મુંબઈ અને તેની આસપાસનાં શિવાલયો

                                  આજે શ્રાવણ સુદ એકમ

આજનો સુવિચાર:- ચારિત્ર્ય એટલે ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ — ટાગોર

શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે શિવજીમાં મન ધ્યાનસ્થ થઈ જાય છે. શિવજીનું ધ્યાન આવતાં જ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ થાય છે. જ્યોતિર્લિંગના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બાર જ્યોતિર્લિંગમાંથી ત્રણ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા છે. મુંબઈ અને તેની આસપાસનાં પરાંમાં કેટલાક એવાં શિવમંદિરો છે જેનો રામાયણ અને મહાભારત કાળ સાથે નાતો છે. આવું આગવું સ્થાન ધરાવતા શિવમંદિરોનો ઉલ્લેખ શ્રાવણ માસની શરૂઆતમાં કરીએ.

અંબરનાથ-જેને વિષે અગાઉ પણ મેં લખેલું છે.

અંબરેશ્વર શિવમંદિર તરીકે ઓળખાતું આ મંદિર શિલેહારા વંશના રાજા ચિત્તારાજાએ બંધવ્યું હતું. ઈ.સ. 982 કે 1060મા6 આ મંદિર બંધાવ્યા હોવાના પુરાવા મળ્યા છે. હેમાદપંથી શૈલીનું આ મંદિર કાળા પથ્થરમાંથી કોતરવામાં આવ્યું ચ્હે.

વાલકેશ્વર મંદિર:-

જ્યોતિર્લિંગ રામેશ્વરની જેમ મુંબઈના વાલકેશ્વર મંદિરનો સંબંધ ભગવાન રામજી સાથે છે. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષમણ આ સ્થળે રોકાયા હતા અને રામે રેતીનું શિવલિંગ બનાવી એની પૂજા કરી હતી. વાલકેશ્વર એટલે વાળુ[રેતી]માંથી બનેલા ઈશ્વરએવો થાય છે. શિલહારા વંશના રાજાઓના દરબારમાંના ગૌડ સારસ્વત બ્રાહમણ જ્ઞાતિના દરબારી લક્ષમન પ્રભુએ ઈ.સ.1127માં મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ પોર્ટુગીઝોએ તોડી પાડ્યું હતું અને 1715માં રામ કામત નામના વેપારી અને દાનવીરે તેનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો.

કોપિનેશ્વર મંદિર:-

થાણે રેલ્વે સ્ટેશન નજીક બાઝાર પેઠ વિસ્તારમાં આવેલા આ મંદિરમાંનું શિવલિંગ પાંચ ફૂટ ઊંચું છે અને તેનો ઘેરાવો પણ એટલો જ છે. શિલહારા વંશના એક રાજાએ ઈ.સ. 810 થી 1240 ના સમય દરમિયાન બંધાવ્યું હતું. 1760માં સર સુબેદાર રામાજી મહાદેવ બિવાલકરે આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ત્યારબાદ 1879માં સ્થાનિક હિંદુ પ્રજાએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.

ખિડકાલેશ્વર મંદિર:-

ડોમ્બીવલીની નજીક ખિડકાલી ગામ નજીકનું આ મંદિર પાંડવકાલીનનું હોવાનું મનાય છે. પાંડવો વનવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હતાં. એ દરમિયાન યુધિષ્ઠિર શિવપૂજન માટે પ્રેરિત થઈ ધ્યાન મગ્ન થયાં ત્યારે શિવલિંગ અને તળાવ આપોઆપ પ્રગટ થયાં હતાં. સદીઓ પછી ગ્રામવાસીઓને આ તળાવ અને શિવલિંગની જાનકારી થઈ અને આ મંદિર બાંધવામાં આવ્યું.

એલિફંટા ગુફા:- અગાઉ એલિફંટા વિષે મેં લખેલું છે.

પાંચમી અને આઠમીસદીની વચ્ચે બનેલી આગુફાઓને કાળક્રમે ખૂબ નુકશાન પહોંચેલું પરંતુ ચારે તરફ દરવાજા ધરવતા ચોરસ ગર્ભગૃહમાંનુ શિવલિંગ યથાવત રહ્યું હતું.

કાશીવિશ્વેશ્વર મંદિર:-

1783માં દાદોબા જગન્નાથ મંત્રીએ પોતાની જ્ઞાતિ સોમવંશી પાઠાર ક્ષત્રિય માટે માટુંગામાંકાશીવિશ્વેશ્વર મંદિર બંધાવ્યું હતું. આજે પણ આ મંદિરનો પુરાણો દેખાવા યથાવત છે.

બાબુલનાથ મંદિર:- અગાઉ આ મંદિર વિષે મેં લખ્યું છે.

મુંબઈના શિવભક્તોનું અતિપ્રિય અને સૌથી જુનું આ બાબુલનાથનું મંદિર એક ગોવાળિયાની પ્રેરણાથી પાંડુરંગ શેઠના પ્રયાસથી બન્યું હતું. 1780માં નાના દેવાલય તરીકે સ્થપાયેલું આ મંદિર કાળક્રમે વિશાળ બન્યું છે. અહીં શિવલિંગ સ્વયંભૂ છે.

ધાકલેશ્વર મંદિર:-

મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં આવેલું ધાકલેશ્વર મહાદેવનું મંદિર 1835માં દાદાજી ધાકજીએ બંધાવ્યું હતું. ઓરિસ્સાના કોણાર્ક અને મોઢેરાના સૂર્યમંદિર જેવી સૂર્યની મૂર્તિ આ મંદિરમાં છે. 2008માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો.

માનકેશ્વર મંદિર:-

ડોકયાર્ડ રોડ ખાતે આવેલા માનકેશ્વરમંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. આ મંદિર કેશવાજી ક્ષત્રિયે બંધાવ્યું હતું. સાવ જૂની શૈલીના આ મંદિરના ગર્ભગૃહમાં સ્ત્રીઓનો પ્રવેશ નિઃશેધ છે. મૂછાળા ભોલેબાબાની ખાસ મૂર્તિના દર્શન કરવા ભક્તો દૂરદૂરથી આવે છે.

તુંગારેશ્વર:-

વસઈમાંનું તુંગારેશ્વર મંદિર પ્રાચીન છે. એક દંતકથા મુજબ સંજીવની ધરાવતો પર્વત લઈને જતી વખતે હનુમાનજી દ્વારા થોડી સંજીવની અહીં પડી ગયેલી. ભક્તોના માનવા મુજબ વર્ષની અમુક ચોક્કસ રાત્રે આ ટેકરી પરના અમુક છોડવા પ્રકાશિત અવસ્થામાં જોવા મળે છે.

આ ઉપરાંત નળબજાર વિસ્તારનું ગોળ દેવળ, મુલુંડનું બાલરાજેશ્વર મંદિર, ભીડભંજન શિવમંદિર, જુહૂનું નિલકંઠેશ્વર મંદિર જેવા અન્ય કેટલાંક શિવમંદિરો છે જેનો ઈતિહાસ એક કે બે સદીઓ જૂનો છે.

                                                                                                       — સંકલિત

                                                         ૐ નમઃ શિવાય

છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે

                               આજે 26મી જુલાઈ
2006ની સાલમાં મેઘધનુષની શરૂઆત થઈ હતી.

             
આજે આ ખુશીમાં મારા દીકરા કવનને એનો નવો બ્લોગ ભેટ કરૂ છું.
આપ સહુ સહર્ષ આવકારશો.

IT’KAVAN
http://itskavan.blogspot.com/2011/07/blog-post.html

 

                                           ૐ નમઃ શિવાય

ચાતુર્માસ એટલે…….. !

                                      આજે અષાઢ વદ સાતમ

 

આજનો સુવિચાર:- જે ચીજથી આશા વધે છે તેનાથી સાહસ પણ વધે છે.
                                                                                                     –જોનસન

ચાતુર્માસ એટલે……

આભમાંથી પાણી વરસે તે……
ઉપાશ્રયમાં સંતોની વાણી વરસે.
સંત અને સરિતા બન્ને પાવન છે
અને પાછા પતિતને પાવન કરનારા છે
કારણ કે…….

સંત અને સરિતા સદાયે વહેતાં હોય છે
છતાં બન્નેમાં ફરક છે…..
સરિતા પાસે આપણે જવું પડે છે
જ્યારે સંતો આપણી પાસે આવે છે
વળી…. સરિતા સ્થિર નથી, જ્યારે….
સંતો વર્ષાવાસમાંએક સ્થાને સ્થિરતા કરે છે
અને… અનેક આત્માઓને જિનવાણી વડે
પરમાત્માનું સાનિધ્ય – સામિપ્ય અપાવે છે.

મઝધારમેં ભી કિનારા મિલ જાતા હૈ
તૂફાનોંમેં ભી સહારા મિલ જાતા હૈ
ગજબ કરિશ્મા હૈ જિવાણી કે નામ કા
અંધેરેમેં ભી ઉજાળા મિલ જાતા હૈ

શ્રી ધીરજમુનિ મ. સા.

સૌજન્ય:- જન્મભૂમિ

જય જિનેંદ્ર

મા પાર્વતીજીનું પ્રાગટ્ય 2003

                                  આજે અષાઢ વદ ચોથ

આજનો સુવિચાર:- જ્ઞાનનું ધ્યેય સત્ય છે અને સત્ય આત્માની આવશ્યકતા છે.
                                                                                                – હિતોપદેશ

ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ

17/7/2003     ગુરૂપૂર્ણિમા

માનસરોવરને કિનારે આવેલા છુ ગોમ્પા પરથી લીધેલો આ વિડીયો મા પાર્વતીજીનું પ્રાગટ્ય દર્શાવે છે.

 

                                                          ૐ નમઃ શિવાય

કૈલાશ દર્શન 21/6/2011

આજે અષાઢ વદ બીજ

આજનો સુવિચાર:- ભૂખ અને ક્રોધની વચ્ચેની ભેદરેખા ખૂબ સૂક્ષ્મ હોય છે.
— ડી. મેઈસ્ટ્રે

કૈલાસ દર્શન [21/6/2011  — 22/6/2011 ]

ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ

ૐ નમઃ શિવાય

સાત રંગના સરનામે

                                           આજે અષાઢ સુદ નોમ

આજનો સુવિચાર:- ઓળખાણવાળા જોડે મેળ ના પડે ફો તે મોક્ષે ના જવા દે. ત્યાં તો સામે ચાલીને મેળ પાડી દેવો. — દાદા ભગવાન

 

સાત રંગના સરનામે

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું સામે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, નાતું આવી, ના હું આવ્યો.

                                                                                        – રમેશ પારેખ

                                             ૐ નમઃ શિવાય

જાંબુ – વર્ષાઋતુનું ફળ

                              આજે અષાઢ સુદ આઠમ

આજનો સુવિચાર:- અભાવ એ મનની સ્થિતિ છે.

જાંબુ – વર્ષાઋતુનું ફળ

જાંબુ વર્ષાના પ્રારંભકાળનું ફળ છે. ભારે વરસાદ પછી જાંબુની મોસમનો અંત આવે છે. જાંબુ નાના અને મોટા એમ બે પ્રકારના મળે છે. સ્વાદની દૃષ્ટિએ મોટા જાંબુ સારા લાગે છે જ્યારે ઔષધિય ગુણ વત્તાને દૃષ્ટિએ નાના જાંબુ ઉત્તમ છે.

સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તેમજ ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુવર્ધક છે.

જાંબુનાં ઔષધિય ઉપયોગો

1] જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.

2] જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેંટ્રલ ડ્રગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટ [લખનૌ] દ્વારા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં આવેલી ઔષધિ થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

3] વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી [જૂનો મરડો] જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધીજાંબુનાઠળિયાનું ચૂર્ણ [આશરે પાંચ ગ્રામ] છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.

4] નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.

5] દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.

6] કમળો, લીવર તથા બરોળનો સોજા પર જાંબુનું સેવન અસરકારક છે.

7] કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવા.

8] શ્વેત પ્રદરમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ અસરકારક છે.

9] લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું.

10] પયોરિયા અથવા દાંતમાંથી ઝરતા લોહી માટેજાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.

11] પેટમાં કૃમિ તથા ચમકતી ત્વચા માટે જાંબુનું સેવન હિતકારી છે.

જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખવું.

સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.

શરીરે સોજા રહેતા હોયકે માસિક ધર્મના દિવસો દર્મિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.

ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવ ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.

ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.

જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરશો.

— સંકલિત

ૐ નમઃ શિવાય