જીવતર એટલે શું?

 

જીવતર એટલે શું?

સાવ સહજમાં છૂટા પડવું
સાવ સહજમાં મળવું
શરત વગરની સમજણ સાથે
મૌન બનીને ભમવું
છૂટા પડવું હળવું મળવું
સાથે રહેવું નિત નિરંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબુ-ટુંકું અંતર

જીવતર એટલે શું?
શ્વાસોશ્વાસની રમત
છતાંય રમત રહે અજાણી
બહારનું કશું દેખાય નહિ
પણ અંદર થાતી ઉજાણી
નજર પડે પણ ખબર ન પડે
એવું જંતર મંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

જીવતર એટલે શું?
અંતરથી વિચારાતું
ક્યારેક આંખથી બોલાતું
બરછટ છતાંયે સાવ સુંવાળું
સ્પર્શ વિના છોલાતું
વણ વગાડે વાગતું
કાયમનું જબરું જંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

જીવતર એટલે શું?
હાથ વગું પણ હૈયા છેટું
આંખ વગું પણ આઘું
ઊઘડે તો પ્રભાત જેવું
ના ઊઘડે તો સંધ્યા ટાણું
નદી કિનારે ઘર માંડીને
તરસ્યા રહેવું સદંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

–શાંતમ

–સંકલિત

ૐ નમઃ શિવાય

રોગનો પ્રતિકાર [ફળો-શાકભાજીથી]

ફળો-શાકભાજી અને સૂકામેવાથી રોગનો પ્રતિકાર કરો

 

સફરજન:-
કબજિયાતની દૂર કરે કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકે છે.

 

કલિંગર:-

પાણીથી ભરપૂર કલિંગર ઉત્તમ ક્લિંસર અને રિહાઈડ્રટર સાબિત થાય છે.

 

એવોકાડો:-
લોહીની ઉણપ દૂર કરે છે, માસિક સમયનો વધુ પડતા રક્તસ્ત્રાવને કાબુમા રાખે છે. વાળના ખરવાનું પ્રમાણ ઘટાડે છે.

જરદાળુ:-
શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે.

બીટ:-
લોહીની ઉણપ દૂર કરે છે.

કેળા:-
કેલ્શિયમની ઉણપ દૂર કરે છે. કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.

કાકડી:-
પથરી દૂર કરવામાં મદદ કરે છે. ત્વચા નિખારવામાં મદદ કરે છે. ઠઁડક પ્રદાન કરે છે.

મકાઈ:
મગજ માટે ઉત્તમ ગણાતી મકાઈ ખરતા વાળને અટકાવે છે. કેંસર સામે લડત આપે છે.

ગાજર:-
વાળ અને ત્વચા માટે ઉત્તમ ગણાય છે. કિડનીના કાર્યને વ્યવસ્થિત રાખવા બેક્ટેરિયા સામે લડત આપે છે.

ખજૂર:-
લોહીની ઉણપ દૂર કરે છે. ફેફસાં અને શ્વાસોશ્વાસ સબંધિત તકલિફ દૂર કરવામાં મદદ કરે છે.

બદામ:-
પ્રોટીનની ઉણપ દૂર કરે છે. કેંસર વિરુદ્ધ લડત આપવામાં મદદ કરે છે.

અંજીર:-
કેલ્શિયમની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.

– સંકલિત

આવા તો ઘણા શાકભાજી ફળો અને સૂકામેવા આપણી સમક્ષ છે જેના ઊપયોગથી આપણા શરીરની ક્ષતિઓ દૂર થાય છે.

 

ૐ  નમઃ  શિવાય