:- તમાલપત્ર અને તજને સરખે ભાગે લઈ પાઉડર બનાવી રોજ સવારે ઊઠીને એક ચમચી પાઉડર હૂંફાળા પાણી સાથે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

                                       કહો તો હું કોણ?

1]
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

2]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

3]
નાનું મોટું મળે ને પાણીમાં એ તરે,
સૌ સવારી કરે, તેને કયું વાહન કહે?

4]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી.

5]
હવા કરતાં હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં.

6]
એની અછત ઝટ વર્તાય
એનાં વગર સૌ પરસેવે ન્હાય
એને પામવા વિકલ્પો શોધાય
એના વગર લગીરે ના જીવાય

7]
હું સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો

8]
ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય

                                            ૐ નમઃ શિવાય

કીચન ટીપ્સ

                             આજે મહા વદ દસમ

આજનો સુવિચાર :- કૃપાણમાંથી ન નીકળી જાય તો શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય છે. – મોરારીબાપુ

હેલ્થ ટીપ :- મૂઢમાર વાગ્યો હોય અને દુખતું હોય તો બરફથી માલિશ કરવાથી રાહત રહેશે.

 

                                         કીચન ટિપ્સ

* રાઈના કુરિયાની સુગંધ વધારવા માટે રાઈને વાટતા પહેલા એક કલાક તડકામાં રહેવા દો.

* મિલ્ક શેઈક બનાવતી વખતે તેમાં એક ચમચી જેલી અથવા જામ ભેળવવાથી મિલ્ક શેઈક વધારે સ્વાદિષ્ટ, ઘટ્ટ અને સ્મૂધ બનશે.

* બીટ ખરીદતી વખતે એકદમ કડક અને થોડાંક મૂળિયા હોય તેવાં લો જેથી બીટ લાલ અને લીસા રહેશે.

* ચણા રાતના પલાડવાનું ભૂલી જાઓ તો સવારના ચણા ધોઈને ગરમ પાણીમાં એક કલાક પલાળી રાખો.

* દાળ કે કઠોળમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુનોરસ ઉમેરવાથી ખારાશ ઓછી થઈ જશે.

* ગ્રેવીવાળું શાક બનાવવા કોબીની છીણની ગ્રેવી બનાવો, સ્વાદિષ્ટ લાગશે.

* લીંબુની છાલ કે નારંગીની છાલને તાત્કાલિક સૂકવવા ઓવનને હાઈ ટેમ્પરેચરમા મૂકી આ છાલને 2 થી 3 મિનિટ ગરમ કરો, તુરંત કડક થઈ જશે.

* દાળ બાફતી વખતે તેમાં એક ચમચી તેલ અને ચપટી મીઠું ભેળવવાથી દાળ જલ્દી ચઢી જશે.

* લીલાં મરચાં, આદુ, લસણ જેવા મસાલાની જુદી જુદી પેસ્ટ બનાવી આઈસ ટ્રેમાં જામવા દો. ક્યુબ થઈ જાય ત્યારે અલગ અલગ ઝીપલોકમાં મૂકી દો. જરૂર પડે એક એક ક્યુબનો ઉપયોગ કરી શકશો.

* ઓઈલ ફ્રી વડા ખાવા વડાના ખીરાને સેંડવિચ ટોસ્ટરમાં ભરી બેઈક કરો. વડા ઓઈલ ફ્રી વડા બનશે.

* વાસણમાં જામેલી ચીકાશને દૂર કરવા તેને પહેલા ચાની ભૂકીથી ઘસો ત્યારબાદ ડીટરજંટથી ઘસવાથી ચીકાશ દૂર થશે.

* પ્લાસ્ટિકની બરણીમાંથી વાસ આવતી હોય તો તેમાં છાપાનો કાગળ મૂકી આખી રાત રહેવા દો.

* જૂનો થયેલો ચણાનો લોટ ફેંકી ન દેતાં વાસણ ઘસવામાં ઉપયોગમાં લો જેનાથી વાસણોમાં ચમક આવી જશે.

                                               ૐ નમઃ શિવાય

A Touching Poem

                      આજે મહા વદ નોમ

આજનો સુવિચાર :- મૃત્યુ બાદ પણ લોકો તમને માન આપે તો જીવન સફળ કહેવાય.

હેલ્થ ટીપ :-હળદર અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ મધ સાથે ચાટવાથી દમમાં રાહત રહે છે.

[મુંબઈ સ્થિત શ્રી તેજલભાઈ મજુમદારે આ કાવ્ય મોકલ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

A Touching  Poem

I went to a party Mom,
I remembered what you said.
You told me not to drink, Mom,
So I drank soda instead.

I really felt proud inside, Mom,
The way you said I would.
I didn’t drink and drive, Mom,
Even though the others said I should.

I know I did the right thing, Mom,
I know you are always right.
Now the party is finally ending, Mom,
As everyone is driving out of sight.

As I got into my car, Mom,
I knew I’d get home in one piece.
Because of the way you raised me,
So responsible and sweet.

I started to drive away, Mom,
But as I pulled out into the road,
The other car didn’t see me, Mom,
And hit me like a load.

As I lay there on the pavement, Mom,
I hear the policeman say,
‘The other guy is drunk,’ Mom,
And now I’m the one who will pay.

I’m lying here dying, Mom….
I wish you’d get here soon.
How could this happen to me, Mom?
My life just burst like a balloon.

There is blood all around me, Mom,
And most of it is mine.
I hear the medic say, Mom,
I’ll die in a short time.

I just wanted to tell you, Mom,
I swear I didn’t drink.
It was the others, Mom.
The others didn’t think.

He was probably at the same party as I.
The only difference is, he drank
And I will die.

Why do people drink, Mom?
It can ruin your whole life.
I’m feeling sharp pains now.
Pains just like a knife.

The guy who hit me is walking, Mom,
And I don’t think it’s fair.
I’m lying here dying
And all he can do is stare.

Tell my brother not to cry, Mom.
Tell Daddy to be brave.
And when I go to heaven, Mom,
Put ‘GOOD BOY ‘ on my grave.

Someone should have told him, Mom,
Not to drink and drive.
If only they had told him, Mom,
I would still be alive.

My breath is getting shorter, Mom.
I’m becoming very scared.
Please don’t cry for me, Mom.
When I needed you, you were always there.

I have one last question, Mom.
Before I say good bye.
I didn’t drink and drive,
So why am I the one to die?

 

                                                          ૐ નમઃ શિવાય

આપણી જાતને ઓળખીએ

                                આજે મહા વદ આઠમ

આજનો સુવિચાર :- પોષકના સ્વાંગમાં શોષણ કરે તે પુતના વૃત્તિ કહેવાય. – મોરારીબાપુ

હેલ્થ ટીપ :- નાગરવેલનાં પાનમાં બે રતીભર ફૂલાવેલી ફટકડી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમમાં રાહત રહે છે.

                                  આપણી જાતને ઓળખીએ

                     મોટા ભાગે આપણે સંપૂર્ણ પારદર્શક છીએ

આપણું મન                                            આપણા ચહેરા ઉપર વંચાય છે.

આપણો સ્વભાવ                                    આપણી આંખમાં દેખાય છે.

આપણી શક્તિ                                      આપણી ચાલમાં છતી થાય છે.

આપણું જ્ઞાન                                        આપણી ભાષામાં પ્રગટ થાય છે.

આપણી ઈચ્છા                                    કાર્યની પસંદગીથી બહાર પડે છે.

આપણા સંસ્કાર                                    આપણા વ્યહવારથી સમજાય છે.

આપણી લાગણીઓ                             સંબંધોમાં છલકાતી હોય છે.

આપણી સમજ અને ડહાપણ            આપણા નિર્ણયો બતાવે છે.

આ અને આવા કેટલાય લક્ષણો આપણા આંતરિક વ્યક્તિત્વને બીજાઓ સમક્ષ પ્રગટ કરે છે.
                                                                                                                            — સંકલિત

                                                   ૐ નમઃ શિવાય

અક્ષત દાણા

                             આજે મહા વદ છઠ

આજનો સુવિચાર :- સત્યના પથ પર અડગ રહેનાર સાચો બહાદુર છે.

હેલ્થ ટીપ :- વધુ પડતી મસૂર દાળના ઉપયોગથી લોહી ઘટ્ટ બને છે અને દૃષ્ટિનું તેજ ઘટાડે છે પરંતુ તાજા તલના તેલ અથવા ગાયના ઘી સાથે મસૂરનો ઉપયોગ ગુણમાં વૃદ્ધિ કરે છે.

main-church11

                                    અક્ષત દાણા

    ઈટાલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત ચર્ચ બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી અને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હતી. તો પણ શિલ્પકાર પોતાના કામમાં મશગુલ થઈને મૂર્તિઓના એક એક મરોડ ને રેખાઓમાં પોતાની કલા ઠાલવતો હતો. એક મિત્રે એ જોઈ ટીકા કરી : ‘આ મૂર્તિ પર કોઈની નજર સરખી પડવાની નથી, તો એની પાછળ શા માટે આટલી મહેનત કરે છે ?’
શિલ્પકારે આંખ ઊંચી કર્યા વિના જવાબ આપ્યો : મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ- પછી ભલે કોઈ જુએ કે અ જુએ. હું તો જોઉં છું અને બીજું કોઈ નહિ તો ભગવાન તો જોશે જ ને?’ મારી મર્યાદાઓ છે પણ તેમાં પણ હું જેટલું શ્રેષ્ઠ આપી શકું એવો મારો આગ્રહ છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, શાબાશી આપે કે ન આપે તો યે હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ.’

     પૂજામાં દેવમૂર્તિને ચોખા ચઢાવાય છે, એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા જરૂરી છે. સો સારા દાણા સાથે એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ મનાય તો તે સાચી પૂજા નથી. એવી જ રીતે આપણું જીવન પણ એક યજ્ઞ છે. એક એક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેનો દિલથી આગ્રહ હોય તે સાચો જીવનપૂજારી છે, તેની સાચી પૂજા છે.
                                                                                                              [સૌજન્ય: અખંડ આનંદ]

                                                  ૐ નમઃ શિવાય

વસંતના વ્હાલ

                                       આજે મહા વદ ચોથ

આજનો સુવિચાર :- વૃદ્ધાશ્રમ શું સૂચવે છે?
                                       પુત્રને પ્રેમ કરો
                                 પુત્ર માટે સંપત્તિ બનાવો
                                                 પરંતુ
                              પુત્રને સંપત્તિ વીલથી આપો

                          — એક વકીલની વણમાગી સલાહ

હેલ્થ ટીપ :- બાળેલી મસૂરની દાળ દાંત સફેદ કરવાનાં ગુણ ધરાવે છે.

વસંત

વસંત

 

[ યુ.અસ.એ.થી શ્રી રમેશભાઇ પટેલે તેમની આ કૃતિ મોલકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી આભાર.]

વસંતના વ્હાલ

આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
કે સહિયર શું કરીએ?

આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને વાગી વાંસલડી રે વાટ
કે સહિયર શું કરીએ?

આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ?

આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ ખેલે ફાગ
કે સહિયર શું રમીએ?

આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ?

આ યૌવનનો ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ? (૨)


                                           ૐ નમઃ શિવાય

સૂર્યદેવ સ્તુતિ

                        આજે મહા વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનું સાચું સુખ આત્મસંતોષમાં સમાયેલું છે.

હેલ્થ ટીપ :- લસણના વપરાશથી વીર્યબળમાં વધારો થાય છે, ફેફસાના જખમમાં રાહત રહે છે તેમજ પથરીમાં રાહત મળે છે.

સૂર્યદેવો નમઃ

સૂર્યદેવો નમઃ

સૂર્યદેવની સ્તુતિ

આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમઃ ભાસ્કરમ
દિવાકરમ નમસ્તુભ્યમ પ્રભાકરમ નમોસ્તુતે
ઉર્ષા શિર્ષા દ્રષ્ટયા મનસા વચસા તથા
પદાભ્યાસ કરાભ્યાસ જાનુભ્યાસ એતદંડ લક્ષણમ
જન્માંતર સહસ્ત્રેષુ દારેદ્રયમ નોપ જાયતે

સૂર્ય ગાયત્રી

ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ મિત્રાય નમો
સૂર્યાય નમો ૐ રવયે નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ ભાનવે નમો
સૂર્યાય નમો ૐ ખગાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ દિવાકરાય નમો
સૂર્યાય નમો ૐ પૂષ્ણે નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ મારીચાય નમો
સૂર્યાય નમો ૐ આદીત્યાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ સાવિત્રાય નમો
સૂર્યાય નમો ૐ પ્રભાકરાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

સૂર્યાય નમો ૐ ભાસ્કરાય નમો
સૂર્યાય નમો ૐ હિરણ્યગર્ભાય નમો
ૐ નમો ભગવતે સૂર્યાય નમો

                ૐ નમઃ શિવાય