નામ મારું છે ખુશી

                            આજે માગશર સુદ એકમ
 

આજનો સુવિચાર:- સુખ-સમૃદ્ધિ મિત્ર બનાવે છે, પરંતુ તેમની પરખ તો દુ:ખમાં જ થાય છે.

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે આ બાળગીતની રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

નામ મારું છે ખુશી

નામ મારું છે ખુશી,
ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો,
બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,
મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા,
શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ
નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,
ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે
રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે
મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,
તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી,
તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી,
મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું,
હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા,
દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે,
બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,
થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

 વાત કહી મેં મારી છાની,
બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી,
ખુશી ખુશી હું બોલું

– શ્રી રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’

 

                            ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “નામ મારું છે ખુશી

 1. બા દાદા કહે વારતા,
  શિયાળ કાગડો પુરી
  મોમ કહે હોલ્ડ માય હેન્ડ
  નહીં તો પડશે ભૂલી
  રમતાં રમતાં ઊંઘું,
  ઊઘમાં હસું થોડું થોડું
  ખુશી ખુશી હું બોલું

  કૌટુમ્બીક દર્શન અને બાલજગતને આજ અને ગઈકાલના જમાનાથી ઝુલાવતું
  મજાનું નવલું બાલગીત.

  સુંદર બાલગીત માટે રમેશભાઈ અને મેઘધનુષને અભિનંદન.

  ચીરાગ પટેલ

  Like

 2. વાત કહી મેં મારી છાની,
  બોલો તમને કેવી હું લાગું
  નામ મારું છે ખુશી,
  ખુશી ખુશી હું બોલું…..

  અરે, તું તો છે ઠીંગલી પ્યારી,

  અતી સુંદર,’ને છે તું તો મારી વ્હાલી,

  હવે તો, રમવું છે સાથ તારી,

  ગમે છે ને આ વાત મારી ?……ચંદ્રવદન

  Rameshbhai Nice one for BalDivas….Neelaben, nice of you to publish it !
  DR. CHANDRAVADAN MISTRY
  Inviting you to Chandrapukar
  http://www.chandrapukar.wordpress.com

  Like

 3. પિંગબેક: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s