સુવિચાર

                                                      સુવિચાર

* જીવનમાં ક્યારેય આવતી કાલ મળતી નથી. કાયમ ‘આજ’ જ હોય છે.

* મા એટલે સ્ત્રીશક્તિ અને ગુરૂ એટલે પુરૂષશક્તિ. ગુરૂ ખરેખર ન તો નર, નારી કે નાન્યતર છે પણ શારીરિક સ્તર પર કાર્ય કરવા માટે એક નામની જરૂર પડે છે.

* દુનિયામાં અનેક તમાશા હોય છે. જતી જવાની, આવતું ઘડપણ, બદલાતી ઋતુના અસ્ત થતા પડછાયા, જે બદલાય છે તે દુનિયા અને ન બદલાય તે પ્રભુ.

* જે ભીતર બેઠો છે તેને માનવ જોઈ શકતો નથી અને બહાર મૂર્તિઓ બનાવીને એને પૂજતો રહ્યો છે.

* ‘એક દિવસ બગીચામાં પ્રિયતમ સાથે ચાલતાં-ચાલતાં મેં ગુલાબ સામે જોયું અને પ્રિયતમે મને વઢીને કહ્યું,”જ્યારે હું અહીં તારી સાથે છું તો
તું ગુલાબ સામે જોઈ કઈ રીતે શકે?” આ શબ્દો રુમીના છે. તેનો પ્રિયતમ હઝરત શમ્સ અને ગુલાબ એટલે આ જગત. પ્રિયત એટલે તમારા ગુરૂ અને ગુલાબ એટલે સંસાર એમ વિચારીને આ કાવ્યને અનુભવો ‘તમે બગીચામાં ચાલી રહ્યા છો……

* આજના દિવસે જીવતા હોવાના આશ્ચર્યને જોતા રહો. પ્રકૃતિને ધન્યવાદ આપો અને તમારામાં ધબકી રહેલા જીવન માટે અસ્તિત્વનો આભાર માનો.

* પોતાની ખાતર પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીર અને મન પર અત્યાચાર ન કરો.

* કુંડલિની થવી એ કંઈ જીવન બદલાઈ જવા જેવી ઘટના નથી પણ સંપૂર્ણ જાગૃતિ તરફની યાત્રાનું નાનકડું પગથિયું છે માટે સમજી વિચારીને ગુરૂની પસંદ કરજો.

* જેમની પાસેથી સુખ મળે છે તે જ દુઃખ આપે છે. મિત્રો, સ્વજનો સાથે વ્યહવાર કરતી વખતે આ વિષે હંમેશા સજાગ રહેવું.

* જ્યારે તમારું મન ઉન્માદમાં હોય કે ગુસ્સામાં હોય કે મન ખુશમાં હોય કે મન શાંત હોય ત્યારે ઊંડા શ્વાસ લો.

* પ્રેમનું સર્જન કરો — બીજા તમને પ્રેમ કરશે તેની રાહ ન જુઓ. તમે જ પહેલ કરો અને પ્રેમ આપો. એ પ્રેમ હજાર ગણો થઈ તમારી પાસે પાછો ફરશે.

                                                                                         

                                                                                                  ગુરૂમાની વાણી પર આધારિત

ૐ નમઃ શિવાય