કૈલાસ યાત્રા

આજે જેઠ સુદ બારસ

આજે કૈલાસ યાત્રા માટે રવાના થાઉં છું.

 આપ સહુને મારા પ્રણામ.

નીલા કડકિઆ

ગાયક :- નારાયણ સ્વામી

શંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી આપો
દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી
શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
— શંભુ શરણે પડી
ૐ નમઃ શિવાય

મિત્રને સંદેશ

                                             આજે જેઠ સુદ નોમ

 

આજનો સુવિચાર:- શિક્ષણમાં જબરદસ્તી કરવાનું એક પરિણામ એ આવે છે કે તે મૌલિકતા અને બૌદ્ધિ રસનો નાશ કરે છે.                               — બર્ટાંડ રસેલ

 

 આજે મને એક વાતથી ખુશી થઈ છે કે ‘મેઘધનુષ’ એક એવું માધ્યમ બન્યું છે કે જેના વડે વર્ષોથી છુટા પડેલા મિત્રોનું મિલન થયું છે. પ્રભુ પાસે એ જ પ્રાર્થના છે કે આગળ જતાં આ માધ્યમ દ્વારા દૂર થયેલા અનેક મિત્રોનું મિલન થાય.
                                                                                       — નીલા કડકિઆ

 

  આ સંદેશો મુંબઈ સ્થિત બાબુલનાથ મંદિરના પરિસરમાં આવેલા દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેશભાઈએ આપ્યા બદલ ‘મેઘધનુષ’ આભારી છે.

 

મિત્રને સંદેશ

સંજયભાઈ મહેતા

સુપ્રભાતમ……..

દોસ્ત તમે 100% સાચા છો. 1/6/1996 થી 19/6/1996 નૈનીતાલનો નેશનલ ઈંટીગ્રેશન કૅમ્પ અને આપણે….! !

એ કૅમ્પના આપણાં ગ્રુપના ગુજરાતી મિત્રો ..!!
આ ‘મેઘધનુષ’ હોય તો કૃપયા સંપર્ક કરે …!!
કુતિયાણાના મુકેશ ભટ્ટ, ભિખુ કેલૈયા અને કાંતિલાલ વાઘેલા.. !!

અમરેલી ગ્રુપની બહેનો .. ઝુબેદાબેન, ડૉ. દિપાબેન અને પ્રિતિબેન તથા …. જોગી અટકવાળા બેન? કેતાબેન,

એતો ગઈકાલે જ સંજયભાઈ મહેતા પાસેથી સંપર્ક સુત્ર શોધી ફોન ઉપર ઘણી વાતો કરી..!!
ઉપરોક્ત મિત્રો અને એ સિવાયના પણ 1996ના 1 થી 10 જુનમાં [નૈનિતાલ અર્વિંદ આશ્રમ, બડા પથ્થર] કૅમ્પમાં આવેલા મિત્રો સંપર્ક કરશે તો ખુબ ખુબ આનંદ આવશે.

શ્રી નીલેશભાઈ મુખ્યાજી
ફોન નં. 02223681882

‘મેઘધનુષ’ને આભારી.

— શ્રી નીલેષભાઈ મુખ્યાજીના જય શ્રી કૃષ્ણ

નિયંત્રણ

                                             આજે જેઠ સુદ આઠમ

 
આજનો સુવિચાર:- જ્યાં કાંઈપણ નથી હોતું ત્યાં ‘અભાવ’ નડે છે, જ્યાં થોડું હોય છે ત્યાં ‘ભાવ’ નડે છે, જ્યાં બધું જ છે ત્યાં ‘સ્વભાવ’ નડે છે.
[આ લેખ મુંબઈના બાબુલનાથના વિસ્તારમાં આવેલા દ્વરિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેશભાઈએ આપ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

 
નિયંત્રણ


કેવી વાત છે ! આપણે ઘણું બધું નિયંત્રીત કરીએ છીએ એવો ભાસ આપણને હોય છે. આપણા કુટુંબ પર, આપણા મિત્ર મંડળ વગેરે પર આપણું જ નિયંત્રણ ચાલે છે અને આપણું જ નિયંત્રણ હોવું જ જોઈએ, અન્યો કરતાં આપણું નિયંત્રણ સારૂં જ નહિં પણ શ્રેષ્ઠ છે એવા વ્હેમમાં જ જીવન પુરૂં થઈ જતું હોય છે.

પણ આપણે નાની-નાની બાબતો કે પરિસ્થિતિમાં આપણી જાત ઉપર થોડું પણ નિયંત્રણ કરવા સમર્થ નથી તો પછી બીજું તો શું નિયંત્રણ કરતા હોઈશું… ?

છતાં પણ જાત પ્રત્યેનું નિયંત્રણ ડગમગવા લાગે ને કોઈ સહૃદયી, આત્મીય કે હેતુમિત્રનો સમયસરનો નાનકડો સંકેત પણ આપણને નિયંત્રિત થઈ જવામાં મોટી મદદ કરી જાય તો…………? તો એ મોટી ઉપલબ્ધી ગણાય કે નહીં…………? કદાચ મોટી નહિ તો નાનકડી ઉપલબ્ધી તો ગણાય જ…………

એમજ એક પછી એક પગલું ચઢી ને સ્વયંને નિયંત્રીતકરવાનો પહાડ પણ ચઢી શકાય ….!! એને સમયસરનો સ્વજનનો ઈશારો સ્વયંને નિયંત્રીત કરવામાં કામયાબ નિવડે…. એ જ……હા ! એ જ આજના દિવસનો ‘ઈશ્વરનો આપણા દરવાજે ટકોરો……….! !

                                                                                                —શ્રી નિલેશ મુખ્યાજી
                                               

                                ૐ નમઃ શિવાય

કોણ અજવાળું અડે આ પડછાયો પડે?

                                       આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- પ્રજાનો પ્રકોપ અન્ય સર્વ આપત્તિઓ કરતાં વધુ ભયંકર હોય છે. — ચાણક્ય

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયં પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી લોથ થઈ આવી ભલે ચરણે પડે.
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી…જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

— ‘અગમ’ પાલનપુરી


                                              ૐ નમઃ શિવાય