દિપાવલિ

                              આજે આસો વદ બારસ

          આજનો સુવિચાર:- સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ
                                           સર્વે ભદ્રાણિપશ્યંતુ માકશ્ચિદદુઃખમાપ્નુયાત

આજે વાઘ બારસ. આજ્થી દિવાળીનાં મંગળ પર્વોનો પ્રારંભ થાય છે.

           વાઘ બારસ એટલે વાઘ માંડવું એટલે ગીરે મૂકવું, દેવું પતાવવું. હવે તો કોમ્પુટરનો જમાનો આવ્યો છે એટલે ચોપડાના હિસાબનું મહત્વ રહ્યુ નથી તેમજ હવે સરકારનું નવું વર્ષ ગુડી પડવાના [ચૈત્ર સુદ એકમ]દિવસથી ચાલુ થવાથી હવે દિવાળીનાં દિવસે ચોપડાપૂજનનું મહત્વ ઘટી ગયું છે. લોકો બહારગામ ફરવા નીકળી જાય છે. પુષ્ટિયમાર્ગીય વૈષ્ણવો આજે ગાયપૂજન કરે છે. આમ જુદી જુદી જગ્યાએ આજનો પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ગુજરાતમાં સ્રીઓ ઊંબરાનું પૂજન કરે છે અને વાઘનાં ચિત્રની રંગોળી પૂરે છે.

         વૈદિકકાળથી લક્ષ્મી અને શ્રી શબ્દ એકબીજા માટે વપરાય છે. સંપત્તિદાયક અને સૌંદર્યદાયક તથા શક્તિ દેવી શ્રી તરીકે ઓળખતાં અને ત્યારબાદ ભગવાન વિષ્ણુનાં પત્ની લક્ષ્મીજી તરીકે ઓળખાયાં. આમ લક્ષ્મીજીને મંગલ સ્વરૂપે ઓળખાય છે. લક્ષ્મીજી આઠ સ્વરૂપે ઓઅળખાય છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, શૌર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, કીર્તિલક્ષ્મી, વિજયાલક્ષ્મી, રાજ્યલક્ષ્મી.

           ભાવનાત્મક દૃષ્ટિ જોઈએ તો લક્ષ્મીનાં બેપુત્રોની કલ્પના કરાયા છે બળ અને ઉન્માદ. અર્થાત વિવિધ પ્રકારની લક્ષ્મી બળ આપે છે અને વધુ પડતી લક્ષ્મી ઉન્માદ લાવે છે.
                                                                                                                      – સંકલિત Continue reading