હિરણ હલકાળી

                આજે મહા વદ દસમ [સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી]

આજનો સુવિચાર: માનવીનું આયુષ્ય વધ્યું છે, પણ આયુષ્યમાંનું જીવન ઘટ્યું છે.
                                                                                                                   – જે. કૃષ્ણમૂર્તિ

હિરણ હલકાળી

 

(છંદ:- ચારણી)

ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જીય નદી રૂપાળી નખરાળી

આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

                                                             — લોક ગીત

 

                                                      ૐ નમઃ શિવાય

ગણપતિ વિસર્જન

આજે ભાદરવા સુદ ચૌદસ [અનંત ચૌદસ]

                                  આજે ગણેશ વિસર્જન

 

આજનો સુવિચાર:- ક્રોધની જ્વાળાઓ સૌ પહેલા સમજણને બાળી નાખે છે.

 હેલ્થ ટીપ:- નારિયેળની છાલને બાળી ઝીણો ભૂકો કરી દાંતે લગાડવાથી દાંત સાફ થાય છે.

 

આજે ગણપતિ વિસર્જન છે.

[rockyou id=122662856&w=426&h=319]

        લાલબાગના રાજા

આના ગણપતિ દેવા હમારે કિરતનમેં

આપ ભી આના ગૌરીજીકો લાના

રિદ્ધી સિદ્ધી સાથમેં લાના

હમારે કિરતનમેં

 

આપ ભી આના મુષકજીકો લાના

મેવાકા ભોગ લગાના

હમારે કિરતનમેં

આપ ભી આના નારદજીકો લાના

વીણાકી તાન સુનાના

હમારે કિરતનમેં

આપ ભી આના કૃષ્ણજીકો લાના

રાધા સંગ નાચ રચાના

હમારે કિરતનમેં

આપભી આના શિવજીકો લાના

તાંડવકા નાચ દિખાના

હમારે કિરતનમેં

આપ ભી આના સબ ભક્તોંકો લાના

સબકો પાર લગાના

હમારે કિરતનમેં

 

ગણપતિ બાપ્પા મોરિયા

પુઢચા વર્ષી લવકરિયા

 

 

                                                       ૐ નમઃ શિવાય

 

આફ્રિકન કહેવતો

                            આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- પ્રાર્થના બ્રહ્માસ્ત્ર છે.

હેલ્થ ટીપ:- નખ મજબૂત રાખવા અઠવાડિયામાં બે વખત હુંફાળા ઑલીવ તેલનું માલિશ કરવું.

                                   આફ્રિકન કહેવતો

• જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો સ્ત્રી કહે તેમ કરો.

• જાંબુ જેટલું કાળું તેટલું વધારે મીઠું.

• બધી જ ગઈ કાલો ભેગી કરી નાખવાથી એક આવતી કાલ બનતી નથી.

• ઊંટ પોતાની ખૂંધ જોઈ શકતું નથી.

• પાણી કેટલું ઊંડુ છે તે જોવા માટે બન્ને પગ પાણીમાં ન મુકાય.

• દુઃખ એ મોંઘા ખજાના જેવું છે. થોડાક નિકટના મિત્રોને જ બતાવી શકાય.

• જે શાણો માણસ કહેવતો જાણે છે તે મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકે છે.

• ગમે તેટલો વરસાદ પડે, એનાથી ઝિબ્રાના શરીર પરના પટ્ટા ધોવાઈ જતા નથી.

• ઘડપણમાં સાધુ થવું અઘરું નથી.

 

                                        ૐ નમઃ શિવાય

રસિયા

                         આજે ફાગણ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સભ્ય અને સદ્વ્યવહાર દરેક જગ્યાએ પ્રવેશપત્રનું કામ કરે છે.

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાંદડા ન્હાવાનાં પાણીમાં નાખી તે પાણીથી સ્નાન કરવાથી ત્વચા પર પડેલા હળવા ચાઠા દૂર થશે.

                     રસિયા

ભરકે પિચકારી મોહે માર ગયો રે
યશોદાજીકો લાલા
યશોદાકો લાલા વો તો ગોકુલ ગોવાલા
  — ભર પિચકારી

પહેલી પિચકારી મેરી બિંદીયા પે મારી
મેરી છોટીસી બિંદીયા બિગાડ ગયો રે
  –યશોદાજીકો લાલા

દૂજી પિચકારી મેરે મુખડે પે મારી
મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે
  – યશોદાજીકો લાલા

ત્રીજી પિચકારી મેરી ચુનરી પે મારી
મેરી સુરંગી ચુનરી ભિગોય ગયો રે
  – યશોદાજીકો લાલા

ચોથી પિચકારી મેરે પાયલ પે મારી
મેરી સોનેકી પાયલ રંગ દીયો રે
  – યશોદાજીકો લાલા

                                      ૐ નમઃ શિવાય

વડસાવિત્રી

આજે જેઠ સુદ પૂનમ [વડસાવિત્રી, કબીર જયંતિ]

આજનો સુવિચાર:- જે વ્યક્તિ સમયનો મહત્તમ ઉપયોગ કરી જાને છે તે જ સુખી થઈ શકે છે.

હેલ્થ ટીપ્સ:- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

                              વડસાવિત્રી 

[rockyou id=75305769&w=324&h=243]

             આપણા ઋષિમુનિઓ આપણા કરતા વધારે બુદ્ધિશાળી, લાગણીશીલ, પર્યાવરણ અને કુદરતના વધુ જાણકાર હતાં. માનવજાત વધુ ને વધુ કુદરતની નજીક રહે તે માટે અને ઋતુ પ્રમાણે કયા વૃક્ષોની સાનિધ્યમાં રહી માનવજાતને ફાયદો થાય તેની વ્યવસ્થા વ્રતો-તહેવારો દ્વારા સમાજ વ્યવસ્થા સાંકળી લીધી છે. ઘાસ છોડમાં રહેલા ગુણોનો વધુ ઉપયોગ થાય તે પ્રમાણે તહેવારો ગોઠવેલાં છે.

      જેમ કે અષાઢમાં કુમારિકા માટે જવારા વ્રત દ્વારા ઘઉંના જ્વારાનું સેવન. શ્રાવણમાં કૃષ્ણજનમ નિમિત્તે તુલસીનું સેવન, જેનાંથી શરદી કે મચ્છર ફેલાતા રોગો સામે મેળવવાતું રક્ષણ. ભાદરવા મહિનામાં ગણેશોત્સવ દ્વારા દુર્વાનું સેવન જે પિત્તનું શમન કરવા સામર્થ છે. આસોમાં નવરાત્રીનાં હવન દ્વારા ચોમાસાથી ફેલાતાં વાતાવરણમાં પ્રદુષણને રોકવો અને ચોખા અને દૂધની વાનગી થાવાથી શારિરીક વૃદ્ધિ થાય છે. કારતકમાં તુલસીવિવાહનાં તહેવાર દ્વારા શેરડીનું સેવન જે શક્તિવર્ધક છે. માગશરમાં યજ્ઞ-પુજા દ્વારા લીલી હળદર કચુંબર દ્વારા ઉપયોગ શરીર માટે ખૂબજ ઉત્તમ છે. પોષમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી તલનું સેવન અને લાડવાનું મહત્વ બતાવ્યું છે. મહા મહિનાથી ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધવાથી વૃક્ષોનું મહત્વ વધાર્યું છે. મહા મહિનામાં મહાશિવરાત્રી દ્વારા બીલીવૃક્ષ-પત્રોનું મહત્વ વધાર્યું છે. ફાગણ મહિનો ગરમી ઠંડી મિશ્રિત મહિનો હોવાથી તે મહિનામાં ચર્મ રોગનો ઉપદ્રવ હોવાથી કેસુડા સ્નાનનું મહત્વ સમજાવ્યું છે. ચૈત્ર મહિનામાં લીમડાના સેવનનું મહત્વ સમજાવ્યું છે. જ્યારે વૈશાખે કેરી. અને છેલ્લે જેઠ મહિનામાં વડનું મહત્વ વડસાવિત્રીના વ્રત દ્વારા વધારી દીધું છે.

       આ જેઠ મહિનામાં આવતાં વડસાવિત્રીને દિવસે પરણેલી સ્ત્રીઓ દ્વારા કરાતાં વડનાં પૂજનનું મહત્વ સમજાવ્યું છે. સ્ત્રીઓને લગતાં લગભગ ઘણાં રોગોનું નિવારણ આ વડલા પાસે છે. કમરનો દુઃખાવો. માસિક ધર્મમાં ગરબડ, પ્રદર, ગર્ભાશયને લગતાં રોગો જેવાં અનેક સ્ત્રી લગતાં રોગોમાં વડ ઉત્તમ છે. જેઠ મહિનામાં ઉગતી નવી નવી કુંપળોનું સેવન પુત્રપ્રાપ્તિ ઉત્તમ ગણવામાં આવ્યું છે.આથી તો આ વડસાવિત્રીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે વડનુ6 પૂજન કરી વડની કુંપળનું સેવન કરે છે. વડનાં ટેટા પુરુષોની કમજોરી દૂર કરે છે. પુરુષોની સુસ્તી અને નપુંસકતા દૂર કરી શકે છે. ઉનાળામાં વધેલા પિત્તને અને ચોમાસાને કારણે શરદી સામે રક્ષન આપે છે. આયુર્વેદમાં વડનાં દૂધથી થતાં ફાયદા પણ જણાવ્યાં છે. આંખો દુઃખતી હોય, બળતી હોય કે ઝાંખપ આવતી હોય તો જાણકાર વૈદ્ય પાસે થી સલાહ લઈ વડના દૂધ અને વિવિધ જણસોનો ઉપયોગ કરી શકો છો.

     આજનાં વડસાવિત્રીની પૌરાણિક વાર્તાને જો આપણે આધુનિક રૂપે જોઈએ તો તેને યમરાજા પાસે ત્રણ વરદાન માંગ્યાં હતાં. પહેલું વરદાન સંતાન પ્રાપ્તિનું હતું. બીજું વરદાન પોતાના પતિનું આયુષ્ય મળે અને ત્રીજું વરદાન પોતાના નેત્રહીન સાસુ સસરાની નેત્રજ્યોતી માંગ્યું હતું. આધુનિક યુગ પ્રમાણે વડસાવિત્રીનાં પુજન દ્વારા તેનાં પાંદડાં, ટેટાં, દૂધ વગેરેનું વૈજ્ઞાનિક રીતે સેવન કરવામાં આવે તો ઉપરોક્ત ત્રણે લાભ મેળવી શકાય. પતિના નામે કાચા સૂતરના દોરાથી વડનું પુજન એટલે જન્મોજનમનો સથવારો.

      સત્યવાન અને સાવિત્રી એક સુંદર દંપતિ. સત્યવાનને યમરાજા લેવા આવ્યાં ત્યારેઅ સાવિત્રીના પતિવ્રતાના સતના કારણે યમને પીછેહઠ કરવી પડી. સો પુત્રો અને દીધાયુષ્યનું વરદાન આપી યમદેવને ખાલી હાથે ફરવું પડ્યું. આમ સાવિત્રી એ સદ આચરણ કરતો જીવ અને સત્યવાન એ સત્ય પ્રત્યે પ્રેમ રાખનારો જીવ જે પ્રેમ્ની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે જ્યાંથી યમરાજાને પણ પાછા ફરવું પડ્યું હતું. આ નિર્દોષ પ્રેમ અને સ્નેહ જોઈ ભલભલાને ઈર્ષા આવે છે. આ ઈર્ષાને કારણે જીવનમાં વિઘ્નો આવે છે. સાવિત્રી રૂપે આ ઈર્ષાનો નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાપૂર્વક સામનો કરવાથી વિઘ્નો દૂર થશે. અને એક દિવસ કાળરૂપી યમરાજ પરાજય પામી દીર્ધાયુષ્યનો આશિર્વાદ આપી પાછા ફરશે.

        વડસાવિત્રીની કથામાંથી બોધ લેવા જેવો ખરો. જીવનમાં સત્ય સાથે અભૂતપૂર્વ પ્રેમ કાળને પણ હરાવે છે.

                              ૐ નમઃ શિવાય

લોકગીત

                           આજે વૈશાખ વદ અમાસ

આજનો સુવિચાર:- જેઓ અવસર પ્રમાણે યોગ્ય વર્તન કરે તથા વાતને યોગ્ય સમયે વાળી દે તેઓ સૌના પ્રિય બને છે. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર

લોકગીત

[rockyou id=68981491&w=256&h=192]

મેં તો મથી મથી માળા ફેરવી રે
એનાં ગુંચવાઈ ગયા પારા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

મેં તો અમરો ને ડમરો વાવ્યો રે
મેં ન’તો વાયો તુલસીનો ક્યારો રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

મેં તો ગોંદરે ગાયો ચારી રે
કે મારે ખૂંટે રહી ગઈ ભૂખી રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

હું તો અડસઠ તીરથે ગયા રે
તારા માબાપ રહી ગયા ઘરે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

હું તો ગંગા જમુના નાહી રે
મારાં કાળજા રહી ગયાં કોરા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

મેં લખ ચોરાશી જમાડ્યાં રે
તારા ભોણિયા રહી ગયા ભૂખાં રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

મેં તો સાધુ સંત જમાડ્યાં રે
મારું કુટુંબ રહી ગયું ભૂખ્યું રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે

પાલનપુરના હનુમાન આશ્રમની બેનો આ ગીત ગાતા ગાતા ઘઉં સાફ કરતી હતી. મને ખૂબ ગમી ગયું તેથી અહીં તેની રજુઆત કરું છું. આપણા આ આયખાની કેટલી સુંદર વાતો કહી છે આ ભજનમાં !!

                                                     ૐ નમઃ શિવાય

હોળી રંગભર્યો પર્વ

                  આજે ફાગણ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- જેમ જરૂરીઆત ઘટશે તેમ માનસિક શાંતી વધશે.

હેલ્થ ટીપ્સ:- ત્વચા પર લાગેલા હેર ડાઈનાં રંગને કાઢવા ડેટોલનો અથવા કાંદાના રસનો ઉપયોગ કરો.

    આપણો ભારત પર્વોથી ભરપૂર છે. દરેક પર્વ એના અનોખા રંગથી ભરપૂર હોય છે ક્યાંય નિરાશા નથી દેખાતી અને દરેક પર્વ પોતાની રીતે જીવી જાણે છે પછી દિવાળી હોય કે હોળી. આપણો આ હોળીનો ઉત્સવ એટલે સમર્પણ અને ભક્તિનો ઉત્સવ. એને દોલોચ્છવ તરીકે પણ ઉજવવાય છે.

       પૌરાણિક કથા મુજબ કશ્યપમુનિ અને દિતિનો પુત્ર દૈત્યરાજ હિરણ્યકશિપુ હતો. તેની બહેન હોલિકા પાસે આગથી નહીં બળવાનું વરદાન હતું. પ્રહલાદ, હિરણ્યકશિપુનો વિષ્ણુ ભક્ત પુત્ર હતો. પિતા વિષ્ણુનો કટ્ટર દુશ્મન અને પુત્ર પરમ ભક્ત. તેની આ ભક્તિ છોડાવવાના અથાગ પ્રયત્નો બાદ હિરણ્યકશિપુએ પ્રહલાદને હોલિકા સાથે આગમાં બેસાડી જીવતો સળગાવી દેવાનો નિર્ણય લીધો. જેમ જેમ જ્વાળા પ્રજ્વલ્લિત થતી ગઈ તેમ તેમ વરદાન હોવા છતાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને સત્યનો વિજય થયો, પ્રભુ કૃપાથી પ્રહલાદ બચી ગયો. પ્રહલાદના બચી જવાની ખુશીથી લોકો બીજે દિવસે રંગોત્સવ એટલે કે ધૂળેટી મનાવે છે. ધૂળેટીથી કમૂર્તા ખતમ થાય છે. પ્રહલાદને હોલિકા સાથે અગ્નિ પ્રવેશાવવાના નિર્ણયથી લોકો નારાજ હતાં તેથી હોળી પૂર્વેનાં સાત દિવસો કમૂર્તાનાં દિવસો મનાય છે.

     18મી સદીમાં ભગવાન સ્વામીનારાયણે આ દોલોત્સવને અદભૂત ભક્તિપદો સાથે ઘેર ઘેર ચંદન, અબીલ, ગુલાલથી સ્થાપિત કર્યો. આજે પણ પ્રમુખ સ્વામી કેસુડાના રંગથી ભક્તોને સેંકડોની મેદનીમા પીચકારીથી રંગે છે. ભારતમાં જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતે હોળી મનાય છે. ગુજરાતમાં લાખોઅલોકો ડાકોર જઈ રણછોડજીનાં દર્શનાર્થે ભેગા થઈ હોળી મનાવે છે. ‘જય રણછોડરાય’નાં પ્રચંડનાદ સાથે ડાકોરમાં માનવમહેરામણ ઊભરાય છે. આ દિવસે નથી ત્યાં કોઈ વિશિષ્ટ પૂજા કે વિશેષ કાર્યક્રમ, છે તો બસ પર્વનો મહિમા દોલોચ્છવ- ફૂલોનો ઉત્સવ. આ દિવસે લોકો પગપાળા ચાલીને રણછોડરાયના દર્શનાર્થે ડાકોર જાય છે.

           બીજી બાજુ બરસાનાની લઠ્ઠામાર હોળી પ્રસિદ્ધ છે. બરસાના ‘રાધાજી’ની જન્મભૂમિ છે. નંદગામ ફૃષ્ણની જન્મભૂમિ છે. નંદગામનાં ગોસ્વામી પરિવારનાં યુવાનો પીળા વસ્ત્રોમાં સજીને બરસાનાની યુવતીઓની છેડતી કરવા અને ગલીઓમાં રંગોત્સવ મનાવવા નીકળી પડી છે. આ દિવસે સાંજના લઠ્ઠામાર ઉત્સવ ચાલુ થાય છે. લાંબા ઘુમટાવાળી બરસાનાને સ્ત્રીઓ આ યુવાનો પર લાઠી-પ્રહાર શરૂ કરે છે. જોકે આ યુવાનો સ્વ બચાવ ઢાલથી કરતાં હોય છે પણ કોઈકવાર કોઈ ઘવાય પણ છે. આમાં કોઈ દ્વેષભાવ નથી હોતો.

     આદિવાસી વિસ્તારમાં આ પર્વ ‘બોહાય પર્વ’ તરીકે ઓળખાય છે. એક વૃક્ષની નીચે આદિવાસીઓ ગામદેવતાની સ્થાપના કરી અર્ચના પૂજા કરે છે.

     શહેરોની હોળીમાં પર્વની ભાવના નથી દેખાતી પણ એકબીજાનાં મોં દિવસો સુધી ન નીકળતાં કેમિકલ્સયુક્ત રંગોથી રંગે છે. યુવાન યુવતીઓમાં અણછાજતી છેડછાડ, દારુ અને ભાંગનાં નશામાં થતાં ગુનાઓ, ધર્મને નામે થતું વેરઝેર, મૈત્રીનો અભાવ જણાય છે. ક્યાં જઈ અટકશે પ્રભુ જાણે.!!!!!!!!

ચાલો આજે આપણે ઘરે ઠંડાઈ બનાવીએ.

સામગ્રી:-

1] 1 ½ લિટર પાણી
2] 1 ½ કપ ખાંડ
3] 1 કપ દૂધ
4] 1 ચમચો બદામ
5] 1 ચમચો તરબૂચનાં સૂકવેલાં બી
6] ½ ચમચો ખસખસ
7] ½ ચમચો એનીસીડ
8] ½ ચમચો એલચી પાઉડર
9] 1 ચમચી સફેદ મરી
10] ¼ કપ ગુલાબની સૂકી પાંદડીઓ
11] ¼ ચમચી કેસર

રીત:-

• ખાંડને ½ લિટર પાણીમાં નાખો, ત્યારબાદ બધાં સૂકા મસાલા એમાં નાખી બે કલાક સુધી રહેવા દો.

• આ મિશ્રણને ગ્રાઈંડ કરી એની પેસ્ટ બનાવો

• બાકીનું પાણી આ મિશ્રણમાં ઉમેરી અને આ મિશ્રણને કપડાંથી ગાળી લો જ્યાં સુધી આ મસાલો તદન સૂકો ન પડી જાય ત્યાં સુધી એમાંનો બધો કસ કાઢી લો.

• હવે ઠંડાઈનાં ગાળેલાં પાણીમાં દૂધ ઉમેરો.

• આ દૂધમાં એલચી પાઉડર અને કેસર ઉમેરો.

• ઠંડાઈ પીરસતા પૂર્વે ફ્રિજમાં એકથી બે કલાક ઠંડી થયા બાદ પીરસશો.

                                ૐ નમઃ શિવાય

‘શોધો’નાં જવાબ

                    આજે મહા વદ એકાદશી [શૈવપંથી]

આજનો સુવિચાર :- આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. — તથાગત બુદ્ધ

હેલ્થ ટીપ્સ:- કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.

                           ‘શોધો’નાં જવાબ

1] ડાકોરમાં રણછોડરાયજીને લાવનાર ભક્ત કોણ?
  — ભક્ત બોડાણો

2] હનુમાન કોનો અવતાર ગણાય છે?
  — મહાદેવનો

3] બ્રહ્માજી નુ ઉત્પત્તિનું સ્થાન કયુ છે?
  —વિષ્ણુભગવાનની ડુંટી

4] શ્રીમદ ભાગવત લખનાર કોણ?
    શ્રી વ્યાસજી

5] વામન ભગવાને કયા રાજાને પાતાળમાં મોકલી આપ્યા?
     બલિરાજાને

6] ‘વિઠ્ઠલ’ ભગવાને કોને ત્યાં ધરકામ કરેલાં?
     સંત સખુબાઈને ત્યાં

7] રામનો પરમ મિત્ર ભીલ રાજા કોણ?
    નિષાદ [ભીલ રાજા]

8] કૃષ્ણ કોને ‘કાકા’ કહી બોલાવતા?
    વિદુરને

9] વાસુદેવની બીજી પત્નીનું શું નામ?
     રોહિણી

10] બાણાસુરની પુત્રી ‘ઓખા’ની સખીનું શું નામ?
       ચિત્રલેખા

11] દેવવ્રત [ભીષ્મ] ને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું?
      રાજા શાંતનુએ

12] કૃપાચાર્યના ભાણેજ કોણ? તેનું નામ શું?
      અશ્વથામા

13] અર્જુનને દ્રૌપદી સિવાય બીજી કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
      ચિત્રાંગદા,ઉલુપી અને સુભદ્રા

14] પાંડુરાજાને કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
       કુંતી અને માદ્રી

15] કર્ણના પાલક પિતાનું નામ?
     અધીરથ

                                                    ૐ નમઃ શિવાય

શોધો

                       આજે મહા વદ એકમ

આજનો સુવિચાર :- ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત. – હરીભાઈ કોઠારી

હેલ્થ ટીપ્સ:- ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ ન હોય તો ખજૂર, અંજીર, બીટ, પાલક, ફણગાવેલા મગ, સફરજ વગેરે લોહી વધારવામાં મદદરૂપ થાય છે.

                         જવાબ આપો

1] ડાકોરમાં રણછોડરાયજીને લાવનાર ભક્ત કોણ?

2] હનુમાન કોનો અવતાર ગણાય છે?

3] બ્રહ્માજી નુ ઉત્પત્તિનું સ્થાન કયુ છે?

4] શ્રીમદ ભાગવત લખનાર કોણ?

5] વામન ભગવાને કયા રાજાને પાતાળમાં મોકલી આપ્યા?

6] ‘વિઠ્ઠલ’ ભગવાને કોને ત્યાં ધરકામ કરેલાં?

7] રામનો પરમ મિત્ર ભીલ રાજા કોણ?

8] કૃષ્ણ કોને ‘કાકા’ કહી બોલાવતા?

9] વાસુદેવની બીજી પત્નીનું શું નામ?

10] બાણાસુરની પુત્રી ‘ઓખા’ની સખીનું શું નામ?

11] દેવવ્રત [ભીષ્મ] ને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું?

12] કૃપાચાર્યના ભાણેજ કોણ? તેનું નામ શું?

13] અર્જુનને દ્રૌપદી સિવાય બીજી કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?

14] પાંડુરાજાને કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?

15] કર્ણના પાલક પિતાનું નામ?

જવાબો આવતા અઠવાડિયે મળશે ત્યાં સુધી પ્રયત્ન કરશોને?

                      ૐ નમઃ શિવાય

પ્રેરક પ્રસંગો

            આજે માગશર વદ ચૌદસ

આજનો સુવિચાર:- સંઘર્ષ કરતા શીખો…. સંઘર્ષ જ વ્યક્તિના વ્યક્તિત્વને ચમકાવે છે….

હેલ્થ ટીપ્સ:- અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.

     મહાભારતનું યુદ્ધ ચરમસીમા ઉપર ખેલાઈ રહ્યું હતું. દ્રોણાચાર્ય પાંડવસેનાનો સંહાર કરી રહ્યા હતા. તેમની સામે લડવાનું મુશ્કેલ જણાતું હતું. આથી ભીમસેને એક ઉપાય વિચાર્યો. ભીમે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાના રથની નીચે પેસી જઈને ગદા વડે આખો રથ ઉપાડી યુદ્ધભૂમિથી દૂર ફેંકી દીધો અને યુદ્ધમાં લડતા એક અશ્વત્થામા નામના હાથીને પણ મારી નાખ્યો. અને બૂમ પાડી કે અશ્વત્થામા મરાયો અને દ્રોણાચાર્યની સામે જઈને બૂમ પાડવા લાગ્યો કે અશ્વસ્થામા મરાયો.

   દ્રોણાચાર્યને ભીમ ઉપર વિશ્વાસ નહોતો, આથી સાચી વાત જાણવા યુધિષ્ઠિર ને પૂછવા તેની નજીક ગયા એટલે કૃષ્ણે તેમને સમજાવ્યું કે, દ્રોણાચાર્ય પૂછે તો માત્ર એટલું જ કહેવું અશ્વસ્થામા મરાયો છે.

        આથી તેમણે તે પ્રમાણે જવાબ આપ્યા પછી મનમાં બોલ્યાં કે, મનુષ્ય કે હાથી તેની મને ખબર નથી. ધર્મનિષ્ઠાને કારણે યુધિષ્ઠિરનો રથ ચાર આંગળ ઊંચો રહેતો હતો તે જમીન પર આવી ગયો.

      અર્ધસત્ય પણ જૂઠ સમાન ગણાય તેથી તેમનો રથ જમીન ઉપર આવી ગયો.

બીજો પ્રેરક પ્રસંગ

    ભીમસેનને પોતાના પરાક્રમ અને શક્તિનો ભારે ગર્વ હતો. એકવાર દ્રોપદીના કહેવાથી સહસ્રસદલ કમળ લેવા ભીમસેન ગંધમાદન પર્વત પર ગયા. આ વનમાં હનુમાનજી બિરાજમાન હતાં. તેમણે જોયું કે આગળનો માર્ગ ભીમસેન માટે જોખમકાર્ય છે આથી તેમણે એક બીમાર વ્યક્તિનું લીધું અને રસ્તાની વચ્ચે બેસી ગયાં.

      ભીમસેન કહ્યું મારા માર્ગમાંથી દૂર ખસી જા. આથી હનુમાને કહ્યું ભાઈ અહીંથી આગળ જવાનું મનુષ્યો માટે જોખમકારક છે આગળ જવા જેવું નથી. આથી ભીમસેન ગુસ્સો આવ્યો એટલે હનુમાનજીએ કહ્યું ભલે મારું પૂછડું પકડીને મને રસ્તા પરથી બાજુમાં ખસેડી તમે જઈ શકો છે.

    ભીમસેને એક હાથેથી પૂછડું ખેંચ્યું પરંતુ તેની કોઈ અસર થઈ નહિ. બંને હાથ વડે બળપૂર્વક પ્રયાસ કરવા છતાં પૂંછડું સહેજ પણ હલ્યું નહિ. ભીમસેનની તમામ તાકાત પણ કામ લાગી નહિ ત્યારે ખ્યાલ આવ્યો કે આ વાનર કોઈ સામાન્ય વાનર નથી આથી તેમને નસ્કાર કર્યાં. હનુમાનજીએ પોતાનો પરિચય આપી ભીમને માર્ગદર્શન આપ્યું અને વચન આપ્યું કે મહાભારતનાં યુદ્ધ સમયે અર્જુનના રથની ધ્વજા ઉપર બેસીને હું તમારું રક્ષણ કરીશ.

                             ૐ નમઃ શિવાય