વનમાં વાગી વસંતની વાંસળી રે

                  આજે શ્રાવણ વદ પાંચમ [નાગપંચમી]

આજનો સુવિચારઃ– પ્રયત્ન દેવની જેમ છે જ્યારે ભાગ્ય દાનવની જેમ, એવામાં પ્રયત્ન દેવની ઉપાસના જ શ્રેષ્ઠ કામ છે. — સમર્થ ગુરુ રામદાસ

 

કવિશ્રી:- અવિનાશ વ્યાસ

વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

સુના સુના કાલિંદડીના કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલને મોર
કેડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં
— વનમાં

પ્રેમનાં કાચે તે તાંતણે બાંધીયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડે
રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં
— વનમાં


                                              ૐ નમઃ શિવાય

રક્ષા બંધન

                    આજે શ્રાવણ સુદ પૂનમ. નાળિયેરી પૂનમ

           

    આજે બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમનવય છે.

     પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી.  પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી.  દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે. ‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો.

     વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.

    દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે.

                                                                                               — સંકલિત

                                   ૐ નમઃ શિવાય

ભક્તિ શા માટે?

                                               આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- જેનું ભજન સુંદર તેનું ભોજન નીરસ, જેનું ભોજન સુંદર તેનું ભજન નીરસ હશે.

[મુંબઈના શ્રી દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેષભાઈએ આ લેખ આપ્યા બદલ આભાર.]

ભક્તિ શા માટે ?

ભક્તિનો સાદો સીધો અર્થ એટલે કેળવણી-શિક્ષણ-અભ્યાસ થાય છે.

ભક્તિ એટલે

1] જીવન જીવવા માટેની કેળવણી
2] વિચારોના દોડતા બેફામ ઘોડાઓની લગામ
3] જીવનને સંયમી અને સંસ્કારી બનાવવાનું સાધન
4] ભક્તિ એટલે સેવા [પુષ્ટીસંપ્રદાયમાં ભક્તિને સેવા કહેવામાં આવી છે.]
સેવા એટલે ફક્ત મૂર્તિની જ નહિ પરંતુ મનુષ્યસેવા, પશુપંખીની સેવા મોટા ફલક પર અર્થ કરી શકાય છે.
5] જન્મ સાથે જ માણસ ભક્તિને સાથે લઈને જન્મે છે પછી તે સ્વાર્થી ભક્તિ હોય કે પરમાર્થી હોય.
6] જ્ઞાન [જ્ણકારી] મેળવવાનું ઉત્તમ હથિયાર
7] ટેક-પ્રણ-નિયમ

સાદો અને સરળ અર્થ

1] કોઈપણ કાર્ય [ધાર્મિક- સંસારિક કે મોક્ષ માટેની સીડી

ભક્તિથી જ જ્ઞાન મળે છે [જાણકારી] અને જ્ઞાનથી જ ઈચ્છિત ફળ મળે છે. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.

2] ભક્તિથી એટલે ધ્યાનનું, સિદ્ધી માટેનું શ્રેય પૂર્ણ કરી આપનારો મંત્ર.

ભક્તિ વિના કશું જ હસ્તગત કરી શકાય નહિ. એમાં પારંગત થઈ શકાય નહી. ભક્તિથી જ પંગુતા પામી શકાય અને પંગુતામાંથી મોક્ષ મેળવી શકાય અને પંડિત પણ બની શકાય.

ભક્તિ શેના માટે કરવી છે તે પહેલા પસંદગી કરવી જરૂરી છે. [મોક્ષ માટે, સંસારમાં નામના માટે કે દાઝ કાઢવા] એ ધેય નક્કી કરી એ માટેના માર્ગો પર એક ચિત્ત ધ્યાનસ્થ થવું [પ્રયત્નો કરવા]. 3] ભક્તિ એટલે આદરેલું ધાર્યું કામ પાર પાડવા માટેનું અમોઘ શાસ્ત્ર.

                                                                     અસ્તુ

                                                                                                                                        –શ્રી નિલેષભાઈ મુખ્યાજી

 

                                                                                     ૐ નમઃ શિવાય

અય મેરે પ્યારે વતન

                        આજે શ્રાવણ સુદ છઠ્ઠ [રાંધણ છઠ્ઠ]

આજનો સુવિચાર:–  ન સમજ્યા મતોની કિંમત અમે કિંમત કાંઈ
                                      વૃથા લોકશાહીમાં માથા ગણ્યા છે
                                       ન જોયું અમે માથાની અંદર શું છે?
                                       અમારા ચૂંટેલા જ અમને નડે છે.                               

                                                                                               — હરિભાઈ કોઠારી

એય મેરે પ્યારે વતન એય મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન
તૂ હી મેરી આરજૂ, તૂ હી મેરી આબરુ, તૂ હી મેરી જાન 

તેરે દામનસે જો આયે, ઉન હવાઓંકો સલામ, ચૂમ 
લૂ મૈં ઉસ જુબાન કો જિસ પે આયે તેરા નામ

સબસે પ્યારી સુબહ તેરી, સબસે રંગીન તેરી શામ

               --તુજ પે દિલ કુરબાન 

માંકા દિલ બનકે કભી સીનેસે લગ જાતા હૈં તૂ

ઔર કભી નન્હીસી બેટી બન કે બનકે યાદ આતા હૈ તૂ


જિતના યાદ આતા હૈ તૂ ઉતના તડપાતા હૈ તૂ
           -- તુજપે દિલ કુરબાન 


છોડકર તેરી જમીન કો દૂર આ પહુઁચે હમ 
ફિર ભી હૈ યહી હૈ તમન્ના તેરા જલવોં કી કસમ

હમ જહાઁ પૈદા હુએ ઉસ જગા હી નીકલે દમ 
         તુજપે દિલ કુરબાન

                              ૐ નમઃ શિવાય 

 

શરણાગતિ

                          આજે શ્રાવણ સુદ બીજ

આજનો સુવિચાર:- મશીનને  કાટ ખાઈ ન જાય એટલે વારંવાર તેલ લગાડવું પડે. આપણું મન એ પણ મશીન છે. સદવિચારોના મનનરૂપી તેલ સતત લગાડતા જાવ, નહિ તો દુર્વિચારોનો કાટ તેને ખાઈ જશે.

પુષ્ટિગોષ્ઠી

સાજવસ્ત્ર:- કેસરી રંગની સફેદ ધારવાળી પીછવાઈ
વસ્ત્રો- સુઘના પટુકા

ઠાડું વસ્ત્ર- શ્યામ રંગનું

શ્રૃંગાર:- છોટો કમર સુધીનો, શ્રીમસ્તકે કેસરીફેંટો, શિરપેચ મોરશિખા, દોહરા કતરા, શિશફૂલ,

               શ્રી નિલેશભાઈ મુખ્યાજી, દ્વારિકાધીશ મંદિર, મુંબઈ

**************************************************************

શરણાગતિ

[મુંબઈ સ્થિત શ્રી કિશોરભાઈ કણિયાએ સ્વરચિત રચના મોકલાવ્યા બદલ આભાર]

પ્રભુ તારા ચરણોમાં, મુજ શિષ નમાવ્યું એમ
છુટે દુનિયાના પ્રપંચો, બસ પામું તારી રહેમ

લોભ-ક્રોધ ને મોહ-મત્સર મહી
મીચી આંખો વિતાવી આખી જિંદગી

પાછલી ઉંમરે જરા ખુલી આંખ
ભાળ્યો જમ ને યાદ આવી બંદગી
માર તાર, યા તો ઉદ્ધાર કર, તુજને ગમે તેમ
        — પ્રભુ તારા ચરણોમાં……..

 

તવ મુખે ઉપદેશ પામવાની
પાર્થશી પાત્રતા જાણું નથી મારી

છાંડી અહમ તેથી જ મેં લીધી
પ્રથમથી જ શરણાગતિ સ્વીકારી
હવે તું જ મારો સાહિલ, સંભાળ મારૂં યોગક્ષેમ

           — પ્રભુ તારાં ચરણોમાં………

 

ૐ નમઃ શિવાય  

By shivshiva Posted in અવર્ગીકૃત

શિવ કલ્યાણકારી

આજે શ્રાવણ સુદ એકમ

આજનો સુવિચાર:- શરીર પાણીથી, મન સત્યથી આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે.

પુષ્ટિગોષ્ઠી

 આજે હરિયાળી અમાવસ્યા

આજના વસ્ત્ર- લીલા રંગની સોનેરી તુઈ જરીની બૉર્ડરવાળા વસ્ત્ર લીલા રંગનો પીછોડો

ઠાડું વસ્ત્ર- લીલું શ્રૃંગાર – મધ્યમ શ્રૃંગાર, શ્રી મસ્તકે લીલા રંગની પાગ કતરા, કુંડલ ચારકર્ણફૂલના નોંધ- આજે શ્રીજીને વસ્ત્રો શ્રૃંગાર બધું લીલા રંગનું સાથે આભુષણો-માળા [પન્નાના કે લીલા મોતીના] આજે પિસ્તાની સામગ્રી ખાસ ધરાવાય છે.

હિંડોળા પણ લીલા પાનથી બંધાય છે.

શ્રી નિલેશભાઈ મુખ્યાજી [દ્વારિકાધીશ મંદિર –મુંબઈ]

******************************************************************************* 

શિવ કલ્યાણકારી

આજે શ્રાવણ સુદ એકમ પણ છે. શ્રાવણ મહિનો શિવજીની આરાધના કરવાનો મહિનો કહેવાય છે. દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના પ્રભુએ શિવજીને બ્રહ્માંડના ભરણ પોષણની જવાબદારી સોંપી હતી.

     ભગવાન શિવ પરમ કલ્યાણકારી છે.. શિવ શબ્દમાં જ કલ્યાણ અર્થ સમાયેલો છે. આપણા શસ્ત્રોમાં કહેલું છે કે શુદ્ધ મન અને શ્રદ્ધાથી ભક્તિ –ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. ઈચ્છિત ફળ આપે છે. તેઓએ ના ફક્ત માનવ પર પ્રસન્ન થઈ વરદાન આપ્યા છે પરંતુ દેવ, દાનવો પર પણ પ્રસન્ન થઈ વરદાન આપ્યાના અનેક દાખલાઓ છે.

     સમુદ્ર મંથન વખતે નીકળેલા વિષપાન કરી દેવ, દાનવોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો અને નિલકંઠ કહેવાયા.

        સગર રાજાના સત્તર હજાર પુત્રોના મોક્ષાર્થે રાજા ભગીરથે ઉગ્ર તપ કરીને સ્વર્ગથી ધરતી લાવવા રાજી તો કર્યા પણ તેમનો પ્રચંડ વેગને ઝીલવા પૃથ્વી સક્ષમ ન હોવાથી શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલી ગંગાધર કહેવાયા. તેમના થકી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું અને સગર પુત્રોનો મોક્ષ થયો.

ચંદ્ર જ્યારે શાપથી પીડા ભોગવતો હતો ત્યારે શિવજીએ ચન્દ્રને શરણ આપી તેને નવજીવન આપી અમરત્વ આપ્યું. આથી શિવજી શશીધર ચન્દ્રશેખર કહેવાયા.

શરણે આવેલાને તેઓ કદી નિરાશ નથી કરતા પછે દેવ હોય કે દાનવ કે મનુષ્ય હોય. સર્વ પર સરખા રીઝનારા આશુતોષ શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. એટલે જ કલ્યાણકારી છે.

                                                              –સંકલિત

ૐ નમઃ શિવાય

આપણા ગાંધીબાપુ….

                                   આજે અષાઢ વદ બારસ

આજનો સુવિચાર:- દિકરો એટલે સુખડ, દીકરી એટલે કસ્તુરી, પુત્રવધુ એટલે કેસર. ત્રણેને સાચવશો તો ઘસાઈને તમને સાચવશે,સંભાળશે અને પરિવારની મહેક ફેલાવશે.

પુષ્ટિગોષ્ઠી

આજે અષાઢ વદ બારસના શણગાર

સાજ:- નૃત્ય કરતા મોરની ચિત્રકામની અથવા પિછવાઈ.
વસ્ત્ર:- સુઘન, મોરકાછની, રાસપટુકા [અંગરખુ ઉપરનું વસ્ત્ર] ધરાવેલ નથી. પીળા [ભોપાલશાહી] લહેરીયાના સોનેરી જરીવાળા.
ઠાડું વસ્ત્ર:- જામદાની સફેદ [ચીકન એમ્બ્રોડરીનું]
શ્રૃંગાર – ચરણારવિંદ સુધીનો શ્રૃંગાર, શ્રી મસ્તકે મયુરાકૃત, ડાબી તરફ મોતીની ચોટી ધરવાય છે.

                                                                     –શ્રી નિલેષભાઈ મુખ્યાજી
***************************************************

આપણા ગાંધીબાપુ….

1. બાપુનો એક ધ્રુવ તારો :
[1] સત્ય

2. બાપુની બે યાત્રાઓ
[1] દાંડી યાત્રા [2] નોઆખલી યાત્રા

3. બાપુના ત્રણ નામ
[1] મહાત્મા [2] બાપુ [3] રાષ્ટ્રપિતા

4. બાપુના ચાર સ્નેહપાત્ર
[1] રેંટિયો [2] અસ્પૃશ્ય [3] હિંદુ મુસ્લિમ એકતા [4] ગામડું

5. બાપુના પાંચ ડૉક્ટર
[1] પાણી [2] માટી [3] ઉપવાસ [4] વ્યાયામ [5] રામનામ

6. બાપુના છ સત્યાગ્રહ
[1] દ.આ.નો સત્યાગ્રહ [2] ચંપારણ્ય સત્યાગ્રહ [3] અસહકાર આંદોલન [4] બારડોલી સત્યાગ્રહ [5] મીઠાનો સત્યાગ્રહ [6] ઑગસ્ટની ક્રાંતિ

7. બાપુના સાત રૂપ
[1] સંત [2] ક્રાંતિકારી [3] કર્મયોગી [4] રાજનીતિજ્ઞ [5] વૈજ્ઞાનિક [6] પત્રકાર [7] રાષ્ટ્રભાષા પ્રચારક

8. બાપુની યાત્રાના આઠ પડાવ
[1] પોરબંદર [2] ઈંગ્લેંડ [3] આફ્રિકા [4] સાબરમતી આશ્રમ [5] સેવાગ્રામ [6] નોઆખલી [7] દિલ્હી [8] ઉન્નત હૃદય

9. બાપુના દરબારના નવરત્નો
[1] જવાહરલાલ નહેરુ [2] વલ્લભભાઈ પટેલ [3] રાજેન્દ્ર પ્રસાદ [4] રાજગોપાલાચારી [5] મૌલાના અબુલ કલામ આઝાદ [6] સરોજિની નાયડુ [7] ખાન અબ્દુલ ગફાર [8] આચાર્ય કૃપલાની [9] વિનોબા ભાવે

10. બાપુના દસ આદેશ
[1] તંદુરસ્ત રહો [2] સ્વચ્છ રહો [3] મહેનત કરો [4] સ્વાવલંબિ બનો [5] શિસ્તપૂર્વક રહો [6] સાદાઈથી રહો [7] બહાદુર બનો [8] સત્ય બોલો [9] અહિંસાનું પાલન કરો [10] માનવ સેવા કરો

                                          — સૌજન્ય– મેઘધનુષ -જન્મભૂમિ

 

                                    ૐ નમઃ શિવાય

આંતરિક સૌંદર્ય

                                      આજે અષાઢ વદ એકાદશી

આજનો સુવિચાર:- આપણા હાથની રેખાઓમાં વધુ વિશ્વાસ નહીં રાખતા. જીવન પ્રત્યે ક્યારેય નહીં ઉદાસીનતા રાખતા કારણ નસીબ એમનું પણ છે જેને હાથ નથી હોતા.

પુષ્ટીગોષ્ઠી

આજે અષાઢ વદ એકાદશી છે.

આજનો સાજ –ગીરીરાજલીલાની પિછવાઈ અથવા લાલ/કેસરી પિછવાઈ ધરાવવી.

વસ્ત્રો – ગુલાબી મલમલનો મલકાછ [ઉપર-નીચે એમ દબલ પાટલીવાળો], ગુલાબી તથા મેઘશ્યામ રંગના દોહરા પટકા.

ઠાડું વસ્ત્ર – મેઘશ્યામ [ડાર્ક બ્લુ] રંગનું શ્રૃંગાર – છોટો કમર સુધીનો આછો શ્રૃંગાર, શ્રી મસ્તકે ટીપારો, શિરપેચ, શિશફૂલ, કુંડલમકરાકૃત

આજનો સેવાક્રમ શ્રી ચન્દ્રલતાજીની આડીથી છે.

                                  આંતરિક સૌંદર્ય

       મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજર્ષિ જનકના દરબારમાં ગયા. તેમના દેહની વક્રતા નિહાળી રાજ્યસભાના વિદ્વાન પંડિતો હસવા લાગ્યા, તેના પ્રત્યુત્તરમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.

      રાજા જનકે પંડિતોને હસવાનું કારણ પૂછ્યું, તો તેમણે જણાવ્યું કે ‘અમે તો આ ઋષિનાં આઠેય અંગો વક્ર જોઈને હસતા હતા.’ રાજાએ અષ્ટાવક્રને હસવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું’જનક જેવા રાજર્ષિની સભામાં વિદ્વાનોને બદલે ચમારોને જોઈને હું હસવાનું રોકી શક્યો નહીં.’

    ત્યારે રાજા જનકે પૂછ્યું, ‘એ કઈ રીતે ?’ અષ્ટાવક્રે કહું, ‘આ સભાના વિદ્વાનો પાસે આંતર-સૌંદર્ય જોવાની આંખનથી. તેમનું ધ્યાન ફક્ત મારી બહારનું વિરૂપ દેહ પ્રત્યે જ ગયું છે અને કેવળ બહારના ચામડાને જોવાનું કામ ફક્ત ચમારોનું જ હોય છે, નહીં કે વિદ્વાનોનું !’ અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો શરમિંદા બની ગયા.

                                                                                            — સૌજન્ય – જન્મભૂમિ

 

                                                   ૐ નમઃ શિવાય

મંઝિલ

                            આજે અષાદ વદ દસમ

આજનો સુવિચાર:- અધિકારનો બેફામ ઉપયોગ કરવો એ ધિક્કારને પાત્ર છે.

[આ કાવ્ય મુંબઈ સ્થિત શ્રી. કિશોરભાઈ કણિયાએ મોકલાવ્યા બદલ ખૂબ આભાર.]

 

મંઝિલ

થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે?
સપનામાં વાવતો આંબો, જોતો રાહ, ફલ હવે ક્યારે લાગશે?

કલ્પનાનું વિશ્વ હોય ખુબ મધુર
એમાં તો બધું મનગમતું જ થાતું

આપણી લાયકાત હોય કે ના હોય
વિશ્વસુંદરીનું જ માંગુ આવતું

એનો કદી ન આવે વિચાર, શેષ જીવન શા ઉપર નભશે?
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

ખુલ્લી આંખે કલ્પનાના ઘોડા થનગને
નિંદરમાં સ્વપ્નની માણે સહેલ

વાસ્તવિકતાનું વિશ્વ આખું ધુંધળું
ઝગમગતો શેખચલ્લીનો મહેલ

મોજા ઉછાળી ઉછાળીને સાગર કેટલી ઊંચાઈને આંબશે
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

મંઝિલને પામવા સાટુ માનવીને તો
થાવું પુરુષાર્થને ઘોડે સવાર

મન સતત રહે તાકતું લક્ષ્યને
તન આચરતું રહે ઉદ્યમ અપાર

એકાગ્રતા ને પુરુષાર્થ બન્ને ભેગા થાયે તો લક્ષ્ય વિંધાશે
બાકી કલ્પના ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

                                                       — શ્રી કિશોરભાઈ કણિયા

       

                                            ૐ નમ:  શિવાય