સરદાર પટેલ

                  આજે કારતક સુદ નોમ, સરદાર પટેલ જયંતી

     આજનો સુવિચાર:- મુસીબતો આવે ને જાય પણ જે મક્કમ બનીને વળગી રહે છે એ સફળતાને પામે છે. 

 

       સરદાર વલ્લભભાઈ પટેલ ભારતનાં લોખંડી પુરુષ ગણાતા. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સરળતા અને અભય – સંકલ્પની મૂર્તિ. બ્રિટીશ મ્યુઝિયમમાં એકી બેઠકે સત્તર સત્તર કલાક બેસીને કાયદાનાં ગ્રંથો ઉથલાવતા. ચંપારણ્યમાં ગાંધીજીની પડખે ઉભા રહેલા. જમીન મહેસૂલ વિરૂદ્ધ બારડોલીને ઉભું કરી દીધું હતું. સ્વતંત્રતા પછી 600 દેશી રજવાડામાં વહેંચાયેલા ભારતને એક બનાવી દેવામાં તેમનો સૌથી ફાળો છે.આમ અનેક વ્યક્તિત્વથી ભરપૂર એવા સરદાર પટેલનો જન્મદિવસ આજે ભારતવાસીઓ ઉજવી રહ્યાં છે. તા.31-10-1875માં તેમનો જન્મ કરમસદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધુ હતું પણ ત્યારબાદ વિલાયત જઈ તેઓ વકીલ થયાં હતાં. નીડરતા, સંગઠન,વ્યવસ્થાશક્તિ, વ્યુહસંચાલન, સ્નેહવાત્સલ્ય, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મશક્તિ જેવાં બધા જ ગુણો સરદાર પટેલમાં હતાં. તેમના આવા વ્યક્તિત્વને કારણે યુવાનોને તેમની સાથે જોડાવવાનું પસંદ કરતાં. તા.15-12-1950 એમની મરણતિથી છે.

              શું એવુ નથી લાગતું કે ‘ગાંધીગીરી’ની જેમ ‘સરદાર પટેલગીરી’ની ભારતને જરૂરત છે???????

       

           ભારતની બીજી લોખંડી પ્રતિભા શ્રીમતી ઈંદિરા ગાંધી , જેમની આજે મરણતિથી છે. ઈ.સ. 1977માં તેમની હત્યા થઈ હતી.

       આજે ગુજરાતનાં સંત શ્રી રંગઅવધૂત મહારાજનો જન્મ ઈ.સ. 1898માં કારતક સુદ નોમને દિવસે થયો હતો. કૉલેજની પરીક્ષા વખતે ગાંધીજીની અસહકાર ચળવળમાં જોડાયા હતા. નર્મદાકિનારે દત્ત પારાયણની અખંડ ધૂન પારાયણ જગાવ્યાં હતાં અને ત્યારબાદ શ્રી રંગઅવધૂત તરીકે ઓળખાયા.

                  કહેવાય છે કે સતયુગનો પ્રારંભ કારતક સુદ નોમથી થયો હતો

                                      

                                      ૐ નમઃ શિવાય

અટવાઈ હું [મુક્તપંચિકા]

                                     આજે કારતક સુદ આઠમ
         આજનો સુવિચાર:- ભક્તિ એટલે દિલાવરી ,દાતારી, પવિત્રતા

       30-10-1867નાં દિવસે ભગિની નિવેદિતાનો આઈરિશ ધર્મગુરૂને ત્યાં જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી તેઓ ‘આપણી ભારતમાતા’ની સેવા કરવા પોતાનો દેશ છોડી ભારતમાં આવ્યા. અહીંની સ્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવ્યા.બાળકોને ભણાવવા અનેક મફત શાળાઓ શરૂ કરી. પ્લેગ,રેલ, મલેરિયા જેવી આપત્તિઓ સામે ખડેપગે ઊભા રહી સેવાઓ આપી હતી. ઈ.સ. 1911માં તેમનું અવસાન થયું હતુ.

અટવાઈ હું
રાસલીલામાં
ભ્રમરગીતમાં હું
કુંજગલીમાં
વેણુનાદમાં

રાસલીલામાં
ન રહ્યું ભાન
નરસૈયાનાં સ્વામી
અવતરને
એક જ વાર

કરું આજીજી
છોડ સમાધિ
છોડ શેષની શય્યા
સુણું ડમરું
શંખના નાદ

નથી હું મીરા
નથી હું ગૌરા
કેમ કરી પામું હું
વિષનાં પ્યાલા
તપ સાધના

ૐ નમઃ શિવાય

સંત જલારામ

આજે કારતક સુદ સાતમ, સંત જલારામ જયંતી

      આજનો સુવિચાર:- રામ નામમેં લીન હૈ, દેખત સબમેં રામ
                                        તાકે પદ વંદન કરૂં જય જય શ્રી જલારામ

    કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં વીરપુર ગામે થયો હતો.. પાંચ વર્ષની ઉંમરે શાળામાં ભણવા દાખલ કરાયા. કક્કો બારાખદી શીખી લીધા બાદ તુરંત તેમણે ‘રામ નામ’ લખવાનું ચાલુ કરી દીધું હતું. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ રોપાયા હતાં. 16 વર્ષની ઉંમરે તેમનાં વીરબાઈ સાથે લગ્ન થયાં.

          નાનપણથી જ ભક્તિમાં મન પરોવાયું હોવાથી તેમનું ધ્યાન વેપાર ધંધામાં લાગતું નહી. સાધુસંતોને જોતાં જ એમને ઘરે લઈ આવે અને જમાડે જે તેમનાં પિતાને ગમતું નહીં. દુકાનમાં ચઢી આવેલાં સાધુસંતોને સીધુ-સામગ્રી કાઢી આપના અને જરૂરીયાતની વસ્તુઓ કાઢી આપતાં. આ જોઈ આજુબાજુની દુકાનવાળા વાલજીભાઈને ફરીયાદ કરતાં વાલજીભાઈએ સાધુસંતોના પોટલા જોવા માંગ્યાં, પરંતુ નીડર જલારામે કહ્યું કે તેમાં છાણા અને લોટામાં પાણી છે. અને સર્વેનાં આશ્ચર્ય વચ્ચે પોટલામાંથી છાણા તેમજ લોટામાંથી પાણી નીકળ્યાં. આમ સાધુ ભક્તિ એ જ સાચી પ્રભુભક્તિ છે એ જલારામનાં મનમાં ઘર કરી ગઈ.

       જલારામે જીવનમા વ્રત લીધું હતુ6 કે ભૂખ્યાને ભોજન આપવું અને પ્રભુનું ભજન કરવું. તેમનાં પત્ની પણ તેમનાં આ કાર્યમાં સાથ આપતાં. રાતનાં બાર વાગે પણ પરોણો ભૂખ્યો પાછો ન વળતો.. તેમનો સંકલ્પ હતો કે મહેનત કરી કમાવું અને રામનું નામ લઈને ભૂખ્યાંને ભોજન આપવું. તેમનો ગુરુમંત્ર એ હતો કે ‘જે દે ટુકડો તેને પ્રભુ ઢુકડો !’ તેમનાં ગુરુએ કહ્યુ હતું કે ‘દેનાર ભગવાન છે તો લેનાર પણ ભગવાન છે, આમ માની ને દીધા કરો.’ . એને ગુરુ આજ્ઞા માની જલારામે સં. 1876માં માત્ર વીસ વર્ષની ઉંમરે મહા સુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી અને તેમનો આશ્રમ રામધૂનથી રાતદિવસ ગૂંજવા લાગ્યો.

           દિવસે દિવસે સંતસાધુ અને યાત્રાળુની સંખ્યા વધવા લાગી અને અન્ન વસ્ત્રની તાણ પડવા લાગી ત્યારે વીરબાઈએ તેમનાં દાગીના વેંચી સદાવ્રત ચાલુ રાખ્યું. આશ્રમનાં છ મહિના બાદ હરજી નામનાં દરજી એ માનતા માની કે ‘હે જલાભગત, મારા પેટનું દરદ મટી જશે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા મોકલી આપીશ.’ અને તેનાં પેટનું દરદ સારું થતાં તે પાંચ માપ દાણા આપવા જલારામને આશ્રમે આપવા આવ્યો અને તેમનાં પગે પડયો ‘બાપા,, તમારી ફૃપાથી હું સારો થઈ ગયો તમે જ મારા સાચા બાપા છો તમારી માનતાથી મારું દરદ મટ્યું’ .આમ જલારામ ‘બાપા’ તરીકે ઓળખાવા લાગ્યા. જમાલે જલારામબાપાની માનતા માની અને તેનો દીકરો સારો થઈ ગયો. આ જોતાં તે બોલી ઉઠ્યો ‘જલા સો અલ્લા ! જીસકો ન દે અલ્લા, ઉસકો દે જલા’. એકવાર તો સાધુનાં રૂપે જલારામબાપાની કસોટી કરવા ખુદ પ્રભુ આવ્યાં હતાં આમ જલારામબાપાના સદાવ્રતની મહેક ફેલાઈ.

          સં 1937 મહા વદ દશમે ભજન કરતાં બાપાએ દેહ છોડ્યો. આજે પણ જલારામબાપાનું નામ તેમનાં સેવાકાર્યો લીધે દેશ-વિદેશમાં ગૂંજે છે. આજે તેમનાં જન્મદિવસે તેમને ભાવભક્તિથી સ્મરણ અને નમન કરીયે.

                               જય જલારામબાપા   

શ્રી રણછોડ બાવની

                     આજે કારતક સુદ છઠ્ઠ

          આજનો સુવિચાર:- ભક્તિ એટલે ભવ્યતા,દિવ્યતા,નિર્ભયતા

રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળ તારો સાથ
ભૂમિ કેરો હરવો ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર

જન્મ ધર્યો તેં કારાગાર, જગતમાં કરવા ચમત્કાર
કંસરાયને થાયે જાણ તેથી કીધું તરત પ્રયાણ

ગોકુળમાં જઈ કીધો વાસ, નંદ જશોદાજીની પાસ
વર્ણન કરતા ના’વે પાર એવીતારી લીલા અપાર

ગોવાળોની સાથે, ગાય ચરાવી રાજી થાય
છાનો ગોરસ લૂંટી ખાય, પકડાતાં છટકી જાય

ગોપીકાનાં ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પ્રીત
બંસી કેરો સૂર મધૂર, સૂણનારા થાયે ચકચુર

શરદ પુનમની આવે રાત, સૌનો હૈયે થાય પ્રભાત
વ્રજવનિતા છોડે આવાસ, દોડી આવે રમવા આવે રાસ

તારલિયા ચમકે આકાશ, ચાંદલીયાને પૂર્ણ પ્રકાશ
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પળમાં જઈને કીધો નાશ

પટકી માર્યો મામો કંસ રહ્યો ન જગતમાં તેનો વંશ
કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી સંગ

અર્જુનને તેં દીધો બોધ, જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ
યુધ્ધ તજીને કીધી દોડ, નામ પડ્યું રણછોડ

દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ફરકે ચોપાસ
ગુજરાતે એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ

પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિમાં રંગાઈ
હરતાં ફરતાં ગાયે ગાન મેળવવા ચાહે ભગવાન

તેવામાં એક આવ્યો સંઘ રેલાયો ભક્તિનો રંગ
યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય

ગોમતીજીમાં કીધું સ્નાન ભાવે નિર્ખ્યા શ્રી ભગવાન
છ માસે આવીશ હું ધામ ટેકે એવી લીધી નિષ્કામ

Continue reading

જવાબ આપો

                        આજે કારતક સુદ પાંચમ, લાભ પાંચમ

         આજનો સુવિચાર:- ‘જ્ઞાનપંચમી’ નામ પવિત્ર, વિદ્યારંભ આજે થાય. ‘શુભ મંગલ, પાવન’ આ દિન છે. કહેવાય ‘લાભ પાંચમ’ આજે.

1] ગોખલામાં ગોરબાઈ રમે

2] ભર્યા કૂવામાં પાંચશેરી તરે

3] રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે

4] નાની સરખી છોકરી સાત સાડલા પહેરે

5] ભોંયમાં માથું ઘાલીને પગ બહાર કાઢે

6] એક ખેતરમાં સો હળ ચાલે

7] એક કોટડીમાં બત્રીસ બાવા

8] વનવગડામાં ડોશી દાંત કાઢે

9] ભરે ફાળ, પણ મૃગ નહિ,
  નહી સસલું, નહી શ્વાન;
  ઊંચું મોં, પણ મોર નહી

10] નાની શી દડી,
  રૂપાથી મઢી,
  દિવસે ખોવાણી
  ને રાતે જડી

11] પીળો પણ પોપટ નહી
  કાળો પણ કાગ નહી
  પાંખો પણ પંખી નહી
  ડસે, પણ નાગ નહી

12] આડું નાખું પાડું નાખું,
  પાડાના પગ વાઢી નાખું
  તોયે પાડો દૂઝે.

13] છીછરી તળાવડી ચોબંધ પાળ,
  પાણી વિનાના આરા ચાર

14] ઢીંચણ જેટલી ગાય
  નીરે એટલું ખાય

15] બે બહેનો રડી રડીને થાકે
  પણ ભેગી ના થાય

16] લાલ કિલ્લામાં કાળા સિપાઈ
  લીલી દિવાલમાં ગયા સમાઈ

જવાબ આપો:-

                                            ૐ નમઃ શિવાય

ખીલતી કળી પૂજા

 

પૂજા

મારી પ્રથમ પૌત્રી

સાતમાં વર્ષમાં ડગલાં ભરતી

કૅનેડામાં રહેતી દાદા દાદીને યાદ કરતી

તમે મારા દેવનાં દીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને રહો

[odeo=http://odeo.com/audio/2249112/view]

લક્ષ્મીજી, દેશ-પરદેશમાં

                                          આજે કારતક સુદ ચોથ

               આજનો સુવિચાર:- જ્ઞાન વિના ભક્તિ નહી, ભક્તિ વિના જ્ઞાન નહીં.

 

          દિવાળીમાં આપણે લક્ષ્મીજીનું પૂજન કરીયે છીએ. લક્ષ્મીજી વિષે આપણે થોડું વધુ જાણીયે.
પ્રાચીન કાળમાં ભારતવાસીઓ જ્યાં પણ ગયા ત્યાં પોતાની શ્રધ્ધા, વિશ્વાસ અને કેટલીક જાગૃત પરંપરાઓ લઈ ગયા. જે સમય જતાં ભારત સંસ્કૃતિની સાથે સાથે આ લક્ષ્મીપૂજનની પ્રથા ખૂબ ફૂલી ફાલી. અને આ પૂજનની પ્રથા દેશ-વિદેશમાં આરંભાઈ. તાજેતરમાં સોળમી સદીનું લક્ષ્મીજીનું મંદિર જાપાનમાં મળી આવ્યું છે. કંબોડિયા, પહેલાનુ ચીન તથા મલાયા જેવા દેશના રાજવીઓએ પોતાના સિક્કાઓ પર ‘શ્રી’ અને ‘લક્ષ્મી’ની છાપ મૂકેલી. જાપાનના વતનીઓના દાગીનાઓમાં ‘શ્રી’ની છપ મૂકવાની પરંપરા આજે પણ ચાલુ છે. બર્મા [મ્યાનમાર]માં ભગવાન વિષ્ણુની અનેક મૂર્તિ મળી આવી છે આ વાત સાબીત કરે છે કે અહીં લક્ષ્મી પૂજન જરૂરથી થતું હશે. નેપાલમાં તો આજે પણ લક્ષ્મીપૂજનનું ભવ્ય આયોજન થાય છે. ગુઆના, મોરિશિયસ, દક્ષિણ આફ્રિકામાં આજે પણ આરાધ્યદેવી તરીકે લક્ષ્મીજીનું પૂજન થાય છે.

            એશિયાનાં અનેક સ્થાન પર ખોદકામમાં ભીંત ચિત્રો તેમજ વિવિધ મુદ્રાવાળી લક્ષ્મીજીની મૂર્તિઓ મળી આવી છે. બીજા પૂરાવા રૂપે હસ્તલિખિત ગ્રંથો પણ મળી આવ્યા છે જેમાં બીજા હિંદુ દેવી દેવતાની સાથે લક્ષ્મીજીની ભાવપૂર્ણ સ્મૃતિઓ છે. સાંસ્કૃતિ દૃષ્ટિથી સમૃધ્ધ ગણાતાં દેશો એ આડકતરી રીતે સૌભાગ્ય દેવી તરીકે લક્ષ્મીજીને સ્થાન આપ્યું છે.

        જેમ લક્ષ્મીજીનું વાહન ઘૂવડ છે તેમજ ઍથેંસની દેવી ઍથેનાનું વાહન પણ ઘૂવડ છે. અહીંની સ્રીઓ કુટુંબના સૌભાગ્ય અને સમૃધ્ધિ માટે ઍથેના સમક્ષ કમળનાં ફૂલ ચઢાવે છે અને દીપ પ્રગટાવી પૂજન કરે છે. ગ્રીસની લક્ષ્મી ‘રી’ નામની દેવી હતી. ઈ.સ. પૂર્વે પહેલી સદીના શક રાજવી ‘એજિલિસેસે’ આ સિક્કાઓનું ચલણ ચાલુ કર્યું હતું અને આ સિક્કાઓ પર રાજલક્ષ્મીનો આકાર છે. યૂનાનના કેટલાક જૂના સિક્કાઓ પર નૃત્ય મુદ્રામાં લક્ષ્મીની છાપ છે. આ ચિત્રણ કોઈ ભારતીય રાજવીનું નથી એતો પરદેશી રાજવી મોહમ્મદ ઘોરીના સિક્કા પર મળે છે. આ સિક્કા પર એક બાજુ પર લક્ષ્મીજી અને બીજી બાજુ નાગરી લિપિમાં મોહમ્મદ ઘોરીનું સાચું નામ અંકિત છે. આમ લક્ષ્મીજી જગવ્યાપક છે.

                                                                           —– સંકલિત

                                                 ૐ નમઃ શિવાય

ભક્તિ- તત્વચિંતન

                            આજે કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- એક નિશ્ચયને વળગી રહેનારા ભક્તો સર્વ કરતાં ઉત્તમ છે. ઉત્તમ ભક્તજનો તો ભગવાનના જ સ્વરૂપો છે.

ભક્તિ કોને કહેશો?

ભક્તિ એટલે…………………………….- ભયથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- રાગદ્વેષથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- કામ ક્રોધથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- મોહ મદથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- પ્રેમ,દયા,કરૂણા
ભક્તિ એટલે…………………………….- ભાવના,વિભાવના,યાચના
ભક્તિ એટલે…………………………….- આરાધના, અર્ચના
ભક્તિ એટલે…………………………… – જ્ઞાન,વૈરાગ્ય,ત્યાગ
ભક્તિ એટલે…………………………….- શરણ, સ્મરણ
ભક્તિ એટલે……………………………- સમર્પણ
ભક્તિ એટલે……………………………- શાંતિ, તૃપ્તિ, સંતોષ, ધરણ
ભક્તિ એટલે……………………………- તૃષ્ણાથી મુક્તિ
ભક્તિ એટલે………………………….. – શ્રધ્ધા, આસ્થા, પૂજા
ભક્તિ એટલે………………………….. – પ્રાર્થના,સ્તુતિ, સ્તવન
ભક્તિ એટલે…………………………..- કિર્તન, નર્તન, ભજન
ભક્તિ એટલે…………………………..- નમ્રતા, ધીરજ, સ્નેહ
ભક્તિ એટલે…………………………..- હેત, માયા, મમતા
ભક્તિ એટલે…………………………..- સમભાવ, ભાઈચારો
ભક્તિ એટલે…………………………. – સહાનુભૂતિ, અનુભૂતિ
ભક્તિ એટલે…………………………..- કૃપા, સત્સંગ
ભક્તિ એટલે……………………………- સ્વયં
ભક્તિ એટલે…………………………..- સંયમ, નિયમ, વિનય, વિવેક
ભક્તિ એટલે…………………………..- બ્રહ્મ, સત્ય, અહિંસા
ભક્તિ એટલે…………………………..- પવિત્રતા, પાવકતા
ભક્તિ એટલે…………………………..-ધરતી, આકાશ,સૂર્ય, ચંદ્ર, તારા
ભક્તિ એટલે………………………….- અચળતા, અડગતા,સદભાવના,નિઃસ્વર્થતા, જાગૃતતા

હરિને ભજતા હજી કોઈની લાજ……..

[odeo=http://odeo.com/audio/2232653/view]

હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે
જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે

વ્હાલે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંસ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે

વ્હાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે

વ્હાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે,
પાંચાળીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે

આવો હરિ ભજવાનો લ્હાવો ભક્તોનાં દુઃખ હરશે રે,
કર જોડી કહે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે રે

પ્રેમળદાસ

ગાયિકા:- કૌમુદી મુનશી

                          ૐ નમઃ શિવાય

ભાઈબીજ

આજે કારતક સુદ બીજ ભાઈબીજ

આજનો સુવિચાર:- ઈશ તણો આવાસ આતો તું આમંત્રિત અતિથિ એનો
                               નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ તણો આવાસ

                   આપ સૌને નૂતનવર્ષાભિનંદન 
                    મંગલ પર્વની શુભકામના

       આજે ભાઈબીજ યાતો યમદ્વિતીયા પૌરાણિક માન્યતા પ્રમાણે વૈગિકકાળમાં આજનાં પર્વે યમરાજ પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલું, અને બે વરદાન આપ્યાં હતાં. એક તો દર વર્ષે આજનાં પર્વે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે.અને બીજુ વર્દા એ આપ્યુ કે આજના પર્વે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. હિંદુધર્મમાં ભાઈબહેનનાં નિર્મળ સબંધો દર્શાવતાં બહુ ઓછા પર્વો છે તેમાનો આ એક તે ભાઈબીજનો તહેવાર.
ભાઈબહેનનો પ્રેમ નિરાળો, નિર્મળ અનુપમ અજરામર
ભગિની-ધર્મ નિભાવે તેને આજ નહિ અપમૃત્યુ-ડર


[odeo=http://odeo.com/audio/2210890/view]

નિત્ય નિત્ય ભજીયે તારું નામ રે હોજી
હે પ્રેમે થકી અમને હે પ્રભુજી રે મળ્યાં રે હોજી

આણી તીરે ગંગા વ્હાલાં ઓલી તીરે જમુના વ્હાલા
હે વચમાં ગોકુળિયુ રૂડુ ગામ રે હોજી
નિત્ય નિત્ય ભજીયે

હે વૃંદા તે વનમાં વ્હાલે રાસ રચ્યો છે સખી
હે સોળશે ગોપીમાં ઘેલો કાન રે હોજી
નિત્ય નિત્ય ભજીયે

હે બાઇ મીરા કહે પ્રભુ ગિરિધરનાં ગુણ વ્હાલા
હે છેલ્લી બાકીનાં રામો રામ રે હોજી
નિત્ય નિત્ય ભજીયે
ગાયિકા:- સંગીતા દેશમુખ 
                                          ૐ નમઃ શિવાય

શુભેચ્છાઓ

                            આજે આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- દરેક દિવસને ઉત્સાહથી ભરી દો. કાલ કરે સો આજ, આજ કરે સો અબ.

 પ્રિય વાંચકો

આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ
નવાવર્ષની શુભકામનાઓ

 

અભિનંદન અભિનંદન નૂતન વર્ષનાં અભિનંદન
અબીલ ગુલાલ ને અક્ષત કુમકુમ અર્ચનફૂલ ચંદન

નવલવર્ષમાં નવયુગ પગલે એક જ હો ચિંતન
દુઃખ જજો ને સુખી થજો સૌ જ્ઞાન વધે ચિતવન

ધર્મ ધર્મનાં ભેદ ટળે ને સંપ બને સર્જન
દ્વેષ ક્લેષ અવશેષ રહે નહી એવું હો વર્તન

વિચાર વર્તન વાણી મહી કદી આવે નહીં ઘડપણ
યાવત ચંદ્ર દિવાકર યૌવન રહે થનગન થનગન

આપ સૌ ને નીલાનાં નૂતન વર્ષાભિનંદન

                              ૐ નમઃ શિવાય