ખિસકોલી રમતી

sqirrel

 

 

ખિસકોલી રમતી

 

પાદરની રેતીમાં ખિસકોલી રમતી
રેતીમાં ઊંઘતી,
રેતીને સૂંઘતી,
રેતીમાંદોડતી,
રેતીને ખોદતી.

રેતીમાં રેત થઈ ખિસકોલી રમતી
દાણો એ લાવતી,
પગમાં ભરાવતી
દાણો કરકોલતી,
ધીમેથી બોલતી.

રેતીમાં રેત થઈ ખિસકોલી જમતી
આંધી ત્યાં આવતી,
ગરમાવો લાવતી,
રેતી જ્યાં વાગતી,
ખિસકોલી ભાગતી
રેતીમાં રેત થઈ ખિસકોલી ગમતી

 

                                                     -કવિ શ્રી નટવર પટેલ

 

ૐ નમઃ શિવાય

શું આપ જાણો છો?

આજે ભાદરવા સુદ બારસ [વામન જયંતી]

 

શું આપ જાણો છો?

 

* બ્રાઝિલ એવો દેશ છે જેણે સૌથી વધુ વખત ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો છે.

* મહાભારતનાં સહદેવે શકુનીનો વધ કર્યો હતો.

* THE YELLOW RIVER [પીળી નદી] ચીનમાં થઈ વહે છે.

* ઝિમ્બાબ્વેનું ચલણી નાણું ડૉલર છે.

* ટોલરમલ અકબરના નાણામંત્રી હતા.

* નોર્સમેને ગ્રીન લેન્ડ ટાપુની શોધ કરી હતી.

* વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ અને ભારતના નાટ્યકાર હતા.

* હેલીના ટાપુમાં નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો.

સાતનો કમાલ

સૂર્યદેવના રથના અશ્વો સાત છે.

મેઘધનુષના સાત રંગ છે.

સપ્તગણ ઋષિમાં સાત ઋષિ છે.

દુનિયામાં સાત ચિરંજીવીઓ છે.

અઠવાડિયાના દિવસો સાત છે.

દુનિયાના ખંડ સાત અને મહાસાગર સાત છે.


-સંકલિત

 

                                                             ૐ નમઃ શિવાય

જાણવા જેવું

                                         આજે ફાગણ વદ તેરસ

 

જાણવા જેવું

 

*   ઘુવડની આંખની કીકી સ્થિર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથું આખું  ગોળ ફેરવી શકે છે.

*   માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે ફૂટથી વધારે દૂરનું જોઈ શકતી નથી.

*   સૌથી મોટી સ્ટારફીશ  [તારામાછલી] મૅક્સિકોના અખાતમાં થાય છે. તેનું નામ મિકગાર્ડિયા છે. તેને ૧૨ હાથ છે.

*   સુગરી માળો બનાળો બનાવવા કાંટાળા ઝાડની પાતળી ડાળીનો છેડો પસંદ કરે છે જ્યાંઅ સાપ કે વાંદરા પહોંચી નથી શકતા.

*   હોલી નામનું પક્ષી પોતાના બચ્ચાનેગળામાંથી દૂધ આપે છે.

*   કાકાપો નામના પોપટનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હોય છે અને તે ઊડી શકતો નથી, દુનિયામાં તે સૌથી મોટો પોપટ છે.  

*   હમ્પબેક નામની વ્હેલનો અવાજ 1400 કિ.મી. દૂર તરતી બીજી હમ્પ્બેક  વ્હેલ સાંભળી શકે છે.

*   જિરાફની ડોક આશરે 8 થી 9 ફૂટ લાંબી હોય છે.

*   મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મૈના છે.

*   ઘોટાડ રાજસ્તાનનું રાજપક્ષી છે.

*   નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.

*   સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.

                                                                                            –સંકલિત

                            
                                                     ૐ નમઃ શિવાય

ઘેરૈયાનો ઘેરો

                               આજે ફાગણ સુદ બારસ

 

આજનો સુવિચાર:- સંબંધોની હૂંફ જીવનની સંજીવની છે જે આપણે ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

ઘેરૈયાનો ઘેરો

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !

ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !

આવ્યા નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી નવાઈલાલ !

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !

જૂની તે પોતડી પે’રી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઈલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ !

ઊંધી તે પે’રી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !

ચશ્માંની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ !

ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !

કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !

આજે સપરમો દા’ડો, નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

કવિશ્રી:- વેણીભાઈ પુરોહિત

                                            ૐ નમઃ શિવાય

અચકો મચકો કારેલી

                                  આજે પોષ સુદ એકાદશી [બારસ]

 

અચકો મચકો કારેલી

તમે કીયા તે ગામના ગોરીડાં ? — અચકો મચકો…
અમે ગોંડલ ગામનાં ગોરીડાં. — અચકો મચકો…

તમે કેટલા ભાઈકુંવારા રાજ ? — અચકો મચકો…
અમે છએ ભાઈ કુંવારા રાજ. — અચકો મચકો…

તમને કઈ કઈ ગોરી ગમશે રાજ ? — અચકો મચકો…
અમને [ફલાણી] ગોરી ગમશે રાજ — અચકો મચકો…

અમને સૂંડલી ઘરેણાં જોઈશે રાજ — અચકો મચકો…
અમે ઢગલો ઘરેણાં દઈશું રાજ –અચકો મચકો”’

અમને બાવન પટોળાં જોઈશે રાજ — અચકો મચકો…
અમે બસો પટોળાં દઈશું રાજ … અચકો મચકો…

 

                                      ૐ નમઃ શિવાય

ગુજરાત વિષે જાણવા જેવું

                                           આજે કારતક વદ એકાદશી

ગુજરાત વિષે જાણવા જેવું

ગુજરાતમાં સૌથી મોટું

મોટું બંદરઃ- કંડલા

મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ

મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ

મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]

મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]

મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]

મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]

મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ

મોટી નદીઃ- સાબરમતી

મોટો મેળોઃ- વૌઠાનો મેળો

મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]

મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ

મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]

મોટું એરપૉર્ટઃ- અમદાવાદ

મોટું સરોવરઃ- નળ સરોવર

મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી

મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ

મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા

મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.

ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]

                                                                               -સંકલન

                                                ૐ નમઃ શિવાય

કોની આંખમાં શું ?

                                 આજે શ્રાવણ વદ એકાદશી

આજનો સુવિચાર:- જે બીજાને જાણે તે શિક્ષિત છે, પણ પોતાને ઓળખે તે શિક્ષિત છે.
                                                                           — લાઓત્ઝે
કોની આંખમાં શું ?

 

 

માતાની આંખમાં                                   –    વાત્સલ્ય
ગુરુની આંખમાં                                      –    જ્ઞાન
મિત્રની આંખમાં                                    –    સહાયતા
પત્નીની આંખમાં                                  –    પ્રેમ
બાળકની આંખમાં                                  –   નિર્દોષતા
બહેનની આંખમાં                                   –    હેત
પિતાની આંખમાં                                   –   કર્તવ્ય
વીરની આંખમાં                                     –   નીડરતા
વિધવાની આંખમાં                                –   ત્યાગ
સંતની આંખમાં                                      –   ક્ષમા
ભાઈની આંખમાં                                     –   દયા
કવિની આંખમાં                                      –   કલ્પના

                                                                                                — સંકલિત
                                         ૐ નમઃ શિવાય

વાતોડિયો કાચબો

                                             આજે પોષ સુદ નોમ

                                                      વાતોડિયો કાચબો

 

                                                         ૐ નમઃ શિવાય

તરસ્યાં પંખી

                                                     આજે પોષ સુદ આઠમ

 

તરસ્યાં પંખી

 

 રામપુરનાં દયાળુ લોકોએ ગામને પાદરે પશુપક્ષીઓ માટે પાણીનો હોજ બાંધ્યો હતો. લોકો ત્યાં ચણ પણ નાખે અને હોજમાં પાણી ભરી રાખે.

પશુઓ અને પમ્ખીઓ ત્યાં આવે ચણ ચણે અને પાણી પીને આનંદથી કલબલાટ કરે.

ઉનાળો આવે ત્યારે આ હોજ એમને માટે આશીર્વાદરૂપ લાગે. આ વખતે ત્યાં વધુ ને વધુ પશુ પંખીઓ આવે. પંખીઓ હોજમાં નહાઈને બહાર નીકળે અને પોતાની પાંખો ફફડાવીને કોરી કરે અને એકબીજા સાથે અલકમલકની વાતો પણ કરે.

ત્યાં એવામાં એક હાથી આવ્યો. તે ખૂબ તરસ્યો હતો.તેને હોજમાં પાણી જોયું અને તે ખુશ થઈ ગયો. તે ખૂબ તરસ્યો હોવાથી તેણે પાણી પીધું. ગરમીનાં દિવસો હોવાથી તેને ખૂબ ગરમી લાગતી હતી તેથી તે પોતાની સૂંઢ વડે હોજમાંથી પાણી ભરી પોતાના શરીર પર છાંટવા લાગ્યો.

તેને ઠંડક થવાથી તે ખૂબ ખૂશ થયો. પણ એટલી વારમાં હોજનું પાણી ખતમ થઈ ગયું. હોજ થઈ ગયો ખાલી ખમ્મ !

હાથીને ઠંડક થવાથી એ એક બાજુ પર ઝાડનાં છાંયડામાં નિરાંતે ઊભો રહી ગયો.

એવામાં પશુઓ ઘાસ ચરીને અને પંખીઓ દાણા ચણીને પાણી પીવા હોજ પાસે આવ્યાં. જોયું તો હોજ ખાલી ખમ્મ ! તેમને ખૂબ તરસ લાગી હતી.

સસલાએ પોપટને પૂછ્યું,’ આજે હોજમાં પાણીની જગ્યાએ તળિયું કેમ દેખાય છે?’
પોપટે કહ્યું,’હું પણ એ જ પૂછતો હતો કે આજે હોજ કેમ ખાલીખમ્મ છે?’

હાથી ત્યાં જ ઊભો હતો. તેણે બધાની વાત સાંભળી અને શરમાઈ ગયો. હવે તેને સમજાયું કે તેને તરસ લાગી હતી તો પાણી ભલે પીધું પણ મસ્તીમાં આવી જઈને નહાઈને પાણી બગાડવું ન્હોતું જોઈતું.

તેણે બધાને શાંત પાડી કહ્યું,’ તમે સહુ અહીંયા ધીરજ ધરી ઊભારહો, હું હમણાં જ પાણી લઈને આવું છું.’

હાથી પાણીની શોધમાં નીકળ્યો.

થોડે દૂર જતા હાથીને એક નદી દેખાઈ. હાથી સૂંઢમાં પાણી ભરીને હોજમાં ઠાલવવા લાગ્યો.
થોડીવારમાં હોજ પાણીથી ભરાઈ ગયો.

પશુ પંખીઓ હોજમાં ભરાયેલા પાણીને જોઈ ખુશ થઈ ગયા અને પાણી પીને રાજી રાજી થઈ ગયાં.

બધાંને પાણી પીતાં જોઈને હાથીને સંતોષ થયો કે ‘સારું થયું કે પાણી ભરી આપ્યું નહીંતર ભરબપોરે બિચારા તરસ કેવી રીતે છિપાવત?’

સસલાએ બધા વતી આભાર માનતા કહ્યું.’હાથીભાઈ, તમારો ખુબ આભાર. તમે ખરા તાપમાં પાણી લાવી અમારી મદદ કરી છે.

પછી તો હાથીભાઈ બધાં પશુ-પંખીઓના દોસ્ત બની ગયા.

                                                                                                                                 -સૌજન્યઃ- રેડીફ.કોમ

 

                                                                              ૐ નમઃ શિવાય

જાણવા જેવું

                           આજે ભાદરવા વદ સાતમ [સાતમનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:-આપણી અને ઈશ્વર વચ્ચે રહેલા તારને આપણાં પ્રત્યેક કુકર્મ તોડી નાખે છે. – રસ્કિન

જાણવા જેવું

પક્ષી જગત

પક્ષીઓનો રાજા                                                  ગરૂડ
પક્ષીઓમાં આર્કિટેકટ                                         સુગરી
પક્ષીઓનો ખલનાયક                                        કાગડો
પક્ષીઓમાં ગાયક                                             કોયલ
પક્ષીઓમાં માછીમાર                                      કલકલકિયો
પક્ષીઓમાં ઠગ                                                 બગલો
પક્ષીઓમાં દૂત                                                કબૂતર
પક્ષીઓમાં શિકારી                                           બાજ
પક્ષીઓમાં દેવ                                                રાજહંસ
પક્ષીઓમાં તોફાની                                         કાબર
પક્ષીઓમાં તરવૈયો                                        બતક
પક્ષીઓમાં યમરાજ                                       ગીધ
પક્ષીઓમાં જમ્બોજેટ                                      શાહમૃગ
પક્ષીઓમાં હેલિકોપ્ટર                                    હમિંગ બર્ડ
પક્ષીઓમાં ઋતુવિજ્ઞાની                                ટિટોડી
પક્ષીઓમાં વરણાગી                                     મોર
પક્ષીઓમાં હિમવીર                                     પૅંગ્વિન
પક્ષીઓમાં રાતનો રાજા                             ઘુવડ
પક્ષીઓમાં વાતોડિયણ                              ચકલી
પક્ષીઓમાં પ્રહરી                                        કૂકડો

*************************************

સરેરાશ કોનું કેટલું આયુષ્ય ?

વ્હેલ માછલી                             1000 વર્ષ
કાચબો                                       200 વર્ષ
મગર                                         500 વર્ષ
હાથી                                         150 વર્ષ
માનવ                                      100 વર્ષ
બિલાડી                                    13 વર્ષ
ઘોડો                                         40 વર્ષ
સસલું                                       8 વર્ષ
_____________________________________________

 શહેરો અને તેનાં ઉપનામ

મુંબઈ                           સાત ટાપુઓનું શહેર
દિલ્હી                           સાત રાજધાનીનું શહેર
કોલકત્તા                       મહેલોનું નગર
જયપુર                        ગુલાબી નગર
ઉદેપુર                         સરોવર નગર
અમદાવાદ                 ભારતનું માંચેસ્ટર
જામનગર                  સૌરાષ્ટ્રનું પૅરિસ
કોચીન                       પૂર્વનું વેનિસ
બેંગ્લોર                       ભારતનો બાગ

                                                                              સૌજન્ય- જન્મભૂમિ પ્રવાસી

                                            ૐ નમઃ શિવાય