કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર

                               આજે શ્રાવણ વદ તેરસ [શિવરાત્રી]

 

આજનો સુવિચાર:- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે. 
                                                                                               – સ્વામી શિવાનંદજી

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર

કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર શિવજીના ત્રિશૂળ પર વસેલું કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે શિવજી સ્વયં મરણોન્મુખ જીવને તારકમંત્ર સંભળાવે છે, એટલે જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આ માન્યતાને કારણે અહીં મૃત્યુનો મહિમા છે.

પૌરાણિક કથા અનુસાર હિમાલયના કૈલાસમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન આવે તે માટે માતા પાર્વતીજીએ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી. જ્યારે નિકુંભ નામના શિવગણે આ નગરી માનવરહિત બનાવી ત્યારે રાજા દિવોદાસને ખુબ દુઃખ થયું. આથી તેમણે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી પોતાનું દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીની સમજાવટ થી શિવજી મંદરાચલ ચાલ્યા ગયા. પરંતુ શિવજીનો વારાણસી પ્રત્યેનો સ્નેહ જોઈ ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતાં દિવોદાસ તપોવન જવા રાજી થઈ ગયા અને ત્યારબાદ વારાણસી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું. શિવજીએ આ નગરની સ્થાપના ત્રિશૂળ પર કરી છે. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટે આવેલી છે.

અંદાજે 40 ચોરસફૂટ જેટલા વિસ્તારમાં પથરાયેલા મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભામંડપ પર ઘુમ્મટ આકાર શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિત સિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. ડાબી તરફના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ ગર્ભગૃહની વચમાં નથી, પરંતુ એક ખૂણામાં છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે.

અહીં ગંગાજીસ્નાનના મહિમા ઉપરાંત ચાર સ્થળોના દર્શનનો મહિમા છે. પ્રથમ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મંદિર, સંકટમોચન હનુમાનજીનું મંદિર, મા અન્નપૂર્ણા મંદિર અને કાળબૈરવનું મંદિર.

અહીં દર ત્રીજા વર્ષે પંચકોશી યાત્રા થાય છે. ગંગાજીના કિનારે શ્રેણી ઘાટ આવેલા છે. કાશીમાં જ લગભગ 57 થી 64 જેટલા ઘાટ છે. એમાંના મુખ્ય કાશી ઘાત , મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ મુખ્ય છે. અન્ય ઘાટમા વરુણાસંગમ ઘાટ, પંચગંગા ઘાટ, અસ્સી સંગમ ઘાટ, જલાશાયી ઘાટ, શિવાલા ઘાટ, કેદાર ઘાટનો સમાવેશ થાય છે. કેદાર ગાટ પર આવેલા પુરાણા કેદારેશ્વર મંદિરની બાજુમાં આવેલા ગૌરીકુંડને ઘણો પવિત્ર માનવામાં આવે છે.

                                                                                   — સંકલિત

                                                      ૐ નમઃ શિવાય

કોની આંખમાં શું ?

                                 આજે શ્રાવણ વદ એકાદશી

આજનો સુવિચાર:- જે બીજાને જાણે તે શિક્ષિત છે, પણ પોતાને ઓળખે તે શિક્ષિત છે.
                                                                           — લાઓત્ઝે
કોની આંખમાં શું ?

 

 

માતાની આંખમાં                                   –    વાત્સલ્ય
ગુરુની આંખમાં                                      –    જ્ઞાન
મિત્રની આંખમાં                                    –    સહાયતા
પત્નીની આંખમાં                                  –    પ્રેમ
બાળકની આંખમાં                                  –   નિર્દોષતા
બહેનની આંખમાં                                   –    હેત
પિતાની આંખમાં                                   –   કર્તવ્ય
વીરની આંખમાં                                     –   નીડરતા
વિધવાની આંખમાં                                –   ત્યાગ
સંતની આંખમાં                                      –   ક્ષમા
ભાઈની આંખમાં                                     –   દયા
કવિની આંખમાં                                      –   કલ્પના

                                                                                                — સંકલિત
                                         ૐ નમઃ શિવાય

જ્ઞાન, વિજ્ઞાન અને શિવજી

                                      આજે શ્રાવણ સુદ નોમ

આજનો સુવિચાર:- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.         
                                                                                    — સ્વામી વિવેકાનંદ  

 
                                 જ્ઞાન, વિજ્ઞાન અને શિવજી

    શિવજી એટલે આ સૃષ્ટિની તમામ વિદ્યાઓના જનક. ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, યોગ, ભાષા,નૃત્ય, સંગીત વગેરે તમામ વિદ્યાઓ શિવમાંથી આવી છે. શિવજી એટલે માત્ર દેવોના દેવ જ નથી પરંતુ સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર છે.

શિવલિંગ-

     હિંદુ ધર્મગ્રંથ પ્રમાણે બ્રહ્માંડ અનંત છે અને તેનો તાગ પામી શકાતો નથી.જ્યારે આધુનિક વિજ્ઞાન હમણાં હમણાં આ વાતને સમર્થન આપતાં કહે છે કે સમયની સાથે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પાંચ લ્આખ આકાશગંગાના અભ્યાસ બાદ એ તારણ નીકળ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ બ્રહ્માંડનો વિસ્તાર વધરી રહી છે જે વાત આપણાં ધર્મગ્રંથો સદીઓથી કહેતા આવ્યાં છે. ‘બ્રહ્માંડ’ શબ્દ બ્રૂ-બમ પરથી આવ્યો છે જેનો અર્થ ફેલાયેલું બ્રહ્મ થાય છે. એટલા જ માટે બ્રહ્માંડના નિરૂપણ સમાન શિવલિંગનો આકાર અંડાકાર બતાવ્યો છે. શિવ એટલે માત્ર શુભ નથી પણ શિવ એટલે કલ્યાણકારી. હિન્દુ ધર્મે સમસ્ત બ્રહ્માંડને કલ્યાણકારી કહ્યો છે.

અર્ધનારીશ્વર સ્વરૂપ-

     પ્રત્યેક માનવીમાં સ્ત્રી અને પુરુષના લક્ષણો હોય છે.જેમાં આધાર અને આધેય અથવા શિવ અને શક્તિ અથવા પુરુષ અને પ્રકૃતિ અવિભાજ્ય અંગ છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનની ‘પદાર્થ અને શક્તિ સાથે પરિવર્તન પામે છે’ થિયરીને શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપે વ્યક્ત થયેલી જણાય છે.

બ્લેક હોલ અને મહાકાળ-

      શિવજીનું એક નામ ‘મહાકાળ’ છે. સરળ ભાષામાં બ્લેક હોલ એટલે ભમ્મરિયો કૂવો, જે નિહારિકાઓ, તારાઓ, ગ્રહોને કે બ્રહ્માંડને ગળી જાય છે અથવા શોષી લે છે. આ બ્લેક હોલમાં કાળ પણ શોષવાઈ જાય છે એટલે જ ભરતીય સંસ્કૃતિમાં શિવજીને મહાકાળ કહેવાય છે. કહેવાય છે કે શિવજી જ્યારે સમાધિ લગાવે છે ત્યારે કાળ થંભી જાય છે.

[સંકલિત]

સૌજન્ય:- જન્મભૂમિ

 

                                               ૐ નમઃ શિવાય