સૌંદર્ય

સૌંદર્યને લગતી થોડીક ટીપ્સ

 

*     ચણાના લોટમાં મધ, ખાંડ અને દહીં ભેળવી તેની પેસ્ટ બનાવી તેને ચહેરા પર તેમજ હાથ પર લગાડો. આ પેસ્ટ સ્ક્રબનું કામ કરશે.

*      બદામના તેલ અથવા તલના તેલ અથવા ક્રીમથી નખ અને હાથ પર માલિશ કરી હુંફાળા ગરમ પાણીમાં હાથને રાખવાથી હાથ તથા નખની સુંદરતા વધશે.

*       કોણીની કાળાશ દૂર કરવા કોણી પર લીંબુની ફાડ ઘસો.

*      ગરદનનું સૌંદર્ય વધારવા ગરદન પર દસ મિનિટ સુધી પાકું પપૈયું રગડો.

*     ગરમ ગરમ તેલ અથવા પાણીથી દાઝી જવાય તો તરત જ વિક્સ લગાડી દેવાથી ઠંડક થશે અને છાલા નહીં પડે.

*     થાકેલા પગને આરામ આપવા હુંફાળા ગરમ પાણીમાં મીઠું ભેળવી તેમાં પગ બોળી રાખવા.

*     દહીંમાં મરીનો ભૂક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ અને ગાઢા બનશે.

*     ખીલની તકલીફ દૂર કરવા પાકેલા પપૈયાનો ગર લગાડો.

*     રાતનાં સૂતી વખતે નાભિમાં બે ચાર ટીપાં નાખવાથી હોઠનુમ ફાટવાનું બંધ થશે.

*     તડકાને કારણે ચહેરા પર પડેલા કાળા ડાઘાને દૂર કરવાબટેકાનો રસ અને લીંબુના રસને ભેળવી ચહેરા પર લગાડો.

*     સ્નાનનાં પાણીમાં લીંબુનો રસ ભેળવી ન્હાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે.

 

ૐ નમઃ શિવાય

ગુલાબ

                                   આજે વૈશાખ સુદ આઠમ

આજનો સુવિચાર:- મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે. – જેમ્સ એલન

  

                                       ગુલાબ

 

માત્ર ખુશ્બૂ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ ખાસિયતોથી ગુલાબ આપણી જિંદગીને તરબર કરી શકે છે.

• સ્નાનના પાણીમાં ગુલાબની પાંદડીઓ દસ મિનિટ પલાળી રાખી એ પાણીથી સ્નાન કરવાથી ત્વચા તાજગી અનુભવશે.

• ગુલાબની તાજી પાંદડીઓને વાટી તેની પેસ્ટ બનાવી હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી ફાયદો થાય છે.

• ગુલાબની તાજી પાંદડીઓમાં ખડી સાકરનો ભૂક્કો ભેળવી એક બૉટલમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું. રોજ સવારે એક ચમચો ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

• ગુલાબમાંથી બનેલું ગુલાબજળ સખત ત્વચા માટે ઉપયોગી છે. તેનાથી ત્વચા મુલાયમ બનાવશે.

• તલના તેલમાં ગુલાબનો અર્ક ભેળવી રુક્ષ ત્વચાપર માલિશ કરવાથી ત્વચા મુલાયમ થશે. આ એક ઉત્તમ હર્બલ મસાજ છે.

• એક ચમચો મધ, થોડું ગુલાબજળ તથા થોડાં ટીપાં ગ્લિસરિન ભેળવી રોજ લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા મુલાયમ રહેશે તેમજ ચમકીલી થશે.

• ચંદન તથા ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર વીસ મિનિટ લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે.

• ઠંડા કરેલા ગુલાબજળથી ચહેરો સાફ કરવાથી ખૂલેલા રોમછિદ્રો બંધ કરે છે. તેમજ ચહેરાનું વધારાનું તેલ શોષી લે છે.

• ખીરાનો રસ, લીંબુનો રસ અને ગુલાબજળ સપ્રમાણમાં લઈ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા નીખરે છે.

• કાચા દૂધમાં લાલ ગુલાબની પાંદડી વાટી થોડું મધ ભેળવી ગાલ પર લગાડવાથી ગાલની લાલી અને આભા જળવાઈ રહે છે.

• ત્વચા વધુ પડતી ચીકણી હોય તો એક ઈંડાની સફેદીને પાણીમાં બરાબર ભેળવી તેમાં અડધા લીંબુનો રસ અને ગુલાબજળના થોડાંક ટીપાં ભેળવી ચહેરા પર લગાડવાથી ચહેરો નીખરી ઉઠશે.

                                                      — સંકલિત                                     

                                            

                                               ૐ નમઃ શિવાય

ત્વચાના કુદરતી ઉપચાર

                                           આજે ફાગણ વદ છઠ

 

આજનો સુવિચાર:-જેવી રીતે મહેનત કરવાથી શરીર મજ્બૂત થાય છે, તેવી રીતે મુશ્કેલીઓ સામે ઝઝૂમવાથી મસ્તિક સુદૃઢ બને છે. – સેનેકા

                        ત્વચાના કુદરતી ઉપચાર

આપણી સમક્ષ કુદરતે એટલી બધી ભેટ મૂકી છે પણ આપણે તેને ઓળખી નથી શકતા અને તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. ચાલો તો આપણે થોડુંક એ વિષે જાણીએ.

એલોવેરા [કુંવારપાઠુ]:- ત્વચાનો ભેજ ટકાવી રાખે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જખમને ઝડપથી રૂઝવે છે અને ત્વચાનું સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે.

બદામ:- બદામનું તેલ વાળને મુલાયમ અને ચમકીલા બનાવે છે.

યોગર્ટ [મોળું દહીં]:- દરરોજ એક કપ યોગર્ટ લેવાથી ત્વચાને સૂર્ય પ્રકાશથી રક્ષણ મળે છે. ખીલ પર પણ રાહત રહેશે. દૂધ:- દૂધના ઘટકો ત્વચાને કુદરતી રીતે સાફસુથરી રાખવામાં મદદ કરે છે.

મધ:- મધનાં કુદરતી ઘટકો ત્વચાનું રક્ષણ પૂરું પાડે છે તેમ જ મોઈસ્ચરાઈઝરની ગરજ સારે છે.

લીંબુ:- લીંબુ કુદરતી બ્લીચીંગનું કામ કરે છે અને માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરે છે.

પપૈયુ:- ઓછી કૅલેરી ધરાવતું આ ફળ તંદુરસ્તી માટે ટોનિક સમાન છે. કાચા પપૈયાનો માવો ચહેરા પર 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાથી ત્વચા તાજી અને મુલાયમ થઈ જશે.

સંતરા:- સંતરા તૈલી ત્વચા માટે મોઈસ્ચરાઈઝરનું કામ કરે છે.

ટામેટાં:-ટામેટાં ત્વચા પરનાં છિદ્રો ખોલવામાં મદદ કરે છે અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાંના એક ટુકડાને ત્વચા પર 15 મિનિટ સુધી ધીરેથી રગદોળવાથી ત્વચાના છિદ્રો ખૂલી જશે.

કાકડી:- કાકડીમાં ઠંડક આપવાના ગુણ છે તેમજ ત્વચાને નિખારે છે.

ઘઉંના જ્વારા:- ઘઉંના જ્વરા શક્તિ આપે છે અને થાકને દૂર કરે છે. તેનો રસ પાચનશક્તિ સુધારે છે.

હળદર:- ત્વચા ઉપરના કાળા ધબ્બા દૂર કરે છે અને ધબ્બા થતાં અટકાવે છે.

ગુલાબ:- ગુલાબજળ અને ગુલાબતેલના ઉપયોગથી ત્વચા મુલાયમ અને સ્થિતિસ્થાક રહે છે.

ફુદીનો:- ફુદીનાનો ઉપયોગ શરીરને હળવું અને તાજુમાજુ રાખે છે. ફુદીનાના પાંદડાને વાટીને તેનો રસ આંખોની આસપાસ લગાડવાથી આંખોની નીચેના કાળા ધબ્બા દૂર થાય છે.

લીલી ચા:- લીલી ચા એસિડીટી દૂર કરે છે અને તે પીવાથી તાજગી પણ આપે છે.

બટાટા:- બટાટામાં રહેલા ક્લોરોફિલ દાઝવાથી થયેલા ડાઘ દૂર કરે છે અને કાળા ધાબા દૂર કરે છે.

સ્ટ્રોબેરીઝ:- ત્વચાને મુલાયમ રાખે છે અને તેનો માવો સ્ક્રબર તરીકે વાપરી શકાય છે.

નાળિયેર:- વાળના વિકાસમાં મદદ કરે છે અને થાઈરોઈડ ગ્રંથિની કાર્યવાહીનું નિયમન કરે છે.

                                                                                    — સંકલિત

                             ૐ નમઃ શિવાય

ફેસિયલ માસ્ક

                                 આજે ભાદરવા વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જ્ઞાનનું લક્ષ્ય સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે. –લેસિંગ
ફેસિયલ માસ્ક

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરી માસ્ક

ડ્રાય સ્કિન માટે ફેસિયલ માસ્ક

બે કેળાં લો. તેને સારી રીતે સ્મેશ કરી તેમાં એક ચમચો મધ ભેળવી તેને બરાબર મસળો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી 10 થી 15 મિનિટ રહેવા દો ત્યારબાદ ચહેરાને ઠંડા પાણી ધોઈ કાઢો.

ઑઈલી સ્કિન માટે ઍપલ-જિંજર ફેસિયલ માસ્ક

એક સફરજન લો. તેને છીણી તેમાં પાંચ ચમચી મધ નાખી બરાબર ભેળવી તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ચહેરા પર લગાડો.10 થી 15 મિનિટ રહેવા દઈ ચહેરો ધોઈ કાઢો.

 

સ્વીટ સ્ટ્રોબેરી સ્ક્રબ માસ્ક

8 સ્ટ્રોબેરી લઈ તેને બરાબર સ્મેશ કરો તેમા ત્રન ચમચી મધ ઉમેરી બ્લેંડરમાં પીસી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી 10 મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંદા પાણીથી ધોઈ કાઢો. જુઓ ચહેરો કોવો નીખરી ઉઠે છે.

 

                                               ૐ નમઃ શિવાય

સૌંદર્ય નિખારતું ગાજર

                                આજે માગશર સુદ નોમ

આજનો સુવિચાર:- આપણી નિંદા કરવાવાળા આપણા મનોવૈજ્ઞાનિક મિત્ર છે જે આપણી ભૂલો તેમજ ખામીઓની તરફ ધ્યાન ખેંચે છે.

હેલ્થ ટીપ્સ:-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો મટે છે.

                     સૌંદર્ય નિખારવામાં ગાજરનું મહત્વ

• રોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી આંખોનું તેજ વધે છે અને સ્ફૂર્તિ આવશે.

• ગાજરનો રસ અને આમળાનો રસ સપ્રમાણમાં લઈ વાળમાં માલિશ કરી એક કલાક બાદ ધોઈ    નાખવા.  આ પ્રયોગ અઠવાડિયે એકવાર કરવાથી વાળ ખ્રતા અટકશે અને વાળ ચમકીલા બનશે.

• ગાજરને બાફીને મસળી એમાં એક ચમચો લીંબુનો રસ અને બે ચમચા ખીરાનો રસ ભેળવી ત્વચા પર લગાડવાથી તડકાથી શ્યામ પડેલી ત્વચા નીરખશે.

• બાફેલા ગાજરને મસળી તેમાં કોપરેલ ભેળવી હાથ પગ પર 15 મિનિટ માલીશ કરી હુંફાળા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયે ત્રણવાર કરવાથી પગમાં પડેલા ચીરા પર રાહત મળશે અને ત્વચા મુલાયમ થશે.

• ગાજરના રસમાં જૈતૂનનું તેલ ભેળવી નખને માલિશ કરવાથી નખ મજબૂત થશે.

• ગાજરને બાફી તેમાં મધ ભેળવી ત્વચા પર માલિશ કરવાથી ત્વચા પરની કરચલી દૂર થશે તેમજ સ્નિગ્ધતા પ્રદાન થશે.

• ગાજર, કેળું, પપૈયું, તરબૂચ, ગુલાબજળ, ગ્લિસરિન અને મલાઈ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર 20 મિનિટ મસાજ કરી હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ચમકીલી બની નિખરી ઉઠશે.

                                                                                                             — સંકલિત

                                        ૐ નમઃ શિવાય

આપણાં આભૂષણો અને વિજ્ઞાન

                 આજે પોષ વદ બારસ

આજનો સુવિચાર:- જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી. —- મહાદેવી વર્મા

હેલ્થ ટીપ્સ:- લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ ધોળા થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.

          આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે.

પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:- સ્નાયુઓની પીડા રોકે છે, રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે. જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

ઝાંઝર, કડા અને પાયલ:- પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.માસિક ધર્મ નિયમિત બનાવે છે. પગને શ્રમ ઓછો પડે છે.

કમર પટ્ટો કે કંદોરો:- કમરનાં દર્દો દૂર કરે છે. માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હરણિયાની તકલિફને દૂર કરે છે.

અંગુઠી કે વીંટી:- હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

હાથની બંગડીઓ અને કડા:- બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે. તોતોડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

બાજુબંધ પોંચી:- કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:- આંખની જ્યોતિ વધારે છે. કંઠમાળનો રોગ નથી થતો. અવાજ સૂરીલો બને છે. માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:- કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે. કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

નાકની નથણી, ચૂંક કે સળી:- કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

                                ૐ નમઃ શિવાય

સુંદરતા

                      આજે માગશર સુદ આઠમ

આજનો સુવિચાર:- જીભ મીઠાશથી થાકે છે, કાન ક્યારે થાકતા નથી.

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

         શિયાળો આવતા જ વાતાવરણ બદલાઈ જાય છે હવામાં રુક્ષતા આવતી જાય છે. શિયાળો સ્વાસ્થય માટે ઉત્તમ છે પરંતુ ત્વચા અને વાળને રુક્ષ બનાવે છે અને જો તેની કાળજી ન લેવાય તો ચામડી ફાટી જાય છે અને વાળ પણ સૂકા થઈ તૂટવા માંડશે. આ ઋતુમાં શરીરનાં સ્વાસ્થય સાથે સાથે ત્વચાની તેમ જ વાળની કાળજી લેવી જરૂરી છે.

      આપણા રક્તનાં બંધારણમાં ¾ હિસ્સો પાણીનો છે અને આપણી ત્વચા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. મોટાભાગનાં લોકોમાં એક એવી ગેરસમજ છે કે શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છે અને પાણી ઓછું પીવાય છે. જેથી શિયાળામાં ત્વચા સૂકાઈ જાય છે. જેટલી ઉનાળામાં પાણી જરૂર છે તેટલી શિયાળામાં છે. તેનાં વિકલ્પ રૂપે નાળિયેરનું પાણી, ગરમ સૂપ, તાજા ફળોનો રસ, લીંબુ,મધ-તુલસીના રસનું મિશ્રણ ઉત્તમ છે. દિવસ દરમિયાન 8 થી 10 પ્યાલા પ્રવાહી પીવું જરૂરી છે.

         સ્નાનની શરૂઆત જો ગરમ પાણીથી થાય તો ત્વચાનાં છિદ્રો ખૂલી જશે અને લોહીનું ભ્રમણ પણ વધી જશે. ત્યારબાદ ઠંડા પાણીથી સ્નાન [જો ઠંડુ પાણી સહન ન થાય તો હુંફાળું ચાલે]થાય તો ત્વચા મુલાયમ થશે. તેલનું મસાજ શિયાળામાં ત્વચાને નિખારવા માટે ઉત્તમ છે. તલનું તેલ, ઓલીવ ઑઈલ કે બેબી ઓઈલ રુક્ષ ત્વચા માટે ઉપયોગી છે. સ્નાન માટે સાબુ ન વાપરતાં ચણાના લોટમાં એક ચમચી હળદર અને એક ચમચી હળદર ભેગાં કરી ત્વચાને કોમળ રાખવા ઉપયોગી છે.

              શિયાળામાં કૃત્રિમ બાજારૂ લોશનોનો વધુપડતો ઉપયોગ ત્વચાને નુકશાન પહોંચાડે છે. તો આપણે જો કુદરતી રીતે મળતી વનસ્પતિનો કે તેલનો ઉપયોગ કરવામાં આવે તે વધારે હિતાવહ છે. જેવા કે બદામનું તેલ આંખોનાં કાળા કુંડાળા માટે , કે શેતુરનું તેલ સુકાયેલાં હોઠ માટે, ફાટેલી એડીઓ માટે ગુણકારી છે. સૂકી ત્વચાનાં જો પોપડા ઉખડતાં હોય ત્યારે ગ્લિસરીન, લીંબુ અને ખાંડ મિશ્રિત લેપ ઊપયોગી છે. પાઉડરના ઊપયોગ ન થાય તો સારું.

       વાળની મુલાયમતા જાળવવા તલનું તેલ ઉત્તમ છે. હળવા હાથે વાળમાં તેલનું મસાજ કરી માથા પર ગરમ પાણીમાં ભીનો કરેલો ટુવાલ વીંટાળવો. ત્યારબાદ હળવા શેમ્પૂ અથવા અરીઠાં, આમળા અને તુલસીના પાઉડરની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં લગાડો . એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ ભેળ માથામાં લગાડવું.

         જાસુદનાં ફૂલની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં કલાક બે કલાક લગાડી વાળ ધોવાથી કુદરતી કંડિશનર થશે. આનાથી વાળ ખરતાં અટકશે અને વાળ કુદરતી રીતે કાળા થશે. 

                                            ૐ નમઃ શિવાય