હનુક

                           આજે કારતક સુદ બીજ

 
આજનો સુવિચાર:- આત્માના દીપકનું પર્વ એટલે દિવાળી.

હેલ્થ ટીપ:- કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.

આજે સરદાર પટેલ જયંતી અને સ્વ. ઈંદિરા ગાંધીની પુણ્ય તિથિ

 

હનુક જ્યોત

હનુક જ્યોત

 

    સીરિયામાં ‘હનુક’ નામક દીપોત્સવ વર્ષોથી ઊજવાય છે. ઈ.સ. પૂર્વે 165માં માકાબીઝ અને સીરિયાવાસીઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. જે નવ દિવસ ચાલ્યું હતું. તેમાં જ્યુઈશ જીતી ગયા. તેઓ જ્યારે સીરિયાવાસીઓના મંદિરમાંગયા તો જોયું કે તે લોકો ત્યાં લોકો દીવો બળતો મૂકી ગયા હતા, જેમાં માત્ર એક દિવસ ચાલે તેટલું જ તેલ હતું. એ વખતે હનુકના ચમત્કારથી દીવામાંનું તેલ સદેશાવાહક બીજું તેલ લઈને અઠવાડિયે આવ્યો ત્યાં સુધી ચાલ્યું. ‘હનુક’ એટલે આઠ જ્યોત.
         જ્યુઈશની સમક્ષ મોટા કેંડલ સ્ટેંડમાં નવ મીણબત્તી લગાવેલી હોય છે. તેમાંથી એકનો ઉપયોગ એક મીણબત્તી પ્રગટાવવાનો હોય છે અને આઠને વારાફરતી પ્રગટાવવાની હોય છે. આ મીણબત્તી જમણી તરફથી એક પછી એક નવી ઉમેરીને પ્રગટાવવામાં આવે છે. તેમાં જમણી તરફથી નવમી પહેલાં પ્રગટાવી પછી આઠમી, સાતમી, છઠ્ઠી એ રીતે મીણબત્તી પ્રગટાવવાય છે. આ દિવસે માતાપિતા બાળકોને પૈસા અથવા ભેટ આપે છે.
                                 ૐ નમઃ શિવાય
 
 

 

 

દિવડાનો દરબાર

                    આજે આસો વદ બારસ [વાઘ બારસ]

આજનો સુવિચાર:- મહાન વ્યક્તિ ઉપેક્ષાથી નહિ, પરંતુ અતિ પ્રસંશાથીનાશ પામે છે.

હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.

 

                     દિવાળી એટલે દિવડાનો ઉત્સવ

નભમાં નવલખ તારલિયા ને તેજ તેજ અંબાર
કે ઝગમગ દિવડાનો દરબાર

દિવડો લઈને રાતડી કાંઈ રમવા આવી બહાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ઊંચે આભ ગગનને અદભૂત વ્યાપક વિશ્વ વિરાટ
નીચે ધરતી પર નયનોના દીપકનો મલકાટ
અનોખી જ્યોતિર્મય વણઝાર
કે ઝગમગ દિવડાનો દરબાર

જમુનાજીનાં જળદિવડા કાંઈ ઝબકંતા લહેરાય
હસતા રમતા તેજ ફુવારા ટ્મકંતા હરખાય
મનોરમ શોભાનો શણગાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ગોખે ગોખે ઘર ઘરમાં ને, મંદિરમાં ઝબકંત
પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત પ્રકાશનાં ભગવન
અલૌકિક ચેતનનો ચમત્કાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

મેલો એક કોડિયું રે ભાઈ મેલો એક કોડિયું
એક એક કોડિયે રે ભાઈ કોટિ કોટિ દિવડાઓ થાય

એક એક કોડિયાના તેજ તણાં ધાગા માહી કોટિ કોટિ દિવડા સંધાય
ઘરનાં તે આંગણાને દૂર તણા પંથ આપણ એનાં તે તેજથી છવાય

એક એક કોડિયાનાં અજવાળે અજવાળે કોટિ કોટિ ચરણો ચાલ્યા જાય
એક એક કોડિયાનાં આલબેલ સાંભળીને લાંબો તે પંથ ટૂંકો થાય

એક એક કોડિયું એ સફરીને કાજે સૌએ આશાનું ગીત મીઠું ગાય
એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી સામે પાર જવાય

                                            – પ્રહલાદ પારેખ

 

                                           ૐ નમઃ શિવાય

આભૂષણમાં ચળકાટ લાવવાના ઉપાય

                           આજે આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- જે વ્યક્તિ પોતાનું નૈતિક મૂલ્ય ગુમાવે છે તે પોતાનું સર્વસ્વ ગુમાવે છે.

હેલ્થ ટીપ:- પાકા કેળાને છૂંદી તેમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ત્વચા મુલાયમ રહેશે.

                                           

                                       આભૂષણમાં ચળકાટ કેમ લાવશો? 

આૂષણ

આભૂષણ

     દિવાળીમાં ઘરની સાફ સફાઈ થતી હોય છે. ધતેરસને દિવસે ઘરેણાંની સફાઈ કરવાની હોય છે. તો આ ઘરેણાની સફાઈ કેમ કરશો?

     પ્રદુષિત પર્યાવરણને કારણે ઘરેણા કાળા પડી જતાં હોય છે. પહેલાં તો હળવી નાજુક જ્વલેરી પહેરીને સૂવું નહીં દાગીના પહેરી જો પસીનો થયો હોય તો દાગીનો કાઢીને મલમલના કપડાથી લુછીને મૂકવા. મોતીના દાગીનાને પણ લૂછીને મૂકવા જેથી તેની પર ચોંટેલી ધૂળ પણ સાફ થઈ જશે. દાગીના પર પર્ફ્યુમ, પાઉડર,ક્રીમ વગેરે ન લાગે તેનું ધ્યાન રાખો. મોતીના દાગીનાની ચમક આને કારણે ઓછી થઈ જશે. સોનાના દાગીના કાળા પડી જાય છે.

     સોનાનાં દાગીનાને થોડીવાર પાણીમાં ભીજવી રાખો ત્યારબાદ જૂના ટુથબ્રશ પર ટુથપેસ્ટ લગાડી હળવેથી રગડવાથી સાફ થશે. બટાટાનાં બાફેલા પાણીથી દાગીના સાફ કરવાથી દાગીના ચમકશે. અરીઠાને બાફી તેને ગાળી તે પાણીથી દાગીના સાફ કરવાથી તેમાં ચમક આવે છે. હળવા ડિટર્જંટ પાઉડરમાં ચપટી હળદર નાખીને દાગીના ધોવાથી તેમાં ચમક આવે છે.

 

                                          ૐ નમઃ શિવાય

દિવાળી Sp.

                આજે આસો વદ દસમ

આજનો સુવિચાર:- બહુ વિચારનારા અને બોલનારા લોકો કામમાં પાછા પડતા હોય છે.

હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.

ચાલો દિવાળીમાં વાનગીઓ બનાવીએ.

                    રવાના ઘુઘરા

ઘુઘરા

ઘુઘરા

 

સામગ્રી:-

પુરણ ભરવાની સામગ્રી

1] 1 વાડકી ઝીણો રવો

2] 1 વાડકી રવો શેકવા ઘી

3] 1 વાડકી બુરુ ખાંડ [દળેલી સાકર]

4] ½ વાડકી વાટેલા બદામ પીસ્તા

5] ¼ વાડકી ખસખસ

6] 2 ચમચી દળેલી એલચી

7] તળવા માટે ઘી

 

ઘુઘરા બનાવવાની પુરીની સામગ્રી:-

1] 1 વાડકો મેંદો

2] મુઠ્ઠી વળે તેટલું મોણ માટે ઠંડુ ઘી

3] કણક બંધાય તેટલું દૂધ

રીત:-

   1 વાડકી ઘીમાં ધીમા તાપે રવો ગુલાબી થાય તેટલો શેકો.. શેકાયેલો રવો પૂરેપૂરો ઠંડો થવા દો.. ઠંડો પડે તેમાં બુરુ ખાંડ, બદામ પીસ્તાનો ભુકો, એલચી, ખસખસ વગેરે ભેળવી દો. જો તેમાં ઘી ઓછું હશે તો ઘુઘરા ભરતાં પુરણ છુટું પડશે.
મેંદામાં મુઠ્ઠી વળે તેટલું ઘીનું મોણ નાખી દૂધથી કણક બાંધીને ઢાંકીને કલાક રહેવા દો.

  બાંધેલા મેંદાની નાની પુરી વણી તેને ઘુઘરાનો આકાર આપી તેની કિનારી વાળીને બાંધી દો. એક થાળીમાં મૂકી કપડું ઢાકીને રાખો. સૂકાઈ જશે તો આ ઘૂઘરા છૂટી જશે.

તળવા માટે ઘી ગરમ કરી આ ઘુઘરા ધીમે તાપે તળો. થોડાંક ગુલાબી થયે કાઢી લો.

 

                     મઠડી

સામગ્રી:-

મઠડીની પુરીની સામગ્રી

1] 2 વાડકી મેંદો

2] 1 વાડકી ઝીણો રવો

3] ½ વાડકી ઘઉંનો લોટ

4] મુઠ્ઠી વળે મોણ માટે ઘી

5] 2 ચમચી અધ કચરેલા તલ

ચાસણીની સામગ્રી

1] 2 વાડકી સાકર

2] સાકર ડૂબે તેટલું પાણી

3] 2 ચમચી દૂધ

4] થોડુંક કેસર [ઑપ્શનલ]

રીત:-

ચાસણી બનાવવાની રીત:-

   2 વાડકી સાકર લઈ તેમાં સાકર ડૂબે તેટલું પાણી મૂકવું. ધીમી આંચે ગરમ કરવા મૂકવું. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં 2 ચમચી દૂધ મૂકવું જેથી સાકરનો મેલ ઉપર તરી આવશે. આ મેલ કાઢી નાખવો અને ફરીથી ઉકાળવા દેવુ. એમાં ગમે તો કેસર નાખવું [વાટ્યા વગરનું જેથી તેનાં રેશા દેખાય અને સુગંધી પણ આવે]. આ ચાસણી બે તારી એટલે કે પતાસુ બનવાની તૈયારીમાં હોય ત્યારે તેને બંધ કરી દેવી.

  બીજી બાજુ ઉપરોક્ત લોટ ભેગા કરી તેમાં તલ ઉમેરવા અને મુઠ્ઠી વળે તેટલા ઘીનું મોણ નાખવું અને દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો. ત્યારબાદ નાના દસ્તાથી થોડો થોડો લોટ કૂટતા જવાનો અને જોઈએ તે પ્રમાણે નાની કાંતો મોટી જાડી પૂરી વણવી. તેની ઉપર ચપ્પુથી કાપા પાડવા જેથી ફૂલે નહીં. આ પૂરીને ધીમે તાપે ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી તળવી.

  બધી પૂરી તળાઈ જાય ત્યાર પછી ઉપરોક્ત ગરમ ચાસણીમાં એક એક પૂરી ડૂબાડતા જવાની અને પૂરી પર ચાસણી ચોંટે ત્યારે બહાર કાઢી અલગ અલગ ઠંડી પાડવી જેથી એકબીજાને ચોંટે નહી.

ઠંડી પડે ખૂબ ટેસ્ટી લાગશે.

 

                                             ૐ નમઃ શિવાય

દિવાળી

                                   આજે આસો વદ પાંચમ

આજનો સુવિચાર:- વાણીનાં જખમ રૂઝાતા નથી માટે બોલતાં સો વાર વિચારો.

હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિઓ મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

નવલે નોરતા

નવલે નોરતા

નવલે નોરતે

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

દિવાળી

દિવાળી

દિવાળી

આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી
દીવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રૂડી રંગોળી

ફટફટ કરતા ફૂટે ફટાકડા ,આકાશને દેવા નવરંગે ઉજાળી
ભોળા ભાવે ભેટે ભેરુઓ ,ઝીલીએ ખુશી ભરીને ઝોળી

શાખે ઝૂલે લીલાં તોરણિયાં, ચમકે સ્નેહે સૌનાં મુખલડાં
સૌના માટે નવાં પહેરણિયાં, મોસાળે રમે નાનાં ભાણેરિયાં

દાદાને વહાલી લાડવાની ઉજાણી, મોટા માણે મઠિયાંની મિજબાની
પપ્પાને ગમતાં મેવા મીઠાઈ, ગળ્યા ઘૂઘરાની શોખીન મમ્મી

વહાલે વધાવીએ માતા લક્ષ્મીને, દાદા હનુમંતને શરણે જઈએ
લઈને ઓવારણાં નવલા વર્ષે, ભાઈબીજને સ્નેહે સંવારીએ

નદી કિનારે જામે મેળો, જીવતરના રંગો ચગે ચગડોળે
ઢોલને ધબૂકે જોબનિયું જાગે, સોનેરી સપનોમાં મનડું મહાલે

દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                         ૐ નમઃ શિવાય

શરદ પૂર્ણિમા

                     આજે આસો સુદ પૂનમ [શરદપૂનમ]

 

આજનો સુવિચાર:- પગ અટકે તે પહેલા તીર્થયાત્રા કરી લો આંખોની દ્રષ્ટિ ઓછી થાય એ પહેલા પોતાના સ્વરૂપને નિહાળી લો.                                      – તરુણસાગરજી

હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

 

                                            શરદ પૂર્ણિમા

       શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આ દિવસે ચન્દ્ર પૃથ્વીની નજીક આવે છે. શરદપૂર્ણિમાને દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. એની સોળ કળાઓ છે અમૃતા, મનાદા,પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ,ધૃતિ, રાશિની, ચન્દ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા.

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસે રમવાને વ્હેલો આવજે

ગરબે ઘુમતી ગોપીઓ, સૂની છે ગોકુળની શેરીઓ
સૂની સૂની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
— તારા વિના શ્યામ મને

શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે
— તારા વિના શ્યામ મને

અંગે અંગ રંગ છે આનંદનો, રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુણી હૃદયનો નાદ સુણી
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
—- તારા વિના શ્યામ મને

****************************************************


આજ બોલે છે મારા હૈયાની કુંજમાં
મધુરી શી મોહનની વાંસલડી રે
સરોવર હલકી હેલે ચઢ્યાં
ઘેલી સુણી એક વાતલડી રે

એનો ઘેરો ટહુકાર ઉડે વ્યોમમાં
એનો પડઘો પડે દેવભોમમાં
યુગ યુગની વસંત ઉર ઉરમાં સોહંત
વહે ગીતડાં અનંત રોમ રોમમાં

વાંસલડી હો……………
ઉડી હૈયાની કુંજમાં અમૃતનાં ડંખ એના ડંખે જીરે
સ્નેહ કુંજે કોઈ સ્નેહની સોહાગણ
પ્રીતમના પ્રેમ મંત્ર ઝંખે જી રે

–શ્રી કનુ રાવળ

 

                                                  ૐ નમઃ શિવાય

દિવ્ય ટપાલી

                       આજે આસો સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સરળતા વિના તમે લોકોનો પ્રેમ મેળવી શકતા નથી.

હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.

 

દિવ્ય ટપાલી

કોઈ વૃક્ષ કપટી નથી હોતું
કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતું
કોઈ વાદળ કંજુસ નથી હોતું.

પર્વત જેટલો ઉંચો તેમ તેની ખીણ ઊંડી
મહાસાગર ગહન ગંભીર ખરો,
પણ એનો ઉમળકોતો અનંત,
તરંગ રાશિ પર સદાય ઉછળતો જ રહે છે.

નદીના હ્રદયમાં ભેદભાવ નથી હોતો.
સાધુ જેવા દેખાતા ગમે તે માણસનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને
પડડ પડી કરનાર લોકોને
ઉપર ગણાવ્યા તેવાં
ભવ્ય અને દિવ્ય ગુરૂસ્થાનો
નજરે નહી પડતાં હોય ?

– શ્રી ગુણવંત શાહ

                                       ૐ નમઃ શિવાય

આજના S.M.S.

                               આજે આસો સુદ બારસ

આજનો સુવિચાર:- નિંદ્રા અને આહાર વધારો તેટલા વધે અને અંકુશમાં રાખો તેટલા રહે.

હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.

 

[મુંબઈ સ્થિત શ્રીમતી નીતા કોટેચાએ મોકલેલા આ S.M.S. બદલ મેઘધનુષ આભારી છે.]

આજના એસ.એમ.એસ.

આપણા જીવનમાં આ ત્રણનું સ્થાન ન હોવું જોઈએ.
પીઠ પાછળ બોલવું.
કોઈની લાગણીઓ દુભાવવી
ખોટા વચનો આપવા.

************************

મારી મધુર યાદો
-આપણી મુલાકાત
મારુ મોટું દુઃખ
– આપણા વચ્ચેનું અંતર
મારી મહેચ્છા
– આપને જલ્દી મળવાની
મારી પ્રાર્થના
-આપણી દોસ્તી કદી ના તૂટે.
*****************************
Friendships a One way Road

2 be traveled by 2,
with Hand In Hand
2 care
2 share
2 forgive
2 love
&
2 say silently
‘I’ am always with you.
*************************

2 Golden phrases of friendship:
‘Don’t believe the doubted one’
&
‘Don’t doubt the believed One’
That retains friendship forever

 

                                       ૐ નમઃ શિવાય

ગાંધી જયંતી

             આજે આસો સુદ ત્રીજ [આંતરરાષ્ટ્રીય અહિંસા દિન]

    નવરાત્રિના ત્રીજા દિવસે મા ‘ચંદ્રઘટા’ના સ્વરૂપનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- હું અહિંસા દ્વારા સત્યને શોધું છું અને સત્ય વડે અહિંસા – ગાંધીજી

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

 

આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતી છે.

આજે આપણો સમગ્ર ભારત ગાંધી જયંતી દિન ઉજવે છે. આજે આંતરરાષ્ટ્રીય દિન તરીકે ઉજવાય છે. સત્તાની લોહિયાળ સાંઢમારીના જમાનામાં એમણે લોહીનું ટીપું રેડ્યા વગર ભારતની આઝાદી મેળવી. રેંટિયો, તકલી અને પશુપાલનના ગ્રામોદ્યોગો ગૂંજતા કરી લોકોને પોતાનો રોટલો રળતા કર્યા. પોતાના અજ્ઞાન, કુરિવાજો અને ગરીબાઈ સામે લડવાની પ્રેરણા અને શક્તિ આપ્યા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ભારતીયોની વ્હારે જઈ સત્યાગ્રહો આદરી સફતા મેળવી. પોતાના દેશવાસીઓને પન આજ હાલતમાં જોઈ તેમણે ભારતમાં પણ અહિંસાની ચળવળ આદરી. સ્વાધીનતાનો સંગ્રામ આદર્યો અને સફળતાને આરે લઈ આવ્યા. જીવનના મૂલ્યો રાજકારણમાં લાવ્યા.

પણ આજે શું થઈ રહ્યું છે? ક્યાં ગયા ગાંધીજીનાં આદર્શો????????

ક્યાં ગયા એ જીવનનાં મૂલ્યો???????
જે મૂલ્યો બાપુએ આપણને આપ્યાં હતાં?????????

જે રિવોલવરે એમનું જીવન લીધું તે હવે સત્તાધારીઓનાં હાથમાં આવી ગઈ છે અને ક્યાં ગયું દેશનું હિત? ફક્ત પોતાનું ખિસ્સુ ભરવામાં રચ્યા રહે છે અને લોકોનું જીવન બચાવ્યા કરતાં જીવન લેવાની પાછળ પડ્યા છે.

 

આજે આપણા લાડીલા નેતા લાલબહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી છે.

 

      જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી.

                                           ૐ નમઃ શિવાય