આજે અષાઢ સુદ નોમ
આજનો સુવિચાર:- ઓળખાણવાળા જોડે મેળ ના પડે ફો તે મોક્ષે ના જવા દે. ત્યાં તો સામે ચાલીને મેળ પાડી દેવો. — દાદા ભગવાન
સાત રંગના સરનામે
સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.
તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.
કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું સામે ? ના તું આવી, નાહું આવ્યો.
ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.
એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, નાતું આવી, ના હું આવ્યો.
– રમેશ પારેખ
ૐ નમઃ શિવાય
પૂ.મોરારીબાપૂએ જેમને કશુંક ભાળી ગયેલ કવિ કહી નવાજ્યા છે એ ર.પા.ની સુંદર રદિફ અને એવીજ સરસ માવજતસભર ઉત્તમ ગઝલ…..
ખૂબ ગમી.
સો સો સલામ કવિને…..
LikeLike
Bahena !
Kindly mail my e-mails to manvant@aol.com from now on as I intend to discontinue Yahoo mails.
I liked R pa’s poem and enjoyed.thx.
LikeLike
પિંગબેક: સાત રંગના સરનામે | | GujaratiLinks.comGujaratiLinks.com
its really gd,,,
LikeLike